• Gujarati News
  • Dharm darshan
  • Dharm
  • A Three Thousand Year Old Shakti Temple In Kanyakumari; Here The Goddess Washed The Ornaments In The Sea, So The Water Is Colored

શક્તિપીઠ:કન્યાકુમારીમાં ત્રણ હજાર વર્ષ જૂનું શક્તિ મંદિર; અહીં દેવીએ સમુદ્રમાં શૃંગાર ધોયો હતો, એટલે પાણી રંગીન છે

6 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • માન્યતા છે કે દેવી સતીનાં કરોડરજ્જુનું એક હાડકું અહીં પડ્યું હતું
  • 15 ઓક્ટોબરે દશેરાના દિવસે તેઓ ચાંદીની ઘોડાગાડી પર સવાર થઈને દર્શન આપશે

બંગાળની ખાડી તેમજ હિન્દ અને અરબી સમુદ્રના સંગમ પર પાર્વતીજીના કુમારી રૂપનું મંદિર છે. કન્યાકુમારીને તેનું નામ આ મંદિર પરથી મળ્યું છે. કન્યાકુમારીનું અમ્મન મંદિર દેવીની 52 શક્તિપીઠોમાંની એક છે. એવું મનાય છે કે, દેવી સતીનાં કરોડરજ્જુનું એક હાડકું અહીં પડ્યું હતું. આ મંદિરના પૂજારી સુબ્રમણ્યમ કહે છે કે, અહીં દેવીની શર્વની (શિવનાં પત્ની)ના રૂપમાં પૂજા થાય છે. નવરાત્રિમાં વિશેષ પૂજા સવારે 5 વાગે શરૂ થાય છે. શૃંગારમાં તેમનાં વાહનો પણ બદલાય છે. જે અંતર્ગત ક્યારેક તેમને ચાંદીના હરણ પર તો, ક્યારેય ચાંદીની કામધેનુ પર બિરાજમાન કરાય છે.

માન્યતા છે કે દેવી સતીનાં કરોડરજ્જુનું એક હાડકું અહીં પડ્યું હતું
માન્યતા છે કે દેવી સતીનાં કરોડરજ્જુનું એક હાડકું અહીં પડ્યું હતું

પરશુરામજીએ આ મંદિરનું નિર્માણ કરાવ્યું હતું-
15 ઓક્ટોબરે દશેરાના દિવસે તેઓ ચાંદીની ઘોડાગાડી પર સવાર થઈને દર્શન આપશે. આ મંદિર ત્રણ હજાર વર્ષ જૂનું છે. તેના ગર્ભગૃહમાં સ્થાપિત અમ્મન દેવીની પ્રતિમાની નાકની નથમાં એક હીરો જડેલો છે, જે એટલો ચમકદાર છે કે, એક જમાનામાં સમુદ્રમાર્ગથી આવતાં જહાજો રાત્રે તેના થકી જ દિશાની માહિતી મેળવતા હતા. મંદિરમાં દર્શન માટે પુરુષોએ શરીરનું ઉપવસ્ત્ર કાઢીને જવું પડે છે. પૌરાણિક કથા પ્રમાણે, પરશુરામજીએ આ મંદિરનું નિર્માણ કરાવ્યું હતું. એક કિંવદંતી એ પણ છે કે ભગવાન શિવ કન્યાકુમારીથી લગ્ન કરવા નીકળ્યા હતા, પરંતુ સમયસર અહીં પહોંચી ના શક્યા તેથી નારાજ કન્યાકુમારીએ દુલ્હનના રૂપમાં પોતાનો શૃંગાર અહીંના પાણીમાં ધોઈ નાખ્યો એટલે અહીંના પાણીમાં અનેક રંગો દેખાય છે. એક કથા છે કે અસુર રાજ બાણાસુરને શિવનું વરદાન મળ્યું હતું કે, કોઈ કુંવારી કન્યા જ તેનો વધ કરી શકશે. એટલે પરાશક્તિએ કન્યાકુમારીનો અવતાર લઈને તેનો વધ કર્યો હતો.

આ મંદિર પાસે દેવીનાં પદચિહ્નો ધરાવતો પથ્થર શ્રીપાદપરાઈ છે, જેને વિવેકાનંદ રોક મેમોરિયલ પણ કહે છે
આ મંદિર પાસે દેવીનાં પદચિહ્નો ધરાવતો પથ્થર શ્રીપાદપરાઈ છે, જેને વિવેકાનંદ રોક મેમોરિયલ પણ કહે છે

ભગવાન રામ અને સ્વામી વિવેકાનંદની પ્રેરણા બન્યાં કન્યાકુમારી-
આ મંદિર પાસે દેવીનાં પદચિહ્નો ધરાવતો પથ્થર શ્રીપાદપરાઈ છે, જેને વિવેકાનંદ રોક મેમોરિયલ પણ કહે છે. અહીંથી જ દેવીનાં આશીર્વાદ લઈને 1892માં સ્વામી વિવેકાનંદે ધર્મ અને લોકજાગરણ મિશન શરૂ કર્યું હતું. ઈતિહાસવિદ્ ત્યાગરાજન કહે છે કે, ભગવાન રામ શ્રીલંકા જવા અહીં સેતુ બનાવવા ઈચ્છતા હતા, પરંતુ કન્યાકુમારીએ રામને સલાહ આપી કે રામેશ્વરમમાં સેતુ નિર્માણ કરો. એટલે આ સ્થળને ‘આદિ સેતુ’ એટલે કે પ્રથમ સેતુ પણ કહેવાય છે.