• Home
  • Dvb Original
  • 30% of families had to sell property for delivery costs, 63% of women were working till delivery

રિપોર્ટ / ડિલિવરી ખર્ચ માટે 30% પરિવારોએ સંપતિ વેચવી પડી, 63% મહિલાઓ ડિલીવરી સુધી કામ કરી રહી હતી

30% of families had to sell property for delivery costs, 63% of women were working till delivery

  • 6 રાજયોના ગ્રામીણ ક્ષેત્રોમાં ગર્ભવ્યવસ્થામાંથી પસાર થઈ રહેલી મહિલાઓના સર્વેમાં ચોકવનારા પરિણામ
  • જૂન 2016માં મધ્યપ્રદેશ, છત્તીસગઢ, યુપી, ઓડિશા, ઝારખંડ, હિમાચલ પ્રદેશમાં સર્વે કરવામાં આવ્યો
  • ગ્રામીણ વિસ્તારોમાં ગર્ભવતી અને તાજેતરમાં જ જન્મ આપનારી માતાઓના સ્વાસ્થ્યને લઈને પુછ્યા સવાલ 

Divyabhaskar.com

Nov 19, 2019, 12:39 PM IST

નવી દિલ્હીઃ દેશના છ રાજયોમાં ગ્રામણી વિસ્તારોમાં રહેનારી ગર્ભવતી અને હાલમાં બાળકોને જન્મ આપી ચુકેલી માતાઓના થયેલા સર્વેમાં ચોકવનારું પરિણામ પ્રકાશમાં આવ્યું છે. મધ્યપ્રદેશ, છતીસગઢ, ઉતર પ્રદેશ, ઝારખંડ, ઓડિશા અને હિમાચલ પ્રદેશના ગ્રામીણ વિસ્તારો અને આંગણવાડીમાં થયેલા આ સર્વે મુજબ ગ્રામીણ વિસ્તારોમાં મહિલાઓની સ્થિતિ ખૂબ જ નિરાશાજનક છે. સૌથી નિરાશાજનક પરિણામ એ છે કે 30 ટકા પરિવારોને ડીલીવરીનો ખર્ચ પુરો કરવા માટે સંપતિ વેચવી પડી, જ્યારે 63 ટકા મહિલાઓ ડિલિવરીના દિવસે ઘર કે ખેતરોમાં કામકાજ કરતી રહી. આ સિવાય કોઈને પણ પૈષ્ટિક ભોજન મળી રહ્યું નથી, તો કોઈને પરિવાર પાસેથી મદદ મળી રહી નથી, ઘણી મહિલાઓ તો એવી રહી, જેમનું વજન ડિલિવરીના દિવસ સુધી 40 કિલોથી ઓછું હતું. ગર્ભવતી મહિલાઓની સૌથી નિરાશાજનક સ્થિતિ ઉતર પ્રદેશમાં પ્રકાશમાં આવી છે.

ગર્ભવ્યવસ્થા દરમિયાન ઘણી સમસ્યાઓનો સામનો કરવો પડ્યો

સર્વે મુજબ મોટા ભાગની મહિલાઓને ગર્ભવ્યવસ્થા દરમિયાન અને ડિલિવરી બાદ પણ ઘણી સમસ્યાઓનો સામનો કરવો પડી રહ્યો છે. પોષ્ટિક ભોજન ન મળવાને કારણે મોટા ભાગની મહિલાઓને અશક્તિ, થાક, પગમાં સોજો જેવી તકલીફનો સામનો કરવો પડે છે.

સમસ્યાઓ મહિલાઓ
નબળાઈ 49%
પગમાં સોજો 41%
આંખની રોશની ઘટવી 17%
હાર્ટએટેક 9%
પુરતો આરામ નહિ 30%
પૈસાની અછતથી સારો ઈલાજ નહિ

34%

13 કિલોની જગ્યાએ માત્ર 7 કિલો વજન વધ્યું

સામાન્ય રીતે ગર્ભવ્યવસ્થા દરમિયાન મહિલાઓનું વજન વધે છે, જોકે ખાવા-પીવામાં ઘટાડાને કારણે તેમાં ઘટાડો પણ આવે છે. ઓછા બોડી માસ ઈન્ડેક્સ એટલે કે ઉંચાઈ પ્રમાણે વજનના મામલામાં સામાન્ય રીતે 13-18 કિલોગ્રામ વજન વધારવું જોઈએ. જોકે સર્વેમાં સામેલ મહિલાઓનું વજન સરેરાશ 7 કિલોગ્રામ સુધી વધ્યુ. યુપીમાં આ આંકડો માત્ર 4 કિલો રહ્યો. તેમાં એ મહિલાઓની માહિતી સામેલ નથી, જેમને પોતાના વજન વિશે કોઈ માહિતી ન હતી.

યુપીમાં સ્થિતિ સૌથી નિરાશાજનક

સર્વેમાં ખૂબ જ નિરાશાજનક પરિણામ રહ્યાં કે જે ઘરોમાં સર્વે કરવામાં આવ્યો ત્યાં ગર્ભાવસ્થાની જરૂરિયાતો જેમ કે સારું ખાવાનું, દવાઓ, આરામ અને સ્વાસ્થ્યની દેખરેખ પણ ખૂબ જ ઓછું ધ્યાન આપવામાં આવી રહ્યું હતું. તેમાં સૌથી નિરાશાજનક સ્થિતિ ઉતર પ્રદેશના ગ્રામીણ વિસ્તારોમાં જોવા મળા. ઉદાહરણ તરીકે યુપીમાં 48 ટકા ગર્ભવતી મહિલાઓને એ ખબર ન હતી કે આ દરમિયાન તેમનું વજન વધ્યું કે નહિ. આ દરમિયાન માત્ર 12 ટકા મહિલાઓએ પૌષ્ટિક ભોજન લેવાની વાતને માની. એટલું જ નહિ, તેમને ગર્ભવ્યવસ્થા દરમિયાન કે ડિલિવરી બાદ થોડા સમય સુધી આરામ કરવા કે સ્વાસ્થ્યનો લાભ લેવા વિશે જાણકારી ન હતી.

6,000 રૂપિયાનો સરકારી લાભ તમામ માટે નથી

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 31 ડિસેમ્બર 2016ના રોજ જાહેરાત કરી હતી કે સમગ્ર દેશમાં ગર્ભવતી મહિલાઓને 6,000 રૂપિયાનો માતૃત્વનો લાભ મળશે. જોકે તેનો લાભ બધાને મળી રહ્યો નથી. વડાપ્રધાનની જાહેરાત બાદ 2017-18ના બજેટમાં માતૃત્વ લાભ કાર્યક્રમ માટે 2,700 કરોડ રૂપિયાની જોગવાઈ કરવામાં આવી હતી, પરંતુ જોકે તે જરૂરિયાત કરતા ઘણી ઓછી છે. રાઈટ ટુ ઈન્ફોર્મેશન અંતર્ગત પ્રાપ્ત કરવામાં આવેલી માહિતીથી ખ્યાલ આવ્યો કે 2018-2019માં આ યોજનાને પાત્ર માત્ર અડધી મહિલાઓને જ થોડા-થોડા પૈસા મળ્યા. પ્રથમ જીવીત બાળકને કારણે 55 ટકાથી વધુ મહિલાઓ તો તેને પત્ર પણ નથી.

રકમ ઘટીને 5,000 રૂપિયા કરવામાં આવી

ઓગસ્ટ 2017માં કેન્દ્રીય મહિલા એન્ડ બાલ વિકાસ મંત્રાલયે વડાપ્રધાન માતૃત્વ વંદન યોજના(PMMVY)ના દિશાનિર્દેશ અને ડ્રાફટ નિયમ બહાર પાડ્યા. આ અંતર્ગત રકમ ઘટાડીને 5,000 રૂપિયા કરવા અને માતૃત્વ લાભ માત્ર પ્રથમ જીવીત જન્મ માટે લાગુ કરવા જેવી ઘણી શરતો લગાવવામાં આવી છે.

જોકે અહીં સકારાત્મક અસર- હોસ્પિટલોમાં ડિલિવરી વધી...

ઘણા નિરાશાજનક મામલાની વચ્ચે એક સકારાત્મક અને રાહત આપનાર પરિણામ એ રહ્યું કે ઘર પર ડિલીવરીની જગ્યાએ સરકારી કે ખાનગી હોસ્પિટલમાં ડિલિવરી વધી છે. તેના કારણે એક-એક બાળકની દેખભાળ યોગ્ય રીતે થઈ રહી છે. સર્વે મુજબ માત્ર 12 ટકા પરિવારોએ કહ્યું કે તેમણે ઘરે ડિલિવરી કરાવી, એટલે કે 88 ટકા બાળકોના જન્મ ડોક્ટર અને નર્સની દેખરેખમાં કોઈ પણ હોસ્પિટલમાં થયા, આ સિવાય નિયમિત સ્વાસ્થ્ય તપાસ પણ કરવામાં આવી.

ડિલિવરી બાદની સેવાઓ

નિયમિત તપાસ 74% 86%
ટિટેનસ ઈન્જેકશન 84% 96%
આયરન કે તાકાતની ગોળી 74% 93%
ખાદ્ય પુરક, પોષણ 77% 92%
સ્વાસ્થ્ય સલાહ 72% 64%

X
30% of families had to sell property for delivery costs, 63% of women were working till delivery

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી