- વર્લ્ડ ટોયલેટ ઓર્ગેનાઈઝેશનના સંસ્થાપક જેક સિમે ભાસ્કર APP સાથે વાત કરી, તેમના જ પ્રયત્નોથી આજે વર્લ્ડ ટોયલેટ ડે ઉજવવામાં આવી રહ્યો છે
- જેક સિમે કહ્યું- સ્વચ્છ ભારત મિશનને હવે ડિમાન્ડ ડ્રિવન પ્રોજેક્ટ બનાવવાની જરૂરિયાત, જેથી લોકો પોતે શૌચાલયની માંગણી કરે
Divyabhaskar.com
Nov 19, 2019, 04:38 PM ISTનવી દિલ્હીઃ આજે વિશ્વભરમાં વર્લ્ડ ટોયલેટ ડે ઉજવવામાં આવી રહ્યો છે. શૌચાલયના મહત્વને જણાવવા માટે આ દિવસની શરૂઆત સિંગાપુરના નિવાસી જૈક સિમે કરી હતી. તેમની કોશિશો પછી પણ સંયુક્ત રાષ્ટ્રએ 2013માં 19 નવેમ્બરે વર્લ્ડ ટોયલેેટ ડેને ઉજવવાની માન્યતા આપી હતી. જૈક સિમની સંસ્થા વર્લ્ડ ટોયલેટ ઓર્ગેનાઈઝેશન 2001થી જ તેને મનાવી રહી હતી. જેકે ભાસ્કર પ્લસ એપને કહ્યું કે ખુલ્લામાં શૌચના કારણે થનારી બીમારીઓથી દર વર્ષે 6 લાખ લોકોના મોત થાય છે. તેમાંથી 60 ટકા મોત તો માત્ર ભારતમાં જ થાય છે. છેલ્લા 5 વર્ષમાં શૌચાલયને લઈને ભારતમાં ખૂબ જ કામ થયું છે અને સરકારી આંકડાનું માનીએ તો હવે 100 ટકા લોકોની પાસે શૌચાલયની સુવિધા છે.
સેનિટેશન અને ટોયલેટ પર કોઈ વાત કરતું નથી, આ કારણે આ દિવસ શરૂ કર્યો- જૈક
જેક સિમ જણાવે છે કે જે ચીજ સૌથી વધુ જરૂરી છે, તેની એટલી જ અવગણના કરવામાં આવે છે. ટોલલેટ અને સેનિટેશન સૌથી જરૂરી ચીજ છે, પરંતુ આપણે તેને એટલી ખરાબ માનીએ છીએ કે તેની ચર્ચા પણ કરતા નથી. જો આપણે ચર્ચા જ નહિ કરીએ તો સુધારો પણ લાવી શકીએ. મે અનુભવ્યું કે હું એવા ગંભીર મુદ્દાઓને તથ્યોની સાથે લોકોની સામે રજૂ કરીશ, તો લોકો તેની પર ધ્યાન આપશે અને એવું થયું પણ.
જેક કહે છે- તેઓ જ્યારે 40 વર્ષના હતા, ત્યારે પૈસા કમાવવા માંગતો હતો. પરંતુ પછી મેં જાણીયું કે લોકો માત્ર 80 વર્ષ સુધી જ જીવી શકે છે. આ હિસાબ પ્રમાણે જોઈએ તો મારી પાસે માત્ર 14,600 દિવસ જ બચ્યા છે અને આટલા ઓછા દિવસમાં પૈસા કમાવવા તે નુકસાનનો સોદો છે, કારણ કે પૈસાથી વધુ મુલ્યવાન તો સમય છે. એટલે મેં મારા સમયને માનવતાની સેવા કરવામાં ઉપયોગ કર્યો અને સૌથી સારી સેવા શું છે ? જેને સૌથી વધુ ઉપેક્ષિત કરવામાં આવી એટલે કે ટોયલેટ, સેનિટેશન અને હાઈજીન.
વિશ્વની સ્થિતિ: 2 અબજ લોકોની પાસે હાલ પણ ટોયલેટ નથી
વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશન(ડબલ્યુએચચો)ના જણાવ્યા મુજબ, વિશ્વની 74 ટકા વસ્તી(5.5 અબજ લોકો) બેઝિક સેનિટેશન સર્વિસનો ઉપયોગ કરી શકે છે. 2 અબજ લોકોની પાસે ટોયલેટની સુવિધા નથી. તેમણે સાર્વજનિક શૌૈચાલયનો ઉપયોગ કરવો પડે છે. 67.3 કરોડ લોકો એવા હોય છે, જે આજે પણ ખુલ્લામાં શૌચ કરવા મજબૂ છે.
જેક કહે છે કે સેનિટેશનની સમસ્યા લોકો હલ કરી શકતા નથી, કારણ કે તેઓ આ વિશે વિચારતા જ નથી. તેઓ આ ચીજોને વર્જિત વિષય માને છે. જેવા લોકો પોતાના સ્વાસ્થ્ય, સુરક્ષા અને ગરિમાને લઈને જાગ્રૃત થશે, તે પોતાના માટે ટોયલેટ બનાવશે. આજે સેલફોનનો ટ્રેન્ડ ચાલી રહ્યો છે, એ જ રીતે ભવિષ્યમાં ટોયલેટનો ટ્રેન્ડનો પણ આવશે. ખુલ્લામાં શૌચ કરવાની ઘટનાથી બળાત્કારની ઘટનાઓ વધે છે. ડાયરિયા જેવી ખતરનાક બીમારીઓ થાય છે અને તેનાથી લોકોની ઉંમરમાં ઘટાડો આવે છે. નદીઓ પ્રદૂષિત થાય છે.

ભારતની સ્થિતિઃ 5 વર્ષમાં દેશ ખુલ્લામાં શૌચથી મુક્ત થયો
સ્વચ્છ ભારત મિશનની અધિકારિક વેબસાઈટ મુજબ, 2 ઓક્ટોબર 2014એ દેશની 38.7 ટકા વસ્તી જ શૈચાલયનો ઉપયોગ કરતી હતી. 2 ઓક્ટોબર 2019 સુધી દેશની 100 ટકા વસ્તી શૌચાલયનો ઉપયોગ કરવા લાગી. બીજી તરફ મહાત્મા ગાંધીની 150મી જયંતિના પ્રસંગે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દેશને 100 ટકા ઓડીએફ જાહેર કર્યો એટલે કે એવો દેશ જ્યાં ઘરમાં શૌચાલય છે અને લોકો ખુલ્લામાં શૌચ કરી રહ્યાં નથી. વેબસાઈટ મુજબ, છેલ્લા 5 વર્ષમાં ગ્રામીણ વિસ્તારોમાં 10.13 કરોડથી વધુ શૌચાલય બનાવવામાં આવ્યા.
સ્વચ્છ ભારત મિશન વિશે જેક કહે છે- વડાપ્રધાન મોદીએ જે સ્વચ્છ ભારત મિશનની શરૂઆત કરી હતી, તે ઈતિહાસનો અત્યાર સુધીનો સૌથી મોટો શૌચાલય પ્રોજેક્ટ છે. આ અંતર્ગત 10 કરોડથી વધુ શૌચાલય બનાવવામાં આવ્યા, જેની પર 10 અબજ ડોલરથી વધુનો ખર્ચ આવ્યો. સંપૂર્ણ રીતે ચીજો બદલવામાં 10 વર્ષથી વધુનો સમય લાગી શકે છે. સ્વચ્છ ભારત મિશનને હવે ડિમાન્ડ ડ્રિવેન પ્રોજેક્ટ બનાવવાની જરૂરિયાત છે, જેથી લોકો પોતો શૌચાલયની માંગ કરે. ખુલ્લામાં શૌચ કરવાની આદત સદીઓથી ચાલતી આવી છે અને તેને બદલવામાં સમય લાગશે.