• Home
 • Dvb Original
 • Mahatma Gandhi 150th Birth Anniversary2019; Mahatma Gandhi Great Grandson Exclusive Interview

ગાંધી જયંતી / ગાંધીજીના પ્રપૌત્ર વિવાન અને કસ્તૂરીએ કહ્યું- મન સાફ હોય તો જ બાપૂ કોણ હતા સમજી શકશો?

Mahatma Gandhi 150th Birth Anniversary2019; Mahatma Gandhi Great Grandson Exclusive Interview

 •  બાપૂની પ્રપોત્રી કસ્તૂરીના જણાવ્યા પ્રમાણે-બાપૂના દર્શન આજે પણ પ્રાસંગિક, દુનિયાભરના આંદોલનોમાં જીવંત 
 • પ્રપૌત્ર વિવાને કહ્યું- દેશમાં ગાંધીજી સિદ્ધાંતો વિશે ભણાવવામાં આવે છે, પણ તેમને જીવનમાં ઉતારવાનું કામ કેટલા લોકો કરે છે.

Divyabhaskar.com

Oct 02, 2019, 01:53 PM IST

ડિબી ઓરિજિનલ ડેસ્કઃ 2જી ઓક્ટોબરે આખો દેશ મહાત્મા ગાંધીની 150મી જયંતીની ઉજવણી કરી રહ્યો છે. બાપૂએ જે સિદ્ધાંત આપ્યા, જે વાતો કહીં,તે આજે પણ એટલી જ પ્રાસંગિક લાગે છે, જેટલી પહેલા હતી. 150મી જયંતીના અવસરે અમે બાપૂના પરિવારના બે યુવા સભ્યો બાપૂના પ્રપૌત્ર વિવાન ગાંધી અને કસ્તૂરી ગાંધી સાથે વાત કરી અને જાણ્યું કે હાલની તારીખમાં તેમના વિચારો શું છે. વિવાન આ હાલ લંડનમાં લોનો અભ્યાસ કરી રહ્યાં છે. કસ્તૂરી મુંબઈ સેન્ટ જેવિયર્સ કોલજ ખાતેથી પબ્લિક પોલિસીમાં માસ્ટર્સ કરી રહી છે. દિવ્ય ભાસ્કર આપની સમક્ષ આ બન્ને સાથે કરેલી વાતચીતના અંશ રજુ કરી રહ્યું છે.

સત્ય, અહિંસા અને સવિનય અવજ્ઞા પણ સૌથી મોટું હથિયાર છેઃ કસ્તૂરી -આજની યુવા પેઢી પાસે સૂચનાની ભેટ છે અને એટલ માટે બાપૂ અને અન્ય બુદ્ઘિજીવીઓના કાર્યોને સમજવા અને તેમના વિશે વાંચવું સરળ છે. જેમાં પ્રશંસા અને ટીકાઓ બન્ને સામેલ છે, જેમ બાપૂ હંમેશાથી ઈચ્છતા હતા. મને લાગે છે કે બાપૂજીનું અનુકરણ કરવાનું છે તો વિનમ્રતાની ભાવના સાથે જ કરવું જોઈએ.

જરૂરી છે કે બાપૂજી અને અન્ય મહાન નેતાઓએ જે જણાવ્યું છે, જેવી રીતે તે લોકો જીવ્યા છે, તેમના વિશે યુવા પેઢીને જણાવવામાં આવે. આનાથી કદાચ ઈમાનદારી અને ઉદારતાના થોડા સિદ્ધાંતો પાછા આવશે. મને એવું પણ લાગે છે કે આપણા શિખવા માટે બાપૂજીના દર્શન આજે પણ પુરી રીતે પ્રાસંગિક છે અને દુનિયાભરના આંદોલનોમાં સારી રીતે જીવીત છે.

દુનિયાના આંદોલનોમાં બાપૂની ઝલક જોવા મળે છે

 • ભલે ગ્રેટા થનબર્ગ અને દુનિયાના તમામ યુવા જળવાયુ કાર્યકર્તાઓને શાંતિપૂર્ણ, ધૈર્યવાન અને અદ્રુત પ્રયાસ હોય અથવા ફરી લોકતંત્રના અધિકાર માટે સૂડાનના નાગરિકોનું આંદોલન હોય અથવા આપણા ઈતિહાસનું ચિપકો આંદોલન હોય, મારા ખ્યાલથી બાપૂ અને સવિનય ભંગનો સિદ્ધાત, ખોટી સરકારને સહયોગ ન કરવો, અહિંસા અને સત્યા આજે પણ આપણી પેઢી માટે જીવીત છે. આ તમામ વાતો મને પ્રેરણા આપે છે. હું રાજકારણમાં આવવા નથી માંગતી. મને તો નીતિ અધ્યયન અને નીતિ નિર્માણમાં રુચિ છે.
   
 • હાલની તારીખમાં નેતૃત્વમાં બાપૂ જેવી પ્રામાણિકતા નથી અથવા તે શક્ય નથી. ઉદાહરણ તરીકે બાપૂ જેમ હંમેશાથી પોતાના વિરોધીઓ સાથે જાહેર સંવાદ કરવામાં માનતા હતા. જ્યારે આજે આપણા સૌથી શક્તિશાળી નેતા અસહમતિને સહન નથી કરી શકતા. જે લોકો તેમની સાથે સહમત નથી થતા, તેમને રાષ્ટ્રવિરોધી જાહેર કરી દેવાય છે.
 • મારા વિચારમાં આજે નેતૃત્વ શક્તિ અને લોકપ્રિયતા મહત્વનું છે. બાપૂનું જીવન નેતૃત્વ અને ઈમાનદારી વાળું હતું. મારા ખ્યાલથી ઘણા બધા દબાણવાળા મુદ્દાઓ જ તમારા પ્રશ્નોનો જવાબ છે. ભલે કાશ્મીરના નાગરિકોનું પૂર્ણ અલગાવ હોય અથવા આપણા જંગલો અને નદીઓનો વિનાશ. અથવા તો સ્વદેશી સમુદાય જે વિકાસ માટે તેમની પર વિશ્વાસ કરે છે. આજે આપણા નેતાઓમાં બાપૂની જેમ પોતાના કાર્યો માટે જવાબદારી લેવાનું સાહસ છે અને ન તો ફોલોઅર્સને ખોટું કરવા અંગે તેમણે યોગ્ય દિશા બતાવવાનો અવાજ.
 • ઓનલાઈન પોલિટિકલ ટ્રોલ્સ સતત દુરવ્યવહાર કરે છે અને ઘૃણા અભિયાન ફેલાવે છે, જ્યારે તેનું કોઈ ઠોસ કારણ નથી હોતું. એવું લાગે છે કે જાણે કરુણા, ઉદારતા અને શાલીનતાની ભાષા હવે બોલાતી નથી, જ્યારે આ મૂલ્યોનું આપણી સ્વતંત્રતા આંદોલનમાં મહત્વનું યોગદાન રહ્યું છે. આજના વિકાસમાં વિવેક નથી, અહીં ગાંધીવાદી નેતૃત્વની ખૂબ જ જરૂર છે. હાલની તારીખમાં બાપૂનો ફોટો અને નામનો ઉપયોગ દરેક અભિયાનમાં કરવામાં આવે છે પરંતુ તેમના સાચા સિદ્ધાંતોને ફોલો જ નથી કરાતા.

આપણને પ્રશ્ન પુછવા , પોતાની અસહમતિ વ્યક્ત કરવાનો પુરેપુરો હક છેઃવિવાન

 • મારા દાદાજી(અરુણ ગાંધી)એ બાપૂ સાથે ઘણો સમય વિતાવ્યો છે. બાળપણથી આપણને દાદા ‘બાપૂ’ના વ્યક્તિત્વ વિશે ગણું કહેતા આવ્યા છે. જેવી રીતે આપણા ઘરમાં શરૂઆતથી જ પ્રશ્ન પુછવાની આઝાદી છે. ઘણી બધી એવી વાતો છે જે ન સમજાય તો અમે સવાલ કરીએ છીએ. પછી તેના પર દાદા, પપ્પા સાથે તે વાતની ચર્ચા થાય છે. જો અમને સાચું લાગે ચો અમે તેને વસ્તુઓ સાથે સહમત થઈએ છીએ, અને જો ન લાગે તો નથી થતા. પેન્સિલ નાની થઈ ગઈ તો તેને ફેંકશો નહીં, પણ તેનો સંપૂર્ણ ઉપયોગ કરો.
   
 • મેં બાપૂના સિદ્ધાંતોથી એટલું જ શિખ્યું કે જેટલી જરૂર હોય, તેટલું જ તમારી પાસે રાખો, કારણે કે જે વસ્તુ તમારી પાસે જરૂર કરતા વધારે હોય , તે કોઈ બીજ પાસે હોય જ નહીં. લોકતંત્રમાં દરેકને ટિપ્પણી કરવાનો અધિકાર છે. જેવી રીતે આપણે બાપૂને પૂજીએ છીએ, તેવી રીતે ઘણા લોકો તેમનો વિરોધ પણ કરે છે. વિરોધી આપણા દુશ્મન નથી પરંતુ હું તેમના વિરોધનું કારણ જરૂર જાણવા માંગુ છું. ભવિષ્યમાં રાજકારણમાં આવનારાના ઘણા સવાલ અંગે તેઓ કહે છે કે, હું મારી જાતને રાજકારણમાં ફીટ નથી ગણતો.
 • સામાજિક કાર્યો દ્વારા દેશની સેવા કરવા માગું છું. વિવાનના જણાવ્યા પ્રમાણે. તેઓ એક એનજીઓ સાથે જોડાઈને ગરીબી માટે કામ કરવા માગે છે. પરંતુ હાલ અભ્યાસના કારણે કામ અટક્યું છે.
 • બાપૂ તેમના પરિવારમાં સૌથી નાના હતા. તેમની એક મોટી બહેન રલિયત અને બે મોટા ભાઈ લક્ષ્મીદાસ અને કૃષ્ણદાસ હતા. સાથે જ બે ભાભી નંદ કુવરબેન, ગંગા પણ હતી.

ગાંધીજીના પરિવારમાં 4 દીકરી અને 13 પ્રપૌત્ર-પ્રપૌત્રીઓ છે.

 • ગાંધીજીના પરિવારની વાત કરવામાં આવે તો તેમના પ્રપૌત્ર-પ્રપૌત્રી અને તેમના 154 વંશજ આજે 6 દેશોમાં રહે છે.
 • જેમાંથી 12 ડોક્ટર, 12 પ્રોફેસર, 5 એન્જિનીયર, 4 વકીલ, 3 પત્રકાર, 2 આઈએએસ, 1 વૈજ્ઞાનિક, 1 ચાર્ટડ એકાઉન્ટન્ટ, 5 ખાનગી કંપનીઓમાં સારા એવા પદ પર કામ કરી રહ્યાં છે. આ સાથે જ પરિવારમાં 4 પીએચડી ધારક પણ છે.
 • પરિવારમાં છોકરાઓની સરખામણીમાં છોકરીઓની સંખ્યા વધારે છે.
 • ગાંધીજીના વંશજ આજે ભારત, દક્ષિણ આફ્રીકા, ઈગ્લેન્ડ, કેનેડા, અમેરિકા અને ઓસ્ટ્રેલિયામાં છે.
 • મહાત્મા ગાંધીની દીકરી ન હોવાનો તેમને વસવસો પણ રહ્યો છે. પરંતપ તેમની પેઢીમાં દીકરીઓ કરતા વધારે દીકરીઓની સંખ્યા છે.
   
X
Mahatma Gandhi 150th Birth Anniversary2019; Mahatma Gandhi Great Grandson Exclusive Interview

Next Stories

  ની  સંપૂર્ણ વાંચનસામગ્રી