• Home
  • Dvb Original
  • Two thousand artisans of Sompura community turn to other businesses for failing to build temple making business

ભાસ્કર ઓરિજિનલ / મંદિરો બનાવવાનું કામ ન મળવાને લીધે સોમપુરા સમાજના 2 હજાર કારીગરો બીજા ધંધામાં વળ્યા  

સોમપુરા સમાજના યુવા કાર્યકરો
સોમપુરા સમાજના યુવા કાર્યકરો

  • સોમપુરા સમાજ યુવા કાર્યકરો માટે મંદિર બનાવવાની કળાના તાલીમ કેન્દ્ર શરૂ કરશે

Divyabhaskar.com

Nov 21, 2019, 07:00 AM IST
સંકેત ઠાકર, અમદાવાદ: દેશ અને દુનિયાભરમાં પ્રસિદ્ધ મંદિરો અને દેરાસરોનાં નિર્માણ માટે જાણીતા સોમપુરા સમાજની યુવાપેઢી શિલ્પકળાથી દૂર થઈ રહી છે અને તેથી જ સમાજના યુવાનોમાં આ કળા જીવંત રહે તે માટે સમાજના અગ્રણીઓ પ્રયાસ કરી રહ્યા છે. 700 વર્ષ સુધી અંગ્રેજોના પ્રહાર વચ્ચે સોમપુરા શિલ્પીઓએ આ કળા જીવંત રાખી છે. આગવી શિલ્પકળા ધરાવતા તથા પ્રાચીન મંદિરોનું નિર્માણ કરનારા આ સમાજની અત્યારે વસતી આશરે સાત હજાર જેટલી છે, જેમાંથી માત્ર 350 યુવાનો જ શિલ્પકળા ક્ષેત્રે જોડાયેલા હોવાનું સમાજના અગ્રણી રાજેશ સોમપુરા કહે છે.
તેમણે જણાવ્યું કે, યુવા કાર્યકરો માટે મંદિર બનાવવાની કળાના તાલીમ કેન્દ્રો શરૂ કરવા સરકારને રજૂઆત કરાશે. સમાજના આશરે 2 હજાર કલાકારો સ્થાપત્ય કળાથી દૂર થઈ ગયા છે. શિક્ષણ અને કામની અનિશ્ચિતતાને કારણે યુવા સોમપુરા શિલ્પકારોની આ કાર્યમાં રુચિ ઓછી થઈ રહી છે.
સમાજના શિલ્પીઓનો સોમનાથ, મોઢેરા સૂર્યમંદિર, અક્ષરધામ, રાણકી વાવ જેવાં સ્થાપત્યોમાં મહત્ત્વનો ફાળો
15 હજારથી વધુ મંદિર નિર્માણ કર્યાં
સમાજના યુવાનો શિલ્પકલાથી વંચિત થઈ રહ્યા છે. સમાજ દ્વારા રાજ્યભરમાં પ્રાચીન કાળથી અત્યાર સુધી 15 હજારથી વધુ મંદિરોનું બાંધકામ કરવામાં આવ્યું છે. આથી જ સમાજનો યુવાનો આ કળા વ્યવસાય સાથે જોડાયેલા રહે તે માટે સમાજના અગ્રણીઓ સાથે મળીને સોમપુરા ફાઉન્ડેશનનું નિર્માણ કરવામાં આવ્યું છે.
ટાંકણા-હથોડાથી કોતરણી કરવાની કળા
અલ્પસંખ્યક સોમપુરા બ્રાહ્મણો શિલ્પ સ્થાપત્ય અને મહાલયોના બાંધકામમાં કાર્યરત છે. વિશ્વની કળાના ઇતિહાસમાં ગુજરાતમાં વસતા સોમપુરા શિલ્પીઓએ અજોડ સ્થાપત્ય રચ્યાં છે. પથ્થર જેવી જડ, કઠીન ધાતુ પર ટાંકણા અને હથોડાની મદદથી નાજુક, ઝીણી અને નયનરમ્ય આકૃતિઓના સર્જન માટેની તેમની કળા જાણીતી છે.
સોમપુરાની નાગરાદિ શૈલી
સોમપુરા શિલ્પીઓએ અંબાજી, સોમનાથ, દેલવાડાના દેરા, બહુચરાજી મંદિર, સૂર્યમંદિર, રાણકી વાવ, તારંગા, સિદ્ધપુરનો રુદ્રમાળ, ગાંધીનગરનું અક્ષરધામ, રણકપુરનાં જૈન ચૈત્યો જેવાં સ્થાપત્યનું નિર્માણ કર્યું છે.
‘સબસિડીને બદલે અમને કામ આપો’
સમાજના યુવાનોને કોઈ સબસિડી, આર્થિક સહાયને બદલે શહેર અને રાજ્યની હેરિટેજ ઇમારતો, પ્રાચીન મંદિરોની જાળવણીનું કામ આપવામાં આવે તો તેમને રોજગારી મળી રહે અને આપણા સાંસ્કૃતિક વારસાનું જતન પણ થઈ શકે.-રાજેશ સોમપુરા, મેનેજિંગ ટ્રસ્ટી, સોમપુરા સ્થાપત્ય ફાઉન્ડેશન
X
સોમપુરા સમાજના યુવા કાર્યકરોસોમપુરા સમાજના યુવા કાર્યકરો

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી