• Home
  • Dvb Original
  • Vadodara: The victim told Bhaskar that I did not flee; the accused runway, all people supported me

વડોદરા ગેંગ રેપ કેસ / પીડિતાએ ભાસ્કરને જણાવ્યું કે હું ભાગી નથી, તેઓ ભાગ્યા છે, તે રાતે હિન્દુ-મુસ્લિમો નાતજાત ભૂલીને મને સપોર્ટ કરતા હતા

પ્રતિકાત્મક તસવીર
પ્રતિકાત્મક તસવીર

  • નવલખી ગેંગ રેપની પીડિતાએ  ભાસ્કર સમક્ષ આક્રોશ સાથે વેદના વર્ણવી
  • તેમને ફાંસી કે એન્કાઉન્ટરના બદલે એક આંગળીઓ કાપી, તડપાવી તડપાવીને મારવા જોઇએ

Divyabhaskar.com

Dec 09, 2019, 01:40 AM IST
વડોદરા: છેલ્લા 10 દિવસથી મને એવા જ વિચાર આવતા હતા કે આ બંને જણા જલ્દી મળી જાય, તેમને ફાંસીની સજા થાય અને તેમને તડપાવી તડપાવીને મારવા જોઇએ..મને ખૂબ જ ગુસ્સો આવતો હતો અને હજુ પણ ગુસ્સો આવી રહ્યો છે....એ બંને મળશે તો હું તેમને બહુ મારીશ....તેમને જલ્દીમાં જલ્દી સજા મળે..તડપાવી તડપાવીને બંનેને મારવા જોઇએ..જેવી રીતે હું તડપી છું તેવી જ રીતે બંને જણાને તડપાવવા જોઇએ...આ 10 દિવસમાં પોલીસ અને લોકોનો મને બહુ સપોર્ટ મળ્યો હતો અને લોકોનો સાથ તથા મદદ મળી હતી..લોકો હિન્દુ -મુસ્લિમ ,નાતજાત ભૂલીને સપોર્ટ કરતા હતા.
બંનેને તડપાવી તડપાવીને મારવા જોઇએ
મને બહુ ગુસ્સો આવતો હતો કે ક્યારે આ બંને જણા મળશે અને તે સમયે હું શું કરીશ...મારી સાથે કેમ આવું કર્યું..આ બનાવ પછી ક્યારેક મને નેગેટિવ વિચારો પણ આવતા પણ પછી હિંમત રાખીને હું આગળ વધી જતી હતી..કોઇ છોકરો ક્યારેય પણ કોઇ છોકરી તરફ ના જુવે અને 10 ફૂટ દૂરથી પણ છોકીરીને ના જુવે તે રીતે આ બંનેને તડપાવી તડપાવીને મારવા જોઇએ...હૈદરાબાદમાં એ છોકરીને સળગાવી દીધી હતી તો જે લોકોએ કર્યું તેમને પણ સળગાવી જ દેવા જોઇતા હતા..તેમનાં હાડકાં પણ ના મળે તે રીતે સળગાવી દેવા જોઇતા હતા.
આ બંને જણાને હું ડંડા ડંડાથી મારીશ, જે રીતે તેમણે મને મારી હતી
તે સમયે તે છોકરીને કેવું દર્દ થયું હશે? તેનાં માબાપને કેવું થયું હશે...માત્ર ગોળીબાર કરીને મારી નાખ્યા તેવું ના થવું જોઇએ...હું તે રાત્રે ભાગી ન હતી...તે બંને ભાગી ગયા હતા... ઝાડીઓમાંથી કેવી રીતે બહાર નીકળી તે હું જ જાણું છું...અલ્લાહનો આભાર કે મને તે રાત્રે રસ્તો આપ્યો અને દૂરથી ચાલતી ચાલતી હું બહાર નિકળી હતી...તે બંને તો ભાગી જ ગયા હતા. આ બંને જણાને હું ડંડા ડંડાથી મારીશ, જે રીતે તેમણે મને મારી હતી....આ લોકોને તો એક આંગળી કાપીએ ત્યારે કેવું દર્દ થાય, પછી બીજી આંગળી કાપીએ તો કેવું દર્દ થાય ...તે રીતે તડપાવી તડપાવીને મારવા જોઇએ...આજે બંને જણા પકડાઇ ગયા છે તેથી હું બહુ ખુશ છું.....કોઇ છોકરી સાથે આવું ભયાનક કૃત્ય ના થાય..પણ મને લાગે છે કે હવે કોઇની સાથે આવું નહીં થાય.
X
પ્રતિકાત્મક તસવીરપ્રતિકાત્મક તસવીર

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી