ડીબી રિપોર્ટર

DB Reporter

ડીબી એપ

એટલે તમારા પોતાના મોબાઇલ પર સમાચારોનો એક અલાયદો સંસાર. એવા સમાચાર, જે તમારી જિંદગીને અસર કરે છે અને એવી માહિતી જે તમારા માટે જાણવી અગત્યની છે. દેશ-દુનિયા અને તમારા પોતાના શહેરમાં અત્યારે ક્યાં, શું થઈ રહ્યું છે, તે જાણવાનું સૌથી વિશ્વસનીય માધ્યમ. આ માટે દેશ, પ્રદેશની રાજધાની અને જિલ્લા મુખ્ય મથક પર મોજુદ છે અમારા રિપોર્ટર, જે સમાચારોને પળવારમાં તમારા સુધી પહોંચાડે છે. દરેક રાજ્યમાં અમારો સ્ટ્રોંગ ન્યૂઝરૂમ છે, જે માત્ર મોટી ઘટનાઓ કે ઇવેન્ટની માહિતી આપીને અટકી જતા નથી, બલકે તેને સરળ શબ્દોમાં વિગતવાર સમજાવે પણ છે. તમારા મનમાં ઉદભવતા તમામ સવાલોના જવાબ અને ઘટનાનું વિશ્લેષણ પણ આપીએ છીએ.

શું તમે તમારા શહેર/વિસ્તારના ન્યૂઝ વિશે ઉત્સાહિત છો?

ડીબી રિપોર્ટરના માધ્યમથી તમે પણ દેશના સૌથી મોટા અને વિશ્વસનીય ન્યૂઝ એપ દૈનિક ભાસ્કર સાથે જોડાઈ શકો છો. અહીં આપ સમાચારોના માધ્યમથી તમારી પોતાની આગવી ઓળખ બનાવી શકો છો. તમે મોકલેલા સમાચાર દિવ્ય ભાસ્કર એપના લાખો યુઝર્સ સુધી પહોંચશે.

દિવ્ય ભાસ્કર સાથે જોડાવા માટે આટલું અગત્યનું છેઃ

  • તમારા વિસ્તાર/શહેરમાં આકાર લેતી ઘટનાઓ અને આયોજનો પર તમારી નજર તથા ન્યૂઝ કવર કરવાનો ઓછામાં ઓછો 3 વર્ષનો અનુભવ.
  • સમાચાર લખવા, એડિટ કરવા અને વીડિયો બનાવવામાં કુશળતા હોવી જોઇએ.
  • ગુજરાતી ભાષા બોલવા અને લખવા પર પ્રભુત્વ હોવું જોઇએ.

ડીબી રિપોર્ટર તરીકે તમારી જવાબદારી શું હશે?

દિવ્ય ભાસ્કર એપ માટે તમારા વિસ્તાર અને શહેરના સમાચાર ફટાફટ મોકલવાના રહેશે. આ માટે અમે આપને એક એપ ઉપલબ્ધ કરાવીશું. તમારા મોબાઇલ પર આ એપની મદદથી તમે તમારા વિસ્તાર કે શહેરમાં યોજાતા કાર્યક્રમો કે ઘટનાક્રમના ન્યૂઝ તાત્કાલિક મોકલી શકશો.

તમને શું મળશે

  • એપ પર પબ્લિશ થતા દરેક ન્યૂઝ અને વીડિયો માટે ફિક્સ રકમ આપવામાં આવશે. તમારા ન્યૂઝ જેટલા વધારે લોકો વાંચશે તે પ્રમાણે તમને બોનસ પણ મળશે. તમારી મોબાઇલ એપ થકી તમને એ પણ જાણ થશે કે એક દિવસ પહેલાં સુધી તમે સમાચારો મોકલીને કેટલી રકમની કમાણી કરી છે. એપ પર દરરોજ પબ્લિશ થતા સમાચારો અને વીડિયોની નક્કી કરેલી સંખ્યા અને તમે મોકલેલા સમાચાર કેટલા લોકોએ જોયા/વાંચ્યા છે, તેના પરથી દર મહિને તમે તમારા શહેરમાં જ રહીને 10થી 15 હજાર રૂપિયા સુધીની કમાણી કરી શકો છો.
  • દિવ્ય ભાસ્કરના વરિષ્ઠ પત્રકારો સાથે કામ કરવાની અને તેમની પાસેથી શીખવાની તક.
  • વધુ સારું કામ કરશો તો ડીબી ગ્રૂપ તમને ફુલ ટાઇમ જોબ કરવાની તક પણ આપશે.
  • તમારા વિસ્તારના લાખો યૂઝર્સ સુધી સમાચારોના માધ્યમથી પહોંચવાની તક.

આ રીતે અરજી કરો

  • ઓનલાઇન અરજી ફોર્મ ભરો- લિંક ક્લિક કરો
  • જો તમારી પસંદગી થશે, તો તમને દસ્તાવેજોની ખરાઈ કરવા અને બેંક ખાતાની માહિતી શૅર કરવાનું કહેવામાં આવશે.

વધુ માહિતી માટે આપ  db.reporter@divyabhaskar.com  પર ઈ-મેલ કરીને સંપર્ક કરી શકો છો.

Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved

This website follows the DNPA Code of Ethics.