જોખમ / સેનેટરી પેડ્સમાં નક્કી કરાયેલી માત્રા કરતા વધારે પ્રમાણમાં એસિડ-બેઈઝ, મહિલાઓને કેન્સર- ઈન્ફેક્શનનો ખતરો

Sanitary pads exceed acid-base standards, cancer-infection risk

  • ભાસ્કરની તપાસમાં 20 અલગ અલગ બ્રાન્ડના સેનેટરી નેપકિનમાંથી 11 નેપકિન 39 વર્ષ પહેલા નક્કી કરાયેલા માપદંડો પર સાચા સાબિત થયા નથી 
  • વધારે પ્રમાણમાં વેચાતા અનબ્રાન્ડેડ પેક જોખમકારક , કુલ વેચાણમાં તેનો 75% ભાગ 

Divyabhaskar.com

Sep 09, 2019, 12:09 PM IST

જયપુર(આનંદ ચૌધરી) મહિલાઓના માસિક ધર્મ સમયની સૌથી મોટી દવા સેનેટરી નેપકીન પણ સુરક્ષિત નથી. જેનું એક માત્ર કારણ તેમા રહેલું વધારે માત્રા વાળું PH(પાવર ઓફ હાઈડ્રોજન)અને સિન્થેટિક તત્વો રહેલા છે. બીજી સૌથી મોટી વાત તો એ છે કે, ગામડાંઓમાં હોસ્પિટલની બહાર ઘણા એવા અનબ્રાન્ડેડ પેડ્સનું વેચાણ થઈ રહ્યું છે જે નક્કી કરેલા માપદંડો કરતા અસુરક્ષિત છે. ઓછી કિંમત અને સરતાથી મળી જવાના કારણે આવા પેડ્સનું વેચાણ વધારે થઈ રહ્યું છે.

પેડ્સના કુલ વેચાણમાં આ અનબ્રાન્ડેડ પેડ્સનો હિસ્સો 75% સુધી છે. સરકારે તેને અછૂત સમજીને ક્યારેય તપાસ કરાવવાની પહેલ કરી નથી. એવામાં ભાસ્કરે પહેલી વખત બજારમાં વેચાઈ રહેલા સેનેટરી નેપકીનની સરકારથી માન્યતા મળેલી જયપુરની અત્યાધુનિક લેબોરેટરી સીઈજી ટેસ્ટ હાઉસમાં તપાસ કરાવી હતી. 20 વિવિધ બ્રાન્ડના સેનેટરી નેપકિનમાંથી 11 સેનેટરી નેપકિનની 39 વર્ષ પહેલા નક્કી કરાયેલા માપદંડો પર સાચા સાબિત થયા નથી. જેમાં ઘણામાં પીએચ નક્કી માપદંડ કરતા ઘણું વધારે મળ્યું તો ઘણાની લંબાઈ અને પહોળાઈ ઓછી છેય મોટા ભાગે પીએચ તેમાં ક્ષાર વધારી દે છે જે કોઈ પણ સ્વસ્થ મહિલાને યૂરિન ઈન્ફેક્શન અને ગર્ભાશય કેન્સર જેવી બિમારીઓનું કારણ બની શકે છે.

સાચું શું- પીએચ 7 હોવું જોઈએ, વધારે પડતું હોય તો ઈન્ફેક્શન અને કેન્સર સુધીનો ખતરો

પીએચ એસિડ અને બેઈઝનું સંતુલન જાળવી રાખે છે. એસિડ અને બેઈઝ કેટલું છે તે જાણવા માટે પીએચ સ્કેલ 0થી 14 સુધી માપવામાં આવે છે. જેમાં 7 સુધી પીએચ સામાન્ય છે. 7થી વધારે યૂરિનલ ઈન્ફેક્શનથી માંડી કેન્સર સુધીનું કારણ બની શકે છે.

ખતરો શા માટે- કોઈ દેખરેખ રખાતી નથી અને સસ્તા છે એટલે વધારે વેચાય છે
જયપુરમાં મોટાભાગના મેડિકલ સ્ટોર પર જે પેડ્સ નથી વેચાતા તે ગ્રામીણ વિસ્તારો અને મહિલા હોસ્પિટલની બહાર ચા-બિસ્કીટની દુકાનો પર વેચાઈ રહ્યાં છે. ભાસ્કરે સૌથી વધારે વેચાતા પેડ્સના સેમ્પલ લીધા. જેની પર ન તો ડોક્ટર્સ નજર રાખે છે, ન તો સરકારી વિભાગ. વેચાણનું કોઈ માપદંડ નથી.

શું મળ્યું- 20 કંપનીઓના પેડ્સની તપાસ, 3માં પીએચ વધુ, 2ની સાઈઝ ખોટી

ભાસ્કરે 20 કંપનીઓના સેનેટરી પેડ્સની સીઈજી ટેસ્ટ હાઉસથી તપાસ કરાવી જેમં 11ની પ્રોડક્ટ પર તો બેચ નંબર જ નથી. 3ના પેડ્સમાં પીએચ 8.9 (માપદંડ 7)સુધી મળી આવ્યો. 2ની સાઈઝ ખોટી હતી. ડોક્ટર્સે આ પેડ્સને મહિલાના સ્વાસ્થ્ય માટે હાનિકારક ગણાવ્યું છે.

સેનેટરી પેડ્સના 1980માં નક્કી કરાયેલા ધોરણો અનુસાર તો તમામ પેડ્સ પાસ થઈ જશે. તે વખતે પેડ્સમાં શોષવાની ક્ષમતા 30 એમએલ જ રાખવામાં આવી હતી જ્યારે ડોક્ટર્સના જણાવ્યા પ્રમાણે આ ક્ષમતા ન્યૂમતમ 50 એમએલ હોવી જોઈએ. પીએચ અને સિન્થેટિક પણ 8.5ની જગ્યાએ 6-7 કરતા વધારે ન હોવી જોઈએ.

આ પેડ્સ મહિલાઓના સ્વાસ્થ્ય માટે હાનિકારક

ફ્રી ફ્રીડમ,એકસ્ટ્રા કેર ચોઈસ, વૂ-વૂ, શે ફ્રી સિક્યોરી, લાઈફ કેર, હસ ચોઈસ, નિર્ભયા, એક્સટ્રા કેર ચોઈસ, ક્રિસ્ટલ મેર મેક્સી, મેક્સી, કે-ટેક્સ, અનિબુર, સ્ટેફ્રી, વ્હિસ્પર, જનઔષધિ સુવિધા, રાજસ્થાન મેડિકલ સર્વિસ કોર્પોરેશન, હેપ્પી ડેજ, ફીલ ફ્રીડમ.

એનિબુરઃ પીએચ 1.59 વધારે - ઈન્ટરનેશનલ કંપની નિર્મિત એનિબર સેનેટરી નેપકીનના બેચ નંબર 180728ની તપાસમાં પીએચ 8.59 એમએમ મળ્યું. નક્કી કરેલા માપદંડ પ્રમાણે તે 7 જ હોવું જોઈએ.

કે-ટેક્સઃ લંબાઈ 15 મિમી ઓછી. સૌથી ઓછી લંબાઈ આ સેનેટરી નેપકિનમાં મળી હતી. લંબાઈનો માપદંડ 240 એમએમ છે પણ આની લંબાઈ 225 એમએમ મળી જેમાં પીએચ લેવલ પણ બરાબર ન હતું.

એક્સ્ટ્રા કેર ચોઈસઃ 1.67+

બે સેમ્પલની તપાસ કરવામાં આવી. એક યોગ્ય મળ્યું, બીજામાં પીએચનું 8.67 મળી જે નક્કી કરાયેલી ક્ષમતા કરતા વધારે છે. બન્ને સેમ્પલ પર બેચ નંબર ન હતો.

ફીલ ફ્રીડમઃ પીએચ 1.79+
પીએચનું પ્રમાણ 8.76 મળી આવ્યું હતું જે નક્કી કરાયેલા પ્રમાણ કરતા ઘણું વધારે હતું. આ પ્રમાણ કોઈ પણ સ્વસ્થ મહિલાને બિમાર કરી શકે છે.

ક્રિસ્ટલ કેર મેક્સીઃ ઓછી જાડાઈ

બેચ નંબર સીસીએમ-01 વાળા આ સેનેટરી નેપકિનની તપાસમાં પીએચનું પ્રમાણ નક્કી કરાયેલા માપ કરતા 0.6% વધારે મળ્યું. જાડાઈ પણ અન્ય કરતા ઓછી હતી.

વૂ-વૂઃ લંબાઈ 4 મિમી ઓછી
લેબલ પર લંબાઈ 240 એમએમ. તપાસમાં લંબાઈ 236 એમએમ સામે આવી. જેની પર પણ કોઈ પ્રકારનો બેચ ન હતો. જે કાયદાકીય રીતે ખોટું છે.

વધારે એસિડ અને બેઈઝથી યૂટ્રસ અથવા બ્લૈડર કેન્સરની શક્યતાઓ- સ્ત્રીરોગના નિષ્ણાત ડો. નીલમ બાપનાએ જણાવ્યું કે, સેનેટરી પેડમાં બેઈઝ અને એસિડનું પ્રમાણ યુરિનલ ઈન્ફેક્શન અને આગળ યૂટ્રસ અથવા બ્લૈડર કેન્સરનું કારણ પણ બની શકે છે. સિન્થેટિક અને એસિડ વાળા પેડ્સની જગ્યાએ કોટનમાંથી બનાવાયેલા પેડ્સનો ઉપયોગ કરવો જોઈએ.

દવાઓની શ્રેણીમાં પેડ્સ નથી આવતા

ડ્રગ્સ કંટ્રોલર અજય પાઠકના જણાવ્યા પ્રમાણે, પેડ્સ દવા નથી જેથી તેની પર બીઆઈએસ સ્ટાન્ડર્ડ લાગુ થાય છે. જેથી સરકાર પણ તેની તપાસ કરતી નથી. બીઆઈએસ સ્ટાન્ડર્ડ હેઠળ કંપનીને લાઈસન્સની જરૂર નથી. પેડ્સની ક્યારે તપાસ નથી થઈ, મને ખબર નથી.

કંપનીનો જવાબઃ અમારી પાસે સરકારનો ટેસ્ટિંગ રિપોર્ટ છેઃ એનિબુર

એનિબુરના સેનેટરી નેપકિન સેલ્સ જીએમ યશપાલના જણાવ્યા પ્રમાણે, અમારી પાસે સરકાર અને નેશનલ ટેસ્ટિંગ રિપોર્ટ છે. જેમાં ઉપયોગમાં લેવાતા પલ્પની આયાત યુએસથી કરવામાં આવે છે, અત્યાર સુધી કોઈ કમ્પલેઈન પણ કરવામાં આવી નથી. જો કે આ પ્રોડક્ટને અમે નથી બનાવતા, આ વસ્તુ અમને ડીલર સપ્લાઈ કરે છે. સરકારને પણ આ જ સપ્લાઈ કરવામાં આવે છે.

X
Sanitary pads exceed acid-base standards, cancer-infection risk

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી