• Gujarati News
  • Dharm darshan
  • Dharm
  • Aaj Ka Jeevan Manta By Pandit Vijayshankar Mehta, Motivational Story From Shiv Puran, If The Work Is Divided Properly, Then All The Systems Operate Well.

આજનો જીવનમંત્ર:યોગ્ય રીતે કામ વહેંચવામાં આવે છે તો બધી વ્યવસ્થાઓ યોગ્ય રીતે સંચાલિત થાય છે

એક મહિનો પહેલાલેખક: પંડિત વિજયશંકર મહેતા
  • કૉપી લિંક

વાર્તા- આ સંપૂર્ણ સૃષ્ટિ કેવી રીતે બની, તેનું સંચાલન કેવી રીતે કરવામાં આવે છે, આ અંગે શિવ પુરાણોમાં એક કથા જણાવવામાં આવી છે. ભગવાન વિષ્ણુએ શિવજીની સ્તૃતિ કરીને કહ્યું, તમે પ્રગટ થાવ અને જણાવો કે આ સંસારને કેવી રીતે ચલાવવામાં આવે?

શિવજીએ કહ્યું, વિષ્ણુ અને બ્રહ્મા, તમે બંને મળીને સૃષ્ટિનું સંચાલન કરશો. બ્રહ્માજી તમે સૃષ્ટિનું નિર્માણ કરશો, વિષ્ણુજી તમે પાલન કરશો અને આ સૃષ્ટિને એક દિવસ નષ્ટ પણ કરવાની છે તો આ કામ હું કરીશ. આ કામની વહેંચણીથી સંસાર આપણને બ્રહ્મા, વિષ્ણુ અને રૂદ્ર કહેશે. આપણાં ત્રણેય વચ્ચે ભેદભાવ નથી, પરંતુ કર્તવ્ય અને જવાબદારીના કારણે આપણું નામ અલગ અને ઓળખ અલગ રહેશે. એક ઉમા દેવી મારી સાથે, વાગ્દેવી બ્રહ્માજી સાથે અને લક્ષ્મીજી વિષ્ણુજી સાથે રહેશે.

શિવ પુરાણની આ કહાણીમાં જણાવવામાં આવ્યું છે કે કેટલી વ્યવસ્થિત રીતે આ સૃષ્ટિને ચલાવવવામાં આવી રહી છે.

બોધપાઠ- આ કથામાં કામની વહેંચણીનું ખૂબ જ સારું ઉદાહરણ આપવામાં આવ્યું છે. બ્રહ્મા, વિષ્ણુ અને શિવજી જે પોઝિટિવ ઊર્જા છે, તેને કયા સમયે કયા ક્ષેત્રમાં લગાવવી છે તેનો નિર્ણય શિવજીએ લીધો હતો. આપણી અંદર પણ એવી જ ઊર્જા હોય છે. આપણે એ બોધપાઠ લેવો જોઈએ કે આપણે આ ઊર્જાને વ્યવસાયિક, પારિવારિક અને અંગત જીવનમાં કઈ રીતે સંતુલિત કરીએ. જે પોતાની ઊર્જાને યોગ્ય રીતે ખર્ચ કરવાનું શીખી જશે, તેને સુખ, શાંતિ સાથે જ સફળતા પણ મળી શકે છે.