શુભ સંયોગ:નવેમ્બરમાં દિવાળી સુધી ખરીદારી માટે 10 દિવસ શુભ મુહૂર્ત, 12 નવેમ્બરે ધનતેરસ અને 14મીએ દિવાળી ઊજવાશે

2 વર્ષ પહેલા
  • નવેમ્બરના પહેલાં જ સપ્તાહમાં ખરીદારી માટે લગભગ દરરોજ શુભ મુહૂર્ત, બીજા સપ્તાહમાં દિવાળી સહિત 4 દિવસ ખરીદારી કરી શકાશે

નવેમ્બરના બીજા દિવસથી જ ખરીદારીના શુભ મુહૂર્ત શરૂ થઇ રહ્યા છે. તેથી દિવાળી સુધી ઘરેણાં, વાહન અને ઇલેક્ટ્રોનિક્સ સામાન સહિત ઘરની બધી જરૂરી વસ્તુઓની ખરીદારી કરી શકાય છે. કાશીના જ્યોતિષાચાર્ય પં. ગણેશ મિશ્રના જણાવ્યાં પ્રમાણે નવેમ્બરના પહેલાં સપ્તાહમાં 6 દિવસ અને બીજા સપ્તાહમાં અહોઈ આઠમ, ધનતેરસ અને દિવાળી સહિત 4 દિવસ શુભ મુહૂર્ત રહેશે. પં. મિશ્રના જણાવ્યાં પ્રમાણે 2 થી 14 નવેમ્બર સુધી 3 સર્વાર્થસિદ્ધિ અને રવિયોગ સાથે જ સ્થિર, વર્ધમાન, માતંગ, મહાલક્ષ્મી અને પુષ્ય યોગ બનશે. આ શુભયોગમાં કરવામાં આવતી ખરીદારીથી સુખ, સમૃદ્ધિ અને પ્રસન્નતા મળે છે. આ વખતે 7 તારીખે પુષ્ય યોગ અને 12મીએ ધનતેરસ પર્વ ઊજવવામાં આવશે. ત્યાં જ, 14 નવેમ્બર, શનિવારના રોજ મહાલક્ષ્મી પૂજા સાથે દિવાળી પર્વ ઊજવાશે.

2 થી 14 નવેમ્બર સુધી શુભ મુહૂર્તઃ-

2 નવેમ્બરઃ- સ્થિર યોગમાં અચલ સંપત્તિમાં રોકાણ અથવા ખરીદારી કરવી શુભ છે. આ યોગમાં નવા પ્રતિષ્ઠાનની શરૂઆત અને સામાન્ય વસ્તુઓની ખરીદારી કરવી પણ શુભ મનાય છે.

3 નવેમ્બરઃ- મંગળવારે રોહિણી નક્ષત્રથી માતંગ યોગ બનશે. સાથે જ, જયા તિથિ પણ રહેશે. આ સંયોગમાં કરવામાં આવતી ખરીદારી શુભ અને ફાયદાકારક રહેશે.

4 નવેમ્બરઃ- આ દિવસે સૂર્યોદયથી સર્વાર્થસિદ્ધિ યોગ શરૂ થઇ રહ્યો છે જે બીજા દિવસ સુધી રહેશે. સાથે જ, કરવા ચોથ પર્વ પણ રહેશે. ચોથ અને બુધવાર હોવાથી આ દિવસની શુભતા વધી જશે. આ દિવસે રત્ન, આભૂષણ અને વસ્ત્ર ખરીદવા લાભકારી રહેશે.

5 નવેમ્બરઃ- ગુરુવારે પૂર્ણા તિથિ અને ગજકેસરી યોગમાં કરવામાં આવતી ખરીદારી સમૃદ્ધિ આપનાર રહેશે. આ દિવસે પ્રોપર્ટી અને વાહનથી લઇને દરેક પ્રકારની ખરીદી કરી શકાય છે.

6 નવેમ્બરઃ- આ દિવસે પુનર્વસુ નક્ષત્ર હોવાથી સંપત્તિ ખરીદી અને વાહન ખરીદી માટે વિશેષ મુહૂર્ત બની રહ્યાં છે. આ દિવસે સર્વાર્થસિદ્ધિ યોગ હોવાથી બધા પ્રકારની ખરીદારી અને યાત્રા કરવી શુભ રહેશે.

7 નવેમ્બરઃ- આ દિવસે શનિપુષ્ય યોગ બની રહ્યો છે. સાથે જ, આખો દિવસ ખરીદારી માટે રવિયોગ બની રહ્યો છે. આ દિવસે દરેક પ્રકારની ખરીદારી કરી શકાય છે.

8 નવેમ્બરઃ- કુમાર યોગ, અશ્લેષા નક્ષત્ર અને અહોઈ આઠમ. આ દિવસે ભોજનની વસ્તુઓ સાથે જ ઔષધીઓની ખરીદારી અને માંગલિક કામ કરવા ફળદાયી રહેશે.

11 નવેમ્બરઃ- આ દિવસે ઉત્તરાફાલ્ગુની નક્ષત્ર હોવાથી વૃદ્ધિ આપનાર વર્ધમાન યોગ બનશે. સાથે જ, ચંદ્ર-મંગળનો દૃષ્ટિ સંબંધ હોવાથી મહાલક્ષ્મી યોગ પણ બની રહ્યો છે.

12 નવેમ્બરઃ- આ દિવસે ધનતેરસ પર્વ રહેશે. ખરીદારી માટે આ પર્વને વણજોયું મુહૂર્ત પણ કહેવામાં આવે છે. આ દિવસે પ્રદોષ અને હસ્ત નક્ષત્ર યોગ રહેશે. આ દિવસે વાહન, જમીન, ભવન, આભૂષણ અને વસ્ત્ર વગેરેની ખરીદારી કરવી મંગળકારી રહેશે.

14 નવેમ્બરઃ- દિવાળી મહાપર્વ પર સૂર્યોદય સાથે જ સર્વાર્થસિદ્ધિ યોગ શરૂ થઇ જશે. જે રાતે લગભગ 8 વાગ્યા સુધી રહેશે. લક્ષ્મી પૂજા સાથે આ દિવસે ખરીદારીનું વિશેષ મુહૂર્ત રહેશે.

આ પણ વાંચોઃ-

દિવાળીમાં દુર્લભ યોગ/ 499 વર્ષ પછી દિવાળીમાં 3 મોટા ગ્રહોનો દુર્લભ યોગ, ધનની ઉપલબ્ધિ મળવાનો સમય; લક્ષ્મીજી સાથે ભગવાન વિષ્ણુનું પૂજન કરવું

રામકૃષ્ણ પરમહંસના વિચાર/ જ્યારે હવા ચાલી રહી હોય ત્યારે પંખો બંધ કરી શકાય છે, પરંતુ જ્યારે ઈશ્વરની કૃપા મળી રહી હોય ત્યારે આપણે ભક્તિ કરવાનું છોડવું જોઇએ નહીં

આવું કેમ/ વેદોમાં નાળાછડી બાંધવાની પરંપરા જણાવવામાં આવી છે, આયુર્વેદમાં તેને સ્વાસ્થ્ય માટે ફાયદાકારક જણાવવામાં આવે છે

ગૌતમ બુદ્ધનો બોધપાઠ:એક ખરાબ મિત્ર કોઇ જાનવરથી પણ વધારે ખતરનાક હોય છે; કેમ કે જાનવર માત્ર શરીરને નુકસાન પહોંચાડે છે, પરંતુ ખરાબ મિત્ર આપણાં દિમાગને નુકસાન પહોંચાડે છે

ગ્રહ-નક્ષત્ર/ 6 નવેમ્બર સુધી સૂર્ય રાહુના નક્ષત્રમાં રહેશે, કુંભ સહિત 7 રાશિના લોકો માટે તણાવભર્યો સમય રહી શકે છે

અન્ય સમાચારો પણ છે...