શ્રાદ્ધ / બ્રહ્મકપાલ સિવાય ક્યાંય વરસાદના કારણે અડચણ નથી, શ્રાદ્ધ માટે ઓનલાઈન બુકિંગ અને ડિજિટલ પૂજાની વ્યવસ્થા

online booking and digital pitru puja for shradh paksha

  •  ગયામાં 10 લાખ લોકો પિંડદાન અને શ્રાદ્ધ કરાવશે, ફલ્ગુમાં ગંદા નાળાથી લોકો હેરાન 
  •  બ્રહ્મકપાલમાં આ વર્ષે શ્રાદ્ધ પૂજા સૌથી મુશ્કેલ હશે, રસ્તા બંધ અને બુકિંગ પણ નથી થઈ રહ્યું 
  •  રામેશ્વરમના અગ્નિ તીર્થમમાં શ્રાદ્ધકર્મ થશે, અહીં હવામાન સામાન્ય છે 

Divyabhaskar.com

Sep 13, 2019, 01:28 PM IST

ભોપાલ(નિતીન આર. ઉપાધ્યાય) આવતીકાલથી પિતૃ પૂજાનો પર્વ શ્રાદ્ધ પક્ષ શરૂ થઈ રહ્યો છે. દેશભરમાં ઠેર ઠેર તીર્થસ્થળોમાં લોકો પોતાના સ્વર્ગવાસી પરિવારજનોને મોક્ષની કામના માટે પિંડદાન કરે છે. આ વર્ષે દેશના ઘણા વિસ્તારોમાં રેકોર્ડ તોડીને વરસાદના કારણે સામાન્ય જન જીવન પ્રભાવિત થઈ રહ્યું છે. રામેશ્વરથી માંડી ઉજ્જૈન સુધી, શ્રાદ્ધ કર્મ માટે પ્રસિદ્ધ તીર્થોમાં મહિનાઓ પહેલા ઓનલાઈન બુકિંગ થઈ રહ્યું છે. પિંડદાન અને શ્રાદ્ધકર્મ માટે છેલ્લા એક-બે વર્ષમાં 100થી વધારે વેબસાઈટ્સ બની ગઈ છે. આ અંગે લોકો ઓનલાઈન બુકિંગ કરીને પોતાની પૂજા માટેની વ્યવસ્થા પહેલાથી જ કરી રહ્યાં છે. પંડિતોએ પોતાના નામથી જ વેબસાઈટ બનાવેલી છે, જેનાથી યજમાન તેમને પહેલા જ બુક કરી લે છે.

બિહારના ગયામાં આ દરમિયાન સૌથી વધારે ભીડ હોય છે. એક અનુમાન પ્રમાણે આ વર્ષે 10થી 12 લાખ લોકો ગયાના અલગ અલગ સ્થળો પર પિંડદાન કરવા આવશે. ફક્ત ગયા જ એકમાત્ર એવું તીર્થ છે, જ્યાં પિતૃ પૂજા માટે ન આવી શકતા લોકો માટે ડિજિટલ પૂજાની પણ વ્યવસ્થા છે. પૂજાનો વીડિયો યજમાન સુધી પહોંચાડવામાં આવશે અથવા તો વીડિયો કોલિંગ દ્વારા અન્ય સ્થળો પર હાજર યજમાનોને તેમની તરફથી થતી પૂજા લાઈવ બતાવવામાં આવશે.

ઉત્તરાખંડનું બ્રહ્મકપાલ, તમિલનાડુંનું રામેશ્વરમ, મહારાષ્ટ્રનું નાસિક અને મધ્યપ્રદેશનું ઉજ્જૈન તીર્થ એવું સ્થળ છે, જ્યાં શ્રાદ્ધ દરમિયાન સૌથી વધારે ભીડ જમા થાય છે. ફક્ત ઉત્તરાખંડના બદ્રીનાથ ધામ પાસે બ્રહ્મકપાલ તીર્થ પર જ સૌથી ઓછી ભીડ રહે છે. કારણ કે અહીં સતત વરસાદના કારણે પડાડ ધસી પડે છે અને રસ્તાઓ બંધ થઈ જાય છે. અહીંનું તંત્ર પણ લોકોને અહીં ન આવવાની અપીલ કરી રહ્યું છે. સાથે જ રામેશ્વરમ, ઉજ્જૈન અને નાસિકમાં વરસાદની આસ્થા પર કોઈ અસર નથી.

ગયાઃ 10 લાખ લોકો આવશે, 1500થી માંડી લાખો સુધીના પેકેજ

ગયામાં પણ ભલે ફલ્ગુ નદીમાં પાણી નથી, પરંતુ આ જ ફલ્ગુની ખાસિયત છે. જેને અંતઃવાહિની સલિલા એટલે કે ભૂમિ અંદર વહેનારી નદી માનવામાં આવે છે. પરંતુ પૂજારી આનાથી નારાજ છે કે ફલ્ગુમાં ભળનારા ગંદા નાળા અંગે તંત્રએ હજુ સુધી કંઈ જ કર્યું નથી. પિંડદાન માટે લોકોએ નાળાના કીચડમાંથી પસાર થઈને જવું પડે છે. ગયા શહેરના 6 સ્થળો ગયાકૂપ વેદી, ગ્યાસિર વેદી, વૈતરણી તળાવ, બ્રહ્મસત વેદી, ધૌતપદ વેદી, આદિ ગયા વેદી પર પિંડદાન અને શ્રાદ્ધ કરવામાં આવશે. ગયાના તીર્થ પુરોહિત પંડિત ગોકુલ દુબેના જણાવ્યા પ્રમાણે અંદાજે 4 મહિના પહેલાથી દેશના અલગ અલગ શહેરોમાંથી લોકો ફોન કરીને શ્રાદ્ધ માટે બુકિંગ કરાવી રહ્યાં છે. અંદાજે 10 લાખ લોકો શ્રાદ્ધ પક્ષ દરમિયાન ગયા આવશે. ગયામાં 1,3,5,7,9 અને 17 દિવસની પૂજા માટેના અલગ અલગ પેકેજ હોય છે. 1500 માંડી 4500 સુધીની રકમની એક દિવસની પૂજા માટે છે. સાથે જ 17 દિવસની પૂજાનો ખર્ચ લાખો સુધી આવે છે. જેમાં રહેવાનો, બ્રાહ્મણ ભોજન વગેરેનો ખર્ચ સામેલ છે.

બ્રહ્મકપાલઃ રસ્તા બંધ, વરસાદના કારણે આવવું જવું મુશ્કેલ, બુકિંગ માટે 2-4 જ ફોન
ઉત્તરાખંડમાં બદ્રીનાથ મંદિર પાસે આવેલા બ્રહ્મકપાલને પણ શ્રાદ્ધકર્મ અને પિંડદાન માટે શ્રેષ્ઠ તીર્થ માનવામાં આવે છે. પૌરાણિક માન્યતા પ્રમાણે, આ સ્થળે ભગવાન શિવને પણ બ્રહ્મહત્યાના દોષમાંથી મુક્તિ મળી હતી. સામાન્ય રીતે શ્રાદ્ધપક્ષમાં અહીં ઓરિસ્સાના લોકો સૌથી વધારે આવે છે. કારણ કે ઓરિસ્સા સૂર્યનું ઉપાસક રાજ્ય છે અને બ્રહ્મકપાલી જ એ પિતૃ તીર્થ છે, જ્યાં સૌથી પહેલ સૂર્યની રોશની પડે છે. હનુમાન ચટ્ટીના પંડિત કિશોરીલાલ પંચભૈયાના જણાવ્યા પ્રમાણે આ વખતે સૌથી વધારે વરસાદના કારણે લોકોની ભીડ ઓછી છે. ઘણા રસ્તા બંધ છે, પરંતુ તીર્થો પર પૂજન ચાલુ છે. ઓરિસ્સામાં સૌથી વધારે શ્રદ્ધાળુઓ આવે છે., પરંતુ આ વખતે 2-4 લોકોના ફોન જ આવ્યા છે. તીર્થો પર પૂજન માટે વ્યવસ્થાઓ તો છે પરંતુ આવવા માટે રસ્તા બંધ છે.

ત્ર્યંબકેશ્વરઃ 10થી 15 ટકા ઓછું બુકિંગ, પરંતુ લોકોની અવર જવર ચાલુ
નાસિકના ત્ર્યંબકેશ્વરને પિતૃદોષ અને કાલસર્પ દોષ નિવારણ માટે ઓળખવામાં આવે છે. મહારાષ્ટ્રમાં વરસાદની સ્થિતી સૌથી વધુ ખરાબ છે, આ જ કારણે તીર્થ પર પિતૃદોષ માટે આવનારા લોકોની સંખ્યામાં ઘટાડો થયો છે. પુરોહિત પંડિત સુશીલ ગણેશ કુલકર્ણીના જણાવ્યા પ્રમાણે, શ્રદ્ધાળુઓની સંખ્યામાં 10થી 15 ટકાનો ઘટાડો થયો છે. પરંતુ ઓનલાઈનઅ અને ફોન પર બુકિંગ ચાલું છે. મોટી સંખ્યામાં લોકો ત્રણ દિવસ માટે નાગબલિ- નારાયણ બલિના અનુષ્ઠાનનું બુકિંગ કરાવી રહ્યાં છે. વરસાદ આ વખતે નાસિક અને આસપાસના વિસ્તારોમાં થોડો ઓછો થયો છે મને આશા છે કે શ્રાદ્ધપક્ષમાં લોકોની સંખ્યામાં વધારો થશે.

રામેશ્વરમ્ઃ અગ્નિ તીર્થમ્ પર પૂજો, લોકો વેબસાઈટ પર બુકિંગ કરાવી રહ્યાં છે

રામેશ્વરમમાં ભગવાન રામને બ્રહ્મહત્યાના દોષથી મુક્તિ મળી હતી, કારણ કે રાવણના વધથી બ્રાહ્મણ હત્યાનો દોષ લાગ્યો હતો. રામેશ્વરમ્ જ્યોતિર્લિંગ પાસે આવેલા અગ્નિ તીર્થમ્ પર હજારો લોકો રોજ પિંડદાન અને શ્રાદ્ધ કર્મ કરાવશે. આ માટે મંદિરની વેબસાઈટ સહિત ઘણા પુરોહિતોની વેબસાઈટ પણ છે, જેની પર ઓનલાઈન બુકિંગ થઈ રહ્યું છે. મોટી સંખ્યામાં લોકો તારીખ નોંધાવી રહ્યા છ. એક દિવસની પૂજા માટેનો ખર્ચ 4500થી માંડીને 17 હજાર થાય છે. પંડિત વી.રાજશેખરમના જણાવ્યા પ્રમાણે લોકો અહીં સરળતાથી અવર જવર કરી રહ્યાં છે કારણ કે હાલ હવામાનની કોઈ ખાસ અસર નથી.

ઉજ્જૈનઃ ભારે વરસાદ હોવા છતા રોજ 5 હજાર લોકો શ્રાદ્ધ અને પિંડદાન કરાવશે

મધ્યપ્રદેશના ઉજ્જૈનને પણ શ્રાદ્ધકર્મ માટે શ્રેષ્ઠ સ્થળ માનવામાં આવે છે. નાસિકમાં જે પૂજન ત્રણ દિવસમાં કરાય છે તે અહીં એક દિવસમાં કરવામાં આવે છે. મધ્યપ્રદેશ હાલ અતિવૃષ્ટિ સામે ઝઝુમી રહ્યું છે અને લગભગ બધી નદી પૂરગ્રસ્ત છે પરંતુ તેમ છતા ઉજ્જૈન આવનારા શ્રદ્ધાળુઓમાં કોઈ ઘટાડો નોંધાયો નથી. તીર્થ પુરોહિત પંડિત રાજેશ ત્રિવેદીના જણાવ્યા પ્રમાણે દેશભરમાંથી લોકોના ફોન આવી રહ્યાં છે. અહીં આવાનારા શ્રદ્ધાળુઓની સંખ્યામાં કોઈ ઘટાડો થયો નથી. શ્રાદ્ધ પક્ષમાં પ્રત્યેકદિવસે 5થી 7 હજાર લોકો ઘાટ પર આવીને પૂજા કરાવશે. નાસિકમાં થનારી ત્રણ દિવસની નાગબલિ નારાયણ બલિ પૂજાનું પરિષ્કૃત રૂપ પિતૃદોષ અને કાલસર્પ દોષ પૂજાના રૂપમાં એક દિવસમાં આ કરાવવામાં આવે છે. અહીં 500થી માંડી યજમાનની ઈચ્છાશક્તિના અનુરૂપ પૂજા કરાવવામાં આવે છે. સામાન્ય રીતે તમામ પંડિતો પાસે પોત પોતાના યજમાન છે, જેમની પાસે તેમની બુકિંગ પહેલા હોય છે.

X
online booking and digital pitru puja for shradh paksha
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી