તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
 • Gujarati News
 • Dharm darshan
 • Dharm
 • 7 Auspicious Times For Buying, Investing And Starting New Works In The 8 Day Gupt Navratri; There Will Also Be Two Big Festivals

યોગ-સંયોગ:8 દિવસના ગુપ્ત નોરતામાં ખરીદદારી, રોકાણ અને નવા કામની શરૂઆત માટે 7 શુભ મુહૂર્ત, બે મોટા પર્વ પણ રહેશે

3 મહિનો પહેલા
 • કૉપી લિંક
 • નવરાત્રિની સાતમ તિથિએ સૂર્યનું રાશિ પરિવર્તન થશે, આ દિવસથી દક્ષિણાયન શરૂ થઈ જશે

11 જુલાઈ, રવિવારથી ગુપ્ત નોરતા શરૂ થઈ ગયા છે. આ દિવસોમાં દસ દેવીઓની આરાધના સાથે જ સિદ્ધિ, સ્થિર, અમૃત અને અન્ય શુભયોગ રહેશે. જેથી નવરાત્રિમાં પ્રોપર્ટીની ખરીદદારી, રિયલ અસ્ટેટમાં રોકાણ અને દરેક પ્રકારની ખરીદદારી સાથે નવા કામની શરૂઆત માટે 7 દિવસ શુભ મુહૂર્ત રહેશે. આ સિવાય સ્નાન-દાન માટે સાતમ તિથિએ કર્ક સંક્રાંતિ અને નવરાત્રિના છેલ્લાં દિવસે ભડલી નોમનું વણજોયું મુહૂર્ત રહેશે. આ બંને પર્વમાં કરવામાં આવતા શુભ કામથી અનેક ગણું પુણ્ય મળે છે.

ગુપ્ત નવરાત્રિમાં આ વિશેષ યોગ આવશેઃ-

 • 11 જુલાઈઃ રવિપુષ્ય, સર્વાર્થસિદ્ધિ
 • 13 જુલાઈઃ સિદ્ધિ યોગ, ગુરુ-ચંદ્રનો દૃષ્ટિ સંબંધ, રાજયોગ
 • 14 જુલાઈઃ સ્થિર અને ગજકેસરી રાજયોગ
 • 15 જુલાઈઃ પૂર્ણા તિથિ અને ઉત્તરાફાગણ નક્ષત્રથી માતંગ યોગ
 • 16 જુલાઈઃ શિવયોગ અને હસ્ત નક્ષત્રથી અમૃત યોગ
 • 17 જુલાઈઃ જયા તિથિ અને સિદ્ધ નામનો શુભ યોગ
 • 18 જુલાઈઃ રવિયોગ, ભડલી નોમનું વણજોયું મુહૂર્ત

(પુરીના જ્યોતિષાચાર્ય ડો. ગણેશ મિશ્રના જણાવ્યાં પ્રમાણે)

સૂર્યનું દક્ષિણાયનઃ-
નવરાત્રિની સાતમ તિથિએ એટલે 16 જુલાઈ, શુક્રવારે સૂર્ય મિથુન રાશિમાંથી કર્ક રાશિમાં આવી જશે. આ દિવસથી સૂર્ય રાશિ બદલીને દક્ષિણાયન થઈ જશે. આ દિવસથી આવતા 6 મહિના સુધી સૂર્ય દક્ષિણી ગોળાર્ધમાં રહેશે. ધર્મગ્રંથોમાં આ સ્થિતિને દેવતાઓની રાત કહેવામાં આવે છે. એટલે આ દિવસોમાં લગ્ન, ગૃહ પ્રવેશ અને અન્ય માંગલિક કાર્યો કરવા વર્જિત રહે છે, પરંતુ તેના સિવાય ખરીદદારી અને અન્ય શુભ કામ કરી શકાશે.

સ્નાન-દાનના બે ખાસ પર્વઃ-
16 જુલાઈ, શુક્રવારે સાતમ તિથિએ સૂર્ય કર્ક રાશિમાં પ્રવેશ કરશે. આ દિવસે કર્ક સંક્રાંતિ ઊજવવામાં આવશે. સૂર્યના સંક્રાંતિ પર્વમાં તીર્થ અથવા પવિત્ર નદીઓના જળથી સ્નાન કરવાની પરંપરા છે. સાથે જ આ દિવસે જરૂરિયાતમંદ લોકોને અનાજદાન પણ કરવામાં આવશે. આવું કરવાથી અખૂટ પુણ્ય ફળ મળી શકે છે. જેથી જાણ્યે-અજાણ્યે થયેલાં પાપ પણ દૂર થાય છે.

તેના 2 દિવસ પછી એટલે રવિવારે અષાઢ મહિનાના સુદ પક્ષની નોમ તિથિ રહેશે. જેને ભડલી નોમ કહેવામાં આવે છે. લોક પરંપરામા તેને વણજોયું મુહૂર્ત પણ માનવામાં આવે છે. આ દિવસે ખરીદદારી અને શુભ કાર્યોની શરૂઆત સાથે જ સ્નાન-દાન કરવાની પણ પરંપરા છે. માન્યતા છે કે આ દિવસે શરૂ કરેલાં કાર્યોમાં સફળતા મળે છે. સાથે જ કરવામાં આવતા શુભ કાર્યોનું અનેકગણું પુણ્ય ફળ મળી શકે છે.