તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

37 દિવસની સુનવણીમાં હિન્દુ પક્ષકારે 7.5 લાખ અને મુસ્લિમ પક્ષકારે 5 લાખ પેજની ફોટોકોપી કરાવી

એક વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • રાજીવ ધવને સુપ્રીમ કોર્ટમાં કહ્યું- કાગળમાં ફોન્ટ નાના હોય અને એ-4 સાઇઝના કાગળનો ઉપયોગ થવો જોઈએ.
  • આપણે કાગળની બચત કરીને ઝાડને પણ બચાવી શકીએ છીએ.
  • પક્ષકારો, વકીલો અને કોર્ટ સહિત દરેક ફાઇલના 35 સેટ હોય છે.
  • 7 સેટ કોર્ટને આપવામાં આવે છે, આ પૈકી 5 સેટ ન્યાયધિશોને અને 2 સેટ કોર્ટ કોપીમાં લગાવવામાં આવે છે.

1) રાજીવ ધવને સુપ્રીમ કોર્ટને સૂચન કર્યું

1. સુપ્રીમ કોર્ટના વરિષ્ઠ વકીલ રાજીવ ધવનના સહયોગિયોના મતે કાગળ બચાવવા માટે ધવને મદ્રાસ હાઈકોર્ટને ટાંકી સુપ્રીમ કોર્ટના પાંચ ન્યાયમૂર્તિઓની ખંડપિઠ સમક્ષ રજૂઆત કરી હતી કે જો એ-4 કાગળનો ઉપયોગ કરવામાં આવે અને ફોટો નાના કરવાની મંજૂરી મળે તો તેનાથી ચોક્કસપણે કાગળની બચત થશે. ધવનના સહયોગીના મતે ન્યાયમૂર્તિ બોબડેએ જણાવ્યુ હતું કેમદ્રાસ હાઈકોર્ટમાં જો એ-4 સાઇઝના કાગળનો ઉપયોગ થાય છે તો તેને લગતા તમે દસ્તાવેજ બતાવો. તેના ઉપયોગ અંગે અહીં પણ વિચારણા થઈ શકે છે.

1. સુપ્રીમ કોર્ટ અથવા દેશની કોઈ પણ કોર્ટમાં જે પણ દસ્તાવેજ રજૂ કરવામાં આવે છે તે 14 ની ફોટો સાઇઝમાં હોય છે. લાઇટ ગ્રીન કલરના લીગલ પેપરની ચાર બાજુ આશરે દોઢ-દોઢ ઇંચનું માર્જીન છોડી દેવામાં આવે છે. લાઇનની વચ્ચે ગેપ પણ ડબલ સ્પેસ જેટલો હોય છે. તેને લીધે લગભગ બે ગણા કાગળનો ઉપયોગ વધી જાય છે.

1. મુસ્લિમ પક્ષકારના વકલ રાજીવ ધવને કોર્ટને જણાવ્યું હતું કે કાગળની ચાર બાજુને બદલે ફક્ત એક બાજુ જ દોઢ ઇંચનું માર્જીન છોડવામાં આવે. એ-4 કાગળનો ઉપયોગ કરવામાં આવે.દરેક લાઇન વચ્ચેનો સ્પેસ બે થી એક કરવામાં આવે. તેને લીધે આશરે 40 ટકા કાગળની બચત થશે. અને આપણે કાગળની બચત કરીને ઝાડને પણ બચાવી શકીએ છીએ.

1. રાજીવ ધવનના સહયોગી અને સુપ્રીમ કોર્ટ અધિવક્તા ઉજમી હુસૈન જણાવે છે કે જો સુપ્રીમ કોર્ટ નિયમ બદલશે તો બાકીની કોર્ટ પણ પર્યાવરણ સંરક્ષણ માટે નિયમ બદલી શકે છે.અલબત, દરેક હાઈકોર્ટના પોતાના નિયમ છે અને તે કોઈ એક નિયમનું પાલન કરવા માટે બંધિકાર નથી. ઈ-ફાઈલિંગ અંગે ઉજમી જણાવે છે કે વર્તમાન સમયમાં ક્લાઈન્ટ એટલા જાગૃત અને સક્ષમ નથી કે ઈ-ફાઇલિંગથી કેસમાં રજૂ કરવામાં આવતા દસ્તાવેજોની જાણકારી લઈ શકે. હિન્દુ પક્ષકારના વકીલ હરિશંકર જૈન જણાવે છે કે જગ્યાની સાથે નાના રેકોર્ડને પણ સરળતાથી સુરક્ષિત કરી શકાય છે. પર્યાવરણ માટે કાગળની બચત કરવી જ પડશે.

0

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આ સમય આર્થિક પક્ષ પહેલાંથી વધારે સક્ષમ અને સુદૃઢ સ્થિતિમાં રહેશે. થોડાં સમયથી ચાલી રહેલી ચિંતાઓથી રાહત મળશે. પરિવારના લોકોની દરેક નાની-મોટી જરૂરિયાતો પૂર્ણ કરવામાં તમને આનંદ મળશે. નેગેટિવ...

વધુ વાંચો