• Home
  • Db Original
  • Separatist taking advantage of Kashmir Article 35A Instead of Kashmiris; All You Need To Know Article 35A

ડીબી ઓરિજિનિલ / આર્ટિકલ 35-Aને કાશ્મીરીઓ માટે સંસદની મંજૂર વિના જોડવામાં આવ્યો હતો, તે જ પ્રકારે તેને હટાવી પણ શકાય છે

Separatist taking advantage of Kashmir Article 35A Instead of Kashmiris; All You Need To Know Article 35A

  • કાશ્મીરમાં BSF ઈન્ટેલિજેન્સ વિંગના ચીફ રહી ચુકેલા કે.શ્રીનિવાસનના જણાવ્યા પ્રમાણે, અલગાવવાદી નેતા 35-Aને ઢાલ બનાવીને કાશ્મીરને ભારતથી અલગ બતાવે છે.
  •  બંધારણીય મામલાઓના જાણકાર  વિરાગ ગુપ્તાએ જણાવ્યું કે, આર્ટિકલ 35-Aને રાજ્યપાલ અને કેન્દ્રની ભલામણ પર રાષ્ટ્રપતિ હટાવી શકે છે.

Divyabhaskar.com

Aug 03, 2019, 06:39 PM IST

નવી દિલ્હીઃ કેન્દ્ર સરકારે કાશ્મીરમાં 10 હજારથી વધુ જવાનોને તહેનાત કરવાનો નિર્ણય કર્યો છે. સરકારની આ પ્રકારની હલચલ પાછળ ઘણા અનુમાનો લગાવાઈ રહ્યા છે, જેમાં 35A હટાવવાનું સૌથી પહેલું અનુમાન છે. એવામાં ભાસ્કરે નિષ્ણાત પાસેથી જાણ્યું કે શું છે 35A અને તેનાથી કેવા લાભ મળી રહ્યા છે. અને તેના હટવાથી દેશ અને રાજ્યને શું ફાયદો થઈ શકે છે?

કાશ્મીરમાં બીએસએફ અને સીઆરપીએફના ઈન્ટેલિજેન્સ વિંગનું નેતૃત્વ કરી ચુકેલા આઈજી કે.શ્રીનિવાસન જણાવે છે કે આર્ટિકલ 35-Aનો સૌથી વધુ ફાયદો પાકિસ્તાન અને અલગાવવાદી ઉઠાવી રહ્યા છે. જો તેને હટાવી લેવામાં આવે તો તેનાથી રાજ્યની પરિસ્થિતીમાં સુધારો આવી શકશે. આ ઉપરાંત અહીં રોજગારીની નવી તકો ઊભી કરી શકાશે. આ સાથે જ બંધારણીય મામલાઓના જાણકાર વિરાગ ગુપ્તાએ જણાવ્યું કે, રાજ્યપાલના રિપોર્ટ અને કેન્દર સરકારની ભલામણના આધારે રાષ્ટ્રપતિ તેને હટાવી શકે છે.

 

આર્ટિકલ 35-A શું છે?

1952માં પૂર્વ વડાપ્રધાન જવાહરલાલ નેહરુ અને જમ્મુ-કાશ્મીરના પૂર્વ વડાપ્રધાન શેખ અબ્દુલ્લા વચ્ચે દિલ્હીમાં કરાર થયો હતો. આ કરારના આધારે 14મી મે 1954ના રોજ રાષ્ટ્રપતિના આદેશ બાદ આર્ટિકલ 35-A બંધારણાની કલમ 370માં જોડવામાં આવી હતી. આર્ટિકલ 370 જમ્મુ-કાશ્મીરને સ્વતંત્ર રાજ્યનો દરજ્જો આપે છે. સાથે જ આર્ટિકલ 35-A જમ્મુ-કાશ્મીરમાં રહેતા લોકોની પરિભાષા પણ નક્કી કરે છે અને તેમને વિશેષ અધિકાર પણ આપે છે.

આ આર્ટિકલ પ્રમાણે, જે લોકો 14મી મે 1954 પહેલા રાજ્યમાં રહેતા હોય અથવા 14મી મે 1954 પહેલાના 10 વર્ષથી રાજ્યમાં રહેતા હોય અને જેને કાયદા પ્રમાણે રાજ્યમાં અચળ સંપત્તિ ખરીદી હોય તે વ્યક્તિ જ રાજ્યનો મૂળનિવાસી ગણાશે. એટલે કે, જેના પૂર્વજો 14મી મે 1944થી જમ્મુ-કાશ્મીરમાં રહેતા હોય, તે લોકો જ સ્થાનિક નાગરિકો કહેવાશે. ફક્ત જમ્મુ-કાશ્મીર વિધાનસભા જ આ આર્ટિકલમાં બતાવેલી રાજ્યના સ્થાનિક નિવાસીઓની પરિભાષાને બે તૃતાંયીશ બહુમતીથી બદલી શકે છે.

આ આર્ટિકલને કેન્દ્રીય મંત્રીમંડળની ભલામણ પર તત્કાલીન રાષ્ટ્રપતિ રાજેન્દ્ર પ્રસાદના આદેશ બાદ બંધારણમાં જોડવામાં આવ્યો હતો. જો કે, બંધારણના અનુચ્છેદ 368 પ્રમાણે, આ પ્રકારનો કોઈ પણ સુધારો ફક્ત સંસદની મંજૂરીથી જ કરી શકાય છે.

આ આર્ટિકલ અન્ય રાજ્યના લોકોને કેવી રીતે રોકે છે? શા માટે તેને ભૌગોલિક ભેદભાવ કહેવામાં આવે છે?

  • આર્ટિકલ 35-A હેઠળ અન્ય રાજ્યનો વ્યક્તિ ન તો હંમેશા માટે જમ્મુ-કાશ્મીરમાં રહી શકે છે, ન તો તે વ્યક્તિ કોઈ સંપત્તિ ખરીદી શકે છે.
  • અન્ય રાજ્યના વ્યક્તિને જમ્મુ-કાશ્મીરના પ્રોફેશનલ કોલેજમાં એડમિશન મળતું નથી,આ ઉપરાંત આવા કેસમાં રાજ્ય સરકાર પણ કોઈ મદદ કરી શકતી નથી.
  • જો જમ્મુ-કાશ્મીરનો પુરુષ બીજા રાજ્યની મહિલા સાથે લગ્ન કરે તો તે મહિલાને રાજ્યના સ્થાનિક નાગરિકોને મળતા તમામ અધિકારો આપવામાં આવે છે. પરંતુ જો રાજ્યની કોઈ મહિલા અન્ય રાજ્યના પુરુષ સાથે લગ્ન કરે તો મહિલાને સ્થાનિક નાગરિક તરીકે મળેલા તમામ અધિકારો પર પૂર્ણવિરામ લાગી જશે.

આર્ટિકલ 35-A અને અનુચ્છેદ 370 પ્રભાવી

કાશ્મીરમાં બીએસએફ અને સીઆરપીએફના ઈન્ટેલિજેન્સ વિંગનું નેતૃત્વ કરી ચુકેલા કે.શ્રીનિવાસન જણાવે છે કે આ બન્ને આર્ટિકલના કારણે પાકિસ્તાન અને અલગાવવાદીઓને ફાયદો થઈ રહ્યો છે. પાકિસ્તાને આ આર્ટિકલને ઢાલ બનાવીને જમ્મુ-કાશ્મીરમાં ઘુસવાનો પ્રયાસ કરે છે, જ્યારે અલગાવવાદી નેતાઓ આર્ટિકલથી કાશ્મીરને ભારતથી અલગ ગણાવે છે અને જનતાને ઉકસાવવાનું કામ કરે છે. અલગાવવાદી નેતાઓ નથી ઈચ્છતા કે બન્ને આર્ટિકલને હટાવવામાં આવે, કારણ કે જો આર્ટિકલ હટી જશે તો તેમનું કોઈ નહીં સાંભળે. સાચું એ છે કે અલગાવવાદીઓના બાળકો વિદેશમાં ભણી રહ્યા છે પરંતુ આ લોકો પોતે યુવાનોને ભડકાવે છે. હુર્રિયત નેતા પાકિસ્તાન માટે ઘાટીમાં અલગાવવાદને પ્રોત્સાહન આપે છે. આવા લોકોને ફંગોળીને ફેંકી શકાય છે પણ આર્ટિકલ 35-Aથી આ લોકો બચી જાય છે.

આર્ટિકલ 35-Aને હટાવવાથી કોણે ફાયદો થશે?
શ્રીનિવાસનના કહ્યાં પ્રમાણે, આર્ટિકલ 35-Aના કારણે ઘાટીમાં રોકાણ કરવાની તક મળતી નથી. જેનાથી રોજગારી પણ ઊભી કરી શકાતી નથી. આ જ કારણે યુવાનો પૈસાની લાલચે આતંકી પ્રવૃત્તિઓમાં જોડાય છે. આ આર્ટિકલ હટવાની સાથે પાકિસ્તાનની દરમિયાનગીરી ઘટી જશે. યુવાનોને રોજગાર મળી રહેશે. આતંકી પ્રવૃત્તિઓ ઓછી થશે. ઉદ્યોગપત્તિ રાજ્યમાં જમીન ખરીદી રોકાણ કરી શકશે.

 
X
Separatist taking advantage of Kashmir Article 35A Instead of Kashmiris; All You Need To Know Article 35A
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી