• Home
  • Db Original
  • NCRB Data: NCRB Report On Gadgets Theft Statistics Over Mobile Phones Laptop Stolen Each Year

NCRB રિપોર્ટ /  મોબાઈલ ચોરી થશે તો મળવાની આશા 18%, પણ ગાય-ભેંસ ચોરી થશે તો બમણી આશા   

NCRB Data: NCRB Report On Gadgets Theft Statistics Over Mobile Phones Laptop Stolen Each Year

  •  2017માં દેશમાં 5,002 કરોડ રૂપિયાની સંપત્તિની ચોરી થઈ 
  •  દેશભરમાંથી 118 કરોડ રૂપિયાના 1.04 લાખ કરતા પણ વધારે મોબાઈલ ચોરી થયા 
  • 1255 કરોડ રૂપિયાના વાહન અને 1,123 કરોડ રૂપિયાની જ્વેલરીની પણ ચોરી 
     

Divyabhaskar.com

Nov 19, 2019, 02:54 PM IST

નવી દિલ્હીઃ 2017 દરમિયાન જાન્યુઆરીથી માંડી ડિસેમ્બર સુધી દેશમાં અંદાજે 5,002 કરોડ રૂપિયાની સંપત્તિની ચોરી થઈ હતી. એટલે કે દરેક દિવસે સરેરાશ 14 કરોડ રૂપિયાની સંપત્તિની ચોરી થઈ હતી. આ ચોંકાવનારી માહિતી નેશનલ ક્રાઈમ રેકોર્ડ બ્યૂરો(NCRB)ના તાજેતરના રિપોર્ટમાં સામે આવી છે. બીજુ પાસુ એવું છે કે ચોરી થયેલી સંપત્તિની રિકવરી એટલે કે તેના પાછા મળ્યા હોવાના આંકડા નિરાશાજનક છે કારણ કે અંદાજે 26% કેસમાં જ ચોરી કરાયેલી સંપત્તિની રિકવરી થઈ શકી છે. રસપ્રદ વાત તો એ છે કે ચોરી થયેલા મોબાઈલ અથવા લેપટોપ જેવા ગેજેટ્સની રિકવરીનો આંકડો અંદાજે 18% છે, જ્યારે ગાય-ભેંસ જેવા પશુઓની ચોરી બાદ રિકવરીના કેસ આનાથી અંદાજે બમણા છે.

દરરોજ સરેરાશ 14 કરોડની સંપત્તિની ચોરી
2017માં સંપત્તિની ચોરીના 7.39 લાખથી વધારે કેસ નોંધાયા હતા. આ દરમિયાન ચોરી થયેલી સંપત્તિની કિંમત અંદાજે 5002 કરોડ રૂપિયા આંકવામાં આવી હતી. એટલે કે દર દિવસે સરેરાશ 14 કરોડ રૂપિયાની સંપત્તિની ચોરી થઈ હતી. જેમાં સૌથી વધારે કિંમત વાહનોની છે. બીજા નંબર પર જ્વેલરી અથવા આભૂષણોની ચોરીના કેસ છે.

મોબાઈલ ફોનની રિકવરીથી બમણી રિકવરી ગાય-ભેંસ તથા અન્ય પશુઓની થઈ છે
સૌથી વધારે રસપ્રદ આંકડા ચોરી થયેલી સંપત્તિની રિકવરી અંગે છે. 2017માં અંદાજે 5,002 કરોડની સંપત્તિ ચોરી થઈ, જેમાંથી માત્ર 26%ની જ રિકવરી કરવામાં સફળતા મળી શકી છે. એટલે કે ચોરી થયેલી 74% સંપત્તિની કોઈ ભાળ મળી શકી નથી. ચોંકાવનારી વાત તો એ છે કે મોબાઈલ અથવા લેપટોપની રિકવરીથી વધારે સફળતા ગાય-ભેંસ અથવા અન્ય પશુોની રિકવરીમાં મળી છે. રિકવરીમાં સૌથી વધારે સફળતા ચીલ ઝડપ(91%) અને એન્ટીક આઈટમ્સ (73%)માં મળી હતી.

ચોરીના સૌથી વધારે 70% કેસ દિલ્હીમાં બન્યા

  • દેશની રાજધાની દિલ્હી પ્રદુષણ સિવાય ચોરીના કેસમાં પણ દેશમાં અવલ્લ રહી છે. 2017માં દિલ્હીમાં ચોરીના 1.61 લાખથી વધારે કેસ સામે આવ્યા હતા. આ ચોરીના કુલ કેસોના 70% છે. ત્યારબાદ બેંગલુરુ (10804 કેસ) અને મુંબઈ (9718 કેસ)નો નંબર છે.
  • 2017માં સંપત્તિ વિરુદ્ધ કેસના 7.75 લાખ કરતા વધારે કેસ નોંધાયા છે. જે દેશમાં થયેલા કુલ ગુનાના 52.3% છે.
  • આ કેસોમાં 6.99 લાખથી વધારે એટલે કે અંદાજે 90% ચોરી અને સેંધમારીના છે
X
NCRB Data: NCRB Report On Gadgets Theft Statistics Over Mobile Phones Laptop Stolen Each Year
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી