• Home
  • Db Original
  • Madhya Pradesh Automobile Dealers Illegal RTO Tax Collection Rs 1000 Crore In Three Years

મધ્યપ્રદેશ / આરટીઓ ટેક્સના નામે વાહન ખરીદનારાઓ પાસે 3 વર્ષમાં 1000 કરોડની ગેરકાયદે વસુલાત કરાઈ

Madhya Pradesh Automobile Dealers Illegal RTO Tax Collection Rs 1000 Crore In Three Years

Divyabhaskar.com

Aug 23, 2019, 04:03 PM IST

પ્રમોદ કુમાર ત્રિવેદી(ભોપાલ ) મધ્યપ્રદેશમાં નવું વાહન ખરીદવાની પુરી કિંમત ચુકવ્યા બાદ ગ્રાહક પાસે RTO ટેક્સના નામે છેતપિંડી કરાઈ રહી છે. ડીલર આરટીઓમાં રજિસ્ટ્રેશન અને રોડ ટેક્સના નામે 3 હજારથી માંડી 15 હજાર રૂપિયા સુધી વધારે વસુલાત કરી રહ્યાં છે. ડીલરની આ રકમના કોટેશનમાં આરટીઓ ચાર્જ(જે વાસ્તવિક કરતા વધારે હોય છે) લખીને લેતા હોય છે. વાહન ખરીદ્યા બાદ ગ્રાહકોને રજિસ્ટ્રેશન કાર્ડ આપવામાં આવે છે. જેનાથી ગ્રાહકને છેતરપિંડીની ખબર જ નથી પડતી. આ ગેરકાયદે વસુલાત મોટરસાઈકલથી માંડી કાર ખરીદનારાઓ પાસે જ નહીં, પણ ટ્રક જેવા કોમર્શિયલ વાહનો ખરીદનારાઓ સાથે પણ કરવામાં આવે છે. મધ્યપ્રદેશમાં છેલ્લા ત્રણ વર્ષમાં 20 લાખ વાહનોનું વેચાણ થયું છે. એક વાહનમાં છેતરપિંડીના સરેરાશ 5 હજાર રૂપિયા પણ આવે તો ત્રણ વર્ષોમાં આરટીઓ ખર્ચના નામે એક હજાર કરોડ રૂપિયાની છેતરપિંડી કરાઈ છે.

જાણો ટેક્સનું ગણિતઃ તમારા કારની એક્સ શોરૂમ પ્રાઈસ 6 લાખ 72 હજાર 855 છે તો તમારો રોડ ટેક્સ 672855*7/100 =47099 રૂપિયા થાય છે. આ ઉપરાંત 1200 રૂપિયા રજિસ્ટ્રેશન-સ્માર્ટ કાર્ડ વગેરેની કિંમત મળાવીને કુલ આરટીઓ ખર્ચ 48,299 રૂપિયા લગાવવો જોઈએ. પરંતુ આ કિંમતની ગાડી પર 58,270 રૂપિયા વસુલવામાં આવી રહ્યા છે. એટલે કે અંદાજે 10,000 રૂપિયા વધારે વસુલવામાં આવે છે.

ટુ વ્હીલર વાહનની કિંમત 52,130 છે તો ટેક્સ 3,649 રૂપિયા થાય. આ રીતે કોમર્શિયલ વાહન પર 6% ટેક્સ પ્રમાણે 1,04,094 રૂપિયા અને એમપી-નેશનલ પરમિટ, ફિટનેસના 38 હજાર રૂપિયા સહિત કુલ ટેક્સ 1,42,094 રૂપિયા થશે. પરંતુ ડિલર 1,55,000 રૂપિયા લઈ રહ્યા છે. એટલે કે 13,000 રૂપિયા સુધી વધારે છે.

 

દરેક શહેરમાં આરટીઓ ચાર્જ અલગ, નાના શહેરોમાં વધારે લૂંટ- અમે અલગ અલગ કંપનીઓની કારનું ઈન્દોર, ભોપાલ , ગ્વાલિયર, જબલપુર, ગુના અને રાયસણથી કોટેશન લીધું. તમામ શહેરોમાં કિંમત તો અંદાજે સરખી જ હતી, પરંતુ આરટીઓ ચાર્જ અલગ અલગ હતો. ઈન્દોર-ભોપાલમાંથી 6 હજાર થી 7 હજાર સુધી તો ગ્વાલિયર-રાયસેન-ગુનામાં 10થી 15 હજાર સુધી વધારે વસુલાત કરવામાં આવે છે.

ટ્રક પર ગેરકાયદે વસુલાત 13થી 20 હજાર સુધીઃ એવું નથી કે ડીલર ફક્ત મુસાફરીના વાહનો પર જ છેતરપિંડી કરી રહ્યા છે, તેઓ કોમર્શિયલ વાહનો પર પણ ગ્રાહકને બક્ષતા નથી. જ્યારે અમે આઈસર ટ્રકનું કોટેશન લીધુ અને આરટીઓનો ચાર્જ જોયો તો 13 હજાર રૂપિયા વધારે વસુલવામાં આવી રહ્યા છે. આ અંગે જ્યારે પુછવામાં આવ્યું કે આ ચાર્જ શાનો છે તો કોટેશન આપનારા કર્મચારી આલોકે જણાવ્યું કે, આ આરટીઓમાં લાગતો સર્વિસ ચાર્જ છે.

 

ટુ વ્હીલર વાહન પર 5 હજાર સુધી વધારેઃ ડીલર ટુવ્હીલરની કિંમત પર સૌથી વધારે છેતરપિંડી થઈ રહી છે. 50 હજાર રૂપિયાના વાહન પર 3 હજારથી માંડી 5 હજાર રૂપિયાની વધારે વસુલાત કરાઈ રહી છે.

 

કૌભાંડ રોકવા માટે ડીલરને હક અપાયો હતો, પરંતુ અહીં પણ છેતરપિંડી ચાલી રહી છેઃજુની વ્યવસ્થા પ્રમાણે, રજિસ્ટ્રેશન માટે સીધું પરિવહન વિભાગ જવું પડે છે. ત્રણ વર્ષ પહેલા સરકારે દલાલોથી બચાવવા માટે ડીલરના માધ્યમથી રજિસ્ટ્રેશન કરાવવાનું શરૂ કરી દીધું હતું. અહીં દલાલોની જગ્યા ડીલરોએ લઈ લીધી અને ગાડી ખરીદનારાઓને કોઈ ફાયદો થયો ન હતો.

ડિસ્કાઉન્ટની રમતમાં પણ કમાણીઃ જો કોઈ ગાડી પર ડિસ્કાઉન્ટ અથવા એક્સચેન્જ ઓફર છે તો પહેલા એક્સ શો રૂમ કિંમતથી ડિસ્કાઉન્ટ રકમ ઓછી થશે, તેના પછી જ ટેક્સ લાગશે. પરંતુ શો રૂમ સંચાલક અહીં પણ છેતરપિંડી કરવામાંથી ઊંચો આવતો નથી.તેઓ ઓન રોડની કિંમતથી ડિસ્કાઉન્ટ આપે છે. એટલે ગાડીની એક્સ શોરૂમ પ્રાઈસ 6 લાખ અને 30 હજારનું ડિસ્કાઉન્ટ છે તો ટેક્સ 5 લાખ 70 હજાર રૂપિયા પર લાગવો જોઈએ. પરંતુ શોરૂમ સંચાલક પુરેપુરા 6 લાખ પર ટેક્સની વસુલાત કરે છે.

ગ્રાહકે FIR કરાવવી જોઈએ
નક્કી કરેલી કિંમતથી વધારે એક પણ પૈસો વસુલવો ખોટું છે. જો કોઈ પણ આવું કરી રહ્યું હોય તો ગ્રાહકે તેના વિરોધમાં એફઆરઆઈ કરાવવી જોઈએ.પોલીસ કડક કાર્યવાહી કરશે. આરટીઓમાં ફરિયા થશે તો ડીલરનું ટ્રેડ લાયસન્સ પણ રદ થશે. જોકે આરટીઓનો વાહન રજિસ્ટ્રેશન સાથે કોઈ સીધો સંબંધ નથી.- શૈલેન્દ્ર શ્રીવાસ્તવ, પરિવહન અધિકારી, મધ્યપ્રદેશ

વધારે રકમ વસુલવી ખોટું - જો વધારે રકમ લેવામાં આવી રહી હોય તો તે ખોટું છે. હવે તો જીએસટી લાગુ થવાથી સમગ્ર દેશમાં એક જ કિંમત હોવી જોઈએ અને આરટીઓની નક્કી ફી પણ આખા પ્રદેશમાં સરખી હોવી જોઈએ- આશીષ પાંડે, અધ્યક્ષ, મધ્યપ્રદેશ ઓટો મોબાઈલ એસોસિએશન

X
Madhya Pradesh Automobile Dealers Illegal RTO Tax Collection Rs 1000 Crore In Three Years
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી