ડીબી ઓરિજિનલ / અંતિમ સમયની સારવાર માટે ગરીબ દર્દીઓ આ હોસ્પિટલમાં દાખલ થાય છે

હોસ્પિટલમાં હિન્દુ દર્દીઓ પાસે ગીતા અને મુસ્લિમ દર્દીઓ પાસે કુરાન વાંચવામાં આવે છે

Divyabhaskar.com

Aug 03, 2019, 06:16 PM IST

આ છે રાજસ્થાનના ગંગાનગરના 55 વર્ષિય શારદાબેન, જેઓ 517 કિમીની મુસાફરી કરી વૃંદાવનની ભક્તિવેદાંત હોસ્પિટલ પહોંચ્યા છે. તેમના પતિ પ્રેમચંદ પેરાલિસિસ અને કેન્સરની બિમારી સામે લડી રહ્યા છે, શરીરે કામ કરવાનું બંધ કરી દીધું છે.

અહીં દાખલ મોટાભાગના દર્દીઓની કહાની કંઈક આવી જ છે..ખરેખર તો આ હોસ્પિટલમાં એવા રોગીઓને દાખલ કરવામાં આવે છે જેના પર દવાઓએ અસર કરવાનું બંધ કરી દીધું હોય..વૃંદાવનની આ હોસ્પિટલમાં દવા સાથે દર્દીઓને અધ્યાત્મ સાથે પણ જોડવામાં આવે છે. હોસ્પિટલમાં દાખલ દર્દી જે ધર્મમાં વિશ્વાસ ધરાવતા હોય તે ધર્મનાં ગ્રંથમાં લખેલ જીવનની વાસ્તવિક્તાઓથી તેમને વાકેફ કરવામાં આવે છે.

રોજ સવાર-સાંજ આદ્યાત્મિક ગુરુ દર્દીઓને ગીતા કે કુરાનનાં પાઠ સંભળાવે છે. જે દર્દીઓ ચાલવામાં અક્ષમ હોય તેનાં બેડ પાસે ઠાકોરજીનો રથ લાવવામાં આવે છે. મૃત્યુ થવા પર હિન્દુ દર્દીનાં મુખમાં ‘ગંગાજળ’ અને મુસ્લિમ દર્દીઓને ‘આબે ઝમઝમ’નું પાણી પીવડાવવામાં આવે છે. વર્ષ 2008માં શરૂ કરાયેલ આ હોસ્પિટલમાં 5868 દર્દીઓ દાખલ થયા, જેમાંથી 1633નું મૃત્યુ થયું છે. આ બધા જ દર્દીઓ અસાધ્ય રોગથી પિડીત હતા. હોસ્પિટલમાં દર્દીઓ પાસે દવાના નજીવા પૈસા લેવામાં આવે છે. જેઓ પૈસા નથી આપી શકતા તેઓનો ઈલાજ મફતમાં કરવામાં આવે છે.

X
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી