• Gujarati News
  • Dharm darshan
  • Dharm
  • A Holi Flame Moving Towards The North Is A Sign Of Happiness And Happiness, While A Flame Towards The South Indicates An Inauspicious Event.

હોળીની જ્વાળા કરે છે ભવિષ્યની આગાહી:ઉત્તર તરફ જતી જ્વાળા સુખ-શાંતિ અને મનોકામના પૂરી કરે છે, દક્ષિણ તરફની જ્વાળા મોટી દુર્ઘટનાનો અશુભ સંકેત આપે છે

3 મહિનો પહેલા
  • કૉપી લિંક

હોળી-ધુળેટી એટલે એકબીજા પ્રત્યેની કડવાશ દૂર કરીને સંબંધમાં મીઠાશ ભરવાનો અનેરો ઉત્સવ. દેશ હોય કે વિદેશ હોય, આજેય આ તહેવાર તેની અસલ રંગત અને પરંપરાગત રીતે ભારતભરમાં ઊજવાય છે. ચોતરફ રંગોનું સામ્રાજ્ય ફેલાય છે, હોળી રંગોનો તહેવાર છે, પરંતુ સનાતન ધર્મમાં હોળીના તહેવારનું વિશેષ ધાર્મિક મહત્ત્વ છે. આ વર્ષે હોળી દહન 7 માર્ચ 2023 ના રોજ છે અને બીજા દિવસે 8 માર્ચ 2023 ના રોજ ધુળેટી ઊજવવામાં આવશે. હોલિકા દહનનો તહેવાર પ્રદોષ કાળમાં સૂર્યાસ્ત પછી ઊજવવામાં આવે છે.

આ વખતે હોલિકા દહન 7 માર્ચે કરવામાં આવશે. આવો હોળી દહનના શુભ મુહૂર્ત અને પૂજન વિધિ અંગે વિસ્તૃત જાણીએ. હોળી હિન્દુ ધર્મના સૌથી મુખ્ય તહેવારોમાંથી એક છે. પૌરાણિક કથા મુજબ, ભક્ત પ્રહલાદની રક્ષા માટે ભગવાન વિષ્ણુએ નરસિંહ અવતાર લઇને જ્યારે હિરણ્યકશીપુનો વધ કર્યો હતો ત્યારથી આ તહેવારને ઊજવવાની પરંપરા ચાલી રહી છે. ફાગણ મહિનાની પૂનમે હોલિકા દહન કરવામાં આવે છે અને તેના બીજા દિવસે ધુળેટી રમવામાં આવે છે.

શાસ્‍ત્રોમાં જણાવ્યા પ્રમાણે ‘માસાનામ ઉતમે માસે...' એટલે કે મહિનાઓમાં પણ ઉત્તમ માસમાં ગણાતા મહિનાઓમાં આપણા આ ફાગણ માસની ગણતરી થાય છે. આ જ ફાગણ માસમાં ઋતુ પણ બદલાય છે. ભવિષ્યમાં થનારી શુભ અને અશુભ ઘટનાઓ પણ હોળી દહનના અગ્નિથી જાણી શકાય છે. હોલિકા દહન વખતે ધુમાડો જે દિશા તરફ જાય છે. તે આવનારા આખા વર્ષનું ભવિષ્ય નક્કી કરે છે,‘દિવ્ય ભાસ્કર’એ આ અંગે જાણીતા જ્યોતિષાચાર્ય મહેન્દ્ર પંડયાનો સંપર્ક કર્યો. તેમણે જણાવ્યું હતું કે હોલિકા દહનની જ્યોતની દિશાના આધારે કઈ રીતે ભવિષ્ય જાણી શકાય છે?

હોલિકા દહનનો અગ્નિ શુભ અને અશુભ સંકેત આપે છે.

પૂર્વ દિશા -
જો હોળીની જ્વાળા પૂર્વ દિશા તરફ તરફ વધે તો તે સુખ અને સમૃદ્ધિનું પ્રતીક માનવામાં આવે છે. પૂર્વ દિશામાં જ્યોતનો ઉદય તમામ ક્ષેત્રમાં ધર્મ અને સંસ્કારોનો ઉદય સૂચવે છે. તે દરેક માટે પ્રગતિનું સૂચક પણ માનવામાં આવે છે. હોળીદહનની જ્યોત પૂર્વ દિશામાં હોય તો આવનારા સમયમાં ધર્મ, આધ્યાત્મિકતા, શિક્ષણ અને રોજગાર ક્ષેત્રે પ્રગતિની તકો વધે છે.

પશ્ચિમ દિશા -
હોળીદહનના વખતે જો પવનની દિશા પશ્ચિમ દિશામાં હોય તો તે પશુધનને લાભ આપે છે. પરંતુ તે કુદરતી આફતની નિશાની છે, પડકારો વધે છે પરંતુ જેઓ સખત મહેનત કરે છે અને નિશ્ચય સાથે મુશ્કેલીઓનો સામનો કરે છે તેમને સફળતા મળી શકે છે.

ઉત્તર દિશા -
ઉત્તર દિશામાં દેવતાઓનો વાસ હોય છે. જો હોળીદહનની જ્યોત ઉત્તર દિશા તરફ જાય તો તેનો અર્થ એ છે કે તમારી મનોકામના જલદી પૂર્ણ થઈ શકે છે. આ દિશામાં ધનના દેવતા કુબેરના નિવાસને કારણે તમારે આર્થિક સંકટનો સામનો કરવો નહીં પડે, જેના કારણે દેશમાં સુખ-શાંતિ રહે છે.

દક્ષિણ દિશા -
જો હોળીની જ્વાળા દક્ષિણ તરફ જાય તો તો તે અશુભ માનવામાં આવે છે, તેનો અર્થ આવનારા સમયમાં ત્યાંના લોકો સાથે કોઈ મોટી દુર્ઘટના અથવા ત્યાંનાં પશુ-પક્ષીઓ સાથે કોઈ મોટી દુર્ઘટના થઈ શકે છે. ગુનાહિત કેસ ઝડપથી વધવા લાગે છે. આને યમની દિશા માનવામાં આવે છે.

આકાશ તરફ સીધી જ્યોત જાય તો
જો હોળીનો અગ્નિની જ્યોત સીધી આકાશ તરફ જાય છે, તો તે સ્થાન માટે કોઈ પ્રકારનું મોટું પરિવર્તન સૂચવે છે. શક્ય છે કે આવનારા સમયમાં તે જગ્યાએ સત્તા પરિવર્તન થાય અથવા કોઈ મોટો હકારાત્કમ ફેરફાર થાય.

હોલિકા દહનની રાત્રિ મહત્ત્વપૂર્ણ માનવામાં આવે છે
શાસ્ત્રોમાં જણાવવામાં આવ્યું છે કે દિવાળી, શિવરાત્રિ, ફાલ્ગુન પૂર્ણિમા એટલે કે હોળીદહનની રાત્રિને પણ મહારાત્રિની શ્રેણીમાં સામેલ કરવામાં આવી છે. એવું કહેવાય છે કે આ દિવસે મધ્યરાત્રિએ દેવી લક્ષ્મીના મંત્રોનો જાપ કરવાથી ઘરમાં ધન અને સમૃદ્ધિની વૃદ્ધિ થાય છે. બધી સમસ્યાઓ દૂર થાય છે અને જીવન સુખી બને છે.
જ્યોતિષાચાર્ય મહેન્દ્ર પંડયાના મતે આ વર્ષે હોળીનો તહેવાર ઉત્તમ રહેશે, હોળીના પર્વ પર 30 વર્ષ પછી શનિ સ્વરાશિ કુંભમાં બિરાજમાન થશે અને 12 વર્ષ પછી ગુરુ સ્વરાશિ મીન રાશિમાં બિરાજશે. તદુપરાંત કુંભ રાશિમાં ત્રિગ્રહી યોગ રહેશે. કુંભ રાશિમાં શનિ, સૂર્ય અને બુધ ત્રિગ્રહી યોગ બનાવી રહ્યા છે. 30 વર્ષ પછી હોળી પર ગ્રહોની આવી સ્થિતિ સર્જાઈ રહી છે.

હોળીનો વૈજ્ઞાનિક આધાર-

આપણા સનાતન ધર્મ સાથે જોડાયેલી ઘણી પરંપરાઓ અને તહેવારો એક યા બીજી પૌરાણિક કથા સાથે સંબંધિત હોઈ શકે છે, પરંતુ તેમાંથી મોટા ભાગના ચોક્કસ વૈજ્ઞાનિક આધારો સાથે સંબંધિત છે. હોળીના તહેવાર પાછળ એક મજબૂત વૈજ્ઞાનિક આધાર પણ છે. હોળીનો તહેવાર મોટાભાગે શિયાળો પૂર્ણ થવાના આરે અને ઉનાળાની શરૂઆત સાથે ઊજવવામાં આવે છે. આને બે ઋતુનો 'સંધિકાળ' કહે છે. આ 'સંધિકાળ' જંતુઓનો પિતા છે જે અનેક રોગો અને બીમારીઓને જન્મ આપે છે. આ સમયગાળા દરમિયાન, સામાન્ય લોકો વધુ રોગોનો શિકાર બને છે, કારણ કે પર્યાવરણમાં આ 'સંધિકાળ' દ્વારા ઉત્પન્ન થતા કીટાણુઓની સંખ્યા વધુ હોય છે. આ જંતુઓને મારવા માટે ભીષણ આગની ગરમી જરૂરી છે. આ જરૂરિયાતને ધ્યાનમાં રાખીને, આ સમયે હોલિકા દહન કરવામાં આવે છે, જેથી વાતાવરણમાં પૂરતી ગરમી અને ધુમાડો ઉત્પન્ન થાય, જે ઝેરી જીવાણુઓનો નાશ કરી શકે.

હોળીના દિવસે રાશિ પ્રમાણે આ વસ્તુઓનું દાન કરવાથી દરેક પરેશાનીઓ દૂર થાય છે