આજથી પુરૂષોત્તમ મહિનો શરૂ:દર ત્રણ વર્ષે અધિકમાસ કેમ આવે છે? તેને મળમાસ કેમ કહેવામાં આવે છે? હિંદુ પંચાંગ અને અંગ્રેજી કેલેન્ડરના એક વર્ષમાં કેટલાં દિવસનું અંતર રહે છે?

એક વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • આ અંગે પ્રચલિત કથા પ્રમાણે મળમાસ હોવાના કારણે કોઇપણ દેવતા આ મહિનાના સ્વામી બનવાં માંગતાં નથી
  • ત્યારે મળમાસે ભગવાન વિષ્ણુને પ્રાર્થના કરી, ત્યાર બાદ વિષ્ણુજીએ આ માસને પોતાનું શ્રેષ્ઠ નામ પુરુષોત્તમ આપ્યું

દર વર્ષે આસો મહિનામાં પિતૃ પક્ષની અમાસ પછી બીજા દિવસથી જ નવરાત્રિ શરૂ થઇ જાય છે. પરંતુ આ વર્ષે અધિકમાસના કારણે નવરાત્રિ આખો એક મહિનો મોટી એટલે 17 ઓક્ટોબરથી શરૂ થશે. હિંદુ પંચાંગમાં દર ત્રણ વર્ષમાં એકવાર એક વધારે મહિનો આવે છે, તેને જ અધિકમાસ, પુરુષોત્તમ માસ અને મળમાસના નામે ઓળખવામાં આવે છે. આ મહિનો 18 સપ્ટેમ્બરથી 16 ઓક્ટોબર સુધી રહેશે.

ઉજ્જૈનના જ્યોતિષાચાર્ય પં. મનીષ શર્માના જણાવ્યાં પ્રમાણે 160 વર્ષ પછી આસો મહિનાનો અધિકમાસ અને અંગ્રેજી કેલેન્ડરના લીપ વર્ષનો સંયોગ બની રહ્યો છે. 2020 પહેલાં 2 સપ્ટેમ્બર 1860થી આસો અધિકમાસ શરૂ થયો હતો. આસો મહિનાનો અધિકમાસ 19 વર્ષ પછી આવ્યો છે. આ પહેલાં 2001માં આવ્યો હતો.

અંગ્રેજી કેલેન્ડર અને હિંદુ પંચાંગમાં અંતર?
અંગ્રેજી કેલેન્ડર સૂર્ય વર્ષ ઉપર આધારિત છે. તેના પ્રમાણે એક સૂર્ય વર્ષમાં 365 દિવસ અને લગભગ 6 કલાક હોય છે. દર ચાર વર્ષમાં આ 6-6 કલાક એક દિવસ બરાબર થઇ જાય છે અને તે વર્ષે ફેબ્રુઆરીમાં 29 દિવસ રહે છે. જ્યારે, હિંદુ પંચાંગ ચંદ્ર વર્ષના આધારે ચાલે છે.

એક ચંદ્ર વર્ષમાં 354 દિવસ હોય છે. આ બંને સૂર્ય અને ચંદ્રની વચ્ચે લગભગ 11 દિવસનું અંતર રહે છે. દર ત્રણ વર્ષમાં આ અંતર 1 મહિના બરાબર થઇ જાય છે. આ અંતરને દૂર કરવા માટે દર ત્રણ વર્ષમાં ચંદ્ર માસ એટલે અધિકમાસની વ્યવસ્થા કરવામાં આવી છે. વધારાનો મહિનો હોવાના કારણે તેનું નામ અધિક માસ છે.

અધિકમાસથી શું લાભ?
અધિકમાસના કારણે બધા હિંદુ તહેવારો અને ઋતુઓનું તાલમેલ જળવાયેલું રહે છે. જેમ કે, શ્રાવણ મહિનો વર્ષા ઋતુમાં, દિવાળી ઠંડીમાં જ આવે છે. આ પ્રકારે બધા તહેવાર પોત-પોતાની ઋતુઓમાં જ આવે છે. જો આ મહિનાની વ્યવસ્થા ન હોય તો બધા તહેવારોની ઋતુઓ બદલાઇ જાય છે. જેમ કે, અધિકમાસ ન હોય તો દિવાળી ક્યારેક વર્ષા ઋતુમાં તો ક્યારેક ગરમીમાં અને ક્યારેક ઠંડીમાં આવે.

આ મહિનાને મળમાસ કેમ કહેવામાં આવે છે?
અધિકમાસમાં સૂર્ય સંક્રાંતિ આવતી નથી. આ સંપૂર્ણ મહિનામાં સૂર્યનું રાશિ પરિવર્તન થતું નથી. આ કારણે આ મહિનો મળમાસ કહેવામાં આવે છે. આ મહિનામાં નામકરણ, જનોઈ સંસ્કાર, લગ્ન વગેરે માંગલિક કાર્યોના મુહૂર્ત રહેતાં નથી. આ મહિનામાં જરૂરિયાતની વસ્તુઓ ખરીદી શકાય છે. લગ્નની તારીખ નક્કી કરી શકાય છે. નવા ઘરનું બુકિંગ પણ કરી શકાય છે.

આ મહિનામાં ભગવાન વિષ્ણુની આરાધના કેમ કરવામાં આવે છે?
આ નામને લઇને એક કથા પ્રચલિત છે. આ માસ મલિન હોવાના કારણે કોઇપણ દેવતા આ માસનો સ્વામી બનવા માંગતાં નહોતાં. ત્યારે મળમાસે વિષ્ણુજીને પ્રાર્થના કરી. વિષ્ણુજી માહની પ્રાર્થનાથી પ્રસન્ન થયા અને તેને પોતાનું શ્રેષ્ઠ નામ પુરૂષોત્તમ આપ્યું. સાથે જ, વિષ્ણુજીએ આ મહિનાને વરદાન આપ્યું કે, જે ભક્ત આ મહિનામાં ભગવત કથા સાંભળશે, વાંચશે કે મનન કરશે, ભગવાન શિવનું પૂજન, ધાર્મિક કર્મ, દાન-પુણ્ય કરશે તેને અક્ષય પુણ્ય મળશે.

અન્ય સમાચારો પણ છે...