આજથી શ્રાવણ મહિનો શરૂ:શિવપૂજાની 10 સરળ વિધિ; શિવજીને અતિપ્રિય શ્રાવણમાં સારા સ્વાસ્થ્ય માટે આયુર્વેદ અને યોગ ટિપ્સ

10 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • આવનાર 103 દિવસમાંથી 73 દિવસ કોઈને કોઈ મોટા વ્રત કે ઉત્સવ રહેશે

શુક્રવાર, 29 જુલાઈથી શ્રાવણ મહિનો શરૂ થશે. આ મહિનો ભગવાન શિવજીની આરાધનાનો છે. આ મહિનાથી ઉત્સવોની શરૂઆત પણ થાય છે. આવનાર 103 દિવસમાં એટલે 8 નવેમ્બર 2022 (કારતક પૂનમ) સુધી 73 મોટા વ્રત અને ઉત્સવ ઉજવાશે.

શ્રાવણ મહિનાનું ધર્મગ્રંથોથી લઇને આયુર્વેદ સુધી ખૂબ જ મહત્ત્વ છે. શિવપુરાણ કહે છે કે આ મહિનો શ્રવણ કરવાનો એટલે સાંભળવાનો છે, એટલે તેનું નામ શ્રાવણ છે. આ મહિનામાં ધાર્મિક કથાઓ અને પ્રવચન સાંભળવાની પરંપરા છે. શ્રાવણ ફેરફારનો મહિનો પણ છે. જેઠ અને અષાઢની ગરમી પછી વરસાદ શરૂ થાય છે. આયુર્વેદમાં શ્રાવણને યોગ-ધ્યાનનો મહિનો કહેવામાં આવે છે. આ દિવસોમાં ખાનપાનથી લઇને આપણે કસરત કરવાની રીતમાં પણ ફેરફાર કરવો જોઈએ.

શિવજીને શ્રાવણ મહિનો કેમ પ્રિય છે?
શ્રાવણમાં અન્ય દેવી-દેવતાઓની સરખામણીમાં શિવજીની પૂજા સૌથી વધારે કરવામાં આવે છે. આ આખો મહિનો જ શિવજીને સમર્પિત છે. એવું કહેવામાં આવે છે કે શ્રાવણ મહિનામાં જ દેવી પાર્વતીએ શિવજીને પતિ સ્વરૂપમાં મેળવવા માટે તપસ્યા શરૂ કરી હતી. તપથી પ્રસન્ન થઈને શિવજી પ્રકટ થયા અને દેવીની ઇચ્છા પૂર્ણ કરવાનું વરદાન આપ્યું. શ્રાવણ મહિનો શિવજીને પ્રિય હોવાના બે ખાસ કારણો પણ છે. પહેલું, આ મહિનાથી દેવી પાર્વતીએ શિવજીને પતિ સ્વરૂપે મેળવવા માટે તપ કર્યું હતું. બીજું, દેવી સતીના મૃત્યુ પછી શિવજીને ફરીથી પોતાની શક્તિ એટલે દેવી પાર્વતી પત્ની સ્વરૂપે મળ્યાં હતાં.

શિવ પુરાણની વિદ્યેશ્વરસંહિતાના અધ્યાય 16માં શિવજી કહે છે કે મહિનામાં શ્રાવણ મને ખૂબ જ પ્રિય છે. આ મહિનામાં શ્રવણ નક્ષત્રમાં પૂનમ રહે છે. આ કારણે આ મહિનાને શ્રાવણ કહેવામાં આવે છે. શ્રાવણ મહિનામાં સૂર્ય મોટાભાગે કર્ક રાશિમાં રહે છે. જ્યારે સૂર્ય કર્ક રાશિમાં હોય છે, તે સમયે કરવામાં આવતી શિવપૂજા જલ્દી સફળ થાય છે.

શિવલિંગ ઉપર ઠંડા પાણીની ધારાથી અભિષેક કેમ કરવામાં આવે છે?
આ પરંપરાની પાછળ સમુદ્ર મંથનની કથા છે. જ્યારે દેવતાઓ અને દાનવોએ સમુદ્રને મથવાનું શરૂ કર્યું ત્યારે સૌથી પહેલાં હલાહલ વિષ બહાર આવ્યું હતું, જેને શિવજીને પી લીધું હતું. આ વિષને ભગવાને ગળામાં ધારણ કર્યું, જેના કારણે તેમનો કંઠ વાદળી થઈ ગયો હતો. વિષના કારણે શિવજીના શરીરમાં ગરમી વધી ગઈ હતી. આ ગરમીને શાંત કરવા માટે શિવલિંગ ઉપર ઠંડા પાણીની ધારા ચઢાવવામાં આવે છે.

શ્રાવણ મહિનાથી ઉત્સવો શરૂ થશે
શ્રાવણથી કારતક મહિનાના 103 દિવસોમાં 73 દિવસ એવા રહેશે, જ્યારે મોટા વ્રત અને પર્વ ઉજવાશે. શ્રાવણમાં રક્ષાબંધન અને જન્માષ્ટમી. ભાદરવામાં કેવડા ત્રીજ, 10 દિવસ ગણેશ ઉત્સવ, પૂનમ અને 15 દિવસ શ્રાદ્ધ રહેશે. આસો મહિનામાં 9 દિવસ નવરાત્રિ, દશેરા, શરદ પૂનમ, કડવા ચોથ, પુષ્ય નક્ષત્ર, 5 દિવસ દિવાળી, દેવઊઠી એકાદશી ઉજવાશે. કારતક મહિનામાં દેવ દિવાળી ઉજવાશે. આ પર્વ સાથે જ ચારેય મહિનામાં એકાદશી, ચોથ, પ્રદોષ અને અન્ય ખાસ તિથિઓ પણ રહેશે. આ પ્રકારે શ્રાવણથી કારતક મહિના સુધી અનેક મોટા વ્રત અને પર્વ રહેશે.

શ્રાવણમાં વ્રત-ઉપવાસ કરવો સ્વાસ્થ્ય માટે કેમ જરૂરી?
શ્રાવણમાં આપણાં પાચનતંત્રને સ્વસ્થ રાખવા માટે ખાનપાનનં ખાસ ધ્યાન રાખવું. આ મહિનામાં વ્રત-ઉપવાસ કરવા જોઈએ. અઠવાડિયામાં ઓછામાં ઓછો એક દિવસ અનાજ છોડીને માત્ર ફળાહાર કરવો જોઈએ. મોટાભાગે લોકો શ્રાવણના દરેક સોમવારે ઉપવાસ રાખે છે. આયુર્વેદના ગ્રંથ ચરક સંહિતના સૂત્રસ્થાનમ અધ્યાયમાં વ્રત-ઉપવાસ અંગે ઉલ્લેખવામાં આવ્યું છે. આયુર્વેદમાં રોગોનો ઉપચાર 6 રીતે થાય છે. લંઘન. બૃંહણ, રૂક્ષણ, સ્નેહન, સ્વેદન અને સ્તંભન. આ 6 વિધિઓમાં લંઘન ખૂબ જ ખાસ છે. લંઘનના પણ દસ પ્રકાર છે. જેમાં 10 પ્રકારના ઉપવાસ અંગે ઉલ્લેખવામાં આવ્યું છે. ઉપવાસથી પેટને લગતી અનેક બીમારીઓ દૂર થાય છે.

શ્રાવણમાં યોગ-પ્રાણાયમથી સ્વાસ્થ્ય સારું રહે છે
શ્રાવણમાં વાતાવરણ એવું રહે છે કે આપણું મન તે વસ્તુઓ તરફ વધારે લલચાય છે જે આપણાં સ્વાસ્થ્ય માટે યોગ્ય નથી. તળેલું, મસાલેદાર ભોજન વરસાદના વાતાવરણમાં ખૂબ જ સારું લાગે છે. પરંતુ આ સમયગાળા દરમિયાન આવું ભોજન સરળતાથી પચતું નથી અને આપણે તેના કારણે બીમાર થઈ શકીએ છીએ. એટલે ભોજનમાં સરળતાથી પચાવી શકાય તેવાં જ ખાદ્ય પદાર્થને સામેલ કરો. બહારનું ભોજન ખાવું નહીં. સાફ-સફાઈનું ખાસ ધ્યાન રાખવું.

પાચનને મજબૂત બનાવવા માટે આ ટિપ્સ અપનાવો
શ્રાવણમાં રોજ સવારે સૂર્યનમસ્કાર કરો.
પવનમુક્તાસન, પાદહસ્ત આસન, સેતુબંધાસન, ધનુરાસન, ભુજંગાસન કરો.
કપાલભાતિ પ્રાણાયમ કરો.

વર્ષા ઋતુની સ્વાસ્થ્ય ઉપર કેવી અસર થાય છે?
શ્રાવણ અને વરસાદના દિવસોમાં અનેક દિવસો સુધી સૂર્યનો તડકો આપણાં સુધી પહોંચી શકતો નથી. જેના કારણે વાદળોમાંથી વરસતું પાણી અને જમીનમાંથી બહાર આવતા બાફના કારણે વાત રોગ એટલે ગેસને લગતી બીમારીઓ વધારે થાય છે. આ દિવસોમાં આપણું પાચન પણ નબળું રહે છે.

એક્સપર્ટ પેનલ
ધર્મ- પં. મનીષ શર્મા, શિવપુરાણ કથાકાર અને જ્યોતિષાચાર્ય
આયુર્વેદ- ડો. રામ અરોરા, (એમડી) પૂર્વ પ્રોફેસર, ઉજ્જૈન આયુર્વેદિક કૉલેજ
યોગ અને ધ્યાન- ઉમેશ શર્મા (ઇન્ટરનેશનલ યોગ ગુરુ), ડાયરેક્ટર, યોગાસ્થલી યોગ સોસાયટી જયપુર અને જોધપુર

કન્ટેટન્ટ સોર્સ
શિવપુરાણ, ગીતા પ્રેસ ગોરખપુર
સૂત્રસ્થાનમ અધ્યાય, ચરક સંહિતા (આયુર્વેદ ગ્રંથ)
વર્ષાઋતુચર્યા, સૂત્રસ્થાનમ અધ્યાય, ચરક સંહિતા (આયુર્વેદ ગ્રંથ)