લેટર્સ ઓફ સરદાર / 1932થી અત્યાર સુધી કાશ્મીરની પુરી કહાણી

The whole story of Kashmir from 1932 till now

Divyabhaskar.com

Aug 23, 2019, 04:21 PM IST

નવનીત ગુર્જરઃ કાશ્મીર દેશ માટે એક દુખતી નસ રહ્યું અને આજે પણ છે? કોણ આના માટે, કેટલી હદ સુધી જવાબદાર છે? કોણે, કેટલી હદ સુધી આ મામલા પર શું શું પ્રયાસો કર્યા? સરદાર પટેલના સચિવ વીશંકરના પુસ્તક ‘સરદાર પટેલના પંસદગીના પત્ર વ્યવહાર ’ના આધારે જાણો...

મહારાજા હરિસિંહના શાસનકાળમાં રાજકારણ વિભાગ દ્વારા ચુંટાયેલા અધિકારીઓના ગૌણ અને ત્યારબાદ ગોપાલ સ્વામી અય્યંગાર, મહારાજ સિંહ અને બીએન રાવ જેવા સુયોગ્ય ભારતીય સંચાલકોના કારણે જમ્મુ કાશ્મીરની ગાડી પાટા પર હતી. પરંતુ મહારાજા પોતે પણ કાર્યક્ષમ અને પરિશ્રમશીલ શાસક હતા તેમ છતા તેમની નિર્ણય લેવાની ક્ષમતા યોગ્ય ન હતી. 1932માં શેખ અબ્દુલ્લાએ જે લોકપ્રિય આંદોલન શરૂ કર્યુ હતું, તેના કારણે શાસનને ઉદાર બનાવવાનું પહેલું પગલું ભરાયું હતું. શરૂઆતમાં તો આ કોમી આંદોલન હતું, જે મુસલમાનોના હિતની લડાઈ લડવા માટે ઊભું કરાયું હતું. 1939માં આંદોલનના કોમી સ્વરૂપનો અંત આવ્યો હતો અને પહેલા કાશ્મીર મુસ્લિમ કોન્ફરન્સના નામથી ઓળખાતી તેમની સંસ્થાને હવે નેશનલ કોન્ફરન્સ બની ગઈ છે.

નેશનલ કોન્ફરન્સ મહારાજા હરિસિંહના વિરોધમાં આંદોલન ચલાવતી હતી અને 1946માં કોંગ્રેસ આંદોલનથી પ્રેરિત થઈને શેખ અબ્દુલ્લાએ મહારાજા કાશ્મીર છોડો આંદોલન શરૂ કર્યું. જેમાં શેખની ધરપકડ કરાઈ અને તેમને ત્રણ વર્ષની સજા થઈ. પંડિત જવાહરલાલ નેહરુ પોતે એક કાશ્મીરી હતા અને રાજ્ય પ્રત્યે તેમને ઘણી લાગણી હતી. તેઓ જુન 1946માં ધરપકડ કરાયેલા તેમના મિત્રો(ખાસ કરીને શેખ અબ્દુલ્લા)ને પ્રોત્સાહિત કરવા માગતા હતા, પરંતુ રાજકીય આંદોલનના ભયથી રાજ્ય સરકારે નહેરુજીના પ્રવેશ પર પ્રતિબંધ લગાવી દીધો હતો. તેમ છતા નેહરુજી માન્યા નહી અને તેમની ધરપકડ કરવામાં આવી.નહેરુજી રાજ્યનો કાયદો તોડે અને ત્યાં તેમની ધરપકડ થાય કોંગ્રેસ વર્કિંગ કમિટિ તેના પક્ષમાં ન હતી.

શેખ અબુલ્લાની મિત્રતા પાછળ નેહરુના ગાંડપણથી સરદાર પટેલ ગુસ્સે હતા. સરદાર પટેલે 11મી જુલાઈ 1946માં ડીપી મિશ્ર(મધ્યપ્રદેશ)ને લખેલા પત્રમાં નહેરુદીના આ કાર્યનો ઉલ્લેખ જોવા મળે છે. આ પત્રમાં પટેલે લખ્યું છે કે, હાલ જ તેમને એવું ગાંડપણ કર્યુ છે જેના કારણે અમારે મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે. કાશ્મીરમાં ભરેલું તેમનું પગલું, બંધારણ સભા માટે કરવામાં આવેલી શીખ ચૂંટણીમાં તેમનો હસ્તક્ષેપ અને કોંગ્રેસ મહાસમિતિની બેઠકના તરત પછી તેમની પ્રેફ કોન્ફરન્સ,આ બધા અવિવેકાઈના કાર્યો છે. જેના કારણે પરિસ્થિતીઓને યોગ્ય માર્ગ પર લઈ જવામાં ભારે તણાવમાંથી પસાર થવું પડે છે. પરંતુ આ તમામ વાતો છતા જવાહરલાલમાં સ્વતંત્રતા માટે ઉત્સાહ અને જુસ્સો છે.

ત્યારબાદ નહેરુજીને શેખ અબ્દુલ્લાના વકીલ તરીકે કાશ્મીરની મુલાકાત કરવાની મંજૂરી મળી હતી.ત્યારબાદ તેમને સરદાર પટેલને 20મી જુલાઈ 1946ના રોજ પત્ર લખીને કહ્યું હતું કે, હું 24 જુલાઈના રોજ કાશ્મીર જઈશ અને ત્યાં મારી એક્ટિવીટીને વકીલાતના કાર્ય સુધી જ મર્યાદિત રાખીશ. આમ જ્યારે કાશ્મીરના વડાપ્રધાન રામચંદ્ર કોક હતા, ત્યારે નેહરુએ રાજ્ય સરકાર અને મહારાજા સાથે ઓપન ચેલેન્જમાં ઉતરવાનું નક્કી કરી લીધું હતું.

જુન 1947માં દેશનું વિભાજન કરવાની યોજના જાહેર થઈ હતી. આ સાથે જ રાજ્ય એટલે કે કાશ્મીરની પરિસ્થિતીઓમાં એક નાટકીય વળાંક આવ્યો હતો. લોર્ડ માઉન્ટબેટને મહરાજાને કહ્યું કે સત્તાને ફેરવવા માટે નક્કી કરાયેલી તારીખ 15 ઓગષ્ટ 1947 પહેલા તમારે સંબંધિત પરિસ્થિતીઓને ધ્યાનમાં રાખીને એક વસાહત અથવા અન્ય વસાહતો સાથે જોડાયેલા નિર્ણયો કરી લેવા જોઈએ. પરંતુ મહારાજાના કહ્યાં પ્રમાણે, આ પરિસ્થિતીના સ્પષ્ટીકરણમાં વાઈસરોયનું વલણ પાકિસ્તાન તરફી હતું. વાઈસરોયે મહારાજાને આશ્વાસન પણ આપ્યું કે જો તમે પાકિસ્તાન સાથે જોડાવા માગશો તો ભારત આ અંગે કોઈ સમસ્યા ઊભી નહી કરે.તો બીજી બાજુ સરદાર પટેલે ત્રીજી જુલાઈ 1947ના રોજ કાશ્મીરના પૂર્વ વડાપ્રધાન રામચંદ્ર કોક અને મહારાજાને લખેલા અલગ અલગ પત્રમાં સ્પષ્ટ કરી દીધું હતું કે, જમ્મુ-કાશ્મીર રાજ્યનું હિત શાંતિથી ભારત સાથે જોડાઈ જવામાં જ છે.

જીણાને લાગતું હતું કાશ્મીર સફરજનની જેમ હાથમાં આવી જશે

ભારત અને પાકિસ્તાન બન્નેમાંથી કોઈ એક સાથે કાશ્મીરને જોડવાના સવાલ અંગે મહારાજા દુવિધામાં હતા. તેમની સામે ઘણી મુશ્કેલીઓ હતી. પાકિસ્તાન સાથે જોડવાનો અર્થ હતો કે, જાહેર કરાયેલા સાંપ્રદાયિક રાષ્ટ્ર સાથે જોડાવું ફક્ત મહારાજા અને તેમના વંશ માટે જ નહીં પણ તેમની પ્રજા લઘુમતી કોમના લોકો માટે પણ મોટો ડર હતો. આ લઘુમતી વર્ગમાં જમ્મુ વિસ્તારના કાશ્મીરી પંડિતો, કાશ્મીરી ઘાટીના હિન્દુ અને લદ્દાખના બૌદ્ધ. આ ઉપરાંત કાશ્મીર ઘાટીના મુસલમાનો, જેમની રાજ્યમાં બહુમતી હતી પરંતુ તેઓ જાતિ તથા ભાષાની દ્રષ્ટીએ પંજાબી અને બાકી પાકિસ્તાનના તેમના ધર્મબંધુ કરતા ઘણા અલગ હતા.

બીજી બાજુ એવી પણ સંભાવનાઓ હતી કે ભારત સાથે જમ્મુ કાશ્મીર રાજ્યના જોડાવાથી એક અલગ પ્રકારની સમસ્યા ઊભી થતી હતી. રાજ્યની પરિસ્થિતી શૂળી વચ્ચેની સોપારીની જેમ હતી. સ્વતંત્રતાની એક રાત પહેલા જ મહારાજાએ વડાપ્રધાન રામચંદ્ર કોકને બરતરફ કરી દીધા. ત્યારબાદ સરદાર પટેલની મદદથી મહારાજાને મેહરચંદ મહાજનની મદદ મળી, મેહરચંદ તે સમયે પંજાબ હાઈ કોર્ટના ન્યાયાધીશ હતા. 15મી ઓગષ્ટ 1947ના રોજ દેશ વિભાજીત થઈ ગયો . પાકિસ્તાની આતંકવાદ પાકિસ્તાન દેશ બનતાની સાથે જ પેદા થઈ ગયો હતો. સરહદ પારથી કબીલાઓને કાશ્મીર પર આક્રમણ માટે ઉશ્કેરાવામાં આવ્યા. પાકિસ્તાની સરકારે તેમને હથિયાર આપ્યા અને ઘુસણખોરીનો પણ અવકાશ આપ્યો. જમ્મુ-કાશ્મીર રાજ્ય ભૌગોલિક હિસાબથી પાકિસ્તાનથી અલગ અને અળગુ હતું અને મહારાજા તથા તેમની આર્મી ઘણી નબળી હતી.

જીણાએ તો માની લીધું હતું કે, કાશ્મીરની સત્તાને કોઈ પણ મુશ્કેલી વિના ઉખાડીને ફેંકી દેવામાં આવે અને તે રાજ્યના પાકેલા સફરજનની જેમ તેમના હાથમાં આવી જશે. આવા જ સમયે શેખ અબ્દુલ્લાએ કૂટનિતીક સમજણ બતાવી. તેમણે 26 સપ્ટેમ્બર 1947ના રોજ જેલમાંથી લેટર મોકલ્યો અને વફાદારીનું વચન આપ્યું. ગભરાયેલા મહારાજાએ તેનો યોગ્ય જવાબ આપ્યો અને બદલામાં તમામ રાજકીય કેદીઓને છોડી મુકવાની પણ જાહેરાત કરી દીધી. 2જી ઓક્ટોબર, 1947ના રોજ સરદાર પટેલે મહારાજાને લખેલા એક પત્ર દ્વારા જાણવા મળ્યું કે, એ જ તારીખના એક દિવસ પહેલા જ શેખ અબ્દુલ્લા અને તેમના સાથીઓને જેલમાંથી છોડી મુકાયા હતા. પાકિસ્તાન દ્વારા કરવામાં આવેલા કબાલી એટેક ઓક્ટોબર,1947માં વધવા લાગ્યા. મહારાજાની ફોજ આ એટેકથી બચવા માટે અસમર્થ હતી, કારણ કે ફોજમાંથી મોટી સંખ્યામાં મુસલમાન સૈનિકો નાસી ભાગ્યા હતા અને સૈન્યબળ નબળું પડ્યું હતું. રાજધાની તથા કાશ્મીર ઘાટી માટે ગંભીર સંકટના વાદળો ઘેરાતા હતા. મહારાજાએ આ સંકટપૂર્ણ સ્થિતીમાં ભારત વસાહત સાથે જોડાવાનો પ્રસ્તાવ મૂક્યો અને સૈનિક મદદની માગ કરી હતી. ભારત સરકારે રાજ્યના સમ્મેલનનો સ્વીકાર કર્યો અને આ પ્રકારે કાશ્મીર, ભારતનું અંગ બની ગયું.

દિલ્હીમાં એક બેઠક થઈ હતી જેમાં પંડિત નેહરુ, સરદાર પટેલ, પ્રતિરક્ષા મંત્રી સરદાર બળદેવ સિંહ, પ્રમુખ સેનાપતિ જનરલ બુકર, સેના પ્રમુખ જનરલ રસૈલ અને બખ્શી ગુલામ મોહમ્મદ શેખ(શેખ અબ્દુલ્લાના મુખ્ય સહયોગી) સામેલ હતા. બેઠકની અધ્યક્ષતા લોર્ડ માઉન્ટબેટને કરી.ચર્ચા બાદ સેનાપતિને જીત માટે શંકા થવા લાગી. લાંબા મૌન બાદ એક ખૂણામાંથી ભારે અવાજમાં સરદાર પટેલ બોલ્યા- સેનાપતિઓ સાંભળી લો સાધન, સામગ્રી હોય કે ન હોય ભારત સરકારથી જે બનશે એ કરશે પણ કાશ્મીર કોઈ પણ કિંમતે હાથમાંથી જવું ન જોઈએ.

મહારાજા હરિસિંહનો લોર્ડ માઉન્ટબેટનને પત્ર
તારીખ
26 ઓક્ટોબર 1947

હું પરમશ્રેષ્ઠને એ નિવેદન કરું છું કે મારા રાજ્યમાં એક ગંભીર સંકટ આવ્યું છે.હું તમારી સકરાર પાસે તાત્કાલિક સહાયતાની પ્રાર્થના કરું છું. પરમશ્રેષ્ઠ જાણે છે કે જમ્મુ-કાશ્મીર રાજ્ય હજુ સુધી ભારત કે પાકિસ્તાન સાથે જોડાયું નથી. ભૌગોલિક દ્રષ્ટિએ મારું રાજ્ય આ બન્ને સાથે જોડાયેલું છે. એની સાથે મારા રાજ્યની સોવિયત સંઘ તથા ચીન સાથે સમાન સીમા છે. ભારત અને પાકિસ્તાન પોતાના બાહ્ય સંબંધમાં આ સત્યની ઉપેક્ષા ન કરી શકે. આ નિર્ણય લેવા માટે મેં પહેલા સમય માગ્યો હતો કે કોની સાથે જોડાઉં અથવા શું આ બન્ને અને મારા રાજ્યના હિતમાં એ ન થઈ શકે કે હું સ્વતંત્ર રહું અને બન્ને સાથે મારા મૈત્રીપૂર્ણ સંબંધ રહે. આ મુજબ મે ભારત અને પાકિસ્તાનને વિનંતી કરી છે કે મારા રાજ્ય સાથે યથાવત સ્થિતિનો કરાર કરી લે. પાકિસ્તાને આ પ્રસ્તાવનો સ્વીકાર કરી લીધો છે. ભારતે મારી સરકારના પ્રતિનિધીઓ સાથે વધારે ચર્ચા કરવાની ઈચ્છા વ્યક્તિ કરી. નીચે જણાવેલી ઘટનાઓના કારણે હું તેની વ્યવસ્થા ન કરી શક્યો. સાચું પૂછવામાં આવે તો પાકિસ્તાન સરકાર યથાવત સ્થિતિના કરાર હેઠળના રાજ્યમાં ડાક-તારની વ્યવસ્થાનું સંચાલન કરી રહી છે. પાકિસ્તાન સાથે અમે યથાસ્થિતિનો કરાર કરી લીધો છે. છતા પણ તેઓએ મારા રાજ્યમાંથી પાકિસ્તાન થઈને આવનાર અનાજ, મીઠું તેમજ પેટ્રોલ જેવી વસ્તુઓને વધારે માત્રામાં રોકવાની પરવાનગી પોતાના અધિકારીઓને આપી છે. અફ્રીદિઓને, લગ્ન પોષાક પહેરેલા સૈનિકોને તથા પ્રવાસીઓને રાજ્યમાં પ્રવેશવા દેવામાં આવ્યા છે. સૌથી પહેલા પુંછ ક્ષેત્રમાં, પછી સિયાલકોટથી અને છેલ્લે મોટી સંખ્યામાં રામકોટ તરફ તેમજ હજારા જિલ્લા સાથે જોડાયેલા વિસ્તારોમાં. એનું પરિણામ એ આવ્યું કે રાજ્ય પાસે જે મર્યાદિત સંખ્યામાં સેના હતી તેને તેઓના મોર્ચાએ મોકલવી પડી અને તેઓએ સાથે સાથે દુશ્મનોનો સામનો પણ કરવો પડી રહ્યો છે. તેનાથી જાનમાલનું નુકસાન રોકવું મુશ્કેલ બની ગયું છે. મહારા પાવર હાઉસની લૂટ પણ રોકી શકાતી નથી. જે સમગ્ર શ્રીનગરને વીજળી આપે છે તેને આગ લગાવી દેવાઈ છે. મોટી સંખ્યામાં મહિલાઓનું અપહરણ અને તેના ઉપર કરવામાં આવેલા બળાત્કારની ઘટનાએ મારા હ્રદયને ચૂર-ચૂર કરી નાખ્યું છે. એ રીતે જે જંગલી શક્તિઓને પાકિસ્તાને મારા રાજ્યમાં ઘૂસવા દીધી છે, તે પહેલા કદમના રૂપમાં મારી સરકારની રાજધાની શ્રીનગર ઉપર અધિકાર જમાવવા અને સમગ્ર રાજ્યનો વિનાશ કરવાના લક્ષ્ય સાથે આગળ વધી રહ્યા છે.

ઉત્તર-પશ્ચીમ સરહદી વિસ્તારના દૂર દૂરના ક્ષેત્રોમાં આવેલા કબાલીઓની જે નિયમિત મોટર, ટ્રકોથી આવી રહી છે, મશેનરા-મુઝફ્ફરાબાદ માર્ગનો ઉપયોગ કરે છે અને અદ્યતન શસ્ત્રોથી સજ્જ હોય છે. એવી સામુહિક ઘૂસણખોરી સરહદની સ્થાનિક સરકાર અને પાકિસ્તાન સરકારની જાણકારી વગર સંભવ નથી. મારી સરકારે આ બન્ને સરકારોને વારંવાર અપીલ કરી છે, પરંતું આ આક્રમણકારીઓને રોકવાનો અને મારા રાજ્યમાં ન આવવા દેવા માટે કોઈ પ્રયત્નો કરવામાં આવ્યા નથી. સાચું પૂછવામાં આવે તો પાકિસ્તાની રેડિયો અને અખબારે આ ઘટનાના સમાચાર આપ્યા છે. પાકિસ્તાન રેડિયોએ તો એ વાત પણ જાહેર કરી કે કાશ્મીરમાં એક અસ્થાઈ સકરાર સ્થાપિત કરી દેવામાં આવી છે. મારા રાજ્યના લોકોએ મુસ્લિમ અને હિન્દુઓએ આ ગરબડીમાં કોઈ ભાગ લીધો નથી.

મારા રાજ્યની વર્તમાન પરિસ્થિતિને જોતા આજે મારી પાસે ભારત પાસે સહાયતા માગવા સિવાય કોઈ વિકલ્પ રહ્યો નથી. સ્વાભાવિક રીતે મારું રાજ્ય ભારત સાથે જોડાય નહીં, ત્યાં સુધી તેઓ મારી માંગેલી સહાયતા મોકલશે નહીં. એટલા માટે મેં ભારત સાથે જોડાવાનો નિર્ણય કર્યો છે. અને આ પત્ર સાથે તમારી સરકારના સ્વિકાર માટે એક દસ્તાવેજ મોકલી બીજા વિકલ્પમાં મારા રાજ્ય અને મારી પ્રજાને લૂટારા અને હત્યારાના હાથમાં છોડી દેવાનો છે. આ આધારે કોઈ સભ્ય સરકાર ટકી ન શકે કે કામ ન કરી શકે. અત્યાર સુધી હું આ રાજ્યનો શાસક છું અને મારામાં આ રાજ્યની રક્ષાકરવાની શક્તિ છે. ત્યાં સુધી હું આ વિકલ્પ પણ સ્વિકારી ન શકું.

મે પરમશ્રેષ્ઠ સરકારને એ પણ જણાવી દઉં કે મારો હેતુ તરત જ અંતરિમ સરકારને સ્થાપિત કરવાનો અને આ સંકટમાં મારા પ્રધાનમંત્રી સાથે શાસનની જવાબદારી સંભાળવાની વાત શેખ અબ્દુલાને કહેવાની છે. મારા રાજ્યને બચવું હશે તો તેણે શ્રીનગરમાં તાત્કાલિક ભારતની મદદ મળવી જોઈએ. શ્રી વીપી મેનન પરિસ્થિતિની ગંભીરતાને જાણે છે અને આ સંબંધમાં વધારે સ્પષ્ટિકરણ જરૂરી છે. તો તે તમને અહીંની પરિસ્થિતિ સમજાવી દેશે.
ધન્યવાદ!

શેખે હિન્દૂ અધિકારીઓને જેલ ફટકારી અને મુસ્લિમોને પ્રમોશન આપ્યું

શેખ અબ્દુલ્લાના શાસનમાં કઈ રીતે સાંપ્રદાયિકતા ફેલાઈ ? શેખ પોતે કેટલા સાંપ્રદાયિક હતા ? તેમણે કઈ રીતે રાજયના હિન્દુઓ પર અત્યાચાર અને મુસ્લિમોને પ્રમોશન આપ્યું, તેની કાચી ચિઠ્ઠી મહારાજાના લીગલ સલાહકાર મેહરચંદ્ર મહાજન દ્વારા સરદાર પટેલને લખવામાં આવેલા એ પત્રમાં મળે છેજેમાં અબ્દુલ્લાના શાસનની ખામીઓ ગણાવવામાં આવી છે. મહાજનના પત્રનો અનુવાદ અહીં જેમ છે તેમ કરવામાં આવ્યું છે-

1. મહારાજની સલાહ સિવાય પ્રજાસભાના અધ્યક્ષને હટાવવામાં આવ્યા છે, કાયદા પ્રમાણે તેમને મહારાજા જ હટાવી શકે છે.
2. રાજયની હાઈકોર્ટ કામ કરી રહી નથી. મહારાજા અથવા મુખ્ય ન્યાયાધીશ જ એવા છે, જેમની સતા હાઈકોર્ટની ઉપર છે, પરંતુ મહારાજાના હુકમ છતા
પણ હાઈકોર્ટને જમ્મુ આવવા દેવામાં આવતી નથી. હાઈકોર્ટના એક ન્યાયાધીશ મુસ્લમાન છે અને તે જમ્મૂ આવવા માંગતા નથી. આ કારણે બે માસની ઉપર
થઈ ગયા, રાજયમાં હાઈકોર્ટ જેવી કોઈ ચીજ જ નથી. મહારાજાના આ તથ્ય તરફ શેખ અબ્દુલ્લાનુ ધ્યા ગયું, પરંતુ તેમણે મહારાજાના આદેશની અપેક્ષા કરી.
મુખ્ય ન્યાયાધીશ કલકતામાં છે, એક ન્યાયાધીશ અહીં જમ્મુમાં છે અને એક શ્રીનગરમાં છે.
3. જમ્મૂના ગવર્નરને શ્રીનગર ટ્રાન્સફર કરવામાં આવ્યા છે. એક વખત મહારાજાની સલાહ લેવામાં આવી હતી અને તેના આધાર પર કોઈ નિર્ણય કરવામાં
આવ્યો હતો. જોકે પછીથી તેની ઉપેક્ષા કરવામાં આવી હતી.
4. જે એન જુત્સીને, જેને તપાસ બાદ ભષ્ટ્રાચારના કારણે સસ્પેન્ડ કરવામાં આવ્યો હતો, તેની એક જવાબદાર પદ પર નિમણૂંક કરવામાં આવી.
5. એક હિસાબ અધિકારીને મુખ્ય સેક્રેટરી બનાવવામાં આવ્યા છે, મુખ્ય સેક્રેટરીનું પદ સેવા કાર્યકારિણી તથા ન્યાય શાખા માટે સુરક્ષિત રાખવામાં આવ્યું છે.
6. કોર્ટના એક ઈન્સ્પેકટરને તહસીલદાર બનાવવામાં આવ્યા છે, જોકે તેણે વ્યવસ્થા સંબધી કોઈ ટ્રેનિંગ લીધી નથી. એક પોલિસ સબ ઈન્સપેકટરને
ઈન્સપેકટર બન્યા વગર જ આસિસ્ટન્ટ પોલિસ સુપરીન્ટેન્ડેન્ટ બનાવવામાં આવ્યા છે- તે માત્ર કોમ્યુનલ વિચારથી. એક ઈન્કમ ટેકસ અધિકારીને વજીર
બનાવવામાં આવ્યા છે. માત્ર સાંપ્રદાયિક આધાર પર, એક ધંધાના લોકોને સેવાની વિવિધ શાખાઓમાં નિયુક્ત કરવામાં આવ્યા છે.
7.મોટી સંખ્યામાં અધિકારી અને અન્ય લોકોની પણ કોઈ પણ પ્રકારના કેસ વગર ધરપકડ કરવામાં આવી.
8. નેશનલ કોન્ફોરન્સના કાર્યકર્તામાં ભષ્ટ્રાચારની બોલબાલા છે. તે વાહનવ્યવહારના લાઈસન્સ વેચતા ફરી રહ્યાં છે.
9. ગેઝેટેડ અને નોન ગેઝેટેડ અધિકારીઓને ધરપકડની ધમકી આપીને સ્વયં સેવકોનો હુકમ મનાવવા મજબૂર કરવામાં આવી રહ્યાં છે.
10. સંકટકાલીન અધિકારીઓની નિમણૂંક કરવામાં આવે છે, જે સરકારી નોકર નથી. તેમના હાથમાં કોઈ સતા નથી અને તેમની કોઈ ફરજ પણ નથી.
11. હું અહી આવ્યો તે પહેલા મહારાજએ રાજદ્રોહના આધાર પર શાહમીરી, કોર્ટ ખાન અને ઘરને સેવાનિવૃત કર્યા હતા. પરંતુ મહારાજાના સ્પષ્ટ આદેશની વિરુદ્ધ તેમને ફરીથી નોકરી પર લગાવવામાં આવ્યા છે.મહારાજાને કાશ્મીર છોડવા પર મજબૂર કરવામાં આવ્યા

રોકડ- બાકીનું જે ધન પાકિસ્તાનને આપવાનું હતું, તેનાથી પાકિસ્તાન તેની રક્ષા શક્તિ તરત ન વધારી શકે, તે માટે રકમની ચૂકવણીમાં મોડું કરવા માટે સરદાર પટેલ કઈ રીતે પ્રયાસ કરતા હતા, તેનો અંદાજ તેમના દ્વારા 12 ડિસેમ્બર 1947ના ત્યારના નાણાકીય બાબતના મંત્રી આર કે ષણનુખમ ચેટ્ટીને લખવામાં આવેલા પત્રથી લગાવી શકાય છે. જોકે સરદારનો પત્ર અને અન્ય પત્ર જે ઉપલબ્ધ છે, તેનાથી લાગે છે કે નેહરુજીએ અન્ય મંત્રીઓના સહયોગથી સરદારના મતની વિરુદ્ધના મામલામાં પણ પોતાનો મત ચલાવ્યો અને તે મતને ચલણમાં લાવવા માટે વારંવાર પટેલની લોકપ્રિયતા, દઢતા અને વર્ચસ્વનું દોહન કર્યું. 5 માર્ચ 1948ના રોજ જાહેરાત દ્વારા અબ્દુલ્લા મંત્રીમંડળને જમ્મૂ-કાશ્મીર રાજયની અધિકૃત સરકારના રૂપમાં સ્વીકાર કરવામાં આવ્યું અને મહારાજાના લીગલ સલાહકાર મેહરચંદ્ર મહાજનની છૂટી કરવામાં આવી.

19 ડિસેમ્બર, 1947ના સરદારનો પત્ર

ચર્ચિલના ભારત વિરોધી નિવેદન પર વરસ્યા પટેલ

ચર્ચિલના ભારત વિરોધી નિવેદનોની પ્રતિક્રિયામાં સરદાર પટેલે ઇસ્મેને કડક પત્ર મોકલ્યો. આ પત્રમાં સરદારે લખ્યું- જેવું કે તમે જાણો છો અમારા દેશ ભૂતકાળમાં વર્ષો સુધી ખોટા નિવેદનોનો શિકાર રહ્યો છે. અમે વિચાર્યું હતું કે ભારત આઝાદ થઇ જશે પછી અતીતના દરેક વિવાદ બંધ થઇ જશે. ઇન્ગ્લેન્ડના સાર્વજનિક જીવનમાં પ્રસિદ્ધ નેતા ભારતની સ્વતંત્રતાના જૂના વિરોધને ભૂલી જશે અને મિત્રતા અને સદભાવનાનો દ્રષ્ટિકોણ અપનાવી લેશે. પરંતુ આ જોઇને મને ખેદ થાય છે કે અમારા જૂના વિરોધી જેમાં તમારા વયોવૃદ્ધ અધ્યક્ષ ચર્ચિલ પણ સામેલ છે, જ્યારે પણ અમારા પર કીચડ ઉછાડવાનો મોકો મળે છે, ત્યારે ત્યારે જૂનો રાગ આલાપતા રહે છે. હું હિંમત સાથે કહું છું કે આ વાત એટલા માટે દુખદ થઇ જાય છે કારણ કે દુનિયાની બીજી કોઇ જનતાએ દેશની પેઢીઓની કડવાહટને આટલી જલદી અને આસાનીથી ભૂલાવીને ક્ષમા નહીં કરી હોય જેટલી આસાનીથી અમે કરી દીધી છે. જેમ એક રાતમાં અમે ભૂતકાળને દફનાવી દીધો અને તમારા દેશ સાથે સમગ્ર નવા સંબંધ બનાવી લીધા. તમે સ્વયં જોયુ છે કે 15 ઓગષ્ટના દિવસે મનૌવૈજ્ઞાનિક અવસર ઉપસ્થિત હોવા છતાં પણ કેવી રીતે સદભાવના અને મૈત્રી ભાવની પ્રચંડ અભિવ્યક્તિ ભારતમાં થઇ. હવે તમારા રાજકારણીઓ અને દેશનું એ કામ છે કે આ મિત્રતા અને સદભાવનાનો પૂરો લાભ ઉઠાવે અને જૂના વિવાદોને નવા રૂપમાં પ્રસ્તુત કરી આ ભાવનાઓનું ગળુ ન દબાવે.

તમારું આ અનોખુ સૌભાગ્ય રહ્યું કે લોર્ડ માઉન્ટબેટન સાથે ભારત આવ્યા અને તેથી નજીકથી એ જોઇ શક્યા કે તમારી જનતાએ અમારા પ્રત્યે જે અંતિમ સદભાવના પ્રકટ કરી તેની ભારત પર શું પ્રતિક્રિયા થઇ. તમે એ પણ જોયું કે અમે એ કઠિન કાર્યનો કેવી રીતે સામનો કર્યો જે કોઇ પણ દેશની સરકાર સામે ઉપસ્થિ થયું હોય. હવે તમારા વયોવૃદ્ધ નેતાને એ વિશ્વાસ દેવડાવવો તમારું કામ છે કે તમારે અહીં નકામા લોકો સાથે કામ કરવું પડ્યું કે શક્તિ-સંપન્ન લોકો સાથે. મને વિશ્વાસ છે કે જો તમે કન્ઝર્વેટિવ પાર્ટીના સભ્યોમાં રહી ભારતના લોકો અને કામકાજ સંબંધિત ગેરસમજ ને દૂર કરવા માટે કંઇ કરી શકો, અને ખાસ કરીને તેના પ્રતિભાશાળી નેતાની ગેરસમજ દૂર કરવામાં સફળ થાવ, તો તમે ન માત્ર આ દેશ પરંતુ તમારા દેશની પણ મહત્વપૂર્ણ સેવા કરશો. કારણ કે હું માનું છું કે આપણા દેશો વચ્ચે મૈત્રી અને સદભાવના બની રહે તેમાંજ બન્નેનું હિત છે. કહેવા માગીશ કે જ્યારે પણ સામાજિક અથવા સરકારી કામોના અવસર પર આપણું મિલન થયું ત્યારે મને હાર્દિક આનંદ થયો છે. તમે તમારા મનના સાચા વિચાર જે સ્પષ્ટતા અને ખુલી રીતે અમારી સામે રાખ્યા તેનુ હંમેશા આદરપૂર્વક સ્વાગત કર્યું છે. અમને લાગ્યું કે તમારી સલાહમાં મનુષ્યો તથા પરિસ્થિતિઓનું વજન છે જેનો વિરલ અવસર પર લાભ મળે છે , વિશેષત: એવા સંકટકાલીન સમયમાં જેમાંથઈ અમને લોકોને પસાર થવું પડ્યું છે.

તેથી હું સાચા હ્રદયથી તમારા માટે શુભકામનાઓ પ્રેષિત કરું છું અને આશા કરું છું કે જ્યારે પણ તમને રજા માણવાની ઇચ્છા હોય તો તમે એ ન ભૂલતા કે અહીં અમારુ હાર્દિક સ્વાગત તમારી રાહ જોઇ રહ્યું છે.

જે પ્રસ્તાવ નેહરૂ-પટેલે ન જોયા તે જીણા સામે રાખવામાં આવ્યા

જ્યારે માઉન્ટબેટન,જીણાનાપાછળ ફાલતુમાંજ દિલ્હી અને લાહોર વચ્ચે વારંવાર દોડતા રહ્યા ત્યારે ભારતમાં પરિસ્થિતિનું સંચાલન કરવામાં તેમનો ઉદ્દેશ્ય સમાધાનકારી રહ્યો. આ પ્રક્રિયમાં તેઓ જીણાને કોઇ પણ કડક વાત કહેવાથી બચતા રહ્યા અને ઉલટુ ભારતીય નેતાઓની ઉદારતાનો ફાયદો ઉઠાવતા ગયા. તેમણે પાકિસ્તાન સરકાર સમક્ષ જે મૂળ પ્રસ્તાવ(જૂઓ મૂળ પ્રસ્તાવ) રાખ્યા હતા તેમા ભારત સરકારને મજબૂર કરી હતી કે જેવા આક્રમણકારી કાશ્મીર છોડીને જતા રહે, તરત ભારત પોતાની સેના કાશ્મીરથી હટાવી લેશે અને સંયુક્ત રાષ્ટ્ર સંઘના તત્વાવધાનમાં કાશ્મીરમાં જનમત સંગ્રહ કરાવવામાં આવશે. આશ્વર્યની વાત એ છે કે આ વાતો પ્રધાનંત્રી અને ઉપ પ્રધાનમંત્રી (નેહરૂ અને પટેલ) ને જણાવ્યા પહેલા 1 નવેમ્બર 1947ના નવાબઝાદા લિયાકત અલી ખાન (પાક પ્રધાનમંત્રી ) અને જિન્નાને જણાવી દેવાઇ.

સરદાર અને નેહરૂ સમક્ષ તેમણે તે વાતનો ઉલ્લેખ ન કર્યો કે આ મુસદામાં જુનાગઢનો પણ સમાવેશ થશે. આ તથ્ય દર્શાવે છે કે સમાધાન કરાવવા અને પોતાની વાહવાહીનો ડંકો વગાડવા માટે તે કઇ હદ સુધી જવા માટે તૈયાર હતા. 2 નવેમ્બર 1947ના નેહરૂને લખાયેલો માઉન્ટબેટનનો પત્ર દર્શાવે છે કે તેમમે નેહરૂ અને સરદારને જણાવ્યા વિનાજ આ પ્રસ્તાવ બનાવી લીધા હતા. પત્રથી એ પણ જાણવા મળે છે કે તે કઇ હદ સુધી વિચારતા હતા કે સમાધાનની શોધમાં તે ભારતીય નેતાઓને ઝુકાવવા માટે સમજાવી જ લેશે. પરંતુ વી શંકરે પૂરા વિશ્વાસ સાથે કહ્યુંકે જો આ વિષય પર નેહરૂ અને સરદાથી પહેલા પરામર્શ કર્યો હોત તો તેઓ આ પ્રસ્તાવોનો ક્યારેય સ્વીકાર ન કરત. કારણ કે બન્ને નેતાઓએ કાશ્મીર અને જુનાગઢ વિશે જે નીતિ અપનાવી હતી, માઉન્ટબેટન તેનાથી ઘણા પરે ચાલ્યા ગયા હતા.

1 નવેમ્બર 1947ના થયેલી લાહોર કોન્ફરન્સથી માઉન્ટબેટનના પાછા ફર્યા બાદ કેમ્પબેલ જોન્સને તેમની સાથે જે મુલાકા કરી તેના વિવરણથી જાણવા મળે છે કે માઉન્ટબેટન સ્પષ્ટ વક્તા હોવા છતા પણ આશાવાદી હતા. હૈદરાબાદની સ્થિતિ પર પણ તેમણે આવી જ અતિશય આશાવાદિતા દર્શાવી હતી જે સર્વથા વ્યર્થ હતી. નાના કાર્યકાળમાં તેઓ પોતાની વર્દી પર સમાધાનના ઘણા મેડલ લગાવવા ઇચ્છતા હતા અને તેમની અતિશય આશાવાદિતા તેમને એ કલ્પના પણ કરાવી દેતી કે તેઓ પોતાના ઉદ્દેશ્યની પૂર્તિમાં સફળ થશે. તેના લીધે તેઓ ગાંધીજી અને વિશેષ કરીને નેહરૂ પર તેમનો જે પ્રભાવ હતો તે પ્રભાવ પર નિર્ભર કરતા હતા. સાચુ કહેવામાં આવે તો ગાંધીજી અને પંડિત નેહરૂ હંમશા તેમના વિવેકની વિરુદ્ધ જઇને માઉન્ટબેટનની વાતો માની લેતા હતા.

માઉન્ટબેટનનો પત્ર નેહરૂજીને

તારીખ- 2 નવેમ્બર, 1947

મિ. જીણા અને મિ. લિયાકત અલી ખાન સાથે અમારી જે સંયુક્ત વાર્તા થઇ તેમાં મુખ્ય વિષય વસ્તુને યથાસંભવ વધુમાં વધુ સ્પષ્ટ રૂપથી પુનર્ગઠિત કરવાના પ્રયત્નમાં આજનો મારો અને ઇસ્મેનો મોટાભાગનો સમય વ્યતિત થયો. અમે બન્ને એ માનીએ છીએ કે સાથે મોકલવામાં આવી રહેલી વાર્તાઓના વિવરણ એટલા જ સ્પષ્ટ છે જેટલા સ્પષ્ટ તેમની કરી શકાતા હતા. એ વાતને ધ્યાનમાં રાખીને કે તે સમયે કોઇ નોટિસ લેવામાં નહોતા આવ્યા અને માત્ર મિ. જિન્ના સાથે થયેલી ચર્ચા ત્રણ કલાકથી વધુ ચાલી હતી, જો આ વિવરણ તમે ઉપપ્રધાનમંત્રી (પટેલ) ને બતાવશો તો મને આનંદ થશે. મારી સાથે પરામર્શ કર્યા વિના જો કોઇ અન્ય વ્યક્તિને આ વિવરણ નહીં દેખાડો તો હું તમારો કૃતજ્ઞ રહીશ.

જ્યારે અમે પહોંચ્યા તે સમયે કોઇ શંકા નહતો કે લિયાકત અલી અને જિન્નાને એવું લાગતું હતું કે ભારતીય ઉપનિવેશ સાથે કાશ્મીરનું સ્થાઇ સમ્મિલન સિદ્દ કરવા માટે આરંભ થી અંત સુધી એક સુનિશ્વિત , દીર્ધ કાલથી રચાયેલું ગંભીર ષડયંત્ર હતું. અમે બન્નેએ તેમનો આ ભ્રમ દૂર કરવાનો કઠિન પ્રયત્ન કર્યો પરંતુ અમે વિશ્વાસથી ન કહી શકીએ કે તેમા અમને સફળતા મળી. હું પત્ર સાથે ચર્ચા માટે એક સંભાવ આધારના રૂપમાં અત્યંત મોટી રુપરેખા વાળી નોટ મોકલું છું , ત્યારબાદ કહીશ કે તમે લિયાકત અલીને એક તાર કરો અને તેમાં આ લડાઇને બંધ કરવાનો પ્રસ્તાવ રાખો. કદાચ તમે અને ઉપ પ્રધાનમંત્રી કાલે પ્રાત:પ્રતિરક્ષા સમિતિની બેઠક બાદ આ વિષયમાં ચર્ચા માટે મારી સાથે રોકાશો.

શું હું તમને તે રેડિયો પ્રસારિત ભાષણ માટે હાર્દિક અભિનંદન આપી શકું છું જે મેં હમણા જ વાંચ્યું છે અને જે પ્રસંશનીય છે તથા મિ. જિન્નાના ભાષણથી આટલુ વિપરિત છે.

ધન્યવાદ

================

પાક સરકાર સામે રાખેલા મૂળ પ્રસ્તાવ

1. માત્ર ભારત-પાકિસ્તાન અને કાશ્મીરની સરકારો માટે નહીં, વિશ્વશાંતિ માટે એ વાતનું સર્વાધિક મહત્વ છે કે કાશ્મીરમાં ચાલી રહેલા યુદ્ધ યથાસંભવ જલદીથી બંધ થાય.
2.આ ઉદ્દેશ્યને સિદ્ધ કરવા માટેની ઉત્તમ આશા (તે એકમાત્ર આશા ન હોય તો પણ)એ વાતમાં નિહિત છે કે બન્ને દેશોના અધિકૃત પ્રિતિનિધી જલદી પરસ્પર મળે.
3.એક વખત કાશ્મીર આક્રમણથી મુક્ત થઇ જાય અને ત્યાં શાંતિ વ્યવસ્થા સ્થાપિત થઇ જાય ત્યારબાદ ભારત સરકારની કાશ્મીરમાં સૈન્ય ટુકડીઓ રાખવાની બિલકુલ ઇચ્છા નથી. તેથી તે વચન આપવા તૈયાર છે કે ત્યાંથી સેના હટાવી લેશે.
4. ભારત સરકારની એ હાર્દિક ઇચ્છા છે કે કાશ્મીરમાં યથાસંભવ, જલદીથી જલદી શુદ્ધ થી શુદ્ધ પદ્ધતિથી જનમત સંગ્રહ કરાવવો જોઇએ. તેમની એ સલાહ છે કે સંયુક્ત રાષ્ટ્ર સંઘને એ વિનંતિ કરવામાં આવે કે તેઓ જનમત સંગ્રહ માટે તેમના નિરિક્ષક મોકલે. ભારત સરકાર એ સ્વીકારવા માટે પણ તૈયાર છે કે જ્યાં સુધી જનમત સંગ્રહનું કામ ચાલે, ત્યાં સુધી ભારત અને પાકિસ્તાનની સંયુક્ત સેના ત્યાં હાજર રહે.
5. ભારત સરકાર એ સૂચવે છે કે બન્ને સરકારો બન્ને સરાકારો એ રાજ્યો કે જેમાં સમ્મિલનનો પ્રશ્ન વિવાદનો વિષય બનેલો છે, સમ્મિલનની પદ્ધતિ સંબંધમાં કરવાની સરકારી ઘોષણાના સ્વરૂપ વિશે સહમત થઇ જવા જોઇએ ચર્ચાના આધારના રૂપમાં એક મુસદ્દો સંલગ્ન છે.
6. ભારત સરકારની સલાહ છે કે ઉપર્યુક્ત પ્રસ્તાવો પર જલદી થી જલદી ગોળમેજી પરિષદમાં ચર્ચા થવી જોઇએ.

X
The whole story of Kashmir from 1932 till now
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી