તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

આજે પરશુરામ જયંતી:મહારાષ્ટ્રના રત્નાગિરી જિલ્લામાં ભગવાન પરશુરામનું 300 વર્ષ જૂનું મંદિર આવેલું છે

4 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • કોંકણ અને માલાબાર વચ્ચે આ સ્થાને ભગવાન પરશુરામનો ફરસો પડ્યો હતો

મહારાષ્ટ્રના મુંબઈ-ગોવા નેશનલ હાઈવે 17 ની વચ્ચે રત્નાગિરી જિલ્લામાં પિથે પરશુરામ નામનું નાનું ગામ છે. જે ચિપલુનથી લગભગ 10 કિમી દૂર છે. આ ગામને ભગવાન પરશુરામનું ગામ કહેવામાં આવે છે. ઉલ્લેખનીય છે કે, આ તે જ જગ્યા છે જ્યાં દરિયાને પાછળ કરવા માટે ભગવાન પરશુરામે પોતાનો ફરસો ફેંક્યો હતો.

આજે અહીં લગભગ 300 વર્ષ જૂનું ભગવાન પરશુરામનું મંદિર છે. જેના વિશે કહેવામાં આવે છે કે, તેનું નિર્માણ બ્રહ્મેન્દ્ર સ્વામીએ કરાવ્યું હતું. આ મંદિરની ઠીક પાછળ માતા રેણુકાનું પણ મંદિર છે. પરશુરામ મંદિર પરિસરમાં એક હનુમાન મંદિર પણ છે. જેને સમર્થ રામદાસ સ્વામીએ બનાવ્યું હતું.

આ તીર્થ સાથે જોડાયેલી વાતોઃ-

  • આ ગામ પાસે 10 કિમીના અંતરે સ્થિત ચિપલુનને પરશુરામ ભૂમિ કહેવામાં આવે છે.
  • માન્યતા પ્રમાણે, ભગવાન પરશુરામે પોતાને ગુરુ સામે સાચા સંન્યાસી સિદ્ધ કરવા માટે પોતાની સંપૂર્ણ જમીન દાન કરી દીધી હતી.
  • તે સમયે પશ્ચિમ ઘાટ ઉપર દરિયાનું પાણી આગળ વધી રહ્યું હતું. પરશુરામે ભગવાન વરૂણ પાસે કોંકણ અને માલાબાર પરથી પાણી દૂર કરવા માટે કહ્યું, પરંતુ તેઓ માન્યા નહીં.
  • આ વાતથી ગુસ્સે થઇને પરશુરામે દરિયા ઉપર પોતાનો ફરસો ફેંક્યો. પરશુરામના ગુસ્સાના કારણે દરિયો જાતે જ પાછો ખેંચાઇ ગયો.
  • જ્યાં ફરસો પડ્યો તે સ્થાનને પરશુરામે પોતાના નિવાસ સ્થાન તરીકે પસંદ કર્યું. આજે આ જગ્યા પિથે પરશુરામના નામથી ઓળખવામાં આવે છે.