આજે કારતક મહિનાના સુદ પક્ષની એકાદશી છે. ધાર્મિક માન્યતા પ્રમાણે આજે જ ભગવાન વિષ્ણુ ચાર મહિનાની યોગ નિદ્રામાંથી જાગે છે. એટલે તેને દેવઊઠી એકાદશી કહેવામાં આવે છે. ભગવાનના જાગવાથી સૃષ્ટિમાં તમામ પોઝિટિવ શક્તિનો સંચાર વધી જાય છે. આ જ કારણ છે કે આ પર્વ પછી જ માંગલિક કાર્યોની શરૂઆત થઈ જાય છે.
દેવઊઠી એકાદશીની પૂજાવિધિ
શેરડીનો મંડપ બનાવવો અને તેની વચ્ચે ચોક બનાવી, તેમાં ભગવાન વિષ્ણુની મૂર્તિ અથવા ચિત્ર રાખો. ભગવાનનાં ચરણચિહ્ન બનાવવાં. ભગવાનને શેરડી, શિંગોડા તેમજ ફળ, મીઠાઈ સમર્પિત કરવા. ઘીનો દીવો કરવો અને ધ્યાન રાખવું કે તે રાત્રે પણ પ્રજ્વલિત રહે. સવારે ભગવાન વિષ્ણુના ચરણની પૂજા કરવી અને તેમને જાગ્તર કરવા. ભગવાનને જગાડવા માટે શંખ, ઘંટ અને કીર્તન કરો. ત્યાર બાદ એકાદશીની કથા કરવી. ભગવાનને પ્રણામ કરી અને મનોકામના વ્યક્ત કરવી.
આ દિવસે તુલસી વિવાહ કરાવવાની પરંપરા છે
આ દિવસે ભગવાન વિષ્ણુના શાલિગ્રામ અવતાર અને માતા તુલસીના લગ્ન કરાવવામાં આવે છે. ભગવાનની આરતી કરો. તેમને માત્ર સાત્વિક ભોજનનો ભોગ ધરાવો. ભગવાન વિષ્ણુના ભોગમાં તુલસી રાખો. કેમ કે તુલસી વિના ભગવાન વિષ્ણુ ભોગ ગ્રહણ કરતા નથી. આ પાવન દિવસે ભગવાન વિષ્ણુ સાથે જ માતા લક્ષ્મીની પૂજા કરો. આ દિવસે ભગવાનનું વધારેમાં વધારે ધ્યાન કરો.
દીપદાનની પરંપરા
દેવ પ્રબોધિની એકાદશીએ તીર્થ સ્નાન-દાન, ભગવાન વિષ્ણુની ખાસ પૂજા અને શાલિગ્રામ-તુલસી વિવાહ સાથે જ દીપદાન કરવાની પણ પરંપરા છે. આ બધા ધર્મ-કર્મથી અખૂટ પુણ્ય મળે છે. પુરાણોમાં ઉલ્લેખવામાં આવ્યું છે કે કારતક મહિનામાં દીપદાન કરવાથી દરેક પ્રકારના પાપ દૂર થઈ જાય છે.
શેરડીનો મંડપ સજશે....ઋતુ ફળનો ભોગ લાગશે
દેવઊઠી એકાદશીએ ઘરમાં અને મંદિરોમાં શેરડીનો મંડપ સજાવીને તેના નીચે ભગવાન વિષ્ણુની પ્રતિમા વિરાજમાન કરીને મંત્રોથી ભગવાન વિષ્ણુને જગાડશે અને પૂજા-અર્ચના કરશે. પૂજામાં ભાજી સહિત શિંગોડા, આંબળા, બોર, મૂળા, સીતાફળ, જામફળ અને અન્ય ઋતુ ફળ ચઢાવવામાં આવશે. ડો. મિશ્રના જણાવ્યા પ્રમાણે જલ્દી લગ્ન થવાથી અને સુખી લગ્નજીવનની કામનાથી આ પૂજા કુંવારા યુવક-યુવતીઓ પણ કરી શકે છે.
કન્યાદાનનું ફળ
જે ઘરમાં કન્યા નથી તેઓ તુલસી વિવાહ કરાવીને કન્યાદાનનું પુણ્ય મેળવી શકે છે. બ્રહ્મવૈવર્ત પુરાણ પ્રમાણે સવારે તુલસીના દર્શન કરવાથી અક્ષય પુણ્ય ફળ મળે છે. સાથે જ, આ દિવસે સૂર્યાસ્ત પહેલાં તુલસીનો છોડ દાન કરવાથી પણ મહાપુણ્ય મળે છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.