• Home
  • Db Original
  • People from 48 states in the US will listen to Modi in Houston, the Indian community is raising the cost of the program

હાઉડી મોદી / હ્યૂસ્ટનમાં મોદીને સાંભળવા અમેરિકાના 48 રાજ્યોમાંથી લોકો આવશે, કાર્યક્રમનો ખર્ચ ભારતીય સમુદાય ઉઠાવી રહ્યું છે

People from 48 states in the US will listen to Modi in Houston, the Indian community is raising the cost of the program

  •  વડાપ્રધાન મોદી 21થી 27 સપ્ટેમ્બર સુધી અમેરિકાની મુલાકાતે , 22 સપ્ટેમ્બરે તેઓ હ્યૂસ્ટનમાં ભારતીય સમુદાયને સંબોધશે 
  •  વિદેશોમાં મોદી સાથે જોડાયેલા આયોજનોનું ધ્યાન રાખનારા વિજય ચૌથાઈવાલાએ ભાસ્કર સાથે આ કાર્યક્રમની તૈયારીઓ અંગે ચર્ચા કરી 
  • મોદીના છેલ્લા બન્ને કાર્યક્રમો દરમિયાન અમેરિકી રાષ્ટ્રપતિને આમંત્રણ મોકલાયું હતું, આ વખતે ટ્રમ્પે આમંત્રણ સ્વીકાર્યું 

Divyabhaskar.com

Nov 14, 2019, 01:09 PM IST

નવી દિલ્હીઃ વડાપ્રધાન મોદી 22 સપ્ટેમ્બરે હ્યૂસ્ટનમાં હાઉડી મોદી કાર્યક્રમને સંબોધશે. આ કાર્યક્રમ માટે બે સપ્તાહ પહેલા જ રજિસ્ટ્રેશ પ્રોસેસ પુરી કરી લેવાઈ છે. ભારતીય અમેરિકી સમુદાયના 50 હજારથી વધુ લોકો આ કાર્યક્રમમાં સામેલ થઈ રહ્યા છે. મોદી સાથે અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ પણ ભારતીય સમુદાયને સંબોધશે. ટેક્સાસ ફોરમ ઈન્ડિયાના નેતૃત્વમાં અમેરિકાના 33 રાજ્યોના 600થી વધુ ભારતીય સમુદાય સંગઠનોએ મળીને આ કાર્યક્રમનું આયોજન કર્યું છે. અમેરિકાના 48 રાજ્યોમાંથી પ્રવાસી ભારતીય હ્યૂસ્ટન પહોંચશે. ભાસ્કરે આ કાર્યક્રમની તૈયારી અંગે ઈન્ડિયા ફોરમના પ્રવક્તા ગીતેશ દેસાઈ અને વડાપ્રધાન મોદી માટે વિદેશોમાં યોજાતા કાર્યક્રમોનું ધ્યાન રાખનારા ભાજપ વિદેશ વિભાગના પ્રભારી વિજય ચૌથાઈવાલે સાથે વાતચીત કરી.

હ્યૂસ્ટનના ભારતીય સમુદાયે મોદીને આમંત્રણ મોકલ્યું હતું- દેસાઈના જણાવ્યા પ્રમાણે, જ્યારે હ્યૂસ્ટમાં રહેનારા ભારતીય અમેરિકી સમુદાયને ખબર પડી કે વડાપ્રધાન મોદી સંયુક્ત રાષ્ટ્ર મહાસભાને સંબોધિત કરવા ન્યૂયોર્ક આવી રહ્યા છે. તો સમુદાયે મોદીને હ્યૂસ્ટન આવવા માટે આમંત્રિત કર્યા, અમે વડાપ્રધાનને અપીલ કરી કે તેઓ અમેરિકાની મુલાકાત દરમિયાન સમય કાઢીને હ્યૂસ્ટમાં રહેતા ભારતીયો સાથે મુલાકાત કરે.

અમેરિકામાં પહેલાના આયોજનો કરતા આ ત્રણ ગણું મોટું હશેઃ વિજય ચૌથાઈવાલે કહે છે કે છેલ્લા બન્ને કાર્યક્રમોની સરખામણીમાં આ ઘણું મોટું આયોજન છે. 2014માં મોદીએ ન્યૂયોર્કના મેડિસન સ્ક્વેયર ગાર્ડન અને 2016માં સેન જોસ સિલિકોન વેલીમાં યોજાયેલા પ્રોગ્રામમાં અંદાજે 18-18 હજાર લોકોને સંબોધિત કર્યા હતા હ્યૂસ્ટનમાં આના કરતા ત્રણ ગણી વધારે ભીડ હશે. પહેલાના કાર્યક્રમો ઈનડોર સ્ટેડિયમમાં થયા હતા. ત્યારબાદ આ પ્રોગ્રામ માટે આઉટડોર ફુટબોલ સ્ટેડિયમની પસંદગી કરવામાં આવી છે. આ વખતે અમેરિકી રાષ્ટ્રપતિ ટ્રમ્પ આ કાર્યક્રમમાં આવશે. જે અત્યાર સુધીના કાર્યક્રમોમાં આ કાર્યક્રમની ખાસ વાત હશે.

તૈયારી- 1100થી વધુ વોલેન્ટિયર રાત-દિવસ કામે લાગ્યાઃ દેસાઈના જણાવ્યા પ્રમાણે 1100થી વધુ વોલેન્ટિયર્સ રાત-દિવસ તૈયારીમાં લાગેલા છે. વોલેન્ટિયર્સમાં આ ઐતિહાસિક કાર્યક્રમ માટે જોશ અને ઉત્સાહ આ સમયે ચરણ સીમા છે. મોદીને ભારતના રિફોર્મર અને ટ્રાન્સફોર્મર તરીકે જોવામાં આવે છે. એવામાં દુનિયાના સૌથી મોટા લોકતંત્રના વડાપ્રધાનના સ્વાગત માટે હ્યૂસ્ટન શહેર ઘણા ઉત્સાહમાં છે.

ઉત્સાહઃ ભારતીય સમુદાય પોતાના ખર્ચ પર કરવામાં આવી રહેલું આયોજનઃ ચોથાઈવાલાના જણાવ્યા પ્રમાણે, અહીં મોદી ખુબ જ લોકપ્રિય છે. બે સપ્તાહ પહેલા જ 50,000 રજિસ્ટ્રશન થવું અને 50માંથી 48 રાજ્યોમાંથી ભારતીય સમુદાયના લોકો એક સ્થળે ભેગા થવું આ તમામ મોદીની લોકપ્રિયતાના કારણે જ શક્ય બન્યું છે. અમેરિકાના અલગ અલગ ખૂણામાં રહેનારા ભારતીય સમુદાયના સંગઠનોએ હાઉડી મોદી કમ્યુનિટી બનાવી અને અહીં આખુ આયોજન ભારતીય સમુદાયના ખર્ચે કરવામાં આવી રહ્યું છે. જેમાં ન તો ભારત સરકારનો એક પણ રૂપિયો લાગેલો છે અને ન તો ભાજપે પૈસા આપ્યા છે. આનાથી તમે અંદાજો લગાવી શકો છે કે અમેરિકામાં મોદી કેટલા જાણીતા અને લોકપ્રિય છે.

હ્યૂસ્ટન જ શા માટે?-દેસાઈએ જણાવ્યું કે, અમેરિકાના અન્ય પ્રાંતની તુલનામાં ટેક્સાસ પ્રાંતમાં મોટી સંખ્યામાં પ્રવાસી ભારતીયો છે. ટેક્સાસમાં ભારતીય સમુદાયના 5 લાખથી વધારે લોકો રહે છે. જેમાં માત્ર હ્યૂસ્ટનમાં 2.5 લાખ લોકોથી વધુ પ્રવાસી ભારતીય છે. હ્યૂસ્ટનને ઉર્જાની આંતરરાષ્ટ્રીય રાજધાની કહેવામાં આવે છે. જે દુનિયાનું સૌથી મોટું મેડિકલ સેન્ટર છે. નાસાનું હેડક્વાર્ટર પણ અહીં જ છે. આવી ઘણી વાતો છે જે ઝડપી વિકાસ અને આર્થિક વિકાસ માટે ભારતના હિતમાં થઈ શકે છે. આ જ કારણે વડાપ્રધાન મોદીએ હ્યૂસ્ટન આવવાનું આમંત્રણ સ્વીકાર્યું હતું.

ટેક્સાસઃ જીડીપી 1.6 ટ્રિલીયન યુએસ ડોલર, વિશ્વના કુલ તેલ ઉત્પાદનમાં 5% યોગદાનઃ કાઉન્સલેટ જનરલ ઓફ ઈન્ડિયાના જણાવ્યા પ્રમાણે, ટેક્સાસનો જીડીપી 1.6 ટ્રિલિયન યુએસ ડોલર છે. અમેરિકાનું આ રાજ્ય જો એક દેશ હશે તો તે દુનિયાની 10મી સૌથી મોટી અર્થવ્યવસ્થા હશે. અમેરિકાની 500 સૌથી મોટી કંપનીઓમાથી 92 કંપનીઓ આ રાજ્યમાં છે. સાથે વિશ્વની ફોર્ચ્યુન 500 કંપનીઓમાંથી 12 અહીંયાથી જ છે. હેલ્થકેર, રિન્યૂએબલ એનર્જી, હાઈ ટેકેનોલોજી, ડિફેન્સ/એરોસ્પેસ અને ફાઈનાન્સિયલ સર્વિસ ક્ષેત્રમાં અમેરિકાનું આ રાજ્ય આગળ પડતું છે. ભારત-યુએસના કુલ વેપારનો 10% વેપાર તો માત્ર આ રાજ્યમાંથી જ થાય છે. ટેક્સાસ પ્રતિદિન 30 લાખ બેરલથી વધું ઓઈલનું ઉત્પાદન કરે છે, જે કુલ યુએસના તેલ ઉત્પાદનનો 50% અને વિશ્વના કુલ તેલ ઉત્પાદનનો 5% હિસ્સો છે. જો ટેક્સાસ એક દેશ હોત તો તે 9મું સૌથી મોટું તેલ ઉત્પાદક દેશ હોત. રાજ્યમાં 25 હજારથી વધારે ભારતીય વિદ્યાર્થી છે. રાજ્યનું હ્યૂસ્ટન શહેરનું ચોથું સૌથી મોટું પાર્ટનર ભારત છે. 2018માં ભારતનો હ્યૂસ્ટન સાથે વેપાર અંદાજે 4.3 બિલીયન ડોલર હતો. ભારતની ત્રણ સૌથી મોટી તેલ અને ગેસ ઉત્પાદક કંપનીઓ ઓઈલ ઈન્ડિયા લિમીટેડ, ગેસ ઓથોરિટી ઓફ ઈન્ડિયા લિમીટેડ અને ઓએનજીસી લિમીટેડના હેડક્વાર્ટર હ્યૂસ્ટનમાં છે. ટેક્સાસ રાજ્યમાં સૌથી વધારે ભારતીય વિદ્યાર્થી યુનિવર્સિટી ઓફ હ્યૂસ્ટનમાં જ ભણે છે.

ટ્રમ્પનું આવવાનું કારણઃ મોદીની છાપ અને ભારતીયોની વધતી તાકાતઃ ચોથાઈવાલે જણાવ્યું કે, ગત બે કાર્યક્રમોમાં પણ અમેરિકી રાષ્ટ્રપતિને આમંત્રણ મોકલવામાં આવ્યું હતું. અમે આ વખતે ટ્રમ્પને આમંત્રણ આપ્યુ ,પરંતુ તે સ્વીકારશે તેની કોઈ ખાસ આશા ન હતી. તેમના આ કાર્યક્રમમાં સામેલ થવાના બે કારણ હોઈ શકે છે. પહેલું વડાપ્રધાન મોદીની વૈશ્વિક નેતા તરીકે છબી અને બીજી ભારતીય સમુદાય જે આજે મોટી સંખ્યામાં અર્થવ્યવસ્થાથી માંડી દરેક ક્ષેત્રે યોગદાન આપી રહ્યો છે. અહીં ભારતીય સમુદાયના લોકો, ડોક્ટર , એન્જિનીયર અને સાઈન્ટિસ્ટ તો છે જ સાથે જ ગૂગલ, માઈક્રોસોફ્ટ સહિત ઘણી એવી નાની મોટી કંપનીઓ છે, જેના સીઈઓ પણ ભારતવંશી છે. રાજકારણ અને પ્રશાસનિક સેવાઓમાં પણ ભારતીયોની મોટી સંખ્યા છે. ઓબામા એડમિનિસ્ટ્રેશનમાં ઘણા ભારતીયો હતા. ટ્રમ્પ એડમિનિસ્ટ્રેશનમાં પણ ઘણા ભારતીયો છે. આજે ભારતીય કંપનીઓ અહીં હજારોની સંખ્યામાં રોજગાર પેદા કરી રહી છે. અહીં અંદાજે 2 લાખ ભારતીય વિદ્યાર્થી છે. ભારતીયો એક વ્યક્તિ દીઠ આવક પણ સામાન્ય અમેરિકીઓ ની સરખામણીમાં બમણી છે. આવા ભારતીયોને સમ્માનની નજરે જોવામાં આવે છે. આવા જ ઘણા કારણો છે જેના કારણે ટ્રમ્પ પણ આ આયોજનમાં સામેલ થઈ રહ્યા છે.

ટ્રમ્પની હાજરી બતાવશે કે ઘણા મતભેદો હોવા છતા ભારત અમેરિકા સાથે જ ઊભા છેઃ ચોથાઈવાલાના જણાવ્યા પ્રમાણે, ભારત અને અમેરિકા વચ્ચે ચાલી રહેલા વિવાદ જેવા કે ટ્રેડના મામલામાં ટૈરિફ અંગે ઘણા મતભેદ છે. ભારતના રશિયા સાથે હથિયાર ખરીદવા અંગેનો પણ મતભેદ ચાલી રહ્યો છે, પરંતુ આ બધાની સાથે રાષ્ટ્રપતિ ટ્રમ્પનું વડાપ્રધાન મોદીના કાર્યક્રમમાં આવવું દુનિયાને એ સંદેશ આપશે તે ઘણા મામલાઓમાં મતભેદ હોઈ શકે છે પરંતુ આનાથી ભારત-અમેરિકાની મિત્રતામાં કોઈ ફરક નહીં પડે અને બન્ને દેશ દરેક ક્ષેત્રમાં એક બીજાની સાથે ઊભા રહેશે.

X
People from 48 states in the US will listen to Modi in Houston, the Indian community is raising the cost of the program
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી