• Gujarati News
  • Dharm darshan
  • Dharm
  • 70 Km From Jhansi. Far Away Is Hiranyakashyapa's Capital And The Coins Prahlada Threw From Dinkauli Mountain Into The Betwa River Are Still Found Today.

સૌપ્રથમ હોળી અહીં શરૂ થઈ:ઝાંસીથી 70 કિં,મી. દૂર છે હિરણ્યકશ્યપુની રાજધાની અને ડિંકૌલી પર્વત પરથી બેતવા નદીમાં ફેંક્યો હતો પ્રહ્લાદ, આજે પણ મળે છે સિક્કાઓ

3 મહિનો પહેલા
  • કૉપી લિંક

હોળીનું પર્વ આખા દેશમાં હર્ષ અને ઉલ્લાસની સાથે ઉજવવામાં આવે છે. હોળી સાથે જોડાયેલી અનેક માન્યતાઓ છે. તેમાં સૌથી પ્રમુખ માન્યતા છે રાજા હિરણ્યકશ્યપુના કહેવાતી હોળીકા ભક્ત પ્રહ્લાદને ખોળામાં લઈને આગમમાં બેસી ગઈ હતી. પરંતુ ભક્ત પ્રહ્લલાદ બળ્યો ન હતો, ત્યારબાદ ભગવાન વિષ્ણુએ નરસિંહ અવતાર લઈને હિરણ્યશ્યપુનો વધ કર્યો હતો, પરંતુ શું તમે જાણો છો આ ઘટના જે જગ્યાએ બની હતી તે જગ્યા ઉત્તર પ્રદેશના ઝાંસીમાં છે.

જે હોળીનો તહેવાર આખો દેશ ઉજવે છે, તેની શરૂઆત રાણી લક્ષ્મીબાઈના શહેર ઝાંસીથી થઈ હતી. સૌથી પહેલીવાર હોળી દહન ઝાંસીના પ્રાચીન નગર એરચમાં જ થયું હતું. ઝાંસીમાં એક ઊંચા પહાડ પર એ જગ્યા આજે પણ મોજુદ છે, જ્યાં હોળી દહન થયું હતું. આ નગરને ભક્ત પ્રહ્લાદની નગરીના રૂપમાં ઓળખવમાં આવે છે. ઝાંસીથી એરચ લગભગ 70 કિલોમીટર દૂર છે.

ભક્ત પ્રહ્લાદ સાથે જોડાયેલી છે ઘટના

પુરાણોના આધારે હોળી પર મનાવવા પાછળની ઘટના ભક્ત પ્રહ્લાદ સાથે જોડાયેલી છે. સતયુગમાં હિરુણ્યકશ્યપુ રાક્ષસ નામનો રાજા હતો. હિરણ્યકશ્યપુનું ભારતમાં એક છત્ર રાજ હતું. ઝાંસીના એરચને હિરણ્યકશ્યપુએ પોતાની રાજધાની બનાવી. ઘોર તપસ્યા પછી તેને બ્રહ્મા પાસેથી અમર થવાનું વરદાન મળ્યું હતું. તેનાથી તે અભિમાની બની ગયો હતો. તે પોતાને દેવતા માનવા લાગ્યો અને તેને પ્રજાને પોતાની પૂજા કરવા માટે મજબૂર કર્યાં, પરંતુ હિરણ્યકશ્યપુની આ વાત તેના જ પુત્ર ભક્ત પ્રહ્લલાદે નહીં માની અને તેની પૂજા કરવાની મનાઈ કરી દીધી.

પ્રહ્લાદ ભગવાન વિષ્ણુની પૂજા-અર્ચના કરવા લાગ્યો. તેનાથી હિરણ્યકશ્યપુ ક્ષુબ્ધ થઈ ગયો. તેને પ્રહ્લાદને મારવા માટે ષડયંત્ર રચવાનું શરૂ કરી દીધું. હિરણ્યકશ્યપુએ ભક્ત પ્રહ્લાદને મારવાનો પ્રયત્ન કર્યા. તેને પ્રહ્લાદને હાથીઓના પગ નીચે કચડાવી નાખવા પ્રયાસ કર્યો હતો. ઊંચા પહાહથી બેતવા નદીમાં ધક્કો માર્યો, પરંતુ પ્રહ્લાદ બચી ગયો. જ્યાં પ્રહ્લાદ નદીમાં પડ્યો, તે જગ્યા આજે પણ મોજુદ છે. કહેવામાં આવે છે હિરણ્યકશ્યપુએ ભક્ત પ્રહ્લાદને જે જગ્યાએ બેતવા નદીમાં ફેક્યો હતો, તે જગ્યા પાતળ જેવી ઊંડી છે. આજ સુધી આ જગ્યાની ઊંડાઈ કોઈ માપી નથી શક્યું.

અહીં ગુફાઓ આજે પણ મોજુદ છે-
આ પહાડ પર આવેલ નરસિંહ ભગવાનની ગુફામાં તપસ્યા કરનાર નાગેશ્વર મહારાજના કહેવા પ્રમાણે અનેક પ્રયાસો નિષ્ફળ ગયા પછી હિરણ્યકશ્યપુએ હોળીકાની સાથે મળીને ષડયંત્ર રચ્યું. હોળી હિરણ્યકશ્યપુની બહેન હતી. તેને વરદાન પ્રાપ્ત થયું હતું કે તે અગ્નિથી નહીં બળી શકે. એવું પણ હતું કે જ્યારે હોળી એકલી અગ્નિમાં પ્રવેશ કરશે, ત્યારે અગ્નિ તેને નુકસાન નહીં પહોંચાડે. તો હિરણ્યકશ્યપુએ પોતાની બહેન હોળીકાને ભક્ત પ્રહ્લાદને લઇને અગ્નિમાં પ્રવેશ કરવાનું કહ્યું. તે પોતાના વરદાન વિશે ભૂલી ગઈ કે જો કોઈ બીજાની સાથે જશે તો પોતે જ બળી જશે અને હિરણ્યકશ્યપુની વાતોમાં આવી ગઈ.

પ્રહ્લાદને બચવાની ખુશીમાં લગાવવામાં આવ્યો રંગ
એરચના ગામ ઢિકૌલી પાસે બનેલાં ઊંચા પહાડ પર અગ્નિ પ્રટવવામાં આવી. હોળીકા ભક્ત પ્રહ્લાદને લઈને એ અગ્નિમાં પ્રવેશ કરી ગઈ. જો કે, હોળીકાને વરદાન હતું કે તે એકલી જશે, ત્યારે જ બચશે. પણ એ ભક્ત પ્રહ્લાદને લઈને આગમાં કૂદી ગઈ. તેનાથી તે આગમાં બળીને ખાખ થઈ ગઈ, જ્યારે ભગવાન વિષ્ણુએ ભગવાન પ્રહ્લાદને અગ્નિથી બચાવી લીધો. આસપાસના ક્ષેત્રમાં ભીષણ આગ ફેલાઈ ગઈ. તેનાથી ગુસ્સે થઈને હિરણ્યકશ્યપુએ પોતાના પુત્ર પ્રહ્લાદને ઝાંસીના એરચમાં આવેલ આ પહાડ જ્યાં તેની બહેન હોળી બળી હતી, તેની પાસે જ એક અગ્નિથી તપાવેલાં થાંભલા સાથે બાંધીને મારવાનું નક્કી કર્યું. ખડગથી તેના પર પ્રહાર કર્યાં. ત્યારે ભગવાન વિષ્ણુએ નરસિંહ અવતાર લીધો અને હિરણ્યકશ્યપુનો વધ કરી નાખ્યો. હિરણ્યકશ્યપુને મારતાં પહેલાં જ હોળીકાના રૂપમાં બુરાઈ બળી ગઈ અને અચ્છાઈના રૂપમાં ભક્ત પ્રહ્લાદ બચી ગયો. એ દિવસથી જ હોળી બાળવા અને ભક્ત પ્રહ્લાદના બચવાની ખુશીમાં બીજા દિવસે રંગોનો ગુલાલ લગાવીને રંગોની હોળી રમવાની શરૂઆત થઈ હતી.

જર્જરિત હાલતમાં છે આ જગ્યા
નિષ્ણાતો શું કહે છે. ઇતિહાસના જાણકાર હિરઓમ દુબે જણાવે છે કે એરચને ભક્ત પ્રહ્લાદની નગરીના રૂપમાં જ ઓળખવામાં આવે છે. તેમની પાસે સિક્કાના સંગ્રહથી એક દુર્લભ સિક્કો પણ છે, જેમાં એરચનું નામ બ્રહ્મ લિપિમાં એરિકચ્છ લખ્યું છે અને નૃત્ય કરતા મોરની કૃતિ છે. દતિયા જિલ્લામાં પ્રાપ્ત થયેલાં અશોકના શિલાલેખમાં લખેલ લિપિની રીત એક જેવી જ છે. તેનાથી પ્રગતિ થાય છે કે પ્રહ્લાદની નગરીમાં આ સિક્કા લગભગ 2300 વર્ષ પહેલાં ચાલતાં હતાં. જો કે ધાર્મિક મહત્વ હોવા છતાં આ જગ્યા હાલ જર્જરિત અવસ્થામાં છે.