પાકિસ્તાન / ઈમરાન સરકાર જિન્ના ઈન્ટરનેશલ એરપોર્ટને ગિરવે મુકીને 70 હજાર કરોડ રૂપિયા ઉછીના લેશે

Pakistan pays salaries, Jinnah airports will take loan by pledging

  •  જિન્ના એરપોર્ટ પાકિસ્તાનનું સૌથી મોટું અને રણનીતિક રીતે મહત્વપૂર્ણ એરપોર્ટ છે
  • દુબઈ-પાકિસ્તાનની 3 બેન્ક 452 કરોડ ડોલર આપશે, એરપોર્ટ પાસે 1150 હેક્ટર જમીન

Divyabhaskar.com

Dec 15, 2019, 11:24 AM IST

શાહ જમાલ(ઈસ્લામાબાદ) લથડેલી અર્થવ્યવસ્થા સામે ઝઝુમી રહેલી પાકિસ્તાન સરકાર પાસે હવે રોજ બરોજના ખર્ચા માટે અને કર્મચારીઓને વેતન આપવા જેટલા પણ પૈસા નથી. આ જરૂરીયાતો પુરી કરવા માટે વડાપ્રધાન ઈમરાન ખાને કરાચીનું જિન્ના ઈન્ટરનેશનલ એરપોર્ટ ગિરવે મુકવાનો નિર્ણય કર્યો છે. જેના બદલામાં સરકાર ત્રણ બેન્કો પાસેથી 452 કરોડ ડોલર ઉછીના લેશે. પાકિસ્તાની ચલણમાં આ રકમ 70 હજાર કરોડ રૂપિયા છે.

જિન્ના એરપોર્ટ પાકિસ્તાનનું સૌથી મોટું અને રણનીતિક રીતે મહત્વપૂર્ણ એરપોર્ટ છે. દેશના સૌથી વ્યસ્ત આ એરપોર્ટ પર 2017-18માં લગભગ 67 લાખ યાત્રિઓની અવજ જવર થઈ હતી. અરપોર્ટની 1150 હેક્ટર જમીન, મીઝાજ બેન્ક, બેન્ક ઓફ અલફલાહ અને દુબઈ ઈસ્લામિક બેન્ક પાસે ગિરવી મુકાશે. પાકિસ્તાન સરકારના પ્રવક્તાએ આ અંગે કંઈ પણ કહેવાનો ઈન્કાર કર્યો છે.

ગત સરકારો પણ ઈમારતોને ગિરવી મુકીને ઉછીના નાણાં લઈ ચુકી છે

વડાપ્રધાન ઈમરાન ખાનના સલાહકાર ફિરગદૌસ આશિક અવાને કહ્યું કે, ‘મને આ વિશે કંઈ જ ખબર નછી. સંબંધિત અધિકારીઓ સાથે વાત કર્યા બાદ જ હું કંઈ પણ કહી શકીશ’ જો કે, સૂત્રોએ જણાવ્યું કે, જે કેબિનેટ મીટિંગમાં ઈમરાને એરપોર્ટ ગિરવી રાખવા અંગે ચર્ચા કરી હતી, તેમાં ફિરદૌસ પણ હાજર હતા. આ પહેલી વખત નહોતું, જ્યારે પાકિસ્તાન સરકાર સંપત્તિ ગિરવી મુકીને દેવું કરી રહી છે. નવાઝ શરીફ અને પરવેજ મુશર્રફના સમયમાં પણ વર્લ્ડ બેન્ક, IMF અને અન્ય બહારની સંસ્થાઓ પાસેથી ઉછીના નાણા લેવા માટે સરકારે રસ્તાઓ, પીટીવી અને રેડિયો પાકિસ્તાનની ઈમારતોને ગિરવી મુકી દીધી હતી.

એરપોર્ટ ગિરવે મુકવાનો નિર્ણય ઈમરાનની નિષ્ફળતાઃ માલિક
પૂર્વ ગૃહમંત્રી અને સંસદના ઉપલા ગૃહના સભ્ય રહેમાન મલિકના કહ્યાં પ્રમાણે, એરપોર્ટ ગિરવી મુકવાનો નિર્ણય ઈમરાનની નિષ્ફળતાને સાબિત કરે છે. નેતા પાસે વિઝન ન હોવાના કારણે જ આવું થાય છે. મોંઘવારી ઓછી કરવા અને અર્થવ્યવસ્થાને પાટા પર લાવવી ઈમરાન માટે સૌથી મોટો પડકાર છે. ઈસ્લામાબાદના રાવલ એક સરકારી શાળામાં શિક્ષકની નોકરી કરતા મોહમ્મદ આસિફના જણાવ્યા પ્રમાણે,‘ખાંડથી માંડી ઘઉંનો લોટ, અને વીજળીથી માંડીને ગેસ, દરેક ચીજ વસ્તુઓના ભાવ આભને અડી રહ્યા છે. કૃષિ આધારિત અર્થવ્યવસ્થા વાળા દેશમાં શાકભાજીઓના ભાવ પણ વધી રહ્યા છે. ઈમરાન સરકારે અમને નિરાશ કર્યા છે’

દોઢ વર્ષમાં 1,149 કરોડ ડોલરનું દેવું વધ્યું

  • દોઢ વર્ષમાં પાકિસ્તાન પર 1,149 કરોડ ડોલર વિદેશી વધ્યું છે. મે,2018માં આ દેવું 9,540 કરોડ ડોલર હતું. અત્યારે 11 હજાર કરોડ ડોલર સુધી પહોંચી ગયું છે.
  • IMFના રિપોર્ટ પ્રમાણે, ચાર વર્ષમાં પાકિસ્તાન પર વિદેશી દેવું 13 હજાર કરોડ ડોલર થઈ જશે. એટલે કે ઈમરાનના સત્તામાં રહેતા રહેતા 36.3% દેવું વધશે.
  • પાકિસ્તાન આર્થિક સર્વેમાં તમામ ઈન્ડિકેટર્સમાં ઘટાડો નોંધાયો છે. 50% ઘટાડા બાદ જીડીપી 6.2% થી 3.3% પર આવી ગયો છે. સુધારાના સંકેત જોવા મળી રહ્યા નથી.
  • ડોલરના પ્રમાણમાં પાકિસ્તાની રૂપિયાની કિંમત આ વર્ષમાં 20% ગગડી ગઈ છે. નવેમ્બરમાં ખાદ્ય મોંઘવારી દર 16.53% રહ્યો છે. ઓક્ટોબરમાં આ 13.10% હતો.
X
Pakistan pays salaries, Jinnah airports will take loan by pledging

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી