તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • Dharm darshan
  • Dharm
  • Aaj Ka Jeevan Mantra By Pandit Vijay Shankar Mehta, Life Management Tips By Vijay Shankar Mehta, Mahabharata And Facts, Story Of Kunti

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

આજનો જીવન મંત્ર:બાળકોને સુખ-સુવિધાથી વધારે જ્ઞાન અને સારા સંસ્કાર આપો, આત્મનિર્ભર બનાવવાની કોશિશ કરો

5 મહિનો પહેલાલેખક: પંડિત વિજયશંકર મહેતા
  • કૉપી લિંક
  • દુર્યોધન પાસે દરેક સુખ-સુવિધા હતી, છતાંય તે અધર્મી થઇ ગયો, કુંતીએ પાંડવોને અભાવમાં પણ ધર્મ-અધર્મનો ભેદ સમજાવ્યો

વાર્તા- બાળકોના ભરણ-પોષણમાં શું કરવું અને શું નહીં, તે મહાભારતના બે પરિવારો દ્વારા સમજી શકાય છે. એક પરિવાર હતો કૌરવોનો અને બીજો પરિવાર પાંડવોનો. કૌરવો પાસે સુખ-સુવિધાની દરેક વસ્તુઓ હતી, દરેક કામ કરવા માટે નોકર હતાં. ત્યાં જ, પાંડવોનું બાળપણ અભાવમાં પસાર થયું હતું.

મહારાજ પાંડુ અને માદ્રીના મૃત્યુ પછી કુંતીએ એકલાં હાથે જ યુધિષ્ઠિર, ભીમ, અર્જુન, નકુલ-સહદેવનો ઉછેર કર્યો. ધર્મ-અધર્મનું જ્ઞાન આપ્યું, સારા સંસ્કાર આપ્યાં અને પોતાનું દરેક કામ જાતે કરવાનું શિખવાડ્યું. પાંડવોનું બાળપણ જંગલમાં પસાર થયું કેમ કે, મહારાજ પાંડુ એક ઋષિના શ્રાપના કારણે પોતાનું રાજ્ય ધૃતરાષ્ટ્રને સોંપીને સંન્યાસી જીવન જીવવા માટે જંગલમાં આવી ગયાં હતાં. તેમના પાંચેય પુત્રોનો જન્મ અહીં જ થયો.

પાંડવોના જીવનમાં અનેક મોટી સમસ્યાઓ આવી, પરંતુ કુંતીના સંસ્કારોના સંસ્કારોની જ અસર હતી કે તેઓ બધા વિપરીત સમયમાં પણ ધર્મના માર્ગે ચાલ્યાં. આ કારમે જ તેમને શ્રીકૃષ્ણનો સાથ મળ્યો. બીજી બાજુ, ધૃતરાષ્ટ્ર અને ગાંધારીએ પોતાના બાળકોને બધું જ આપ્યું, પરંતુ સારા સંસ્કાર આપ્યાં નહીં. દુર્યોધનના સારા-ખરાબ કાર્યો ઉપર નજર રાખી નહીં. તેમને પોતાના બાળકો સાથે ખૂબ જ પ્રેમ હતો. આ પ્રેમના કારણે ધૃતરાષ્ટ્ર દુર્યોધનના અધર્મ ઉપર પણ હંમેશાં મૌન રહ્યો.

પરિવાર બધા જ જાણે છે. મહાભારત યુદ્ધ થયું. દુર્યોધન ભીષ્મ, દ્રોણાચાર્ય અને કર્ણ જેવા યોદ્ધાઓ ઉપર નિર્ભર હતો. જ્યારે, પાંડવ કોઇ અન્ય ઉપર નિર્ભર હતાં નહીં. યુદ્ધમાં સંપૂર્ણ કૌરવ વંશનો નાથ થઇ ગયો. પાંડવોનો વિજય થયો, કેમ કે તેમની પાસે સારા સંસ્કાર હતાં, ધર્મના કારણે શ્રીકૃષ્ણનો સાથ હતો.

બોધપાઠ- બાળકોના સારા જીવન માટે સુખ-સુવિધાથી વધારે શિક્ષણ જરૂરી છે. બાળકોને આત્મનિર્ભર બનાવો, જેથી ભવિષ્યમાં તેઓ કોઇ અન્ય ઉપર નિર્ભર રહી શકે નહીં.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- વ્યક્તિગત તથા પારિવારિક ગતિવિધિઓમાં તમારી વ્યસ્તતા રહેશે. કોઇ પ્રિય વ્યક્તિની મદદથી તમારું અટવાયેલું કામ પણ પૂર્ણ થઇ શકે છે. બાળકોની શિક્ષા અને કરિયરને લગતા મહત્ત્વપૂર્ણ કાર્ય પણ પૂર્ણ થઇ શક...

વધુ વાંચો