• Gujarati News
  • Dharm darshan
  • Dharm
  • 99 Lakh 99 Thousand 999 Mysterious Idols Have Been Made In The Dense Forest In Tripura, The Mystery Of Who Made These Idols Is Intact.

ઉનાકોટી:ત્રિપુરામાં ગાઢ જંગલ વચ્ચે 99 લાખ 99 હજાર 999 રહસ્યમયી મૂર્તિઓ બનેલી છે, આ મૂર્તિઓ કોણે બનાવી તે રહસ્ય અકબંધ

8 મહિનો પહેલા
  • આ રહસ્યમયી મૂર્તિઓના કારણે જ આ જગ્યાનું નામ ઉનાકોટી પડ્યું છે
  • આ સ્થાને ભગવાન શિવજીએ દેવી-દેવતાઓને પત્થરની મૂર્તિ બનવાનો શ્રાપ આપ્યો હતો

ભારતમાં અનેક એવા રહ્યો છે, જેને આજ સુધી કોઇ ઉકેલી શક્યું નથી. એક એવી જ જગ્યા ત્રિપુરાની રાજધાની અગરતલાથી લગભગ 145 કિલોમીટર દૂર છે જેને ઉનાકોટીના નામે ઓળખવામાં આવે છે. કહેવાય છે કે અહીં કુલ 99 લાખ 99 હજાર 999 પત્થરની મૂર્તિઓ છે, તેના રહસ્યોને આજ સુધી કોઇ ઉકેલી શક્યું નથી. જેમ કે, આ મૂર્તિઓ કોણે બનાવી, ક્યારે બનાવી અને કેમ બનાવી અને સૌથી જરૂરી કે એક કરોડમાં એક ઓછી મૂર્તિ કેમ? જોકે, તેની પાછળ અનેક વાર્તાઓ પ્રચલિત છે.

ઉનાકોટીનો અર્થઃ-
આ રહસ્યમયી મૂર્તિઓના કારણે જ આ જગ્યાનું નામ ઉનાકોટી પડ્યું છે, જેનો અર્થ કરોડમાં એક ઓછું થાય છે. આ જગ્યાને ભારતના સૌથી મોટા રહસ્યોમાંથી એક માનવામાં આવે છે. અનેક વર્ષો સુધી તો આ જગ્યા અંગે કોઇ જાણકારી પ્રાપ્ત કરી શક્યું નથી. જોકે, હજુ પણ ઘણાં ઓછા લોકો આ જગ્યા અંગે જાણે છે.

ઉનાકોટી રહસ્યમયી સ્થાન કેમ છેઃ-
ઉનાકોટીને રહસ્યમયી જગ્યા એટલા માટે કહેવામાં આવે છે, કેમ કે તે એક પહાડી વિસ્તાર છે જે દૂર-દૂર સુધી ગાઢ જંગલોથી ઘેરાયેલો છે. હવે એવામાં જંગલની વચ્ચે લાખો મૂર્તિઓનું નિર્માણ કેવી રીતે થઇ ગયું, કેમ કે આ કાર્યોમાં તો ઘણાં વર્ષો લાગી જાય છે અને પહેલાં તો આ વિસ્તારની આસપાસ કોઇ રહેતું પણ નથી. લાંબા સમય સુધી આ ચર્ચાનો અને શોધનો વિષય બન્યો છે.

ઉનાકોટીને લગતી પૌરાણિક કથાઃ-
અહીં પત્થરો ઉપર કોતરવામાં આવેલી અને પત્થરોને કાપીને બનાવવામાં આવેલી હિંદુ દેવી-દેવતાઓની મૂર્તિઓ અંગે અનેક પૌરાણિક કથા ખૂબ જ પ્રચલિત છે.

ભગવાન શિવ અને એક કરોડ દેવી-દેવતાની વાર્તાઃ-
માન્યતા છે કે એકવાર ભગવાન શિવ સહિત એક કરોડ દેવી-દેવતાઓ કોઇ સ્થાને જઇ રહ્યાં હતાં. રાત થઇ જવાના કારણે દેવી-દેવતાઓએ શિવજીને ઉનાકોટીમાં રોકાઇને આરામ કરવા માટે જણાવ્યું.

શિવજી માની ગયા, પરંતુ સાથે જ તેમણે એવું પણ જણાવ્યું કે સૂર્યોદય પહેલાં જ બધાએ આ સ્થાન છોડી દેવું પડશે. પરંતુ સૂર્યોદય સમયે માત્ર ભગવાન શિવ જ જાગી શક્યા, અન્ય બધા દેવી-દેવતાઓ સૂઇ રહ્યા હતાં. આ જોઇને ભગવાન શિવ ગુસ્સે થઇ ગયા અને શ્રાપ આપીને બધાને પત્થર બનાવી દીધા. આ કારણે અહીં 99 લાખ 99 હજાર 999 મૂર્તિઓ છે, એટલે એક કરોડમાં એક ઓછી.

શિલ્પકાર અને ભગવાન શિવજીની વાર્તાઃ-
આ મૂર્તિઓના નિર્માણને લઇને એક અન્ય વાર્તા પ્રચલિત છે. કહેવાય છે કે કાલૂ નામનો એક શિલ્પકાર હતો, જે ભગવાન શિવ અને માતા પાર્વતી સાથે કૈલાશ પર્વત જવા માગતો હતો, પરંતુ તે શક્ય હતું નહીં. જોકે, શિલ્પકારની જિદ્દના કારણે ભગવાન શિવજીએ તેને કહ્યું કે જો એક રાતમાં એક કરોડ દેવી-દેવતાઓની મૂર્તિઓ બનાવી દેશે તો તેઓ શિલ્પકારને પોતાની સાથે કૈલાશ લઇ જશે.

આ સાંભળીને શિલ્પકાર પોતાના કામમાં વળગી ગયો અને ઝડપથી એક-એક કરીને મૂર્તિઓ બનાવવા લાગ્યો. તેણે આખી રાત મૂર્તિઓ બનાવી, પરંતુ જ્યારે સવારે ગણતરી કરી ત્યારે તેને ખબર પડી કે એક મૂર્તિ ઓછી છે. આ કારણે તે શિલ્પકારને ભગવાન શિવજી પોતાની સાથે લઇ ગયા નહીં. આ કારણે જ આ જગ્યાનું નામ ઉનાકોટી કહેવામાં આવે છે.

કેવી રીતે પહોંચવુંઃ-
ઉનાકોટિ ત્રિપુરાની રાજધાની શહેર અગરતલાથી લગભગ 125 કિમી દૂર આવેલું છે. ત્રિપુરાના મોટા શહેરોમાંથી અહીં પહોંચવા માટે બસ સેવા મળી રહે છે. અહીંનું નજીકનું એરપોર્ટ અગરતલા/કમલપુર એરપોર્ટ છે. જ્યારે નજીકનું રેલવે સ્ટેશન કુમારઘાટ રેલવે સ્ટેશન છે.