તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • Dharm darshan
 • Dharm
 • 11 Places Where We Should Keep Diya On Diwali, Deepawali Puja Vidhi, Old Traditions About Deepawali, Significance Of Diya On Diwali

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

આજે દિવાળી:ઘર અને આજુબાજુની 11 જગ્યા, જ્યાં દિવાળીના દિવસે દીવા પ્રગટાવવાનું ભૂલવું જોઈએ નહીં

5 મહિનો પહેલા
 • ઘરની અંદર 9 અને ઘરની બહાર 2 એવી જગ્યા છે, જ્યાં દીવા પ્રગટાવવા તમારા માટે લાભકારી હોઈ શકે છે

દિવાળી પ્રકાશનો પર્વ અને માતા લક્ષ્મીના આગમનનો દિવસ છે. લક્ષ્મીજીના સ્વાગત માટે ઘરમાં દીવા પ્રગટાવવાની પરંપરા છે, આ દિવસે થોડી ખાસ જગ્યાએ દીવા જરૂર પ્રગટાવવા જોઈએ. ઉજ્જૈનના જ્યોતિષાચાર્ય પં. મનીષ શર્માના જણાવ્યા પ્રમાણે, ઘરનાં 9 સ્થાન અને ઘરની બહાર બે સ્થાન એવાં છે, જ્યાં દિવાળીએ દીવા પ્રગટાવવા ખૂબ જ શુભ માનવામાં આવે છે. એનું મહત્ત્વ શાસ્ત્રોમાં પણ માનવામાં આવે છે અને વાસ્તુમાં પણ દીવા પ્રગટાવવાના નિયમ અલગ છે, થોડી જગ્યાએ લક્ષ્મીપૂજન પહેલાં અને થોડી જગ્યાએ પૂજન પછી દીવા પ્રગટાવવા જોઇએ. ચાલો, જાણીએ આ જગ્યાએ કંઇ કંઇ છે

1. દીવાની પૂજા કર્યા પછી સૌથી પહેલા દીવા ઘરના મુખ્ય દરવાજાની બંને બાજુ રાખવામાં આવે છે, માતા લક્ષ્મી ઘરમાં પહેલા ચરણો અહીંથી જ રાખે છે. એવું માનવામાં આવે છે કે અહીં દીવા પ્રગટાવવાથી ઘરમાં પોઝિટિવિટી આવે છે, એટલે દીવાળીએ લક્ષ્મીપૂજા પહેલાં સરસિયાના તેલના દીવા ઘરના દરવાજાની બંને બાજુએ પ્રગટાવવા જોઇએ.

2. બીજો દીવો ઘરના ફળિયામાં રાખવો જોઇએ. જો ઘરમાં ફળિયું ન હોય તો તમે ઘરમાં વચ્ચેના રૂમમાં ઘીનો દીવો રાખી શકો છો, આ ઘરનું બ્રહ્મસ્થાન માનવામાં આવે છે. અહીં દીવો રાખવાથી પરિવારના સભ્યોમાં સંતુષ્ટિનો ભાવ આવે છે.

3. લક્ષ્મીપૂજા પહેલા ઘરના મંદિરમાં 5 દીવા પ્રગટાવવામાં આવે છે, સાથે જ જો ઘરની આજુબાજુ કોઇ મંદિર હોય તો ત્યાં પણ દીવો રાખવો જોઇએ. માન્યતા છે કે એનાથી ઘરમાં સમૃદ્ધિ આવે છે અને પોઝિટિવ એનર્જી જળવાયેલી રહે છે.

4. લક્ષ્મીપૂજન પહેલાં ચારમુખી દીવો, એટલે એવો દીવો જેમાં 4 વાટ પ્રગટાવી શકાય, ઘરના ચારેય ખૂણામાં પ્રગટાવો અને ભગવાન ગણેશ પાસે સુખ-સમૃદ્ધિની કામના કરો. એનાથી ઘરને એક સુરક્ષા કવચ મળે છે.

5. લક્ષ્મીપૂજન પછી ઘરમાં તુલસીના છોડ પર તેલનો દીવો પ્રગટાવવો જોઇએ. તુલસી ભગવાન વિષ્ણુને ખૂબ જ પ્રિય છે. તુલસી પર દીવો પ્રગટાવવાથી ઘરમાં શુદ્ધતા અને શાંતિ જળવાયેલી રહે છે.

6. ઘરમાં પાણીનો કોઈપણ સ્ત્રોતની નજીક એક દીવો જરૂર પ્રગટાવવો જોઇએ, જ્યાં પાણીનું માટલું રાખવામાં આવે છે. ત્યાં દીવો રાખી શકાય છે. એનાથી ઘરમાં પવિત્રતાનું વાતાવરણ જળવાયેલું રહે છે અને ઘરના સભ્યોનું સ્વાસ્થ્ય સારું રહે છે.

7. જો ઘરની પાસે કોઈ પીપળાનું વૃક્ષ હોય તો એક દીવો ત્યાં પ્રગટાવો. પીપળાના વૃક્ષમાં ભગવાન વિષ્ણુનો વાસ હોય છે. અહીં દીવો પ્રગટાવવાથી ઘરની સમસ્યાઓ દૂર થઇ શકે છે.

8. લક્ષ્મીપૂજન પછી બે દીવા ઘરના રસોડામાં પણ પ્રગટાવો. એનાથી માતા અન્નપૂર્ણા પ્રસન્ન થાય છે અને ઘરના અનાજ ભંડારમાં વધારો થાય છે.

9. લક્ષ્મીપૂજન પછી ભગવાન કુબેરની પ્રાર્થના કરીને ઘરની તિજોરીની પૂજા કરી તલના તેલનો દીવો ઘરની તિજોરી પાસે પ્રગટાવો. એનાથી ઘરમાં સમૃદ્ધિ જળવાયેલી રહે છે.

10. ઘરની પાસે જે ચાર રસ્તા હોય ત્યાં પણ દીવો પ્રગટાવો. ચાર રસ્તે દીવો પ્રગટાવ્યા પછી ઘરે આવતી સમયે પાછળ વળીને જોવું નહીં. માન્યતા પ્રમાણે ચાર રસ્તે દીવો પ્રગટાવવાથી સમસ્યાઓ ઘટે છે અને ઘરની નકારાત્મકતા દૂર થાય છે.

11. આ સિવાય ઘરની આજુબાજુ ક્યાંય પણ અંધારુ હોય ત્યાં પણ દીવો પ્રગટાવીને પ્રકાશ કરો. એનાથી ઘરની આજુબાજુની નકારાત્મકતા ઓછી થાય છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- ગ્રહ સ્થિતિ અનુકૂળ છે. મિત્રોનો સાથ અને સહયોગ તમારી હિંમત અને તાકાત વધારશે. તમે તમારી કોઇ નબળાઈ ઉપર પણ કાબૂ મેળવવામાં સક્ષમ રહેશો. વાતચીતના માધ્યમથી તમે તમારું કામ પણ કઢાવી શકશો. નેગેટિવઃ...

  વધુ વાંચો