ડિબિ ઓરિજનલ / અયોધ્યામાં રામલલાનો ટેન્ટ 26 વર્ષમાં ફક્ત બે વખત જ બદલાયો

Ramlala's tent in Ayodhya changed only twice in 26 years

  • રૂડકીના એક ઈન્સ્ટીટ્યૂટ પાસે 2015માં વોટર અને ફાયર પ્રુફ ટેન્ટ બનાવડાવ્યા હતા
  •  રામલલાના વાઘા ફાટી જાય તો સિવડાવવા માટે કમિશનર પાસે મંજૂરી લેવી પડે છે

Divyabhaskar.com

Aug 05, 2019, 03:02 PM IST

અયોધ્યાઃ વિવાદિત જગ્યાની પાસે વિરાજમાન રામલલા જે ટેન્ટમાં છે, તેને છેલ્લા 26 વર્ષમાં ફક્ત બે વખત જ બદલવામાં આવ્યો છે. અહીં સવાર સાંજ તેમની આરતી અને શ્રૃંગાર કરવામાં આવે છે. પરંતુ વર્ષ દરમિયાન ફક્ત એક જ વખત તેમના વાઘા સિવડાવવામાં આવે છે. સાત વસ્ત્રોના બે બે સેટ અલગ અલગ રંગના હોય છે. દરેક રંગના વસ્ત્ર, દુપ્પટા, પાથરણા અને પડદાનો સેટ 11 મીટરના કપડાથી તૈયાર કરવામાં આવે છે. જો કોઈ કારણોસર વાઘા ફાટી જાય તો તેને બદલાનો ખર્ચ કરવા માટે કમિશનરની મંજૂરી લેવી પડે છે.

રામલલાના મુખ્ય પૂજારી સત્યેન્દ્રદાસે ભાસ્કર સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, રામવનમીના અવસર પર દર વર્ષે રામલલા માટે દિવસ પ્રમાણે 7 વસ્ત્રોના બે સેટ તૈયાર કરાવવામાં આવે છે. રામનવમીમાં 9 દિવસો સુધી વિશેષ પૂજા અર્ચના કરવામાં આવે છે અને ભોગ ચઢાવવામાં આવે છે. આ તમામ કાર્યો માટે વાર્ષિક 52 હજાર રૂપિયાનો ફંડ વધારે મળે છે. જેમાં 3600 રૂપિયા ફક્ત વાઘા સિવડાવવા માટે થાય છે. સાથે જ તેના કાપડ પણ ખર્ચ થાય છે. જેટલું ધન રામનવમીના નામે મળે છે, તે જ રકમથી રામ જન્મોત્સવની વ્યવસ્થા કરવામાં આવે છે. દિવાળી જેવા તહેવારોમાં રામલલાને પીળા વસ્ત્રો પહેરાવવામાં આવે છે. જે રંગના વાઘા હોય છે, તે જ રંગના રામલલાનું પાથરણું અને પડદા પણ લગાડવામાં આવે છે.

દેવતાઓના પ્રિય રંગ અને દિવસના પ્રમાણે રામલલા માટે વસ્ત્ર સિવડાવવામાં આવે છે
સોમવારઃ સફેદ(ચંદ્ર દેવ)
મંગળવારઃ લાલ(હનુમાનજી)
બુધવારઃ લીલો(ગણેશજી)
ગુરુવારઃ પિતાબંર(શ્રીહરિ)
શુક્રવારઃગુલાબી અથવા ગેરો લાલ(આદ્ય શક્તિ)
શનિવારઃ વાદળી(શનિ દેવ)
રવિવારઃ નારંગી (સૂર્ય દેવ)

દર વર્ષે એક વખત ટેન્ટ બદલવાની વ્યવસ્થાઃ રામલલાનો ટેન્ટ અત્યાર સુધી બે વખત જ બદલવામાં આવ્યો છે, કારણ કે દર 10 વર્ષના અંતરમાં ટેન્ટ બદલવાની વ્યવસ્થા છે. આ ટેન્ટને 2015માં બદલવામાં આવ્યો હતો. આ ટેન્ટ વોટર અથવા ફાયરપ્રુફ હોય છે. આ ટેન્ટને રાસાણિયક લેપ સાથે રૂડકીની એક સંસ્થાએ ઈન્સ્ટીટ્યૂટે તૈયાર કર્યો છે. જેની પર 12 લાખ રૂપિયાનો ખર્ચ કરવામાં આવે છે.

રામલલામાં વ્યવસ્થા પર 93,200 રૂપિયાનો માસિક ખર્ચ આવે છેઃ મુખ્ય પૂજારી સત્યેન્દ્ર દાસને રામલલાની સેવા માટે 12 રૂપિયા માસિક મહેનતાણું કમિશનર પાસેથી મળે છે. મંદિરની વ્યવસ્થામાં 8 અન્ય સહયોગી પણ છે. જેમાં 4 સહાયક પૂજારી અને 4 કર્મચારી છે. દરેકના વેતન પણ અલગ અલગ છે. સહાયક પૂજારીઓને સાડા સાત હજાર રૂપિયા માસિક વેતન આપવામાં આવે છે. કર્મચારીઓને છ હજાર રૂપિયા ચુકવાય છે. રામલલામાં દર મહિને સરેરાશ 6 લાખ રૂપિયા અને વાર્ષિક 65 લાખ રૂપિયાથી 85 લાખ રૂપિયાનો ચઢાવો આવે છે, પરંતુ વ્યવસ્થાઓ પર 93,200 રૂપિયા માસિક ખર્ચ કરવામાં આવે છે. વ્યવસ્થાઓની સમીક્ષા કરવા માટે કમિટી બનાવાઈ છે.

અયોધ્યાના કમિશનર મનોજ મિશ્રા રામલલા પરિસરના રિસીવર છે. તેમને કોર્ટના આદેશની હદમાં રહીને ખર્ચની કરમ વધારવાનો અધિકાર છે. જેથી આ ફંડમાં કોઈ વધારો થયો નથી. કમિશનર વાર્ષિક 4 હજાર રૂપિયા જેટલો જ વધારો કરે છે.

X
Ramlala's tent in Ayodhya changed only twice in 26 years
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી