ઉત્સવ:સોમવારે શ્રાવણ મહિનાની અમાસ તિથિ રહેશે, આ દિવસે આખા વર્ષ માટે કુશ ઘાસ એકઠું કરવાની પરંપરા છે

2 મહિનો પહેલા
  • કૉપી લિંક

સોમવાર, 6 સપ્ટેમ્બરના રોજ શ્રાવણ મહિનાની અમાસ છે. તેને કુશગ્રહણી અને કુશોત્પાટિની અમાસ પણ કહેવામાં આવે છે. ઉજ્જૈનના જ્યોતિષાચાર્ય પં. મનીષ શર્માના જણાવ્યા પ્રમાણે પ્રાચીન સમયમાં આ તિથિએ આખું વર્ષ કરવામાં આવતા ધર્મ-કર્મ માટે કુશ એટલે એક પ્રકારના ઘાસને એકઠું કરવામાં આવતું હતું. આ કારણે જ તેને કુશગ્રહણી અમાસ કહેવામાં આવે છે.

અમાસના દિવસે પિતૃ દેવતાઓ માટે શ્રાદ્ધ કર્મ કરવાની પરંપરા છે. આ દિવસે કોઈ પવિત્ર નદીમાં સ્નાન કરવું જોઈએ અને સ્નાન કર્યા પછી દાન કરવું જોઈએ.

શ્રાવણ મહિનાની અમાસના દિવસે કુશ ઘાસ એકઠું કરવામાં આવે છે. ધ્યાન રાખો જે કુશ એકઠું કરી રહ્યા છે, તેમાં પાન હોય, આગળનો ભાગ કપાયેલો ન હોય અને લીલો હોય. આવું ઘાસ દેવતાઓના પૂજન કર્મ માટે શ્રેષ્ઠ હોય છે. કુશ ઘાસ એકઠું કરવા માટે સૂર્યોદયનો સમય શુભ માનવામાં આવે છે.

કુશ ઘાસનું ધાર્મિક મહત્ત્વ-
ધર્મ-કર્મ માટે કુશથી બનેલાં આસન ઉપર બેસવાનું મહત્ત્વ છે. પૂજા-પાઠ કરતી સમયે આપણી અંદર અધ્યાત્મિક ઊર્જા એકઠી થાય છે. આ ઊર્જા શરીરમાંથી બહાર આવીને ધરતીમાં સમાઈ ન જાય, એટલાં માટે કુશના આસન ઉપર બેસીને પૂજા કરવાનો નિયમ છે. કહેવાય છે કે કુશથી બનેલાં આસન ઉપર બેસીને મંત્ર જાપ કરવાથી મંત્ર જલ્દી જ સિદ્ધ થઈ જાય છે. તેના આસન ઉપર બેસીને કરવામાં આવતી પૂજા જલ્દી જ સફળ થઈ જાય છે.

કુશગ્રહણી અમાસના દિવસે આ શુભ કામ કરો-
આ તિથિએ દેવી લક્ષ્મી સાથે જ ભગવાન વિષ્ણુની ખાસ પૂજા કરો. પૂજામાં દક્ષિણાવર્તી શંખથી અભિષેક કરો. હનુમાન મંદિરમાં સરસિયાના તેલનો દીવો પ્રગટાવો અને હનુમાન ચાલીસાનો પાઠ કરો. પીપળાને જળ ચઢાવીને સાત પરિક્રમા કરો. શિવલિંગ ઉપર તાંબાના લોટાથી જળ ચઢાવો અને ઓમ નમઃ શિવાય મંત્રનો જાપ કરો. આ અમાસના દિવસે કોઇ ગૌશાળામાં ધન અને લીલા ઘાસનું દાન પણ કરવું જોઈએ. પિતૃઓ માટે ધૂપ-ધ્યાન કરવું જોઈએ.