• Home
 • Db Original
 • Leh Ladakh Organic Food Farming Agriculture by 2025; Mission Organic Development Initiative

ઓર્ગેનિક મિશન / 2025 સુધી લેહ-લદ્દાખ ‘ઓર્ગેનિક ફુડ હબ’બનશે, ઓછા તાપમાનમાં પણ તરબૂચ-ટામેટાનું પુષ્કળ ઉત્પાદન

Leh Ladakh Organic Food Farming Agriculture by 2025; Mission Organic Development Initiative

 • ડિફેન્સ ઈન્સ્ટીટ્યૂટ ઓફ હાઈ એલ્ટીટ્યૂડ રિસર્ચના સિનીયર સાઈન્ટિસ્ટ ડો. સ્ટોબડનના જણાવ્યા પ્રમાણે, લદ્દાખમાં તરબૂચનું ઉત્પાદન જમીન કરતા પણ બમણું
 • મિશન ઓર્ગેનિક ડેવલેપમેન્ટ ઈનીશિએટિવ હેઠળ ત્રણ તબક્કામાં 200 કરોડની ખર્ચથી ઓછું હશે, 113 ગામોમાંથી પહેલા તબક્કામાં 38 ગામ સામેલ 

Divyabhaskar.com

Aug 30, 2019, 03:54 PM IST

ઉદિત બર્સલેઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 15 ઓગસ્ટે ભાષણમાં કહ્યું હતું કે, ધીમે ધીમે ખેતીમાં યુરિયા ખાતરનો ઉપયોગ ઓછો કરવો જોઈએ. તેમનો ઈશારો ઓર્ગેનિક ખેતી વધાવા તરફ હતો, પરંતુ ખેડુતો ઓછા ઉત્પાદનના ડરથી યુરિયા અને ફર્ટિલાઈઝરનો સાથ છોડતા નથી. આ સાથે જ લેહ-લદ્દાખે સમગ્ર દેશ માટે એક ઉમદા ઉદાહરણ પુરું પાડ્યું છે. ભૌગોલિક સ્થિતી સામે ઝઝુમી રહેલો ખેડૂત એ તમામ ફળો અને શાકભાજી વાવી રહ્યો છે, જે ગરમ તાપમાનમાં અને નદી કિનારે પેદા થઈ શકે છે. 5થી 6 ડિગ્રી સેલ્સિયસના સરેરાશ તાપમાન વાળા લેહના ખેડૂતો તરબૂચ, ટેટી અને ટામેટાનું સારું એવું ઉત્પાદન કરી રહ્યા છે.

આ મિશન પર ડિફેન્સ રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ ઓર્ગેનાઈઝેશનના વિંગ ડિફેન્સ ઈન્સ્ટિસ્યૂટ ઓફ હાઈ એલ્ટીટ્યૂડ રિસર્ચના સાઈન્ટિસ્ટ ડો.ટી.સ્ટોબડનની ટીમ અને લેહનો કૃષિ વિભાગ કામ કરી રહ્યો છે. હવે લદ્દાખે ઓર્ગેનિક મિશન 2025 પણ લોન્ચ કરી દીધું છે. આવતા 6 વર્ષમાં અહીં ઓર્ગેનિક ખેતી થશે. આ માટે એડવાન્સમાં પ્લાન તૈયાર કરાઈ ચુક્યો છે. હવે તેના ફાઈનલ ડ્રાફ્ટ પર કામ ચાલી રહ્યું છે. જેનું બજેટ પ્રાથમિક ધોરણમાં 200 કરોડ રૂપિયા છે.

ઓર્ગેનિક મિશનનો પહેલો તબક્કો આ વર્ષે પુરો થશે, ત્યારબાદ સર્ટિફિકેશન

 • સાઈન્ટિસ્ટ ડો. સ્ટોડબનના જણાવ્યા પ્રમાણે, લેહમાં 113 ગામ છે. જેને ત્રણ તબક્કામાં ઓર્ગેનિક ખેતીમાં બદલવામાં આવશે. પહેલા તબક્કામાં 38 ગામ સામેલ છે. અહીં પહેલાથી જ કેમિકલનો ઉપયોગ નથી થઈ રહ્યો. અમે અહીં યોગ્ય રીતે ઓર્ગેનિક ખેતીના ઉપયોગ પર કામ કરી રહ્યાં છીએ.
 • લેહના ચીફ એગ્રીકલ્ચર અધિકારી તાશી સેતાનના જણાવ્યા પ્રમાણે, પહેલા તબક્કાનું કામ આ વર્ષના અંત સુધી પુરું થઈ જશે. આ ગામોને ઓર્ગેનિક ખેતીમાં બદલીને અમે તેને સર્ટિફાઈડ કરાવીશું. જેના માટે અમે સિક્કિમ સરકાર સાથે MOU પણ કર્યા છે. અહીંના ઘણા લોકો સિક્કિમમાં ટ્રેનિંગ લઈને આવ્યા છે.

લદ્દાખમાં ઓર્ગેનિક ખેતી કેવી રીતે થઈ રહી છે?

 • અહીં પર બૌદ્ધ સંસ્કૃતિ હોવાના કારણે મોટા ભાગના લોકો કેમિકલનો ઉપયોગ કરતા નથી. તેમના કહ્યાં પ્રમાણે, રાસાયણિક કીટનાશકોના ઉપયોગના કારણે જીવોની હત્યા થાય છે, જે યોગ્ય નથી. જેના માટે મોટા ભાગના ખેડૂતો જૈવિક પદ્ધતિઓ પર વિશ્વાસ કરતા નથી.
 • શાકભાજી અને ફળો માટે અહીંનું તાપમાન સૌથી મોટી સમસ્યા છે. જેના માટે ગ્રીન હાઉસ અને પોલીહાઉસ બનાવીને ખેતી કરવામાં આવી રહી છે. આવું કરવાથી માટીનું તાપમાન 5થી 7 ડિગ્રી સેલ્સિયસ સુધી વધારી શકાય છે.
 • કેમિકલની જગ્યાએ જૈવિક ખાદ્ય અને વર્મીકંપોસ્ટનો ઉપયોગ કરાઈ રહ્યો છે.
 • અહીં વર્ષના 6 મહિના તાપમાન સારું હોય છે, જેથી દર વર્ષે એક જ પાકની ખેત કરવામાં આવે છે.

2025 સુધી આખું લેહ ઓર્ગેનિક ડિસ્ટ્રિક્ટ બનશે

 • લેહના ચીફ એગ્રિકલ્ચર અધિકારી તાશી સેતાનના જણાવ્યા પ્રમાણે, 2022 સુધી બીજો તબક્કો શરૂ કરવામાં આવશે. જેમાં અંદાજે 30-40 ગામ સામેલ હશે. અહીં પર કેમિકલ ઉપયોગ કરનારા ખેડૂતોને ટ્રેનિંગ આપવામાં આવશે. હાલ અમારી ટીમ ગામે ગામ જઈને ઓર્ગેનિક ખેતીના યોગ્ય ઉપયોગ માટે જાગૃતી પ્રોગ્રામ ચલાવી રહ્યાં છે. ત્યારબાદ 2025માં અમે અન્ય ગામોને પણ સામેલ કરીશું. આ રીતે અમે 2025 સુધી સમગ્ર રાજ્યને ઓર્ગેનિક બનાવીશું.
 • ઓર્ગેનિક મિશન માટે હિલ કાઉન્સીલે 9 માર્ચ, 2019માં સંકલ્પ કર્યો હતો. જેનું નામ મિશન ઓર્ગેનિક ડેવલપમેન્ટ ઈનિશિએટિવ (MODI). હાલ પણ લદ્દાખમાં ઓર્ગેનિક ખેતી થાય છે. પરંતુ આ સર્ટિફાઈડ નથી.

તરબૂચ- ટેટી વાવીને ખેડૂત 10-12 લાખ પ્રતિ હેક્ટર કમાણી કરી રહ્યા છે.

લદ્દાખનો મૂળ પાક ,ઘઉં, જુવાર અને રાજમા છે. હવે તે લદ્દાખના વાતાવરણના હિસાબથી ટેકનીક તૈયાર કરીને શાકભાજીનું પણ ઉત્પાદન કરી રહ્યા છે. જેનું વાર્ષિક ઉત્પાદન 30-40 મેટ્રિક ટન પ્રતિ હેક્ટર સુધી છે, જેનું ઉત્પાદન દેશના અન્ય ભાગોમાં કરવામાં આવે છે. સામાન્ય રીતે જમીનમાં 30-40 મેટ્રિક ટન પ્રતિ હેક્ટર હોય છે. જેનાથી અહીંના ખેડૂતોને વાર્ષિક 10થી 12 લાખ પ્રતિ હેક્ટરની આવક થઈ રહી છે. જે પારંપરિક ઉત્પાદનના અંદાજે ચાર ગણું છે. આ ઉપરાંત અહીં ખેડૂતો બાકીની શાકભાજી કોબીજ,ટામેટું, શિમલા મરચાનું પણ ઉત્પાદન કરી રહ્યાં છે.

ઓર્ગેનિક સર્ટિફિકેટ મળ્યા પછી રાજમાની કિંમતમાં વધારો થશે

લેહના ચીફ એગ્રીકલ્ચર અધિકારી તાશી સેતાનના જણાવ્યા પ્રમાણે,સારી જાતના રાજમાનું ઉત્પાદન કરે છે તે પણ ઓર્ગેનિક. પરંતુ ઓર્ગેનિક સર્ટિફીકેટ ન હોવાના કારણે બાદ આ જ ‘લેહ રાજમા’300-400 રૂપિયા/કિલોમાં વેચાશે. અહીંના ખેડૂતોની આવક પણ વધશે.

X
Leh Ladakh Organic Food Farming Agriculture by 2025; Mission Organic Development Initiative
COMMENT

Next Stories

  ની  સંપૂર્ણ વાંચનસામગ્રી