આ અઠવાડિયાના છેલ્લા દિવસોમાં સૂર્યનું રાશિ પરિવર્તન થશે. સૂર્યદેવના ધન રાશિમાંથી મકરમાં આવવાની ક્રિયાને ઉત્તરાયણ અર્થાત્ મકર સંક્રાંતિ તરીકે મનાવવામાં આવશે. દક્ષિણ ભારતમાં આ તહેવારને પોંગલના રૂપમાં મનાવવામાં આવે છે. તો પંજાબમાં તેને લોહડી, ખિચડી પર્વ અને પતંગોત્સવ કહેવામાં આવે છે. મધ્ય ભારતમાં તેને સંક્રાંતિ કહેવામાં આવે છે. મકર સંક્રાંતિને ઉત્તરાયણ, માઘી, ખિચડી વગેરે નામથી પણ ઓળખવામાં આવે છે. મલયાલી સમાજના લોકો આ દિવસે મકરવિલ્લકૂ પર ભગવાન અય્યપ્પાની પૂજા કરશે.
મકર સંક્રાંતિ અનેક ફસલ તૈયાર થવાની ખુશીનું પર્વ છે, આ દિવસે ખરમાસ પણ સમાપ્ત થાય છે. જેનાથી એક મહિના સુધી રોકાયેલા માંગલિક કામ ફરી શરૂ થઈ જાય છે. તો તિલોડી તરીકે ઓળખાતા તહેવાર હવે લોહડી નામે ઓળખવામાં આવે છે. પંજાબના અનેક વિસ્તારોમાં લોહી કે લોઈ કહેવામાં આવે છે. દક્ષિણ ભારતમાં ધન તૈયાર થઈ ગયા પછી ખુશી જાહેર કરવા માટે પોંગલ ઉત્સવ મનાવવામાં આવે છે.
લોહ઼ડી(શનિવાર, 19 જાન્યુઆરી)
લોહડીને પહેલાના સમયમાં તિલોડી કહેતાં હતાં. પંજાબના અનેક વિસ્તારોમાં તેને લોહી કે લોઈ પણ કહેવામાં આવે છે. લોહ઼ડી, પોષ મહિનાની છેલ્લી રાત્રે મનાવવામાં આવે છે. જે આ વખતે 13 જાન્યુઆરીએ છે. આ દિવસે લોકો લાકડા સળગાવીને આગની ચારેય તરફ ચક્કર લગાવે છે, નાચે-ગાય છે અને આગમાં રેવડી, મગફળી, ખીલ, મકાઈના દાણાથી આહૂતિ આપે છે. કહેવાય છે કે સંત કબીરની પત્ની લોઈની યાદમાં આ પર્વ મનાવવામાં આવે છે. એવી પણ માન્યતા છે કે સુંદરી અને ગુંદરી નામની છોકરીઓને સૌદાગરોથી બચાવીને દુલ્લા ભટ્ટીએ હિન્દુ છોકરાઓ સાથે તેમના લગ્ન કરાવી દીધા હતાં. પૌરાણિક માન્યતા પ્રમાણે સતીના ત્યાગના રૂપમાં પણ આ તહેવાર ઉજવવામાં આવે છે.
મકર સંક્રાંતિ(રવિવાર, 15 જાન્યુઆરી)
આ દિવસે સૂર્ય મકર રાશિમાં પ્રવેશ કરે છે એટલા માટે તેને મકર સંક્રાંતિ કહેવામાં આવે છે. આ પર્વ ખેતરમાંથી પાક લણાઈને ઘરે આવે છે તેના આગમનની ખુશીના રૂપમાં મનાવામાં આવે છે. આ દિવસે ગોળ અને તલથી બનેલી મિઠાઈઓ ખાવામાં આવે છે અને દાન કરવામાં આવે છે. આ દિવસે પવિત્ર નદીઓમાં સ્નાન, દાન, પૂજા કરવાથી હજાર ગણુ પુણ્ય પ્રાપ્ત થાય છે આ દિવસે ખરમાસ પૂરો થવાથી તથા શુભ મહિનો શરૂ થવાને લીધે લોકો દાન-પુણ્યથી સારી શરૂઆત કરે છે. આ દિવસે સૂર્ય ઉત્તરાયણ થઈ જાય છે.
ભગવાન શ્રીકૃષ્ણએ ગીતામાં કહ્યું છે કે ઉત્તરાયણના 6 મહિના સુધી પૃથ્વી પ્રકાશમય રહે છે. આ પ્રકાશમાં શરીર ત્યાગ કરવાથી પુનર્જન્મ નથી થતો. એવા લોકો બ્રહ્મને પ્રાપ્ત કરે છે. એટલા માટે ભીષ્મ પિતામહે શરીર ત્યાં સુધી ન છોડ્યું, જ્યાં સુધી સૂર્ય ઉત્તરાયણ થયો ન હતો.
પોંગલ (રવિવાર, 15 જાન્યુઆરી)
પોંગલ અર્થાત્ ખિચ઼ડી તહેવાર. જે સૂર્યના ઉત્તરાયણ થવાના પુણ્યકાળમાં મનાવવામાં આવે છે. આ પર્વ દક્ષિણ ભારતમાં અન્નની ફસલની કાપણી પછી ખુશી પ્રગટ કરવા માટે મનાવવામાં આવે છે. જેમાં ભગવાન પાસે આગામી ફસલ સારી થવાની ર્પાર્થના કરવામાં આવે છે. પોંગલ 4 દિવસ સુધી ચાલે છે.
જેમાં પહેલાં દિવસે ભોગી, બીજા દિવસે સૂર્ય, ત્રીજા દિવસે મટ્ટ અને ચોથા દિવસે કન્યા પોંગલ મનાવે છે. આ તહેવાર પર ગાયના દૂધના ઉભરાવાને ખૂબ જ મહત્વ આપવામાં આવે છે. આ દિવસે ખીર બનાવે છે. મિઠાઈ અને મસાલેદાર પોંગલ ડિશ બનાવવામાં આવે છે. ચોખા, દૂધ, ઘી, સાકરથી ભોજન બનાવીને સૂર્યદેવને ભોગ લગાવવામાં આવે છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.