• Home
  • Db Original
  • The new head of the NSG AK Singh's first interview 'Wear a helmet and tie straps when I remember'

ભાસ્કર ઓરિજિનલ / NSGના નવા વડા એ. કે. સિંઘનો પહેલો ઇન્ટરવ્યૂ-‘મારી યાદ આવે ત્યારે હેલ્મેટ પહેરીને સ્ટ્રેપ બાંધી લેજો’

એ. કે. સિંઘની ફાઇલ તસવીર
એ. કે. સિંઘની ફાઇલ તસવીર

  • હું રોજ 1 કલાકનો કવૉલિટી ટાઈમ લોકો માટે સ્પેન્ડ કરું છું-એ. કે. સિંઘ
  • આગામી 2 વર્ષમાં નિર્ભયા યોજના ઉપર 100 ટકા કામ પુરુ થઇ જશે
  • મારુ દિલ્હી પોસ્ટિંગ થયુ તે મારા માટે ગર્વની વાત છે

Divyabhaskar.com

Oct 20, 2019, 06:43 AM IST

અમદાવાદ: નેશનલ સિક્યુરિટી ગાર્ડ (એનએસજી)ના ડિરેક્ટર તરીકે નિમાયેલા એ. કે. સિંઘે દિવ્ય ભાસ્કરના માધ્યમથી અમદાવાદીઓને ટ્રાફિકના નિયમ પાલન અંગેનો મહત્ત્વનો સંદેશ આપ્યો હતો. અને શહેરના પોલીસ કમિશનર તરીકેના કાર્યકાળ દરમિયાનના પડકારોની માંડીને કરેલી વાત તેમના પોતાના શબ્દોમાં...
હું એક અઠવાડિયામાં દિલ્હી શિફટ થઇ જઇશ, નિવૃત્તિ બાદ હું સામાન્ય માણસ બનીને આ શહેર માં જ પાછો આવીશ. અમદાવાદીઓ તમને જ્યારે મારી યાદ આવે ત્યારે હેલ્મેટ પહેરીને સ્ટ્રેપ બાંધી લેજો. ટ્રાફિકના નિયમોના પાલન સમયે તમને સૌ ને જટિલ પ્રક્રિયાનો સામનો કરવો પડયો છે, તેમ છતાં તમે સૌ એ જે રીતે સકારાત્મક અભિગમ દાખવ્યો છે તે માટે તમારો જેટલો આભાર માનું એટલો ઓછો છે.
13 ઓક્ટોબર 2016 ના રોજ મારુ પોસ્ટીંગ અમદાવાદ પોલીસ કમિશનર તરીકે થયુ ત્યારે મારી સામે પાટીદાર આંદોલન, ઓબીસી આંદોલન તેમજ દલિત સબંધી પ્રશ્નો મોટા પડકાર હતા. જેનો સામનો કરવામાં સફળતા મળી. જ્યારે મહિલાઓની સુરક્ષા જેવી મોટી સમસ્યાનું નિરાકરણ લાવવા આગામી 2 વર્ષમાં નિર્ભયા યોજના ઉપર 100 ટકા કામ પુરુ થઇ જશે. અમદાવાદ સંવેદનશીલ શહેર છે, જેથી અહીં અર્બન પોલીસિંગ સિસ્ટમથી કામ કરવું પડે છે, હું માનું છું કે પોલીસ મેન તરીકે જે લોકો મને ઓળખતા નથી તેમની સેવા કરવા હું બંધાયેલો છું. જેથી સામાન્ય માણસના પ્રશ્નો સાંભળીને તેનો ત્વરિત નિકાલ લાવી શકું તે માટે હું રોજ 1 કલાકનો કવૉલિટી ટાઈમ લોકો માટે સ્પેન્ડ કરું છું. આમ કરવાથી ઘણા બધા સામાન્ય માણસોના જટિલ પ્રશ્નોનુ નિરાકરણ લાવી શકાયુ છે, જેનો મને સંતોષ છે. કોઇ પણ અધિકારી માટે કેન્દ્ર સરકારમાં કામ કરવા જવું એ એક સિધ્ધી છે. મારુ દિલ્હી પોસ્ટિંગ થયુ તે મારા માટે ગર્વની વાત છે, આમ તો એક વર્ષ પહેલા જ દિલ્હી જવા માટે મારી પસંદગી થઇ ગઇ હતી.
અમદાવાદના લોકો તરફથી મળેલો પ્રેમ, સાથ - સહકાર અને સકારાત્મક અભિગમ સાથે લઇને હું દિલ્હી જઇ રહ્યો છું. અમદાવાદ અને અમદાવાદના લોકો સાથેનો મારો નાતો હું કયારેય ભુલી શકુ તેમ નથી. જો કે અમદાવાદના લોકો પણ મને એટલો જ પ્રેમ કરે છે, નિવૃત્તિ બાદ હું સામાન્ય માણસ બનીને આ જ શહેરમાં પાછો આવીશ. ત્યારે આ શહેર અત્યારે છે તેના કરતાં પણ વધારે સ્વચ્છ, સુંદર અને સુરક્ષિત હશે, તેમજ લોકો પોતાની જાતે જ કાયદાનું પાલન કરતા હશે, તેવી આશા રાખુ છું. થેન્ક યુ, અમદાવાદ સીટી...(મિતેશ બ્રહ્મભટ્ટ સાથે થયેલી વાતચીત પ્રમાણે..)
મારે છત્રી નથી જોઈતી કારણ કે મારા સાથી પણ વરસાદમાં ભિંજાઈ રહ્યા છે
થોડાક સમય પહેલા અમદાવાદમાં દીક્ષાંત પરેડ હતી. પોલીસ કમિશનર એ.કે.સિંઘ પરેડની સલામી લઈ રહ્યાં હતાં. તે સમયે જોરથી વરસાદ શરૂ થયો, તરત જ એક કોન્સ્ટેબલ છત્રી લઈને સિંઘ પાસે આવ્યો. પરંતુ તેમણે તેને અટકાવ્યો. એવું કહ્યું કે મારા સાથી પણ વરસાદમાં ભીંંજાઈ રહ્યાં છે, તેઓ પણ વરસાદમાં ફરજ નિભાવતા હોય તો હું શા માટે કોરો રહું? ત્યારથી ગુજરાતના મોટાભાગના પોલીસ જવાનોએ તેમનો આ ફોટો સોશિયલ મીડિયા પર મૂકીને તેમને પોતાના સાચા સેનાપતિ ગણાવ્યાં હતાં.
મોદી કેન્દ્રમાં ગયા પછી ગુજરાતના 26 IAS, 20 IPSને પણ લઈ ગયા
ગુજરાત કેડરના સનદી અધિકારીઓનો કેન્દ્ર સરકારમાં દબદબો વધી રહ્યો છે. તાજેતરમાં જ ગુજરાત કેડરના આઇપીએસ અને અમદાવાદ પોલિસ કમિશનર અનુપ કુમાર સિંઘની કેન્દ્રમાં એન.એસ.જી.ના વડા તરીકે નિયુક્તિ થતાં કુલ 20 IPS અધિકારીઓ હાલ દિલ્હીમાં કેન્દ્રની વિવિધ કચેરીઓમાં છે. આ ઉપરાંત રાજ્યની વહીવટી કેડરના કુલ 26 આઇએએસ અધિકારીઓ પણ કેન્દ્ર સરકારમાં પ્રતિનિયુક્તિ પર છે. એક IFS અધિકારી પણ કેન્દ્રમાં છે.
ગુજરાતના 26 આઇએએસ અધિકારીઓ પૈકી પાંચ તો વડાપ્રધાન નરેન્દ્ર મોદીના કાર્યાલયમાં ફરજ પરસ્ત છે. આ ઉપરાંત ગુજરાતી અધિકારીઓ નાણાં મંત્રાલય, કર્મચારી વીમા નિગમ, સીબીએસઇ, નીતિ આયોગ, રાષ્ટ્રપતિ ભવન સહિતની વિવિધ કચેરીઓમાં કામ કરે છે, તો બે સનદી અધિકારીઓ વિશ્વબેંક અને ઇન્ટરનેશનલ મોનેટરી ફંડમાં પણ ભારતનું પ્રતિનિધિત્વ કરે છે.
જોકે, એવું માનવાની સહેજ પણ જરૂર નથી કે કેન્દ્ર સરકારમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહના ગૃહરાજ્ય ગુજરાતના સનદી અધિકારીઓ સૌથી વધુ માત્રમાં છે. હાલ આસામ-મેઘાલય સંયુક્ત કેડરના કુલ 33 અધિકારીઓ કેન્દ્રમાં છે જે પછી ઉત્તરપ્રદેશના 27 અધિકારીઓ છે. મધ્યપ્રદેશ કેડરના 25 તો કેરળ કેડરના 24 અધિકારીઓ હાલ કેન્દ્ર સરકારમાં છે.

X
એ. કે. સિંઘની ફાઇલ તસવીરએ. કે. સિંઘની ફાઇલ તસવીર
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી