• Home
  • Dvb Original
  • Police call for Ahmedabad youth from China not to stop me from being admitted to SVP for Corona investigation

કોરોના ઇફેક્ટ / ચીનથી આવેલા અમદાવાદી યુવકને કોરોનાની તપાસ માટે SVPમાં દાખલ કરાતા મને રોકો નહીં કહી પોલીસ બોલાવી

SVP હોસ્પિટલની ફાઇલ તસવીર.
SVP હોસ્પિટલની ફાઇલ તસવીર.

  • બીજા યુવકના લક્ષણ શંકાસ્પદ હતા પરંતુ તેણે દાખલ થવા ઈન્કાર કરી સિવિલ માથે લેતાં પોલીસ બોલાવવી પડી
  • કેરળમાં રહેતો કોરોનાનો દર્દી ચીનથી જે ફ્લાઈટમાં આવ્યો હતો તે ફ્લાઈટમાં જ અમદાવાદનો યુવક હતો

Divyabhaskar.com

Feb 11, 2020, 02:51 AM IST
મૃગાંક પટેલ, અમદાવાદ: ભારતમાં કોરોનાનો ત્રીજો પોઝિટિવ કેસ કેરળમાં નોંધાયો હતો. આ દર્દી ચીનથી જે ફલાઈટમાં આવ્યો હતો તેમાં અમદાવાદનો એક યુવક પણ હતો. કેન્દ્ર સરકારે ફલાઈટના તમામ દર્દીને જે તે શહેર કે રાજ્યની હોસ્પિટલમાં દાખલ કરવાનો આદેશ કર્યો હતો. અમદાવાદના આ યુવકને પણ એસવીપીમાં દાખલ કરાતા તેણે હોસ્પિટલે તેને ગોંધી રાખ્યાનો મેસેજ કરતાં પોલીસ અને હેલ્થ વિભાગ દોડતું થયું હતું. ત્રણથી ચાર કલાકની જહેમત પછી અધિકારીઓએ પોલીસને કોરોનાની ગાઈડલાઈન્સ સમજાવતા તેમણે દર્દીને પણ સમજાવ્યો હતો. આખરે સોમવારે તેનો રિપોર્ટ નેગેટિવ આવતા હોસ્પિટલમાંથી તેને ડિસ્ચાર્જ કરાયો હતો. આ યુવક દસ વર્ષથી ચીનમાં સ્થાયી થયો હતો અને કોરોના વાઈરસ ત્યાં ફેલાયા પછી અમદાવાદ આવ્યો હતો.
આવા જ બીજા કિસ્સામાં સિવિલ હોસ્પિટલે કોરોનાના શંકાસ્પદ દર્દીને દાખલ કરતા તેણે હોસ્પિટલ માથે લીધી હતી અને હોસ્પિટલે પોલીસ બોલાવવી પડી હતી. પોલીસની સમજાવટથી દર્દી દાખલ થયો હતો.
ચીનમાં કોરાના વાઈરસ ફેલાયો તે પછી મૂળ અમદાવાદી યુવક ત્યાંથી અહીં આવ્યો હતો. પહેલા હેલ્થ વિભાગે તેને હોસ્પિટલમાં દાખલ કર્યો હતો અને સેમ્પલ લઈને ડિસ્ચાર્જ કર્યો હતો. જો કે, તેમનો રિપોર્ટ આવવાનો બાકી હોવાથી સરકારે ફરીથી તેને રિપોર્ટ ન આવે ત્યાં સુધી દાખલ કરવા તાકીદ કરી હતી. જેથી હેલ્થ વિભાગે તેમને ફરીથી એસવીપી હોસ્પિટલમાં દાખલ કર્યો હતો. રવિવારે સાંજે તેમણે પોલીસકંટ્રોલને પોતાને ગોંધી રાખવામાં આવતા હોવાનો મેસેજ કર્યો હતો. પોલીસ અને હેલ્થ વિભાગના અધિકારીઓની ભારે સમજાવટને અંતે તેઓને હોસ્પિટલમાં દાખલ કરાયા હતા. જો કે, સોમવારે તેમનો રિપોર્ટ નેગેટિવ આવતા ડિસ્ચાર્જ અપાયો હતો.
યુનાઇટેડ નેશન્સ એન્વાયર્મેન્ટ પ્રોગ્રામ દ્વારા મહાત્મા મંદિર ખાતે 15થી 22 ફેબ્રુઆરી દરમિયાન યોજાનાર સ્થળાંતરિત પશુ-પક્ષીઓની પ્રજાતિ વિષય પરની ઇન્ટરનેશનલ કોન્ફરન્સમાં 130 દેશના પ્રતિનિધિઓ ભાગ લેવા માટે આવવાના છે પરંતુ ચાઇનાથી ઉદભવેલા કોરોના વાઈરસને કારણે યુરોપિયન દેશોના પ્રતિનિધિઓ પોતાનું રજિસ્ટ્રેશન રદ કરાવી રહ્યા હોવાનું જાણવા મળ્યું છે.ખાસ કરીને યુરોપના દેશોના પ્રતિનિધિઓ વાઈરસને કારણે મુલાકાત ટાળી રહ્યા છે. પ્રતિનિધિઓની સંખ્યા ઘટવાથી કોન્ફરન્સના આયોજન પર કોઇ અસર નહીં થાય.
X
SVP હોસ્પિટલની ફાઇલ તસવીર.SVP હોસ્પિટલની ફાઇલ તસવીર.

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી