• Home
  • Dvb Original
  • The NPR is a register of usual residents of the country. Modi government is all set to carry out the Census and updating data of the National Population Register (NPR) across the country.

ભાસ્કર રિસર્ચ / Q&A: NPRમાં 15 સવાલ પૂછવામાં આવશે; જેમાં બાયોમેટ્રિક માહિતી લેવાની જોગવાઈ, પણ સરકારનો ઈન્કાર

The NPR is a register of usual residents of the country. Modi government is all set to carry out the Census and updating data of the National Population Register (NPR) across the country.
The NPR is a register of usual residents of the country. Modi government is all set to carry out the Census and updating data of the National Population Register (NPR) across the country.

  • નાગરિકતા કાયદામાં NPRની જોગવાઈ, જેમાં રાષ્ટ્રીયતા પણ પુછવામાં આવશે, પણ તે નાગરિકતા નહીં આપે 
  • નિયમો પ્રમાણે, વસ્તીગણતરી રજિસ્ટરમાં ડેમોગ્રાફિક ડિટેલ્સ સાથે સાથે બાયોમેટ્રિક માહિતી પણ હશે
  • કેન્દ્રીય મંત્રી પ્રકાશ જાવડેકરે કહ્યું- સરકાર દસ્તાવેજ નહીં માગે, ન તો બાયોમેટ્રિક માહિતી લેશે
  • ગૃહમંત્રી અમિત શાહે કહ્યું- જો કોઈ વ્યક્તિ પાસે આધાર નંબર છે તો તેને જણાવવામાં શો વાંધો છે?

Divyabhaskar.com

Dec 25, 2019, 12:55 PM IST

નવી દિલ્હીઃ એપ્રિલથી સપ્ટેમ્બર 2020 વચ્ચે આસામને બાદ કરતા દેશભરમાં રાષ્ટ્રીય જનસંખ્યા રજિસ્ટર એટલે કે NPR તૈયાર કરવામાં આવશે. 2021 માટે જ્યારે વસ્તીગણતરી કરવામાં આવશે ત્યારે જ ઘરે ઘરે જઈને NPR પણ તૈયાર કરી લેવાશે. જેમાં તમારી રાષ્ટ્રીયતા સહિત 15 સવાલો પૂછવામાં આવશે. નિયમો પ્રમાણે, NPRમાં બાયોમેટ્રિક માહિતી આપવાની પણ જોગવાઈ છે. જો કે, સરકાર કહી રહી છે કે અમે દસ્તાવેજ પણ નહીં માગીએ અને માહિતી પણ નહીં લઈએ. સેલ્ફ ડિક્લેરેશનના આધારે જ આ રજિસ્ટર તૈયાર કરવામાં આવશે.

NRP શું છે?
NRP(નેશનલ પોપ્યુલેશન રજિસ્ટર અથવા રાષ્ટ્રીય જનસંખ્યા રજિસ્ટર) દેશના સામાન્ય રહેવાસીઓનું રજિસ્ટર છે. આ રજિસ્ટરમાં નામ નોંધાવવું દરેક રહેવાસી માટે જરૂરી છે. NRPને સ્થાનિક સ્તરે તૈયાર કરવામાં આવે છે. અહીંયા સ્થાનિક સ્તર એટલે કે ગામ, વિસ્તાર , પેટા જિલ્લા, રાજ્ય અને રાષ્ટ્રીય સ્તર પર તૈયાર થનારા ડેટાબેઝ છે.

શું NPR પહેલી વખત લાગું કરાઈ રહ્યું છે?
ના, આ ત્રીજી વખત છે જ્યારે NPR હેઠળ માહિતી એકઠી કરાશે. યુપીએની સરકાર આવ્યા બાદ 2004માં નાગરિકતા કાયદા 1955માં સુધારો કરાયો હતો અને NPRની જોગવાઈ જોડવામાં આવી હતી. હવે માત્ર તેને અપડેટ કરાઈ રહ્યું છે. 2011ની વસ્તીગણતર માટે 2010માં ઘરે ઘરે જતી વખતે જ NPR માટે માહિતી એકઠી કરવામાં આવી હતી. આ ડેટાને 2015માં ઘરે ઘરે સર્વે કરીને ફરી અપડેટ કરવામાં આવ્યો હતો.
NRP હેઠળ સામાન્ય રહેવાસી કોણ છે?
NRP હેઠળ સામાન્ય રહેવાસી એટલે કે એવા લોકો જે કોઈ વિસ્તારમાં છેલ્લા 6 મહિના અથવા તેના કરતા વધારે સમયથી રહી રહ્યા છે, આ એવા રહેવાસી જે આગામી 6 મહિનામાં પણ એ વિસ્તારમાં રહેવા માંગે છે.

શું NRPનો નાગરિકતા સાથે કોઈ સંબંધ છે?
રસપ્રદ વાત તો એ છે કે રાષ્ટ્રીય જનસંખ્યા રજિસ્ટરને નાગરિકતા કાયદા 1955 અને નાગરિકતા (નાગરિકોનું રજિસ્ટ્રેશન અને રાષ્ટ્રીય ઓળખ પત્ર) અધિનિયમ 2003ની જોગવાઈ હેઠળ તૈયાર કરવામાં આવ્યા છે. આ કાયદા અને અધિનિયમના નામમાં ‘નાગરિકતા’ શબ્દ છે. NRP તૈયાર કરતી વખતે રહેવાસીઓને તેમની ‘રાષ્ટ્રીયતા’પણ પુછવામાં આવે છે. પરંતુ આ કવાયત હેઠળ કોઈને ‘નાગરિકતા’આપવામાં આવતી નથી. NPRમાં ‘નાગરિક’ની જગ્યાએ ‘રહેવાસી’અથવા ‘નિવાસી’શબ્દનો ઉપયોગ કરવામાં આવ્યો છે.

જ્યારે NPRનો નાગરિકતા સાથે કોઈ સંબંધ નથી તો શું NRI અને વિદેશી પણ આમાં રજિસ્ટર થઈ શકે છે?
જો કોઈ બહારનો (વિદેશી) વ્યક્તિ દેશના કોઈ પણ ભાગમાં છ મહિના કરતા વધારે સમયથી રહી રહ્યો હોય, તો તેની વિગતો પણ NPRમાં નોંધાશે.

NPRમાં કેવી માહિતી માંગવામાં આવે છે?
NPRમાં 15 પ્રકારની માહિતી માંગવામાં આવે છે. નામ, ઘરના માલિક સાથે તમારો સંબંધ, પિતાનું નામ, માતાનું નામ, લિંગ, જન્મતિથિ, જન્મસ્થાન, વૈવાહિક સ્થિતિ, પરણિત છો કે અપરણિત, પત્નીનું નામ, રાષ્ટ્રીયતા(જે તમે જાહેર કરી છે), હાલનું સરનામું, હાલ જ્યાં રહો ત્યાં કેટલા સમયથી રહો છો. સ્થાયી સરનામું, વ્યવસાય, શિક્ષણ વિશે પુછવામાં આવે છે. તેને નોટ કરીને તેની રસીદ પણ આપવામાં આવે છે. ગૃહમંત્રી અમિત શાહે કહ્યું કે, NPRમાં માત્ર ફોર્મ ભરવાનું રહેશે, પણ આમા ઘણા સવાલો તમે પણ એડ કરી શકો છો.

NPR ક્યારે તૈયાર થશે?
રાષ્ટ્રીય જનસંખ્યા રજિસ્ટર એપ્રિલથી સપ્ટેમ્બર 2020 વચ્ચે આસામને બાદ કરીને તમામ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશમાં તૈયાર કરવામાં આવશે. વસ્તીગણતરી 2011 માટે જ્યારે ઘરની ઓળખાણ માટે તેમનું લિસ્ટીંગ કરાયું હતું, ત્યારે તેની સાથે સાથે NPR પણ તૈયાર કરી લેવાયું હતું.

સરકાર કર્મચારી NPR કેવી રીતે તૈયાર કરશે?
જ્યારે વસ્તીગણતરી માટે ઘરોની ઓળખાણ કરવામાં આવશે, ત્યારે NPR પણ બનાવાશે. એટલા માટે જ દરેક રાજ્યોમાં જિલ્લા સ્તરે અધિકારી અને દરેક વિસ્તાર માટે કર્મચારી નક્કી કરવામાં આવશે. આ કર્મચારીઓને ટ્રેનિંગ આપવામાં આવશે. NPRની પ્રક્રિયામાં જોડાયેલા તમામ કર્મચારીઓ પાસે એક ટેબલેટ હશે જેના દ્વારા તે તમામ માહિતી રેકોર્ડ કરશે.

NPR સાથે જોડાયેલા 2 સવાલ, જેમના જવાબ અસમંજસ પેદા કરે છે
1# શું NPR માટે મારે આધાર કાર્ડ અથવા રાશન કાર્ડ બતાવવું પડશે? શું મારો બાયોમેટ્રિક રેકોર્ડ પણ નોંધાશે?
રજિસ્ટર જનરલ અને વસ્તીગણતરીની વેબસાઈટ પર જ લખ્યું છે કે NPRના ડેટાબેઝમાં ડેમોગ્રાફિક અને બાયોમેટ્રિક માહિતી પણ સામેલ થશે. પણ મંગળવારે કેબિનેટની બેઠક બાદ કેન્દ્રીય મંત્રી પ્રકાશ જાવડેકરે કહ્યું કે, સરકાર ન તો દસ્તાવેજ માંગશે, ન તો બાયોમેટ્રિક રેકોર્ડ લેશે. લોકો જે પણ માહિતી આપશે, અમે તેને સેલ્ફ ડિક્લેરેશનની જેમ સ્વીકારી લઈશું. સાથે જ ગૃહમંત્રી અમિત શાહે કહ્યું કે, જો કોઈ વ્યક્તિ પાસે આધાર કાર્ડ છે તો તેનો નંબર જણાવવામાં શો વાંધો છે?

બાયોમેટ્રિક રેકોર્ડ્સ શું હશેઃ આ રેકોર્ડ્સમાં બન્ને આંખો સ્કેન કરવામાં આશે, તમામ આંગળીઓના ફિંગરપ્રિન્ટ લેવાશે અને એક ફોટો લેવામાં આવશે.જેનો હેતુ એ જ છે કે બાયોમેટ્રિક રેકોર્ડ આધાર ઓથોરિટી પાસે મોકલવામાં આવે જેથી જો કોઈ વ્યક્તિના બે આધારકાર્ડ નંબર મળી આવે તો તેને નાબૂદ કરી શકાય.

2# જ્યારે તમામ NPRમાં રજિસ્ટર ખઈ શકે છે તો તેનો ઉદ્દેશ શો છે?

  • જે કાયદામાં લખ્યું છેઃ રજિસ્ટર જનરલ અને ભારતના વસ્તીગણતરી કમિશનરના આદેશ મુજબ રાષ્ટ્રીય વસ્તી રજિસ્ટર તૈયાર કરવામાં આવે છે. જેનો હેતું દેશના દરેક સામાન્ય રહેવાસીનો ડેટાબેઝ તૈયાર કરવાનો હોય છે.
  • જે સરકારે જણાવ્યુંઃ ગૃહમંત્રી અમિત શાહે કહ્યું કે, NPRની જરૂરિયાત એટલા માટે છે કારણ કે દર 10 વર્ષ આંતરરાજ્ય સ્તરે ઉથલ પાથલ થઈ જાય છે. એક રાજ્યના લોકો રોજી રોટી માટે બીજા રાજ્યમાં જઈને વસી જાય છે. એવામાં કોઈ વિસ્તારમાં કેટલા લોકો માટે કેવા પ્રકારની યોજના પહોંચાડવાની છે, તેનો આધાર NPRથી તૈયાર કરવામાં આવે છે. જેમ કે, ગુજરાતા સુરતમાં ઓરિસ્સા, યુપી અને બિહારથી ઘણા લોકો આવીને વસે છે. NPRનો ઉપયોગ કરીને સરકાર એવું નક્કી કરવાની સ્થિતિમાં હશે કે જિલ્લામાં ગુજરાતી સિવાય કેટલા ઉડિયા અને હિન્દી પ્રાથમિક શાળાઓ ખોલવામાં આવે.

    NPR, વસ્તીગણતરી અને CAAમાં શું ફર્ક છે?

    NPR CAA NRC
    નામ રાષ્ટ્રીય જનસંખ્યા રજિસ્ટર નાગરિકતા સંશોધન કાયદો નેશનલ રજિસ્ટર ઓફ સિટીઝન
    કોણો સમાવેશ કરાશે દરેક રહેવાસી પાકિસ્તાન, અફઘાનિસ્તાન, બાંગ્લાદેશથી આવેલા લઘુમતી શરણાર્થી ભારતના નાગરિક
    હેતુ સરકારી યોજનામાં ઉપયોગ કરવા માટે દરેક રહેવાસીનો ડેટાબેઝ બનાવાશે 3 દેશોમાથી આવેલા હિન્દુ, ઈસાઈ, શીખ, પારસી, જૈન અને બૌદ્ધ શરણાર્થીઓને નાગરિકતા મળશે ઘુસણખોરોની ઓળખાણ કરાશે
    પરિભાષા જે 6 મહિનાથી કોઈ સરનામે રહેતા હોય, આગામી છ મહિના પણ રહેવાના હોય એવા લઘુમતી શરણાર્થી જે પાંચ વર્ષ પહેલા ભારતમાં આવ્યા હતા જેમની પાસે ઓળખાણના કાયદેસરના દસ્તાવેજ, તે આ દેશના નાગરિક
    શું નહી થાય નાગરિકતા નહીં આપવામાં આવે, ન રાષ્ટ્રીયતા છીનવાશે

    પાડોશી દેશોના બિન-લઘુમતી શરણાર્થીઓને નાગરિકતા નહીં મળે

    નાગરિકતાની અંતિમ યાદીમાં જે સ્થાન ન બનાવી શક્યા હોય તેવા નાગરિક નહીં કહેવાય
    કેવા સવાલો ઉઠ્યા આધાર નંબર અને વસ્તીગણતરી છતા NPR શા માટે? મુસ્લિમોનો ઉલ્લેખ કેમ નહીં? શું જેની પાસે દસ્તાવેજ નથી એવો તેઘુસણખોર છે?
    સરકારના જવાબ કોઈ ડુપ્લીકેશન નથી, ઉદ્દેશ અલગ અલગ છે ત્રણ પાડોશી દેશમાં મુસ્લિમ લઘુમતી નથી, એટલા માટે તેમનો ઉલ્લેખ નથી દસ્તાવેજ ન હોવા તે શક્ય નથી, પછી પણ દાવા-આપત્તિ માટે ટ્રિબ્યૂનલ બનાવાશે

X
The NPR is a register of usual residents of the country. Modi government is all set to carry out the Census and updating data of the National Population Register (NPR) across the country.
The NPR is a register of usual residents of the country. Modi government is all set to carry out the Census and updating data of the National Population Register (NPR) across the country.

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી