હરિયાળી અમાસ:ગુરુવારે દુર્લભ સંયોગ; આ દિવસે આ 3 કામ કરવાથી બચવું, પિતૃઓની શાંતિ માટે શિવજીનો અભિષેક કરો

2 મહિનો પહેલા
  • કૉપી લિંક

28 જુલાઈ, ગુરુવારે આખો દિવસ પુષ્ય નક્ષત્ર રહેશે. ગુરુવારે પુષ્ય નક્ષત્ર હોવાથી ગુરુ પુષ્યનો શુભ યોગ આ દિવસે બનશે. આ દિવસે સવારે 07.05 વાગ્યા સુધી પુનવર્સુ નક્ષત્ર હોવાથી સિદ્ધિ અને તેના પછી પુષ્ય નક્ષત્ર હોવાથી શુભ નામના 2 યોગ પણ બનશે. આટલાં બધા શુભ યોગ એક દિવસે જ બનવા તે એક દુર્લભ સંયોગ છે. અમાસના દિવસે પિતૃઓ માટે ખાસ ધૂપ-ધ્યાન કરવામાં આવે છે. શાસ્ત્રોમાં આ દિવસે થોડા ખાસ કાર્યો કરવાની મનાઈ કરવામાં આવી છે.

આ કાર્યો કરવાથી બચવું જોઈએ

  1. ધર્મગ્રંથોમાં હરિયાળી અમાસને પવિત્ર તિથિ માનવામાં આવે છે, એટલે આ દિવસે તામસિક વસ્તુઓ જેમ કે માંસાહાર અને દારૂ વગેરેનું સેવન કરવાથી બચવું. કોશિશ કરો કે આ દિવસે કોઈના પ્રત્યે મનમાં ગુસ્સો અને ખરાબ વિચાર પણ આવે નહીં.
  2. હરિયાળી અમાસના દિવસે મન, વચન અને કર્મ સાથે બ્રહ્મચર્યનું પાલન કરો. એટલે કોઈ મહિલા પ્રત્યે ખરાબ વિચાર મનમાં લાવશો નહીં. કોઈના અંગે ખરાબ શબ્દોનો ઉપયોગ ન કરો અને પતિ-પત્નીએ સંયમ રાખવો.
  3. હરિયાળી અમાસ પ્રકૃતિની નજીક જવા અને તેને સમજવાનું પર્વ છે. એટલે ભુલથી પણ આ દિવસે કોઈ એવું કામ ન કરો જેના કારણે પ્રકૃતિનું નુકસાન થાય એટલે કોઈ ઝાડ-છોડને નુકસાન પહોંચાડશો નહીં. કેમ કે ધર્મગ્રંથોમાં ઝાડ-છોડને પણ પિતૃ અને દેવ સ્વરૂપ માનવામાં આવે છે.
આ તિથિએ શિવજીની પૂજા વિધિ-વિધાન સાથે કરો અને પાણીમાં કાળા તલ રાખીને અભિષેક કરો
આ તિથિએ શિવજીની પૂજા વિધિ-વિધાન સાથે કરો અને પાણીમાં કાળા તલ રાખીને અભિષેક કરો

આ કામ કરી શકો છો

  • હરિયાળી અમાસના દિવસે પિતૃઓની આત્માની શાંતિ માટે તર્પણ, શ્રાદ્ધ વગેરે કરો. ગરીબોને ભોજન કરાવો. બ્રાહ્મણોને પોતાની શક્તિ પ્રમાણે દાન કરો. ગૌશાળામાં ગાયને લીલું ઘાસ ખવડાવો અથવા તેના માટે ધનનું દાન કરો.
  • આ દિવસે ગુરુ પુષ્યનો શુભ યોગ બની રહ્યો છે જે ખરીદી માટે ખૂબ જ શુભ માનવામાં આવે છે. આ શુભ યોગમાં ખરીદવામાં આવતી કોઈપણ વસ્તુ લાંબા સમય સુધી ઉપયોગમાં આવી શકે છે. ગુરુ પુષ્ય યોગમાં સોનું, ચાંદી, ઇલેક્ટ્રોનિક વસ્તુઓ વગેરે ખરીદી શકાય છે.
  • આ સમયે હિંદી કેલેન્ડર પ્રમાણે શિવજીને પ્રિય શ્રાવણ મહિનો ચાલી રહ્યો છે. ગુજરાતી કેલેન્ડર પ્રમાણે શ્રાવણ મહિનો 29 જુલાઈ, શુક્રવારથી શરૂ થશે. એટલે આ તિથિએ શિવજીની પૂજા વિધિ-વિધાન સાથે કરો અને પાણીમાં કાળા તલ રાખીને અભિષેક કરો. તેનાથી પિતૃદોષની શાંતિ થાય છે.