તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

આજનો જીવન મંત્ર:સારા કામોને ખરાબ કરવા તે થોડાં લોકોના સ્વભાવમાં જ હોય છે, આવા લોકને ઓળખો અને સાવધાન રહો

6 મહિનો પહેલાલેખક: પંડિત વિજયશંકર મહેતા
 • કૉપી લિંક
 • રામાયણમાં મંથરાએ કૈકયીનો વિશ્વાસ જીત્યો અને પછી તેના કારણે રામને વનવાસ જવું પડ્યું

વાર્તા- રામાયણ કાળની ઘટના છે. તે સમયે અયોધ્યામાં લોકતાંત્રિક વ્યવસ્થા હતી. રાજા દશરથે બધા પાસેથી સલાહ લઇને રામને રાજા બનાવવાની ઘોષણા કરી દીધી હતી. રામના રાજ્યાભિષેકની તૈયારીઓ ચાલી રહી હતી. સારા નિર્ણય સુખ લઇને આવે છે. સંપૂર્ણ અયોધ્યામાં બધા જ ખુશ હતાં.

ઉત્સવના વાતાવરણમાં અયોધ્યાના વિદ્વાન લોકો એક વ્યક્તિ ઉપર નજર રાખવાનું ભૂલી ગયાં, તે મંથરા હતી. મંથરાની પ્રવૃત્તિ સારા કામોને ખરાબ કરવાની હતી. તેણે સૌથી પહેલાં કૈકયીનો વિશ્વાસ જીતી લીધો. કૈકયીની સામે મંથરાએ અસત્યને સત્ય બનાવીને જણાવ્યું કે, રામની જગ્યાએ ભરતને રાજા બનવું જોઇએ. જેના કારણે રાણીની માનસિકતા જ બદલાઇ ગઇ. ત્યાર બાદ કૈકયીએ દશરથને રામને વનવાસ અને ભરતને રાજપાઠ આપવાનું વરદાન માંગી લીધું.

આ ઘટના પછી કોઇએ મંથરાને પૂછ્યું કે, જો રામ રાજા બની જાય તો તને શું મુશ્કેલી હતી? ત્યારે મંથરાએ કહ્યું હતું કે, મારો તો સ્વભાવ જ સારા કામને ખરાબ કરવાનું છે. રાજા કોઇપણ બને, મને તેનાથી કોઇ ફરક પડતો નથી. મારા જેવા લોકોનો એક જ મંત્ર હોય છે સારા કામને ખરાબ કરવું.

બોધપાઠ- આપણે બધાએ આ વાતનું ધ્યાન રાખવું જોઇએ કે આપણી આસપાસ પણ કોઇ મંથરા જેવું વ્યક્તિ તો નથી ને, જે બનતાં કાર્યોને ખરાબ કરી શકે છે. આવા લોકોને ઓળખો, તેમને નજરઅંદાજ કરવા ભારે પડી શકે છે. પારિવારિક જીવનમાં પણ કામ ખરાબ કરનાર લોકોથી હંમેશાં સાવધાન રહો.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- પોઝિટિવ બની રહેવા માટે થોડી ધાર્મિક અને અધ્યાત્મિક ગતિવિધિઓમાં સમય પસાર કરવો યોગ્ય રહેશે. ઘરની દેખરેખ તથા સાફ-સફાઈને લગતા કાર્યોમાં પણ તમે વ્યસ્ત રહી શકો છો. કોઇ વિશેષ લક્ષ્યને પ્રાપ્ત કરવા ...

  વધુ વાંચો