• Home
 • Db Original
 • legal sand mining in morena, sand deals in front of forest officer

રેતી કૌભાંડ / મ.પ્ર.ના મુરૈનામાં ધોળેદા'ડે રેતીના ગેરકાયદે બજાર ભરાય છે, વન અધિકારીઓના બંગલાની સામે જ રેતીના સોદા થાય છે

legal sand mining in morena, sand deals in front of forest officer

 • રેતી માફીયાઓની સામે સરકાર લાચાર, શહેરમાં ગેરકાયદે રેતી મંડી લાગવા અંગે એસપીએ કહ્યું-કાર્યવાહી કરીશું 
 • DFO બંગલાની સામે સવારે 4 વાગ્યે રેતીની ટ્રોલીઓ નીકળે છે. 
 • 10 મીટર દૂર પોલીસની ગાડીઓ ઊભી હોય છે, પરંતુ ગભરાઈને જવાનો પાછા પડે છે. 

Divyabhaskar.com

Sep 26, 2019, 03:52 PM IST

પ્રમોદ કુમાર ત્રિવેદીઃ મુરૈનામાં રેતીનું ગેરકાયદે બજાર ખુલ્લેઆમ ભરાય છે, અને તે પણ છડેચોક. શહેરના રસ્તાઓ પર રેતી ભરેલા ટ્રેક્ટર-ટ્રોલી બાબતે લોકોના ચહેરા પરનો ડર સ્પષ્ટ જોઈ શકાય છે. રેતી માફિયાઓનો પોલીસ-તંત્ર અને વન વિભાગને આ ખુલ્લો પડકાર છે, પરંતુ જ્યારે-જ્યારે સરકારી અધિકારીઓએ કાર્યવાહી કરી, તેમણે પછડાટ ખાધી છે. રેતી માફિયાઓની હિંમત એટલી વધી ગઈ છે કે 20 સપ્ટેમ્બર ને ગુરુ-શુક્રવારની મધરાતે વન વિભાગની ટીમ પર તેમણે હુમલો કર્યો અને સવારે નિયત સમયે રેતીનું બજાર પણ ભરી દીધું. સેંકડો ટ્રેક્ટર-ટ્રોલી અને ડમ્પર રસ્તાઓ પર બેખોફ દોડતા જોવા મળ્યા. આ મામલામાં IG, DFO અને SP સાથે વાત કરી તો બધા લાચાર જોવા મળ્યા. કાર્યવાહીના મુદ્દે રટણ કરેલું એજ નિવેદન ફરી આપ્યું કે- ‘પ્રયત્નો તો કરી રહ્યાં છીએ’

ઘડિયાલના અભયારણ્યને કારણે જે ચંબલ નદીમાંથી રેતનો એક કણ ઉઠાવવો પણ બિન-જામીનલાયક ગુનો ગણાય છે, ત્યાં ગેરકાયદે રેતીના બજાર ભરાવાની ભાસ્કરે તપાસ કરી તો હકીકત સામે આવી. રેત માફિયાના ડરથી સ્થાનિકો જ નહીં, પોલીસ તંત્ર પણ પરેશાન છે. કોઈ અધિકારીએ અંકુશ લગાડવાનો પ્રયાસ કર્યો તો તેની ટ્રાન્સફર થઈ ગઈ અથવા તેની પર હુમલો કરી દેવાયો. પરિણામ- જે પણ અધિકારી મુરૈના જાય છે, તેની પાસે ખાનાપૂર્તિ સિવાય કોઈ વિકલ્પ નથી હોતો.

રેતી માફીયા કેટલા બેખોફ, આવો જોઈએ તેના 5 ઉદાહરણ

1. સમયઃ સવારે 4 વાગ્યે
સ્થળઃ મુરૈનાનું જુનું બસ સ્ટેન્ડ
ટ્રેક્ટર-ટ્રોલીના લપેટમાં આવવાથી બચવા લોકો રોડની સાઈડે ચાલે છે
મુરૈનામાં સવારે 4 વાગ્યે ચહલપહલ શરૂ થઈ જાય છે. મુરૈના-શ્યોપુર હાઈવે સ્થિત જૂના બસ સ્ટેન્ડ પર સવારે 4 વાગ્યે એક-એક કરીને રેતીથી ભરેલા ટ્રેક્ટર-ટ્રોલી આવવાના શરૂ થઈ જાય છે. દરેક ટ્રેક્ટર-ટ્રોલી પર ચાર લોકો બેઠેલા હતા. તેઓ શહેરના મુખ્ય રસ્તા પરથી પૂરપાટ નિકળી જાય છે. અહીંના લોકો માટે આ દૃશ્ય સામાન્ય હતું, આ કારણે જ પોલીસ-આર્મીની ભર્તીની તૈયારી કરી રહેલા યુવાનો સડકના ખૂણે રહીને દોડે છે. લોકોએ જણાવ્યું કે, દર વર્ષે ડઝનથી વધુ લોકો આ ટ્રેક્ટર-ટ્રોલીની અડફેટે આવી જાય છે. પોલીસ પીછો કરે તો તે ચાલુ ટ્રેક્ટરે ટ્રોલીને રોડ પર જ ખાલી કરી દે છે, અથવા તો ક્યારેક ચાલુ ટ્રેક્ટરે લીવર ખેંચી ટ્રોલીને અલગ કરી દે છે. ફૂલ સ્પીડે ટ્રેક્ટર ચલાવતી વખતે કોઈનો જીવ જાય તો માફિયાને તેની કાંઈ પડી નથી હોતી.

2. સમયઃ સવારે 5 વાગ્યે
સ્થળઃ DFO કચેરી અને નિવાસ, અમ્બાહ બાયપાસ નેશનલ હાઈવે-3
ડીએફઓ બંગલાની સામે રેતીનો સોદો
બસ સ્ટેન્ડ પછી અમે અમ્બાહ બાયપાસ પહોંચ્યા, તો ત્યાં પોલીસની બે ગાડી અને ડઝનભર પોલીસવાળા સામે ઊભા હતા. અમને લાગ્યું કે, હવે અહીં રેતીની ટ્રોલીઓ નહીં આવે, પણ થોડી મિનિટમાં જ ડમ્પર અને ટ્રેક્ટર-ટ્રોલી દોડવા લાગ્યા. આ નેશનલ હાઈવેથી 100 મીટરના અંતરે જ ડીએફઓ કચેરી અને નિવાસ છે. પરંતુ આ રેતી માફિયાઓને ડીએફઓનો સહેજ પણ ડર નથી. આ ડીએફઓ બંગલાની સામેથી જ નીકળી જાય છે.

3. સમયઃ સવારે 5.45 વાગ્યે
સ્થળઃ પોલીટેક્નિક ત્રણ રસ્તા, રેલવે ફાટકથી અમ્બાહ બાયપાસ રોડ
ક્રોસિંગ ગેટ બંધ, લાઈન લાગી
આ રોડ પર ટ્રેક્ટર-ટ્રોલીની આગળ અને પાછળ મોટરસાઈકલ સવાર ચાલી રહ્યા હતા. અહીં એક-બીજાની પાછળ આશરે 100 ટ્રેક્ટર-ટ્રોલી અને 20 ડમ્પર જોવા મળ્યા હતા. રેલવે ફાટક પર પહોંચ્યા તો ગેટ બંધ હોવાના કારણે ગેરકાયદે રેતીથી ભરેલા ટ્રેક્ટર-ટ્રોલીની લાંબી લાઈનો હતી.

4 સમયઃ સવારે 6વાગ્યાથી
સ્થળઃ બઢોખર માતાથી રામનગર ત્રણ રસ્તા
ગેરકાયદે રેતીના 300 વાહનોની લાઈનો
અહીં પહોંચ્યા તો રસ્તાની બન્ને બાજુ અંદાજે 300 ટ્રેક્ટર-ટ્રેલી હતા. બઢોખર માતાથી રામનગર ત્રણ રસ્તા સુધી અંદાજે એક કિલોમીટરમાં ગેરકાયદે રેતીની ટ્રોલીઓની લાઈનો લાગેલી હતી. ધીમે-ધીમે અહીં દુકાનો પણ ખુલવા લાગી. સવારે 7 વાગ્યે બજાર પણ ખુલી ગયા હતા. ઘણી ટ્રોલીઓની રેતી વેચાઈ ગઈ હતી તો ઘણના સોદા થઈ રહ્યા હતા. અહીંના લોકો પણ આ ટ્રેક્ટર-ટ્રોલીઓ અને રેતીના કાળા કારોબારથી પરેશાન છે. બે મહિના પહેલા એક છોકરીને પણ ટ્રેક્ટરે અડફેટે લઈ લીધી હતી, પરંતુ કોઈની હિંમત ન ચાલી તેને રોકવાની. અહીંના રહેવાસી ડો. પીકે સિંગોરિયાના જણાવ્યા પ્રમાણે, શહેરની વચોવચ ગેરકાયદે વેપાર થઈ રહ્યો છે. બધા પરેશાન છે, પરંતુ પોલીસ-તંત્રને કંઈ નથી દેખાતું.

5. સમયઃ બપોરે 3.30 વાગ્યે
સ્થળઃ ક્લેક્ટરેટ
ભાજપના ધરણા, પોલીસ ફોર્સની હાજરીમાં ટ્રેક્ટર-ટ્રોલીઓ સામેથી પસાર થતી હતી
ક્લેક્ટરેટમાં ભાજપનું ધરણા-પ્રદર્શન હતું. પોલીસ જવાનો વિશાળ સંખ્યામાં તહેનાત હતા. પરંતુ ગેરકાયદે રેતીથી ભરેલા ટ્રેક્ટર-ટ્રોલી ક્લેક્ટરેટની સામે ખુલ્લેઆમ પસાર થઈ રહ્યા હતા. ધરણા સ્થળ પર હાજર પૂર્વ ધારાસભ્ય સત્યપાલ સિંહે કહ્યું- હવે વધુ જોવા માટે બચ્યું છે શું? પોલીસ-પ્રશાસનની હિંમત નથી કે રેતીના ગેરકાયદે વેપલાને રોકી શકે.

મુરૈના શહેરમાં રોજ 1000 ટ્રોલી-ડમ્પરની લાઈન લાગે છે

 • મુરૈના જિલ્લામાં ચંબલ નદીમાં ખનન થાય છે. ઘડિયાલ અભયારણ્ય હોવાથી ગેરકાયદે ખનન પર રોક લગાડવાની પહેલી જવાબદારી વન વિભાગની આવે છે, પરંતુ બેખોફ રેતી માફિયા તો ડીએફઓ બંગલાની પાછળથી જ ગેરકાયદે રેતીને ડમ્પ કરે છે. અમે જોયું કે સવારે 4 વાગ્યેથી શહેરમાં ગેરકાયદે રેતીની ટ્રોલીઓ અને ડમ્પર આવવાના શરૂ થઈ ગયા. તે ફોરેસ્ટ બેરિયર અને પોલીસ સ્ટેશનની સામેથી જ શહેરમાં આવી રહ્યા છે. રેતી માફિયાની આસપાસ તેમના માણસો બંદૂક લઈને ખુલ્લેઆમ મોટરસાઈકલ પર ફરે છે.
 • અમે સિવિલ લાઈન પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવનારા ગામ શિકારપુરના રેલવે ફાટક પર પહોંચ્યા તો ત્યાં પણ રેતીની ટ્રોલીઓની લાઈન લાગી હતી. સ્થાનિક લોકો માટે આ નજારો રોજનો છે. રેતીની વાત કરવાથી પણ લોકો ડરે છે. લોકોના કહ્યા પ્રમાણે, જ્યારે આ લોકો ક્લેક્ટરને મારી શકે છે, પોલીસ પર ગોળીઓ વરસાવી શકે છે, તો અમારું તો કંઈ પણ કરી શકે છે. સવારે 7 વાગ્યા સુધી આ વાહન ઉત્તરપ્રદેશ અને રાજસ્થાનના શહેરો તરફ જવા લાગ્યા હતા. સરાયછોલા પોલીસ સ્ટેશન સામે રેતીના વાહન ઉત્તરપ્રદેશના આગરા રવાના થઈ જાય છે.

રાતે 2 વાગ્યે વન વિભાગની ટીમ પર હુમલો, સવારે 4 વાગ્યે શહેરામાં રેતીની મંડી લગાવી દીધી
અમૂમન પોલીસ અથવા પ્રશાસવ પર હુમલો નથી થતો, પણ કોઈ હુમલો કરી પણ દે તો માફીયાનો લોકો ફરાર થઈ જાય છે. મુરૈના રેતી માફીયાઓની હિંમત એટલી હદે છે કે તે પોતાના વિસ્તારમાં હુમલો કર્યા પછી પણ ખુલ્લેઆમ શહેરમાં આવીને રેતી વેચે છે. ગુરુવાર-શુક્રવારની રાતે ધૌલપુરની પાસે વન વિભાગે રેતી માફીયાઓને રોકવાનો પ્રયાસ કર્યો તો તેમની પર હુમલો કરી દેવાયો. વન વિભાગના ઘણા લોકો ઘાયલ થયા હતા, પરંતુ રેતી માફીયાઓને તેનાથી કોઈ ફરક પડ્યો નહીં. તે નક્કી કરેલા સમયે મુરૈના શહેર આવ્યા અને રેતી મંડી લગાવી દીધી.

ડરના કારણે ત્રણ રાજ્યોના અધિકારીની બેઠકઃ જ્યારે વિસ્તારના મંત્રી-નેતાઓએ પોલીસ-તંત્ર પર ગેરકાયદે રેતી હેરફેરનો આરોપ લગાવ્યો તો તંત્રએ રાજસ્થાન અને ઉત્તરપ્રદેશના પોલીસ અધિકારીઓ સાથે બેઠક કરી. પોલીસ સૂત્રોના જણાવ્યા પ્રમાણે, મુરૈનામાં થયેલી બેઠકમાં નિર્ણય લેવાયો કે મધ્યપ્રદેશમાં આ માફિયાને પકડી શકતા નથી. રાજકીય દબાણ પણ છે અને માફિયા હુમલો પણ કરી દે છે. મધ્યપ્રદેશથી બહાર બીજા રાજ્યોની પોલીસે તેમણે પકડી લેવા જોઈએ. ઉત્તરપ્રદેશ અથવા રાજસ્થાનની હદમાં કાર્યવાહી કરવી સરળ હશે. પરંતું પરિણામ બેઠક સુધી મર્યાદિત રહ્યું છે. રેતી માફિયાના રૂપિયાના જોર સામે ઉત્તરપ્રદેશ-રાજસ્થાન પોલીસ પણ નબળી સાબિત થઈ છે. બીજા રાજ્યોમાં 15 દિવસમાં ફક્ત 9 ડમ્પરો પર કાર્યવાહી થઈ છે. સૂત્રોના જણાવ્યા પ્રમાણે, આ એવા ડમ્પર છે જે પોલીસની ગેરકાયદે લિસ્ટથી મેળ ખાતા નથી.

22 જુલાઈએ સવારે 7 વાગ્યે શાળાએ જઈ રહેલી વિદ્યાર્થીનીની ગેરકાયદે રેતી ટ્રેક્ટર નીચે કચેડી હતી. મુરૈનાની આ પહેલી ઘટના નથી. દર વર્ષે ડઝનથી વધુ ઘટનાઓના જવાબદાર રેતી માફિયાના ટ્રેક્ટર હોય છે.

પૂર્વ ધારાસભ્યે કહ્યું- CBI તપાસ કરાવે તો સત્તાપક્ષની પોલ બહાર આવશે
સુમાવલીના પૂર્વ ભાજપ ધારાસભ્ય સત્યપાલસિંહ સિકરવાર કહે છે કે, મુરૈનામાં ખુલ્લેઆમ રેતીનો ગેરકાયદે વેપાર ચાલી રહ્યો છે. પોલીસ-તંત્ર લાચાર બનીને તમાશો જોઈ રહ્યા છે. બધાની મિલિભગતથી કરોડો રૂપિયાનો વેપાર થાય છે. સુમાવલીના હાલના ધારાસભ્ય તો મિટિંગ કરીને તેમના ભત્રીજાને આ કામ માટે ગાઈડલાઈન આપે છે. જ્યારે જનપ્રતિનિધિ જ મળેલા છે તો કેવી રીતે ગેરકાયદે રેતીનું ખનન અટકાવાશે? આ માફિયાઓ લોકોને ટ્રેક્ટર નીચે કચડીને મારી રહ્યા છે. જો સરકાર ખનન રોકવા માગે છે તો સીબીઆઈ તપાસ કરાવવી જોઈએ. જેથી બધાની પોલ બહાર આવી શકે.

આઈજીએ કહ્યું- સીસીટીવીનો પ્રસ્તાવ મોકલ્યો છે
ચંબલ સંભાગના આઈજી ડીપી ગુપ્તાના કહ્યાં પ્રમાણે, અમે પૂરતો પ્રયાસ કરી રહ્યા છીએ. અમે 20 પોઈન્ટ માર્ક કર્યા છે. જ્યાં સીસીટીવી લગાવવાનો પ્રસ્તાવ પોલીસ હેડક્વાર્ટરને મોકલ્યા છે. સીસીટીવીમાં આપણે જોઈ શકીશું કે રેતીનું ગેરકાયદે પરિવહન કોણ કરી રહ્યું છે. સમાજની માનસિકતા બદલી પણ જરૂરી છે,

DFOએ સ્વીકાર્યું- માફિયાને રોકવા મુશ્કેલ
મુરૈનાના ડીએફઓ પીડી ગેબ્રિયલના કહ્યાં પ્રમાણે, અમારી આખી ફોર્સ દેવરી વાલે ચોકી પર લાગી ગઈ છે. અમે ગ્રુપમાં 40-50ની સંખ્યામાં જઈએ છીએ. રાતે જ ધૌલપુર રોડ પર અમારી ટીમ પર હુમલો કરાયો હતો. અમારી ગાડીઓના કાચ તોડી દેવાયા હતા. શાળાના બાળકો પણ રોડ પર હોય છે તો કાર્યવાહી કરવી મુશ્કેલ બની જાય છે.

એસપીનો દાવો- કાર્યવાહી તો કરીએ છીએ
મુરૈનાના એસપી અસિત યાદવે કહ્યું કે, સમય -સમય પર કાર્યવાહી થાય છે. વન વિભાગને પણ આ રોકવા માટે કંપની મળેલી છે. તેઓ જ્યારે અમારી પાસે દળો માંગે છે, અમે આપીએ છીએ.

સ્થાનિકોએ કહ્યું કે, ઘણી વખત ફરિયાદ કરી, પરંતુ બધા ડરે છે.

 • મુરૈનાના નિવાસી પ્રદીપ દંડોતિયા જણાવે છે કે, રેતી માફિયાથી તો પોલીસ પણ ડરે છે. અમે એસપી-ક્લેક્ટરને પણ ઘણી વખત ફોન લગાવ્યા, પણ કોઈ આવતું નથી. સવારે 6 વાગ્યાથી બપોર પછી અંદાજે 500 ટ્રેક્ટર-ટ્રોલીની લાઈન લાગે છે. બાળકો તો રસ્તા પર નીકળી જ નથી શકતા, શાળા બસ તેમના ટ્રાફિકમાં ફસાઈ રહે છે. પોલીસ આવે તો અહીંના લોકો હુમલો કરીને ભગાડી દે છે.
 • મુરૈનાના મઢોખરના રહેવાસી પીકે સિંગોરિયાના કહ્યાં પ્રમાણે, રેતી માફિયા ખુલ્લેઆમ વેપાર કરે છે. અમારું ઘરની બહાર નીકળવું પણ મુશ્કેલ છે. ટ્રોલી હટાવવા માટે કહો તો લડવા સામે આવે છે. ફરિયાદ કરો તો કોઈ સાંભળતું નથી, ઘણા લોકોને કચડીને આ લોકો મારી ચૂક્યા છે.
X
legal sand mining in morena, sand deals in front of forest officer
COMMENT

Next Stories

  ની  સંપૂર્ણ વાંચનસામગ્રી