આજનો જીવન મંત્ર:ખરાબ સંગત અને ખરાબ વસ્તુઓ આપણી સારી બુદ્ધિને પણ પલટી શકે છે, સાવધાન રહેવું

એક વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • શ્રીરામ સાથે યુદ્ધ સમયે રાવણે કુંભકર્ણને જગાડ્યો, કુંભકર્ણ ધર્મ જાણતો હતો, છતાંય તેણે રાવણનો સાથ આપ્યો

વાર્તા- શ્રીરામ અને રાવણનું યુદ્ધ ચાલી રહ્યું હતું. રામ-લક્ષ્મણે રાવણના અનેક યોદ્ધાઓને મૃત્યુને ઘાટ પહોંચાડી દીધા. ત્યારે રાવણે પોતાના ભાઈ કુંભકર્ણને જગાડ્યો. કુંભકર્ણ ખૂબ જ શક્તિશાળી હતો પરંતુ બ્રહ્માના વરદાનના કારણે તે 6 મહિના સુધી સૂતો રહેતો હતો. 6 મહિનામાં એકવાર જાગતો અને ખાઇ-પીને ફરી સૂઇ જતો હતો.

ઊંઘમાંથી જાગ્યા પછી રાવણે કુંભકર્ણને સંપૂર્ણ વાત જણાવી. કુંભકર્ણ ધર્મનો જાણકાર હતો. તેણે રાવણને કહ્યું, "ભાઈ, તમે આ સારું કામ કર્યું નથી. શ્રીરામ કોઇ સામાન્ય વ્યક્તિ નથી, દેવી સીતાનું હરણ કરીને તમે લંકા સામે મોટો સંકટ ઊભો કરી દીધો છે. શ્રીરામ પાસે લક્ષ્મણ જેવો ભાઈ છે, હનુમાન જેવો બળશાળી સેવક છે."

કુંભકર્ણને આ પ્રકારે વાત કરતાં જોઇને રાવણે વિચાર્યું કે આ તો જ્ઞાનની વાત કરી રહ્યો છે. ત્યારે રાવણે પોતાના ભાઈ સામે માંસ-દારૂ રખાવી દીધો. કુંભકર્ણએ માંસ ખાધું, દારૂ પીધો. ત્યાર બાદ તેની બુદ્ધિ પલટાઇ ગઇ. પહેલાં તે જ્ઞાનની વાત કરી રહ્યો હતો, પરંતુ હવે તે સ્વયં શ્રીરામ સાથે યુદ્ધ કરવા માટે તૈયાર થઇ ગયો.

યુદ્ધ ભૂમિમાં કુંભકર્ણ અને વિભીષણ સામ-સામે આવ્યાં. વિભીષણ બોલ્યાં " મેં આપણાં મોટા ભાઈ રાવણને સમજાવવાની ખૂબ જ કોશિશ કરી હતી પરંતુ, રાવણએ મને કાઢી મુક્યો. તે પછી હું શ્રીરામની શરણમાં આવી ગયો છું."

કુંભકર્ણએ કહ્યું, " ભાઈ તે આ ખૂબ જ સારું કામ કર્યું છે કે તુ શ્રીરામની સેવામાં જતો રહ્યો છે. તેનાથી તમારા કુળનું કલ્યાણ થશે. પરંતુ હું એવું કરી શકીશ નહીં. મેં રાવણના માંસ-દારૂનું સેવન કર્યું છે, મારા દિમાગ ઉપર માત્ર રાવણની છાયા છે. હુ રાવણના બંધનમાં છું. યોગ્ય-અયોગ્ય જાણતાં હોવા છતાં પણ હું શ્રીરામ સાથે યુદ્ધ કરીશ."

બોધપાઠ- યોગ્ય-અયોગ્ય શું છે, તે આપણે બધા જાણીએ છીએ. પરંતુ, ખરાબ લોકોની સંગત, ખરાબ વસ્તુઓ અને ખરાબ ઇચ્છાઓ આપણી પાસે ખોટાં કામ કરાવી શકે છે, એટલે આવી વાતોથી બચવું જોઇએ.