ગણેશ શુભારંભની બુદ્ધિ આપે છે અને કામને પૂર્ણ કરવાની શક્તિ પણ પ્રદાન કરે છે. તેઓ વિઘ્ન દૂર કરીને અભય આપે છે અને યોગ્ય-અયોગ્યનો ભેદ જણાવીને ન્યાય પણ કરે છે. ગણેશના આ સ્વરૂપોમાં તેમના પ્રથમ પૂજ્ય હોવાનું કારણ છુપાયેલું છે.
ભગવાન ગણેશ વાસ્તવમાં પ્રકૃતિની શક્તિઓનું વિરાટ સ્વરૂપ છે. મુદ્ગલ અને ગણેશ પુરાણમાં વિઘ્નહર્તા ગણેશજીના 32 મંગળકારી સ્વરૂપ જણાવવામા આવ્યાં છે. જેમાં તેઓ બાળ સ્વરૂપમાં છે, તો કિશોરોવાળી ઊર્જા પણ તેમાં જોવા મળે છે. બ્રહ્મા, વિષ્ણુ, મહેશની શક્તિ તેમાં સમાહિત છે. તેઓ સરસ્વતી, લક્ષ્મી અને દુર્ગાનું સ્વરૂપ પણ છે. તેઓ વૃક્ષ, ફળ, છોડ, ફૂલ તરીકે સંપૂર્ણ પ્રકૃતિનો પોતાનામાં સમાવેશ કરી લીધો છે. તેઓ યોગી પણ છે અને નર્તક પણ છે.
નંજનગુડ શિવ મંદિરમાં ગણેશજીનાં 32 સ્વરૂપ વિરાજિત છે
કર્ણાટકમાં મૈસૂર પાસે નંજનગુડ શિવ મંદિરમાં ભગવાન ગણેશના બધા જ 32 સ્વરૂપ ઉપસ્થિત છે. આ મંદિરમાં દેવી-દેવતાઓની 100થી વધારે પ્રતિમાઓ વિવિધ સ્વરૂપમાં છે. આ મંદિરની ગણતરી કર્ણાટકના સૌથી મોટા મંદિરોમાં થાય છે. તસવીર ભગવાન ગણેશજીના પંચમુખ સ્વરૂપની મૂર્તિની છે. અહીં તેમને કદરીમુખ ગણપતિ કહેવામાં આવે છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.