• Gujarati News
  • Dharm darshan
  • Dharm
  • 6 Auspicious Yogas Will Be Made On Karva Chauth On 24th Of The Honeymoon, According To Ayurveda, This Fast Also Protects Against Diseases

મહાપર્વ:કરવા ચોથના દિવસે 6 શુભયોગ બનશે, આયુર્વેદ પ્રમાણે આ વ્રત અનેક બીમારીઓથી બચાવે છે

એક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • સતયુગમાં સાવિત્રી પછી દ્વાપર યુગમાં દ્રૌપદીએ અર્જુનની રક્ષા માટે નિર્જળા વ્રત રાખ્યું હતું, આ પ્રકારે કરવા ચોથની પરંપરા શરૂ થઈ

કરવા ચોથ વ્રત 24 ઓક્ટોબરના રોજ કરવામાં આવશે. આ વખતે કરવા ચોથના દિવસે 6 મોટા શુભયોગ બની રહ્યા છે. ગ્રહોની ખાસ સ્થિતિ બનવાથી આ દિવસે કરવામાં આવતું વ્રત અને પૂજાપાઠનું અનેકગણું શુભ ફળ મળશે.

આ દિવસે પરિણીતા મહિલાઓ પતિની લાંબી ઉંમર માટે નિર્જળા વ્રત રાખે છે. આયુર્વેદ પ્રમાણે આ વ્રત કરવાથી મહિલાઓનું સ્વાસ્થ્ય સારું રહે છે. ઉજ્જૈનની આયુર્વેદ મેડિકલ ઓફિસર ડો. શ્વેતા ગુજરાતી જણાવે છે કે શરદ ઋતુ દરમિયાન શરીરમાં પિત્ત વધે છે. તેનાથી થતી બીમારીઓથી બચવા માટે આ વ્રત કરવામાં આવે છે. આ કારણે મહિલાઓ આખો દિવસ પાણી પીધા વિના રહે છે અને રાતે માટીના વાસણ દ્વારા પાણી પીધા પછી વ્રત ખોલે છે. આવું કરવાથી મેટાબોલિઝમ વધે છે.

સતયુગમાં સાવિત્રી પછી દ્વાપર યુગમાં દ્રૌપદીએ અર્જુનની રક્ષા માટે નિર્જળા વ્રત રાખ્યું હતું, આ પ્રકારે કરવા ચોથની પરંપરા શરૂ થઈ
સતયુગમાં સાવિત્રી પછી દ્વાપર યુગમાં દ્રૌપદીએ અર્જુનની રક્ષા માટે નિર્જળા વ્રત રાખ્યું હતું, આ પ્રકારે કરવા ચોથની પરંપરા શરૂ થઈ

નક્ષત્ર અને ગ્રહોની વિશેષ સ્થિતિ-
આસો મહિનાના વદ પક્ષની ચોથ તિથિએ ગ્રહ-નક્ષત્ર ખાસ સ્થિતિમાં રહેશે. આ દિવસની શરૂઆત ઉભયચરી, શંખ, શુભકર્તરી, વિમલ અને શશ મહાપુરૂષ યોગમાં થશે. સાથે જ આ દિવસે સૂર્યોદય અને ચંદ્રોદય સમયે તુલા અને વૃષભ લગ્ન રહેશે. આ બંને શુક્રની જ રાશિઓ છે. તે સૌભાગ્ય, સમૃદ્ધિ અને લાંબી ઉંમર આપનાર શુભ સંયોગ છે. આ દિવસે રવિવાર અને ભરણી નક્ષત્રથી પ્રજાપતિ નામનો એક અન્ય શુભ યોગ આખો દિવસ રહેશે. નક્ષત્રોની આ સ્થિતિ આ પર્વને વધારે ખાસ બનાવી રહી છે.

મહાભારત કાળથી પરંપરા-
પુરીના જ્યોતિષાચાર્ય ડો. ગણેશ મિશ્ર જણાવે છે કે કરવા ચોથની શરૂઆત સાવિત્રીના પતિવ્રતા ધર્મ સાથે માનવામાં આવે છે. સાવિત્રીએ પોતાના પતિના મૃત્યુ પામ્યા પછી પણ યમરાજને સોંપ્યા નહીં અને પોતાની દૃઢ પ્રતિજ્ઞા સાથે પતિને ફરી પ્રાપ્ત કર્યો. બીજી વાર્તા પાંડવો સાથે જોડાયેલી છે.

વનવાસ કાળમાં અર્જુન તપસ્યા કરવા માટે નીલગિરી પર્વત ઉપર ગયો હતો. દ્રૌપદીએ અર્જુનની રક્ષા માટે ભગવાન કૃષ્ણ પાસે મદદ માગી. તેમણે દ્રૌપદીને તેવો જો ઉપવાસ કરવા માટે કહ્યું જેવો માતા પાર્વતીએ ભગવાન શિવ માટે રાખ્યો હતો. દ્રૌપદીએ એવું જ કર્યું અને થોડા જ સમય પછી અર્જુન ફરી સુરક્ષિત પાછો ફર્યો.

ગણેશ, ચોથ માતા અને ચંદ્રદેવની પૂજા-
કરવા ચોથનું વ્રત સૂર્યોદય સાથે શરૂ થાય છે અને સાંજે ચંદ્ર દર્શન સુધી રાખવામાં આવે છે. આ દિવસે મહિલાઓ સૂર્યોદય પહેલાં જાગીને સ્નાન કરે છે અને પછી આખો દિવસ નિર્જળા વ્રત કરવાનો સંકલ્પ કરે છે. સાંજે ચંદ્રના દર્શન કરીને અર્ઘ્ય આપ્યાં પછી પતિના હાથે પાણી ગ્રહણ કરીને મહિલાઓ વ્રત ખોલે છે. આ દિવસે શ્રીગણેશ, ચોથ માતા અને ચંદ્ર દેવની પૂજા થાય છે.