તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

મુસ્લિમ પક્ષના વકીલ જિલાનીએ કહ્યું- ઉલેમાઓ પણ સ્વીકારે છે કે રામને ભગવાન કહેવામાં કંઈ ખોટું નથી

એક વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • અયોધ્યા મામલામાં 1986થી મુસ્લિમ પક્ષની વકાલત કરી રહેલા જફરયાબ જિલાનીએ ભાસ્કર સાથે ખાસ ચર્ચા કરી
  • જિલાનીએ કહ્યું- 1983માં લખનઉમાં કોર્ટની ફાઈલ જોઈ હતી, ત્યારે ખબર પડી કે ફૈઝાબાદમાં કોઈ બાબરી મસ્જિદ પણ છે

પ્રમોદ કુમાર ત્રિવેદીઃ અયોધ્યા-બાબરી વિવાદ પર સમગ્ર દેશની નજર છે. આ મામલામાં મુસ્લિમ પક્ષના સૌથી પહેલા વકીલ જફરયાબ જિલાનીના જણાવ્યા પ્રમાણે, શ્રીરામને ભગવાન કહેવું અમારા ધર્મમાં ખોટું નથી, કારણ કે તેનું અલ્લાહના નામ સાથે કોઈ લેવા દેવા નથી. મુસ્લિમ પક્ષના વકીલ અને સુપ્રીમ કોર્ટના વરિષ્ઠ અધિવક્તા જફરયાબ જિલાનીએ ભાસ્કરે આ મુદ્દે ખુલીને વાત કરી હતી. તેમણે અયોધ્યા વિવાદ સાથે જોડાયેલી ઘણી એવી વાતો પણ જણાવી, જેમણે મંદિર-મસ્જિદ વિવાદને રાષ્ટ્રીય મુદ્દો બનાવી દીધો છે. 

અમે રામનું નામ શાનથી લઈએ છીએ
શ્રીરામને ભગવાન માનવા અંગે બાબરી મસ્જિદ એક્શન કમિટિના સંયોજક જિલાની જણાવે છે કે, અમે તો કેસમાં પણ ભગવાન શ્રીરામલલાનું નામ શાનથી લઈએ છીએ. અમારા ઉલેમાઓના કહ્યાં પ્રમાણે, કુરાણમાં ઘમા પેગમ્બરોનું નામ છે, પરંતુ શ્રીરામનું નામ નથી. પરંતુ આપણે શ્રીરામને પેગમ્બર જેટલું જ સન્માન આપવાનું છે. ઉલેમાઓએ એવું પણ કહ્યું કે, એક લાખ 28 હજાર પેગમ્બર થયા છે અને તેમાથી કોઈનું નામ કુરાણમાં નથી. એટલા માટે શ્રીરામ પેગમ્બર છે કે નહીં,તેનાથી અમારે કોઈ લેવા દેવા નથી. તેમણે ભગવાન કહેવામાં કંઈ ખોટું નથી. 

વકાલતનામાના કારણે જિલાની આ કેસ સાથે જોડાયા 
જિલાનીના જણાવ્યા પ્રમાણે, આપણે આપણું વકીલાતનામામાં જાણી જોઈમે બાબરી મસ્જિદ-રામ મંદિર વિવાદનો મામલો દાખલ કર્યો ન હતો. જો કે અમારા સિનીયરના વકાલતનામામાં ત્રણ નામ લખેલા હતા. એસ રહેમાન, એસ મિર્ઝા અને જેએફ જિલાની. સુન્ની વફ્ક બોર્ડ તરફથી વકાલતનામું રજુ થવાથી અજાણતા જ અમે આ મામલા સાથે જોડાઈ ગયા હતા. 1977 પહેલા આ મામલો અલ્હાબાદ હાઈકોર્ટમાં હતો. ત્યારે પણ અમારું વકીલાતનામું અલગ હતું. 1977માં જ્યારે આદેશ કરવામાં આવ્યો કે અવધના 12 જિલ્લાઓની સુનાવણી લખનઉમાં કરવામાં આવશે તો આ મામલો ત્યાં ટ્રાન્સફર થઈ ગયો હતો. 

તાળું ખોલવા માટે હોબાળો ન થયો હોત તો મસ્જિદ તોડી પાડવાની પણ ખબર ન પડી હોતઃ જિલાની 
જિલાનીના જણાવ્યા પ્રમાણે, 1983 સુધી અલગ અલગ બેંચ આ મામલાની સુનાવણી કરવા માટે ઈન્કાર કરી ચુકી છે. ત્યારે અમે 1983માં જ કોર્ટની ફાઈલ જોઈ હતી કે મામલો શું છે, જેમાં જજ સુનાવણી કરી રહ્યા ન હતા. ત્યારે અમને પહેલી વખત ખબર પડી કે ફૈઝાબાદમાં કોઈ બાબરી મસ્જિદ છે. કોર્ટની ફાઈલ પર લખ્યું હતું કે, બાબરી મસ્જિદ મામલો. જિલાની કહ્યાં પ્રમાણે, તાળું ખોલાવતી વખતે હોબાળો ન થયો હોત તો મસ્જિદ તોડી પડાયું હોવાની જાણ પણ કોઈને થઈ ન હોત. જ્યારે હું ફૈઝાબાદના નજીક રહું છું અને મને નથી ખબર કે ફૈઝાબાદમાં બાબરી મસ્જિદ છે તો આખા દેશને તેના વિશે કેવી રીતે ખબર હોઈ શકે?

જિલાનીએ કહ્યું- કોંગ્રેસ નેતાની રથ યાત્રા
મુસ્લિમ પક્ષના વકીલ જિલાનીના જણાવ્યા પ્રમાણે, 1984 સુધી તો અમારી પાસે કેસની ફાઈલ પણ ન હતી. 1984માં સીતામઢીથી કોંગ્રેસના એમએલસી દાઉદયાલ ખન્નાએ એક રથ યાત્રા શરૂ કરી હતી. જેમાં રથમાં ભગવાન શ્રીરામને કઠેરામાં બતાવવામાં આવ્યા હતા. રામજન્મ ભૂમિ ઉદ્વાર સમિતિના નામે ચાર લોકોએ એક સમિતિ બનાવી હતી. 1985માં આ મામલામાં વિશ્વ હિન્દુ પરિષજના અશોક સિંઘલ સામેલ થયા હતા. તે સમયે ઉત્તરપ્રદેશના તત્કાલીન મુખ્યમંત્રી શ્રીપતિ મિશ્રાએ કહ્યું હતું કે, આ બોટલનું જિન્ન છે. બોટલમાં જ રહેવા દો. મુસ્લિમ પક્ષને 5 કરોડ, ઘણી વધારે જગ્યા અને મસ્જિદ બનાવવાની ઓફર પણ આપી. પરંતુ ના મુસ્લિમ પક્ષને આ વાત કબૂલ હતી અને ના દેશના મુસલમાનોને , કારણ કે આ ઈસ્લામ વિરોધી હતું. 

હિન્દુ પક્ષના હરિશંકર જૈને કહ્યું- ઈસ્લામને સમજી રહ્યો છું
1989થી હિન્દુ પક્ષ તરફથી લખનઉ હાઈકોર્ટથી માંડી સુપ્રીમ કોર્ટ સુધી અયોધ્યા મામલાની વકીલાત કરી રહેલા અધિવક્તા હરિશંકર જૈને ભાસ્કર સાથેની વાતચીતમાં કહ્યું કે, મેં પુસ્તકો વાંચ્યા બાદ ઈસ્લામને સમજ્યો છે. તેમાં સ્પષ્ટ છે કે ઈસ્લામિક શાસન લાવવાનું છે. બિન ઈસ્લામિકને ખતમ કરવાનું છે. બાબરનામામાં સ્પષ્ટ લખ્યું છે કે મેં હિન્દુઓનું માથું કાપીને પિલર બનાવડાવી દીધા. હિન્દુસ્તાન તો ઈસ્લામિક આક્રમણકારોનો હંમેશાથી શિકાર રહ્યું છે. સ્પેનમાં પણ ઈસ્લામિક આક્રમણકારોએ મસ્જિદો બનાવડાવી દીધી હતી. ત્યારબાદ ઈસ્લામિક શાસન સમાપ્ત થયું તો ચર્ચ બન્યા. આ હુ અભ્યાસ અને પુસ્તકોના સંદર્ભથી કહી રહ્યો છું.
 

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આજે તમે ભાવનાત્મક રીતે મજબૂત રહેશો. જ્ઞાનવર્ધક તથા રોચક કાર્યોમાં સમય પસાર થશે. પરિવાર સાથે ધાર્મિક સ્થળે જવાનો પણ પ્રોગ્રામ બનશે. તમે તમારા વ્યક્તિત્વમાં પોઝિટિવ પરિવર્તન અનુભવ કરશો. નેગ...

વધુ વાંચો