• Home
 • Db Original
 • Narendra Modi Vajpayee River Linking Nadi Jodo Pariyojana; History Facts Expert Views On Interlinking of Rivers

નદી જોડો યોજના / શું ક્યારે જોડાઈ શકશે નદીઓ? 161 વર્ષ જુની યોજના પર મોદી સરકારની સૌથી મોટી આશા

Narendra Modi Vajpayee River Linking Nadi Jodo Pariyojana; History Facts Expert Views On Interlinking of Rivers

 •  સૌપ્રથમ એક અંગ્રેજ એન્જિનીયરે 1858માં ભારતની નદીઓને જોડવાની વાત કરી હતી 
 •  દેશમાં ક્યાંક પૂર તો ક્યાંક દુષ્કાળ, એવામાં જળશક્તિ મંત્રી શેખાવતના નિવેદન બાદ ફરી એક વખત નદી જોડો યોજના ચર્ચામાં 

Divyabhaskar.com

Aug 28, 2019, 06:14 PM IST

ડીબી ઓરિજિનલઃ કેન્દ્રીય જળ શક્તિ મંત્રીએ કહ્યું કે, નદીઓની જોડાણ પરિયોજનાને આગળ વધારવા માટે દેશના તમામ રાજ્યોના સહયોગની જરૂર છે. તેમણે જણાવ્યું કે, કેન્દ્ર સરકાર દેશની 31 નદીઓને એકબીજા સાથે જોડવા માટે વિસ્તૃત રિપોર્ટ તૈયાર કરી રહી છે. તમામ રાજ્યોના સહયોગથી આ યોજનામાં આગામી 5 વર્ષમાં પ્રગતિ જોવા મળશે.

નદીઓને એકબીજા સાથે જોડવાનો વિચાર 161 વર્ષ જુનો છે. 1858માં બ્રિટિશ સૈન્ય એન્જિનીયર આર્થર થોમસ કોટને મોટી નદીઓને જોડવાનો પ્રસ્તાવ મૂક્યો હતો, જેથી ઈસ્ટી ઈન્ડિયા કંપનીને પોર્ટ્સની સુવિધાઓ મળી શકે અને દક્ષિણ-પૂર્વ વિસ્તારોમાં વારં વાર પડી રહેલા દુષ્કાળનો નિવેડો આવી શકે.

કેન્દ્ર સરકારે તાજેતરમાં જ કોસી-મેચી નદીને જોડવા માટે 4900 કરોડ રૂપિયાની રકમ સ્વીકારી છે. જેને નદીઓને જોડનારો દેશનો બીજો સૌથી મોટો પ્રોજેક્ટ માનવામાં આવી રહ્યો છે. આ પહેલા મધ્યપ્રદેશમાં કેન-બેતવાને જોડવાનું કામ મોટ પાયે ચાલી રહ્યું છે. જેમાથી એક વખત ફરી નદી જોડો અભિયાન ચર્ચામાં આવી ગયું છે.

દેશમાં હાલ ઘણા એવા રાજ્યો છે જ્યાં વરસાદ આવતાની સાથે જ પૂર આવી જાય છે, તો ઘણા ભાગો એવા પણ છે જ્યાં દુષ્કાળની સ્થિતી ખતમ જ નથી થતી. એવામાં શું નદીઓને એકબીજા સાથે જોડવાથી આ સમસ્યાનું નિવારણ આવશે ખરા.. તે મોટો સવાલ છે. ભાસ્કરે આ અંગે મધ્યપ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી શિવરાજસિંહ ચૌહાણ, પર્યાવરણ નિષ્ણાત ડો. રાજેન્દ્ર સિંહ, ગાંધીવાદી પર્યાવરણવાદી અને સામાજિક કાર્યકર્તા ચંડીપ્રસાદ ભટ્ટ, હવામાનનું અનુમાન લગાવનારી ખાનગી સંસ્થા સ્કાઈમેટના મુખ્ય વૈજ્ઞાનિક મહેશ પલાવત, નર્મદા બચાવો આંદોલનની મહિલા નેતા મેધા પાટકર સાથે વાત કરીને માહિતી મેળવી કે શા માટે નદીઓને એકબીજા સાથે જોડી શકાતી નથી?

નદી જોડો અભિયાન અંગે મપ્રના પૂર્વ સીએમ શિવરાજ સિંહ ચૌહાણે જણાવ્યું કે, દેશમાં ક્યાંક વધારે પાણી છે, તો ક્યાંક ઓછું. જ્યાં પાણીનું પ્રમાણ વધારે હોય , ત્યાંનું પાણી એવી જગ્યાએ પહોંચાડવું જોઈએ જ્યાં પાણીની અછત હોય. અમે નર્મદા-શિપ્રાને લિંક કરી. કાલીસિંધ-પાર્વતીને જોડવાના કામને હું મંજૂરી આપી ચુક્યો હતો. મોદીજી જ્યારે ગુજરાતના સીએમ હતા, ત્યારે તેમણે નર્મદાનું પાણી સાબરમતીમાં પહોંચાડવાનું તેને પ્રવાહમાન ગણાવી હતી. નદીને જોડવાનું અને પાણી બચાવવાનું આજે સૌની પ્રાથમિકતા છે. અટલ સરકારે આની પરિકલ્પના કરી હતી. અમે મધ્યપ્રદેશમાં નર્મદાથી શિપ્રાને જોડીને તેની શરૂઆત કરી હતી અને અન્ય ઘણી નદીઓ માટે તૈયારી કરી હતી.

નદી જોડો પરિયોજના શું છે

 • નદીઓને એકબીજા સાથે જોડવાનો વિચાર 161 વર્ષ જુનો છે. સરકારની નદી જોડો પરિયોજનામાં 30 નદીઓને એકબીજા સાથે જોડવાની યોજના છે. જેના માટે 15,000 કિમી લાંબી નવી નહેરો ખોદવી પડશે, જેમાં 174 ઘન કિમી પાણી સ્ટોર કરી શકાય. રાષ્ટ્રીય નદી જોડો પ્રોજેક્ટમાં કુલ 30 લિંક બનાવવાની યોજના છે, જેની સાથે 37 નદીઓ જોડાયેલી હશે.
 • આ માટે 3 હજાર સ્ટોરેજ ડેમનું નેટવર્ક બનાવવાની યોજના છે. જેને બે ભાગમાં વહેચવામાં આવશે. એક ભાગ હિમાલયી નદીઓના વિકાસ માટેનો હશે, જેમાં 14 લિંક હશે. જેના હેઠળ ગંગા અને બ્રહ્મપુત્ર પર જળાશય બનાવવાની યોજના છે. અને બીજો ભાગ પ્રાયદ્વીપ નદીઓના વિકાસનો છે.
 • આ દક્ષિણ જળ ગ્રિડ છે. જેના હેઠળ 16 લિંકની યોજના છે, જે દક્ષિણ ભારતની નદીઓને જોડે છે. જેના હેઠળ મહાનદી અને ગોદાવરીને કૃષ્ણા, પેન્નાર, કાવેરી અને વૈગાઈ નદીને જોડવાની પરિકલ્પના છે.
 • યુપીએમાં ખાસ ધ્યાન અપાયું, મોદીના આવ્યા બાદ આ પ્રોજેક્ટને ફરી વેગ મળ્યો

યુપીએ સરકારમાં આ યોજના અંગે ધ્યાન ન અપાયું, મોદી સરકાર આવતાની સાથે યોજનાને ફરી વેગ મળ્યો

 • યુપીએ-1 અને યુપીએ-2એ એક નદી જોડો પરિયોજના પર ધ્યાન આપ્યું ન હતું. યુપીએમાં પર્યાવરણ મંત્રી રહી ચુકેલા જયરામ રમેશે આ પરિયોજનાને વિનાશક ગણાવી હતી.
 • સાથે જ સરકારમાં આવ્યા પહેલા જ નરેન્દ્ર મોદીએ એપ્રિલ 2014માં બિહારમાં યોજાયેલી એક ચૂંટણી રેલી બાદ ટ્વીટ કરીને કહ્યું હતું કે, નદીઓને જોડવાનું કામ અટલજીનું સપનું હતું, એજ અમારું પણ સપનું છે. આપણા મહેનતું ખેડૂતોને આ શક્તિ આપશે.
 • ફેબ્રુઆરી 2012માં આવેલા નિર્ણયમાં તત્કાલિન મુખ્ય ન્યાયાધીશ એસ.એચ.કપાડિયા અને સ્વતંત્ર કુમાર સુપ્રીમ કોર્ટની એક ખંડપીઠે કહ્યું કે, આ કાર્યક્રમ ‘રાષ્ટ્રહિતમાં છે’. તેમણે નદીઓને જોડવા માટે એક વિશેષ કમિટિ બનાવવાનો પણ આદેશ આપ્યો હતો.
 • ત્યારબાદ નરેન્દ્ર મોદી સરકારે 23 સપ્ટેમ્બર 2014ને જળ સંસાધન, નદી વિકાસ અને ગંગા સફાઈ મંત્રાલય હેઠળ એક વિશેષ સમિતિ બનાવવાનો પણ આદેશ આપ્યો હતો.
 • મોદીના વડાપ્રધાન બન્યા બાદ પહેલી પરિયોજના નિર્માણના તબક્કા સુધી પહોંચી શકી છે.- એક લિંક નહેર, જે મધ્યપ્રદેશના (પન્ના ટાઈગર રિઝર્વ હેઠળ સ્થિત) ધૌદન પાસે કેન નદીમાંથી વાર્ષિક 107.4 કરોડ ઘન મીટર પાણી કાઢીને યુપીમાં 221 કિમી દક્ષિણમાં આવેલી બેતવા નદી સુધી પહોંચાડશે.


નિષ્ણાતોએ કહ્યું, નદીઓને જોડવાની જગ્યાએ અન્ય નાના વિકલ્પો અપનાવો તો ભૂજળ સ્તર વધશે

1.નદીઓ સાથે ચેડા કરવી યોગ્ય નથીઃ ડો. રાજેન્દ્ર સિંહ

જાણીતા પર્યાવરણવિદ અને જળ પુરુષના નામે ખ્યાતનામ ડો. રાજેન્દ્ર સિંહે જણાવ્યું કે, નદીઓ સાથે જોડાયેલો વિવાદ નહેરુના જમાનાથી ચાલી આવ્યો છે પરંતુ તે હજુ સુધી અસરકારક સાબિત નથી થયો. કારણ કે આ ઉપાય નથી. સતલુજ-યમુના જળ વિવાદની નિષ્ફળતાનું ઉદાહરણ સામે છે. જેનાથી પાણી ન તો રાજેસ્થાનને મળશે ન તો પંજાબને મળશે. કાવેરી જળવિવાદનો પણ આજ સુધી નિવેડો આવ્યો નથી. ભારતમાં પાણી પર ત્રણ લોકોનો અધિકાર છે. નદીઓમાં વહેતા જળ પર કેન્દ્રસરકારનો અધિકાર છે. રાજ્યમાં વરસનારા જળ પર રાજ્ય સરકારનો અધિકાર છે. અને ત્રીજો હક નગર નિગમ, પંચાયતોનો છે. જેથી નદીઓને એકબીજા સાથે જોડવું લડાઈ કરવા જેવું છે. પાણી સાથે જોડાયેલી આંતરરાષ્ટ્રીય કંપનીઓ દેશને વહેંચવાનો પ્રયાસ કરી રહી છે. નદીઓને એકબીજા સાથે જોડવાથી એક મોટું પર્યાવરણીય સંકટ પેદા થઈ જશે. જો આપણે નદીના પ્રાકૃતિક પ્રવાહ સાથે ચેડા કરીશું તો તે સંકટને નોતરું આપવા જેવું થશે. ભારતને લિંકીંગ ઓફ રિવરની જગ્યાએ લિંકીંગ ઓફ હાર્ટની જરૂર છે. અમે લોકોના દિલ અને મગજમે નદીઓ સાથે જોડવા માગીએ છીએ. વરસાદમાં વહી જતા પાણીને રોકવું પડશે. નદીઓને જોડવાથી દુષ્કાળ અને પૂરનું સમાધાન નહીં થાય.

2.નદીઓને જોડવી છેલ્લો વિકલ્પ હોવો જોઈએ- ચંડીપ્રસાદ ભટ્ટ

ગાંધીવાદી વિચારધારક અને પર્યાવરણવિદ ચંડીપ્રસાદ ભટ્ટના જણાવ્યાં પ્રમાણે, નદીઓને એકબીજા સાથે જોડવાનો વિકલ્પ છેલ્લો હોવો જોઈએ. દરેક નદીનું પોતાનું એક તંત્ર હોય છે. એવામાં નદીઓ સાથે એક્સપરિમેન્ટ્સ કરવા, તેની પર પ્રતિકૂળ પ્રભાવ પણ નાંખી શકે છે. નદીઓનું તંત્ર કરોડો વર્ષોથી છે. નદીઓ પર ઘણા જીવ-જંતુઓ, સ્થાનિક લોકોનું જીવન નભી રહ્યું છે. જેથી નદીઓને જોડતા પહેલા તેનાથી થનારા આર્થિક, સામાજીક, સાંસ્કૃતિક ફેરફારો પર અભ્યાસ કરી લેવો જોઈએ. નદી-નાળાની આસપાસ વનસ્પતિ વધારવી જોઈએ જેનાથી વરસાદનું પાણી એકઠું કરી શકાય અને વિનાશની સ્થિતી ન સર્જાય. જો જુના જળસંગ્રહણમાં જ નવા પ્રયાસો કરવા જોઈએ. માનવીય પ્રવૃતિઓના કારણે ગ્લેશિયર પીગળી રહ્યા છે. જેને રોકવું જરૂરી છે. આવું ન થયું તો થોડાક વર્ષોમાં હિમાલયમાંથી વહેતી નદીઓ મૃગજળ બની જશે. વરસાદની એવી વિકરાળ સમસ્યા ઊભી થશે કે હાહાકાર મચી જશે.

3. સમગ્ર રીતે અવ્યવહારિક છે આ યોજનાઃ મેધા પાટકર

નર્મદા બચાવો આંદોલનની નેતા મેધા પાટકરના જણાવ્યા પ્રમાણે, નદીઓને એકબીજા સાથે જોડવી પુરી રીતે ખોટું છે. હવે તો આતંરરાષ્ટ્કીય સ્તરે પણ તેને માન્યતા મળી ગઈ છે કે નદીઓની એક ઈકોસિસ્ટમ હોય છે. એવામાં નદીના પાણીને બળજબરી ક્યાંય ડાયવર્ટ કરવામાં આવશે તો તેનાથી ઈકોસિસ્ટમ પર અસર પડશે. હવે 2019માં તેનો ખર્ચ 10 લાખ કરોડથી પણ વધુ થશે. એવામાં તેમાં ખાનગી કંપનીઓ રોકાણ કરશે અને પોતાનો હક માગશે. આ પ્રકારે નદીઓ પર કંપનીઓનો કબ્જો થઈ જશે. એવામાં તો એક જ યોજના કામ કરી શકે તેમ છે, જ્યાં વધું પાણી છે તેને જ્યાં પાણી નહિવત છે ત્યાં પહોંચાડવામાં આવે. પરંતુ પ્રાયોગિક રીતે આ શક્ય નથી. ગંગાના પાણીને ફક્ત 20 ટકા જ ડાયવર્ટ કરવાની યોજનાથી પૂરની સ્થિતી કેવી રીતે અટકશે.?નદીઓને જોડવાથી ક્યારેય પૂરને રોકી ન શકાય.

4.ચાર-પાંચ દિવસનું પાણી હવે એક દિવસમાં જ પડી જાય છેઃ મહેશ પલાવત

સ્કાઈમેટના મુખ્ય હવામાન વૈજ્ઞાનિક મહેશ પાલવતના જણાવ્યા પ્રમાણે, જંગલમાં શહેર વસી રહ્યા છે. પ્રકૃતિ સાથે રમત કરાઈ રહી છે. ગ્લોબલ વોર્મિંગનો ખતરો વધી રહ્યો છે. જેની અસર હવામાન પર જોવા મળી રહી છે. ક્યાંક પૂર જેવી સ્થિતી પેદા થઈ રહી છે તો ક્યાંક દુષ્કાળ જેવી સ્થિતી બની રહી છે. પહેલા જેટલું પાણી ચાર પાંચ દિવસોની અંદર આવતું હતું તેટલું પાણી આજે 24 કલાકની અંદર આવી રહ્યું છે. જેનાથી પૂર જેવી પરિસ્થિતી સર્જાઈ રહી છે. પાણી જમીનમાં ઉતરી શકતું નથી. એવામાં તેને ડાઈવર્ટ કરવું જરૂરી છે. નદીઓના જોડાણથી જ્યાં પાણી નહિંવત છે ત્યાં પાણી પહોંચાડવામાં આવશે. ભવિષ્યમાં હવામાન વધુ બગડશે કારણ કે પ્રકૃતિ સાથે સતત રમત રમાઈ રહી છે. એવામાં હાલ જેટલું પાણી 24 કલાકમાં વરસે છે તેટલું જ પાણી કદાચ 12-15 કલાકમાં વરસી જાય. આવું થવાથી પાણીને ડાયવર્ટ ન કરવામાં આવ્યું તો નુકસાન નિશ્વિત છે.

5. વિરાટ યોજનાના ઘણાં તબક્કા, અમલમાં મુકવામાં ઘણો સમય લાગશે
લોકસભામાં નદીઓને એકબીજા સાથે જોડવાના મુદ્દે 27 જૂન 2019ના રોજ જળ શક્તિ રાજ્ય મંત્રી રતન લાલ કટારિયાએ કહ્યું હતું કે, નદી જોડો પરિયોજનાને શરૂ કરવામાં ઘણાં તબક્કા છે. કોઈ પણ યોજનાને અમલમાં મુકવા માટેનો તબક્કો સંબંધિત રાજ્યો પાસેથી મંજૂરી મળ્યા પછી તે વિશેનો વિસ્તૃત પ્રોજેક્ટ તૈયાર કરવાનો હોય છે અને કાયદાકિય મંજૂરી પછી તે પ્રોજેક્ટ પૂરો થાય છે. આ રીતે પરિયોજનામાં અમલમાં મુકવા માટે અલગ અલગ સમય લાગશે.


7. કયા છે મોટા પ્રોજેક્ટ્સ?

- કેન-બેતવા લિંક પ્રોજેક્ટ્સ: તેમાં કેન નદી પર જેમ બનાવવાની યોજના છે. નહેર દ્વારા પાણી બેતવા પહોંચાડવામાં આવશે.
- દમનગંગા- પિંજલ પ્રોજેક્ટ્સ: ડીપીઆર માર્ચ 2014માં પૂરી થઈ ચૂકી છે. મહારાષ્ટ્ર સરકારે 2015માં રિપોર્ટ રાષ્ટ્રીય જળ આયોગને સોંપ્યો હતો.
- પાર-તાપી નર્મદા લિંક પ્રોજોક્ટ્સ: 2015માં ડીપીઆર તૈયાર, મહારાષ્ટ્ર અને ગુજરાત સરકારને સોંપી.
- મહાનદી-ગોદાવરી લિંક પ્રોજેક્ટ: આ પ્રોજેક્ટ ઉપર પણ કામ ચાલી રહ્યું છે.
- માનસ-સંકોશ-તીસ્તા-ગંગા લિંક: આ પ્રોજેક્ટ અંતર્ગત માનસ, સંકોશના વધારાના પાણીને ડાઈવર્ટ કરવાની યોજના છે.
- ઈન્ટર-સ્ટેટ લિંક: એનડબ્લ્યૂડીએ ને 9 રાજ્યોથી 46 પ્રસ્તાવ મળ્યા છે. તેમાં મહારાષ્ટ્ર, ગુજરાત, ઝારખંડ, ઓરિસ્સા, બિહાર, રાજસ્થાન, તમિલનાડુ, કર્ણાટક અને છત્તીસગઢ સામેલ છે. આ 46માંથી 35 ઈન્ટર સ્ટેટ લિંકની પ્રી-ફિઝિબિલિટી રિપોર્ટ એનડબ્લ્યૂડી દ્વારા માર્ચ 2015 સુધી તૈયાર કરી લેવામાં આવ્યો હતો.

8. બીજી ટર્મમાં મોદી સરકાર શું કરી રહી છે?
- મોદી સરકારે નદી જોડો અભિયાનને તેમની પ્રાથમિકતામાં રાખ્યું છે. સરકારનો હેતુ દુષ્કાળ અને પૂર ગ્રસ્ત સમસ્યાને ખતમ કરવાનો છે. તે સાથે જ ખેડૂતોને પાણી મામલે આત્મનિર્ભર બનાવવાનો છે જેથી ખેડૂતો ચોમાસા પર આધારિત ન રહે.
- મોદી સરકારે આ પ્રોજેક્ટની જવાબદારી રાષ્ટ્રીય જળ વિકાસ પ્રાધિકરણ (NWDA)ને સોંપી છે. પ્રાધિકરણનું મોનટરિંગની જવાબદારી કેન્દ્રીય જળ સંશાધન મંત્રીને સોંપવામાં આવી છે.
- સરકારે સુપ્રીમ કોર્ટના નિર્દેશ પછી આ યોજના માટે 23 સપ્ટેમ્બર 2014ના રોજ એક ખાસ સમિતિનું ગઠન કર્યું છે. એપ્રિલ 2015માં મંત્રાલય દ્વારા એક ટાસ્ક ફોર્સનું ગઠન કરવામાં આવ્યું છે.

X
Narendra Modi Vajpayee River Linking Nadi Jodo Pariyojana; History Facts Expert Views On Interlinking of Rivers
COMMENT

Next Stories

  ની  સંપૂર્ણ વાંચનસામગ્રી