• Home
  • Db Original
  • Modi gets a gift of Rs 9.67 lakh in 7 months, Sushma Swaraj receives jewelery worth Rs 6.71 crore

હરાજી / મોદીને 7 મહિનામાં 9.67 લાખ રૂપિયાની ભેટ મળી, સુષમા સ્વરાજને 6.71 કરોડની જ્વેલરી મળી હતી

Modi gets a gift of Rs 9.67 lakh in 7 months, Sushma Swaraj receives jewelery worth Rs 6.71 crore

  • વડાપ્રધાન નરેન્દ્ર મોદીને મળેલી 2,772 ભેટ સોગાદની ઓનલાઈન હરાજી 
  •  14 સપ્ટેમ્બરથી શરૂ થયેલી ભેટ સોગાદોની હરાજીનો આજે છેલ્લો દિવસ 

Divyabhaskar.com

Oct 03, 2019, 01:22 PM IST

સુધીર કુમાર દીક્ષિતઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને આ વર્ષે મળેલી ભેટ સોગાદની હરાજી કરાઈ રહી છે. સંસ્કૃતિ મંત્રાલય મોદીને મળેલા 2,772 ભેટ સોગાદની હરાજી કરી રહ્યું છે. આ તમામ ભેટ સોગાદ દેશ વિદેશમાં અલગ અલગ પ્રવાસ પર અથવા અતિથીઓ સાથે મુલાકાત દરમિયાન ભેટમાં મળી છે. જેમાં પેઈન્ટિંગ્સ, સ્મૃતિ ચિન્હ, મૂર્તિઓ, સાલ પાઘડી અને વિવિધ પારંપરિત વાદ્યયંત્ર સામેલ છે. 14 સપ્ટેમ્બરે શરૂ કરાયેલી હરાજી 3જી ઓક્ટોબર સુધી ચાલશે. જેનાથી મળનારી રકમનો ઉપયોગ નમામિ ગંગે પ્રોજેક્ટ માટે કરવામાં આવશે. આ ઉપરાંત એવી ઘણી વસ્તુઓ છે, જે વડાપ્રધાનથી માંડી વિવિધ મંત્રીઓ અને અધિકારીઓને મળી છે. ભાસ્કરે આ તમામ ભેટ સોગાદોનું વિશ્લેષણ કર્યું તો ખબર પડી કે આ વર્ષ સૌથી મોંઘી ભેટ 6.7 કરોડનું છે, જે સ્વર્ગસ્થ સુષમા સ્વરાજ જ્યારે વિદેશ મંત્રી હતા ત્યારે મળ્યું હતું. આ ઉપરાંત એવી ઘણી રસપ્રદ વસ્તુઓ છે જે રાષ્ટ્રપતિ, વડાપ્રધાન, મંત્રીઓ અને અધિકારીઓને ભેટમાં મળી છે.

મોદીને 75,000 રૂપિયાનું જાર પણ મળ્યું
વિદેશ મંત્રાલય જાહેર કરેલા લિસ્ટ પ્રમાણે, વડાપ્રધાને આ વર્ષે જાન્યુઆરીથી જુલાઈ દરમિયાન વિદેશોમાંથી 43 ભેટ સોગાદ મળી છે. જેમાં 75 હજાર રૂપિયાની જાર પણ છે, જે કિર્ગિસ્તાનના રાષ્ટ્રપતિ જેનેબકોવે મોદીને આપ્યું હતું. જાર એક પ્રકારનું મેટલની મોટી જાર હોય છે. જેનો ઉપયોગ રશિયા અથવા સોવિયત સંઘથી અલગ થયેલા દેશોમાં પાણીને કરવા માટે થાય છે.

સુષમા સ્વરાજને સૌથી વધારે 6.74 કરોડની ભેટ સોગાદ મળી
સૌથી વધારે 44 ભેટ સોગાદ મળી, જેની કિંમત 6 કરોડ 74 લાખ રૂપિયાની આંકવામાં આવી છે. જેમાં હીરા, નીલમની જ્વેલરીથી માંડી ફુલદાની, શાલ, પેઈન્ટિગ્સ, કારપેટ અને ગોલ્ડન માસ્ક પણ સામેલ છે. તેમણે સિલ્વર-ડાયમંડ એમરાલ્ડ જ્લેલરી સેટ મળ્યો છે, જેની કિંમત 6 કરોડ 70 લાખ રૂપિયા છે. આ ઉપરાંત એક લાખ 14 હજારના સોનાના દાગીના પણ છે. પૂર્વ રક્ષામંત્રી અને હાલના નાણા મંત્રી નિર્મલા સીતારામણને 20 ગિફ્ટ મળી છે, જેમાંથી મોટાભાગની ગિફ્ટની કિંમત આંકી શકાઈ નથી.

અધિકારીઓને મધ, વાઈન, સાડી અને સોનાની બંગડીઓ મળી
મંત્રીઓ સિવાય ભારત સરકારના વિવિધ અધિકારીઓને પણ આ વર્ષે ભેટ સોગાદ મળી છે. જેમાં મધ અને દારૂની બોટલથી માંડી સાજીઓ અને સોનાની બંગડીઓ સુધી સામેલ છે. રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર(NSA) અજીત ડોભાલને મધની 12 બોટલ પણ ભેટ તરીકે મળી છે. તો વિદેશ મંત્રી એસ જયશંકરને 10 હજારની સાડી મળી છે. તો બીજી તરફ ઈરારની રાજધાની બગદાદમાં ભારતીય દૂતાવાસના અધિકારીઓને સોનાની બંગડીઓ ગિફ્ટમાં મળી છે. જેની કિંમત 31 હજાર રૂપિયા આંકવામાં આવી છે. મંત્રાલયમાં ડાયરેક્ટર અમિત તેલંગને વાઈનની ત્રણ બોટલ મળી છે જેની કિંમત સાડા ચાર હજાર રૂપિયા છે.

અજાણ્યા લોકોએ આઈફોન અને સોનાના બિસ્કીટ જેવી ગિફ્ટ મોકલી
વિદેશ મંત્રાલયે જાહેર કરેલા લિસ્ટ પ્રમાણે, 2016થી 2018 દરમિયાન સરકારના વિવિધ પદાધિકારીઓને અજાણ્યા લોકોએ ભેટ સોગાદ આપી હતી. જેમાં આઈફોન, સોનાના બિસ્કીટથી માંડી ભગવદ્ ગીતા સુધી સામેલ છે.

મંત્રીઓ, અધિકારીઓને વિદેશોમાંથી મળેલી ગિફ્ટ અંગેના નિયમો

  • ભારત સરકાર અને રાજ્ય સરકારના મંત્રીઓ અને અધિકારીઓને વિદેશમાંથી મળતી ભેટ અંગેના પણ નિયમો છે. કેન્દ્રીય ગૃહ મંત્રાલયથી કેન્દ્ર અને રાજ્યના મંત્રીઓ માટે જાહેર કરાયેલા ‘કોડ ઓફ કન્ડક્ટ ફોર મિનિસ્ટર્સ’ના નિયમ 4.2 પ્રમાણે આ ભેટને બે કેટેગરીમાં વહેંચવામાં આવી છે. પહેલી કેટેગરીમાં એવી ભેટનો સમાવેશ કરાયો છે જેમાં પ્રતીકાત્મક પ્રકૃતિ છે. જેમ કે, સ્વોર્ડ ઓફ ઓનર, ઓફિશીયલ કપડાં વગેરે..આ તમામ ભેટને અધિકારીઓ પોતાની પાસે રાખી શકે છે. બીજી કેટેગરીમાં એવી વસ્તુઓ જે પ્રતીકાત્મક નથી.
  • જો ભેટની કિંમત પાંચ હજાર રૂપિયા સુધીની છે તો જેને તે ભેટ મળી છે તે પોતાની પાસે રાખી શકે છે.
  • જો ભેટની કિંમત પાંચ હજાર રૂપિયા કરતા વધારે છે તો તેને વિદેશ મંત્રાલયના તોશખાનાને સોંપવાની હોય છે. જો આવી ભેટને કોઈ પોતાની પાસે રાખવા માગે છે, તો તેની રકમની ભરપાઈ કરવી પડશે.
  • જો કોઈ ભેટની કિંમત અંગે ખબર પડી ન શકે તો તેની કિંમત આંકવા માટે તોશખાના ખાતે મોકલવામાં આવે છે.
  • પાંચ હજાર રૂપિયાથી વધારે કિંમતની ઘણી હાઉસહોલ્ડ વસ્તુઓ જેવી કે, કારપેટ્સ, પેઈન્ટિગ્સ, ફર્નીચર વગેરેને રાષ્ટ્રપતિ ભવન, વડાપ્રધાન નિવાસ અને રાજ્યના કેસમાં રાજભવનમાં મુકવામાં આવે છે.
X
Modi gets a gift of Rs 9.67 lakh in 7 months, Sushma Swaraj receives jewelery worth Rs 6.71 crore
Modi gets a gift of Rs 9.67 lakh in 7 months, Sushma Swaraj receives jewelery worth Rs 6.71 crore
Modi gets a gift of Rs 9.67 lakh in 7 months, Sushma Swaraj receives jewelery worth Rs 6.71 crore
Modi gets a gift of Rs 9.67 lakh in 7 months, Sushma Swaraj receives jewelery worth Rs 6.71 crore
Modi gets a gift of Rs 9.67 lakh in 7 months, Sushma Swaraj receives jewelery worth Rs 6.71 crore
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી