• Home
 • Db Original
 • Maharashtra 6 Districts To Be Diesel Free Diesel Vs Biofuel]; Nagpur, Bhandara, Wardha Move is on Biofuel

બાયોફ્યૂલ / મહારાષ્ટ્રના 6 જિલ્લાઓ ડીઝલમુક્ત બનશે, ડીઝલથી સસ્તા બાયોફ્યૂલથી વાહનો દોડશે

Maharashtra 6 Districts To Be Diesel Free Diesel Vs Biofuel]; Nagpur, Bhandara, Wardha Move is on Biofuel

 • કરંજ વનસ્પતિના બીજમાંથી બાયોફ્યૂલ બનાવવામાં આવશે, 3-4 કરોડ વૃક્ષ રોપવાની તૈયારી કરાઈ

Divyabhaskar.com

Aug 23, 2019, 04:17 PM IST

રમાકાંત દાણી(નાગપુર). મહારાષ્ટ્રના 6 જિલ્લાઓને ડીઝલની જગ્યાએ કરંજ વનસ્પતિના બીજમાંથી બનેલા બાયોફ્યૂલ અથવા ડીઝલના ઉપયોગ દ્વારા સંપૂર્ણપણે ડીઝલમુક્ત કરવાની પહેલ કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરીએ કરી છે. આ 6 જિલ્લાઓમાં નાગપુર, ભંડારા ,ગોંદિયા,ગઢચિરૌલી,અને વર્ધાનો સમાવેશ થાય છે. ક્રુડ બાયોફ્યૂલ ફાઉન્ડેશન આ પ્રોજેક્ટ પર કામ કરી રહ્યું છે. આ અંગે ફાઉન્ડેશનના અધ્યક્ષ ડો.હેમંત જાંભેકરે ભાસ્કર સાથે ખાસ વાતચીત કરી.

આ પ્રોજેક્ટમાં શરૂઆતમાં કરંજના અંદાજે 3-4 કરોડ છોડ રોપવામાં આવશે. તમામના બીજ તૈયાર થયા બાદ 4 બાયોફ્યૂલ પ્લાન્ટ લગાડવામાં આવશે. અહીં તૈયાર કરાયેલા બાયોફ્યૂલ બજારમાં સપ્લાઈ કરાશે, જે ડીઝલની તુલનામાં અંદાજે 15થી 20 રૂપિયા સસ્તુ હશે.

3 વર્ષમાં 3-4 કરોડ છોડ રોપવાનો ટાર્ગેટ

ડો. હેમંત જાંભેકરે જણાવ્યું કે, અમે કોઈ પણ પ્રકારની સરકારી સહાય વિના આ મોડેલને સફળ બનાવવા ઈચ્છીએ છીએ. જો આ ફ્યૂલના ઉપયોગને પ્રોત્સાહન મળશે તો પ્રદુષણમાં પણ ઘટાડો થશે. આ ઉપરાંત રોજગારની પણ અઢળક તકો ઊભી કરી શકાશે. આ જ વર્ષે પ્રોજેક્ટની શરૂઆત થઈ રહી છે. જેમાં અમે વિવિધ સ્વંયસેવક સંગઠનો અને અંદાજે 320 એકલ વિદ્યાલયોની મદદ લઈ રહ્યાં છીએ.

કરંજના બીજમાં 30% ઓઈલ
બાયોફ્યૂલ બનાવવા માટે કરંજ વનસ્પતિના ઉપયોગ પાછળનું કારણ તેમા રહેલું 30 ટકા તેલ છે. આ તેલ બાયોફ્યૂલ બનાવવા માટે અસરકારક સાબિત થશે, કરંજને મનીપ્લાન્ટ તરીકે પણ ઓળખવામાં આવે છે. કરંજના તેલમાં સામાન્ય પ્રક્રિયાઓ કરીને તેને બાયોડીઝલમાં ફેરવવામાં આવે છે. જેના આધારે અમે આ 6 જિલ્લાઓને ડીઝલ મુક્ત બનાવવાનું સપનું જોઈ રહ્યાં છીએ.

વન વિભાગ બીજ-છોડ પુરા પાડશે

આ ફાઉન્ડેશનના કોર્ડિનેટર તરીકેની જવાબદારી કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરીએ સંભાળી છે. શરૂઆતના 3-4 વર્ષોમાં 4 કરોડ છોડ રોપવાની યોજના માટે વન વિભાગ કરંજના બીજ અને છોડ પુરા પાડશે.

આ બાયોફ્યૂલ ડીઝલની સરખામણીમાં 15-20 રૂપિયા પ્રતિ લિટર સસ્તુ હશે

સામાન્ય રીતે ડીઝલ અંદાજે 70 રૂપિયા પ્રતિ લિટરના ભાવે મળે છે. તેની સામે બાયોડીઝલ 50 રૂપિયા પ્રતિ લિટર આપવાની આ યોજના છે. જે સામાન્ય ડીઝલ કરતા સસ્તુ છે અને પ્રદુષણમાં પણ ઘટાડો કરશે. ગ્રીન ક્રુડ બાયોફ્યૂલ ફાઉન્ડેશનની ચાર જિલ્લાઓમાં બાયોડીઝલ પ્લાન્ટ લગાવવાની યોજના છે. જે વૃક્ષારોપણના ત્રણ વર્ષ બાદ લગાડવામાં આવશે. એક પ્લાન્ટમાં બેથી દોઢ મહિના લાગી જાય છે.

ગાડીના એન્જિનમા કોઈ ફેરફાર કરવાની કોઈ જરૂર નથી

બાયોડીઝલનો ઉપયોગ કોઈ પણ સામાન્ય વાહનમાં કરી શકાશે. જેના માટે તમારે વાહનના એન્જિનમાં કોઈ ફેરફાર કરવાની જરૂર નથી. ડો. જાંભેકરના જણાવ્યા પ્રમાણે, બાયોફ્યૂલના મોલિક્યૂલમાં ઓક્સિજનનું પ્રમાણ સારું હોય છે. જેનાથી એન્જિન માં કોમ્બિનેશન સારું એવું થાય છે. આ જ કારણે પ્રદુષણમાં પણ 5-6% ઘટાડો થાય છે. આગળ પણ બાયોસીએનજી પર પણ આ યોજના હેઠળ કામ કરવાની યોજના છે.

આ 6 જિલ્લાઓ જ કેમ?

વિકાસની દ્રષ્ટીએ આ જિલ્લાઓ અવિકસીત અને ઘણા પછાત છે. પરંતુ કરંજ વનસ્પતિ માટે અહીંની જમીન સાનુકુળ છે. બીજી બાજુ ગઢચિરોલી, ચંદ્રપુર અને ગોંદિયા જિલ્લાના આદિવાસીની વસ્તી વધારે છે, પરંતુ રોજગારી ન હોવાના કારણે અહીં નક્સલવાદને પ્રોત્સાહન મળી રહ્યું છે. એવામાં સ્થાનિક આદિવાસીઓને આ પ્રોજેક્ટનો ભાગ બનાવીને તેમને રોજગાર આપવાની તક પણ ઊભી કરી શકાય છે.

ખેડુતોને સારું વળતર મળશે
ડો. જાંભેકરના કહ્યાં પ્રમાણે, કરંજના ઝાડને સામાન્ય દેખરેખની જરૂર હોય છે અને તેને પ્રાણીઓ પણ અડતા નથી. આ ઉપરાંત દોઢથી ત્રણ વર્ષમાં તેના બીજ મળે છે. જેના બીજ વેચવાથી ખેડૂતો અને ગ્રામ્યજનોને સારું વળતર મળશે. આ જ કારણે વધુમાં વધુ આ પ્રોજેક્ટ સાથે જોડાઈ શકે છે.

બાયોફ્યૂલ માટે રાષ્ટ્રીય નીતિ પણ બનાવવામાં આવી છે

 • કેન્દ્ર સરકારે જુન 2018માં ગેજેટમાં નેશનલ બાયોફ્યૂલ પોલિસી-2018 અંગે સૂચના જાહેર કરી હતી. સરકારે 2009માં લાગુ કરેલી નીતિમાં સુધારો કર્યો છે. આ નીતિનો ઉદ્દેશ આવનારા દાયકામાં દેશની ઉર્જા અને પરિવહન ક્ષેત્રે બાયોફ્યૂલના ઉપયોગને પ્રોત્સાહન આપવાનું છે. હાલમાં પેટ્રોલમાં ઈથેનોલનું પ્રમાણ 2% છે, જ્યારે ડીઝલમાં બાયોડીઝલનું પ્રમાણ 0.1%થી પણ ઓછું છે. 2030 સુધી પેટ્રોલમાં ઈથેનોલ 20% અને ડીઝલમાં બાયોડીઝલ 5% કરવાનો પ્રસ્તાવ છે.
 • આ લક્ષ્યને પ્રાપ્ત કરવા માટે 5 મહત્વના પગલાઓ લેવામાં આવશે
 • -ઘરેલુ ઉત્પાદનમાં વધારો કરીને ઈથેનોલ-બાયોડીઝલનો પુરવઠો વધારવો

બીજી પેઢી (2G)ની બાયો રિફાનરીની સ્થાપના

 • બાયોફ્યૂલ માટે નવા ફીડસ્ટોકનો વિકાસ એટલે કે એવી ઉત્પાજક પ્રોડક્ટ્સને વધારવી જેનાથી બાયોફ્યૂલ બનાવી શકાય છે. જેમાં મકાઈ, શેરડી, સોયબીન, જુવાર, બટાટા, સામેલ છે.
 • બાયોફ્યૂલ બનાવવાની નવી ટેકનોલોજીનો વિકાસ કરવો

સડેલા અનાજ, બટાટા, શેરડી જેવી ચીજોથી બાયોફ્યૂલ બનશે

 • એથેનોલના ઉત્પાદન માટે સરકારની નીતિ પ્રમાણે દેશમાં કાચા માલની પુરતી વ્યવસ્થા અને વિકાસનો પ્રયાસ કરાઈ રહ્યો છે. જેમાં એથોનોલના ઉત્પાદન માટે શેરડીનો રસ, ઘાસ , ચોખા, મકાઈ, સડેલું અનાજ (જે ખાવા માટે યોગ્ય ન હોય)નો સમાવેશ થાય છે. સમુદ્રી શેવાળ જેવી ચીજોનો ઉપયોગ બાયોફ્યૂલના ફીડસ્ટોક તરીકે કરી શકાય છે.
X
Maharashtra 6 Districts To Be Diesel Free Diesel Vs Biofuel]; Nagpur, Bhandara, Wardha Move is on Biofuel
COMMENT

Next Stories

  ની  સંપૂર્ણ વાંચનસામગ્રી