• Home
 • Dvb Original
 • Teachers Day 2019 Special 5 September Youtube For Education, Know How YouTube Play Role Of Teacher

યુટ્યુબ મંત્ર / 71 ટકા વ્યૂઅર્સ યુટ્યુબ પરથી કંઈક નવું શીખે છે, નવો મંત્ર બની શકે છે- યુટ્યુબ ગુરુવે નમઃ

Teachers Day 2019 Special 5 September Youtube For Education, Know How YouTube Play Role Of Teacher

 • બે કિસ્સાઓમાં જાણો કેવી રીતે યુટ્યુબ નિભાવી રહ્યું છે શિક્ષકની ભૂમિકા 
 • મ્યુઝિક-ખેતીની પદ્ધતિથી માંડી યુપીએસસીની તૈયારી સુધીમાં મદદરૂપ 

Divyabhaskar.com

Sep 05, 2019, 04:16 PM IST

ડિબી ઓરિજિનલ ડેસ્કઃ દેશમાં દર વર્ષે પૂર્વ રાષ્ટ્રપતિ ડો. સર્વપલ્લી રાધાકૃષ્ણના જન્મદિવસ પર 5 સપ્ટેમ્બરે શિક્ષક દિવસની ઉજવણી કરવામાં આવે છે. આ દિવસે ગુરુઓની પ્રતિમા પ્રકટ કરાય છે તેમના આશીર્વાદ લેવામાં આવે છે. બદલાતા યુગમાં શિક્ષકની ભૂમિકા પણ બદલાઈ રહી છે. લોકોની શિખવાની ઢબ પણ બદલાઈ રહી છે અને શિખવાનું માધ્યમ પણ.

હવે યૂટ્યુબ એક એવું પ્લેટફોર્મ બની ગયું છે જ્યાં લોકો ફક્ત મનોરંજન માટે જ નહીં પણ નોલેજ લેવા માટે પણ જાય છે. ફિટનેસથી માંડી સ્પર્ધાત્મક પરીક્ષા સુધીની તૈયારી માટે યુટ્યુબ પર અપલોડ વીડિયોનું નોલેજ મેળવવા માટેનું એક મોટો આધાર બની ગયો છે. નવી જનરેશન માટે યુટ્યુબ જ શિક્ષકની ભૂમિકા નિભાવી રહ્યું છે. યુટ્યુબ પર 71% યુઝર્સ કંઈક નવું શીખે છે.

નવા યુગમાં શિક્ષકોની ભૂમિકા શું હોય છે, યુટ્યુબનો રોલ શું હોય છે નવો સિનેરીયો કેવો છે તે જાણો આ રિપોર્ટમાં. ભાસ્કરે આ મુદ્દા પર વિશ્વવિદ્યાલય અનુદાન આયોગ(UCG)ના ચેરમેન ડીપી સિંહ, યુટ્યુબના ઓરિજિનલ કન્ટેન્ટના હેડ સુજૈન ડેનિયલ(યુએસ), પંડિત માખનલાલ ચતુર્વેદીના ભત્રીજા અને માખનલાલ ચતુર્વેદી રાષ્ટ્રીય પત્રકારિત્વ તથા સંચાર વિશ્વવિદ્યાલયના પૂર્વ મહાનિયામક અરવિંદ ચતુર્વેદી અને ટેક એક્સપર્ટ સિદ્ધાર્થ રાજહંસે(અમેરિકા) સાથે વાત કરી હતી.

યુટ્યુબ કેવી રીતે શિક્ષકની ભૂમિકા નિભાવી રહ્યું છે, આ બે કિસ્સાઓને સમજો

પહેલો કિસ્સો
નામઃ દીપક નાયક
શું શિખ્યુંઃ સ્ટ્રોબેરીની ખેતી કરવાની પદ્ધતિ

શું કહે છેઃ દીપકે જણાવ્યું કે, એન્જિનીયરીંગના અભ્યાસ બાદ તેમણે વેબ ડિઝાઈનિંગનું કામ શરૂ કર્યું હતું. કામ સારું ચાલી રહ્યું હતું અને ઈન્ટરનેશનલ ક્લાઈન્ટ્સ પણ બની ગયા હતા. પરંતુ તેમની ઈચ્છા તો ગામની જમીન પર સ્ટ્રોબેરીની ખેતી કરવાનું હતી. તેમણે પહેલા મહારાષ્ટ્ર જઈને ખેતી વિશે જાણકારી લીધી. નિષ્ણાતો સાથે વાત કરી અને સ્ટ્રોબેરીની ખેતી શરૂ કરી દીધી. પહેલી વખતમાં 2થી 5 લાખનું રોકાણ કર્યું. 50 દિવસમાં ફળ આવ્યા. જેટલી મૂડી નાખી હતી તેટલી તો પાછી આવી ગઈ અને આગળ ખેતી કરવાના નવા ઉપાયો પણ મળી ગયા. હવે ફળોને એક્સપોર્ટ કરવાનું કામ કરી રહ્યાં છે. તેમના જણાવ્યા પ્રમાણે, યુટ્યુબ પાસેથી બધુ નહીં પણ કંઈક તો જરૂર શીખી શકાય છે. કોઈ પણ વિષય પર તમને આ પ્લેટફોર્મ પર માહિતી મળી શકે છે. હવે તો તેમના માટે યુટ્યુબ જ શિક્ષક બની ગયું છે.

 

બીજો કિસ્સો

નામઃ પ્રર્ધુમ્ન શાંડિલ્ય
શું શિખ્યાઃ મ્યુઝિકલ ઈન્સ્ટ્રુમેન્ટ

શું કહે છેઃ એમપી પીએસસીની તૈયારી કરી રહેલા પ્રધુમ્નના જણાવ્યા પ્રમાણે, મ્યુઝિક ઈંસ્ટ્રુમેન્ટ પ્લે કરવું યુટ્યુબ પાસેથી જ શિખ્યું છે. એક પણ રૂપિયો ખર્ચ કર્યા વગર મારું કામ થઈ ગયું. શીખ્યા પછી યુટ્યુબ પર ચેનલ પણ બનાવી લીધી અને અત્યાર સુધી આનાથી 200 ડોલરથી વધારે કમાણી કરી ચુક્યો છું. આજના યુગમાં યુટ્યુબ જ સૌથી મોટો શિક્ષક છે પરંતુ અહીં થોડું સાવચેત રહેવાની જરૂર છે. ઘણી નકારાત્મક અને ખોટી માહિતી વાળી વસ્તુઓ પણ યુટ્યુબ પર આવે છે. એવામાં જરૂરી છે કે યોગ્ય માહિતીને જ અપનાવવી જોઈએ.

 

યુટ્યુબ જાણકારી માટે સારુ પણ શિક્ષકનો વિકલ્પ નથીઃ

 • વિશ્વવિદ્યાલય અનુદાન આયોગના ચેરમેન ડીપી સિંહે જણાવ્યું કે, શિક્ષકનો કોઈ વિકલ્પ ન હોઈ શકે, કારણ કે શિક્ષક ફક્ત એક ફિઝીકલ હાજરી નથી પણ તે એક વ્યક્તિત્વ, જ્ઞાન, આચરણ , ગરિમા, મર્યાદા, વ્યવહારની સારી અને સાચી સમજણ પણ છે. શિક્ષક રોલ મોડલ હોય છે. જેની ખોટ ટેકનોલોજી પુરી ન જ કરી શકે.
 • ડો. સિંહના જણાવ્યા પ્રમાણે, યુટ્યુબ અને બીજી એવી ટેકનીક આપણી માહિતી મેળવવાનો સોર્સ હોય છે, પરંતુ તે ક્યારેય ગુરુની ભૂમિકામાં ન આવી શકે. હવે શિક્ષકને ગુરુના રૂપમાં ફેરવાવું પડશે. ગુરુ ફક્ત શિક્ષામાં પાઠ્યક્રમ સાથે જોડાયેલી વાત નથી કરતા પણ જીવન સંગ્રામ માટે વિદ્યાર્થીને તૈયાર પણ કરે છે. સાચા માર્ગ પર ચાલવાની શીખ અને પ્રેરણા પણ આપે છે. ડો.સિંહના જણાવ્યા પ્રમાણે, જે પણ લોકો એજ્યુકેશનલ વીડિયો અપલોડ કરે છે, આ પહેલા આ અંગે સારી એવું સર્ચ કરી લેવું જોઈએ.
   
 • જવાબદારી પૂર્વક આ કામ કરવું જોઈએ કારણ કે તમે જે વીડિયો નાખી રહ્યા છો અને જે માહિતી તેમા આપી રહ્યા છો, તે ઘણા લોકોનું ભવિષ્ય કાંતો સુધારી શકે છે કાંતો બગાડી શકે છે.

યુટ્યુબ શિક્ષક નથી પણ કોચિંગને સપ્લીમેન્ટ કરી રહ્યું છેઃ

 • પંડિત માખનલાલ ચતુર્વેદીના ભત્રીજા અને માખનલાલ ચતુર્વેદી રાષ્ટ્રીય પત્રકારિત્વ તથા સંચાર વિશ્વવિદ્યાલયના પૂર્વ મહાનિયામક અરવિંદ ચતુર્વેદીના કહ્યાં પ્રમાણે, યુટ્યૂબ કોચિંગને સપ્લીમેન્ટ કરી રહ્યું છે, તે શિક્ષક નથી. શિક્ષકની ભૂમિકા તો ધીમે ધીમે ઘણી ઓછી થઈ રહી છે. હવે શિક્ષક ક્લાસમાં પોતાના વિષય સાથે સંબંધિત પુસ્તકો ઉઠાવીને ભણાવી દે છે. બોધ પાઠનો અભાવ હોય છે. આવું ન થાત તો વિદ્યાર્થીઓ શાળા છોડીને ટ્યુશન શા માટે કરતા?
   
 • આજથી 40 વર્ષ પહેલા તો ટ્યુશન પણ ન હતા, કારણ કે પહેલા મજબૂત તંત્ર હતું, જે લગભગ સમાપ્ત થઈ ચુક્યું છે. કેરળમાં તો 73 ટકા બાળકો એવા છે, જે શાળામાં પ્રવેશ લે છે પરંતુ ભણવા માટે ટ્યુશન ક્લાસમાં જાય છે. શિવરાજ સરકારના સમયમાં મધ્યપ્રદેશમાં આવેલા એક રિપોર્ટ પ્રમાણે, 31 હજાર શિક્ષકો એવા છે જેમણે ભણાવતા આવડતું નથી. સરકારે આ માટે એક કાર્યશાળાનું પણ આયોજન કર્યું હતું. કાર્યશાળામાં આવવા માટે અરજી મંગાવાઈ હતી જેમાં 37 શિક્ષકો શિખવા માટે તૈયાર થયા હતા. ટ્યુશન ક્લાસિસમાં પેટર્ન ફિક્સ છે. તે બાળકોનો સમગ્ર વિકાસ નથી કરતા પરંતુ એક ચોક્કસ લક્ષ્યને હાંસિલ કરવાના ઉદ્દેશથી સિલેબસ તૈયાર કરે છે અને તે જ બાળકોને શિખવાડે છે.
 • યુટ્યુબ સહિત શિક્ષણના કોઈ પણ સ્ત્રોતનું સ્વાગત છે, પરંતુ આ કામ જવાબદારી પૂર્વક કરવું જોઈએ અને બાળકોનો પાયો ક્યારેય યુટ્યુબથી મજબૂત નહીં થાય. સરકારે સૌથી પહેલા તો યોગ્ય શિક્ષક બનાવવા પર જોર આપવું જોઈએ. સારા શિક્ષક બનશો તો સમાજ પણ સારો બનશે.

યુટ્યુબ દુનિયાનું સૌથી મોટું વીડિયો કન્ટેન્ટ એગ્રીગેટર

 • યુટ્યુબ ઓરિજિનલ કન્ટેન્ટના હેડ સુજૈન ડેનિયલે(અમેરિકા)ભાસ્કરને આપેલા ખાસ મેસેજમાં કહ્યું હતું કે, યુટ્યૂબ દુનિયાનું સૌથી મોટું વીડિયો કન્ટેન્ટ એગ્રીગેટર છે. મને આ જાણીને ખુબ આનંદ થયો છે કે ભારતના લોકો યુટ્યુબ કન્ટેન્ટને પસંદ કરી રહ્યા છે, જે તેમણે ગ્લોબલ ટ્રેન્ડસ અને ઓડિયન્સ સાથે પણ જોડી રહ્યું છે.
   
 • જે મોટી સંખ્યામાં લોકોને જોડી શકે છે. બ્રાન્ડનું નિર્માણ કરી શકે છે. નોલેજ વધારી શકે છે અને દુનિયામાં શું ચાલી રહ્યું છે અને તેને બારીકાઈથી સમજવામાં પણ મદદ કરી શકે છે. વીડિયો કન્ટેન્ટનું સૌથી આકર્ષક પ્લેટફોર્મ છે અને ભારત સૌથી મોટા કન્ઝયુમર અને ક્રિએટર છે.
 • યુટ્યૂબ ઓરિજિનલની હેડ તરીકે હું જણાવવા માંગીશ કે યુટ્યુબ ઓરિજિનલ એવી સિરીઝ ફોર્મેટ છે, જે યુટ્યૂબ પ્રીમિયમમાં ઓરિજિનલ કન્ટેન્ટ ઉપ્લબ્ધ કરાવે છે. યુટ્યુબ વેબ સિરીઝ પણ બનાવી રહ્યું છે અને પ્રોફેશનલ વીડિયો કન્ટેન્ટને પણ આગળ વધારાઈ રહ્યું છે.
   

71 ટકા વ્યુઅર્સ શિખવા માટે આવે છે

 • યુટ્યુબ ભારતમાં કેટલું ફેમસ થઈ રહ્યું છે તેનો અંદાજો એ વાતથી લગાવી શકાય છે કે ગૂગલના યુટ્યૂબના ભારતનાં 26 કરોડ એક્ટિવ યુઝર્સ બની ગયા છે.
 • એક ઈવેન્ટમાં ગૂગલની સાઉથ ઈસ્ટ એશિયા અને ઈન્ડિયાની માર્કેટિંગ ડાયરેક્ટર સપના ચૌધરીએ ખુલાસો કર્યો હતો કે, 71 ટકા ઓનલાઈન વ્યુઅર્સ કંઈક શીખવા માટે યુટ્યુબ પર જાય છે.
 • એજ્યુકેશનલ કન્ટેન્ટ નાંખતા લોકોને યુટ્યૂબ એવોર્ડ આપી રહ્યું છે
 • યુટ્યૂબ પર આવેલા હજારો-લાખો લોકો કંઈક શીખવા માટે આવી રહ્યાં છે. આ જ કારણે કંપનીમાં પણ એવા યુઝર્સને પ્રોત્સાહિત કરી રહ્યાં છે, જે વિષયો, કોર્સ , અંગ્રેજી શીખવા સંબંધિત વીડીયો યુટ્યૂબ પર અપલોડ કરી રહ્યાં છે.
 • યુટ્યૂબે તાજેતરમાં જ દિલ્હીમાં 8 ક્રિએટર્સને એવોર્ડ આપ્યો છે. આ એવોર્ડ યુટ્યુબ લર્નિંગ ફંડના આધારે હાઈ ક્વોલિટી એજ્યુકેશન કન્ટેન્ટ ઊભુ કરવા માટે આપવામાં આવ્યું છે. જેમાં ઈગ્લિશ લેન્ગેવજ ટ્રેનિંગ, એન્વાયરમેન્ટલ સાયન્સ, પોલિટિકલ સાયન્સ, જેનેટિક્સ, કેમેસ્ટ્રી, જેવા વિષયો સાથે જોડાયેલું કન્ટેન્ટ હતું.
 • ગત વર્ષે યુટ્યુબ સીઈઓ સુસાન વોજસ્કીએ એજ્યુકેશનલ કન્ટેન્ટ વાળા ક્રિએટર્સને પ્રોત્સાહિત કરવા માટે 20 મિલીયન ડોલરના ફંડની જાહેરાત કરી હતી.
   
X
Teachers Day 2019 Special 5 September Youtube For Education, Know How YouTube Play Role Of Teacher

Next Stories

  ની  સંપૂર્ણ વાંચનસામગ્રી