• Home
 • Db Original
 • Kashmir Pandits Rehabilitation: Exclusive Interview With Sushil, Ashok Pandit On Kashmir Valley

કાશ્મીરી પંડિત / 29 વર્ષ બાદ પણ ઘા રુઝાતા નથી, કાશ્મીરમાં વસ્યા પહેલા અમારે ન્યાય જોઈએ છે

Kashmir Pandits Rehabilitation: Exclusive Interview With Sushil, Ashok Pandit On Kashmir Valley

 • કાશ્મીરી પંડિતોના એક સમૂહે જમ્મુ-કાશ્મીરમાં પ્રવાસ કરવા માટે સરકારની મંજૂરી માગી
 •  કાશ્મીરી પંડિતોના કહ્યાં પ્રમાણે, તેમણે ફરી સ્થાપિત કરવા એ સરકાર માટે અગ્નિપરીક્ષા હશે 

Divyabhaskar.com

Sep 24, 2019, 02:46 PM IST

ડિબી ઓરિજિનલ ડેસ્કઃ જમ્મુ કાશ્મીરમાંથી અનુચ્છેદ -370 હટાવાયા બાદથી જ કાશ્મીરી પંડિતોની ઘરે પાછા ફરવાની ચર્ચાઓએ જોર પકડ્યું છે. તાજેતરમાં જ કાશ્મીરી પંડિતોના એક સમૂહે જમ્મુ-કાશ્મીરના પ્રવાસ માટે સરકાર પાસે મંજૂરી માંગી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી, ગૃહમંત્રી અમિત શાહ અને જમ્મુ તથા કાશ્મીર તંત્રને લખેલા પત્રમાં કાશ્મીરી પંડિત સતીશ મહલદાર અને તેમની ટીમે કહ્યું કે, અમારું પ્રતિનિધિમંડળ કાશ્મીર જવા માંગે છે.

 • ત્રણ દાયકા પહેલા 1990ના દાયકામાં કાશ્મીરી પંડિતો પર અત્યાચાર થયો હતો. ભયાનક આતંકવાદના કારણે કાશ્મીરી પંડિત ઘાટી છોડવા માટે મજબૂર બન્યા હતા. તેમણે ઘર છોડે 29 વર્ષથી પણ વધારે સમય થઈ ગયો છે. અનુચ્છેદ-370 ખતમ થયા બાદ કાશ્મીરી પંડિતોના ડાયસ્પોરાનું માનવું છે કે અનુચ્છેદ -370ને ખતમ કરીને સરકારે રાષ્ટ્રીય, રાજકીય અને સાંસ્કૃતિક રીતે ભારતને એકજુથ કર્યું છે.
 • બદલાયેલી પરિસ્થિતીમાં ભાસ્કરે ‘રૂટ્સ ઈન કાશ્મીર’ના સંસ્થાપક સુશીલ પંડિત, જાણીતા ફિલ્મકાર અશોક પંડિત, જમ્મુ કાશ્મીર વિચાર મંચના પૂર્વ મહામંત્રી મનોજ ભાન, જમ્મુ અને કાશ્મીરના એમએલસી સુરેન્દ્ર અમ્બરદાર સાથે વાત કરીને જાણ્યું કે છેવટે કાશ્મીરી પંડિતોના મનમાં શું છે? આ ઉપરાંત અભિનેતા અનુપમ ખેર અને રાજ્યપાલ સત્યપાલ મલિકના વિચાર જાણો..
 
 • સુશીલ પંડિતના કહ્યાં પ્રમાણે, ઘણી રાહ જોયા બાદ સરકારનો આ નિર્ણય આવ્યો છે જેના માટે આખો દેશ સરકારને શુભેચ્છા આપી રહ્યો છે. હવે સૌથી પહેલા જેહાદીઓને સજા આપવાનું કામ કરાશે, જેમણે અનુચ્છેદ 370ની પાછળ સંતાઈને કાશ્મીર પર હુમલાઓ કર્યા હતા.
 • આ લોકોએ કાશ્મીરમાં જાતિસંહાર કર્યો, આખે આખા સમુદાયને મારીને, લૂંટીને , પીડા આપીને ભગાડ્યા અને આજ સુધી આ લોકોને એક પણ અપરાધની સજા તો દૂર તેની પર કાર્યવાહી કરીને તેમનો ગુનો પણ સાબિત કરાયો નથી. આ બધાથી ઊલટ તેમને કાશ્મીરના નેતા બનાવી દેવાયા છે. અને હવે તેઓ કાશ્મીરના ભવિષ્યના નિર્ણાયકની ભૂમિકામાં આવી ગયા છે. પછી ભલે તે યાસિન મલિક હોય, ગિલાની હોય, શબ્બીર શાહ હોય. આ લોકોએ કાશ્મીર પર જેહાદ થોપી દીધો. લોકો સાથે ગુનાહિત પ્રવૃતિ કરી, દુષ્કર્મ કર્યા, મંદિર તોડ્યા, અપરહરણ કર્યા, ઘર તોડ્યા, આ લોકોને હજુ સુધી તેમના કર્યાની સજા નથી મળી. બાંગ્લાદેશે થોડા વર્ષો પહેલા 1971ના યુદ્ધના અપરાધીઓને જે પ્રકારે સજા આપી છે એજ પ્રકારે કાશ્મીરના ગુનેગારોને પણ સજા મળવી જોઈએ.
 
 • સુધીરના જણાવ્યા પ્રમાણે જમ્મુ કાશ્મીરમાં 370 અને 35-Aની માનસિકતા ઈસ્લામિક સ્ટેટને પ્રોત્સાહિત કરતી હતી. કાશ્મીર મુસ્લિમ રાજ્ય ન હતું, પણ તે એક મુસ્લિમ રાજ્ય બની ગયું હતું અને આ તેના ભેદભાવમાં , નીતિઓમાં, પ્રશાસનમાં સ્પષ્ટપણે જોઈ શકાતું હતું. હવે તેને ખતમ કરવું જોઈએ અને તેના સ્થાને એક ન્યાયપૂર્ણ વ્યવસ્થા લાગું કરવી જોઈએ.
 • મુસ્લિન સ્ટેટની વ્યવસ્થાએ શિક્ષણનું મધરસીકરણ કરી દીધું હતું. આજ કારણે ત્યાં દર પેઢીએ ઝેર ભરેલા લોકોને પેદા કર્યા અને જેહાદને ચારે કોર ફેલાવી દીધું. જેને ખતમ કરવું પડશે. પાઠ્યક્રમ પણ બદલવો પડશે. બુરહાન વાનીના પિતા જેવા શિક્ષકોએ પોતાના દીકરાને શું બનાવ્યો તે સૌ કોઈ જાણે છે.એવામાં તેમણે બીજા બાળકો સાથે શું કર્યું હશે તેનો અંદાજો તમે લગાવી શકો છો. આવા લોકોને વ્યવસ્થાની બહાર ફેંકી દેવા જોઈએ.
 • કાશ્મીરી પંડિતોને ફરી પાછા લાવવા એ સરકારની અગ્નિપરીક્ષા હશે. સરકારે કાશ્મીરી પંડિતોને સુરક્ષાનો અહેસાસ કરાવવો પડશે. જેહાદીઓને સત્તામાંથી દૂર કરીને ફાંસી પર લટાકાવવા પડશે. ત્યારે જ ન્યાય થશે. જોકે હજુ કાશ્મીરમાં સ્થિતી સામાન્ય થવામાં સમય લાગી જશે. એવું સાંભળવા મળ્યું છે કે જે અલગાવવાદી પહેલાથી કાશ્મીરમાં સક્રિય છે, તેમની સાથે ફરી વાતચીત શરૂ કરી દેવાઈ છે. અને તેમને જ સત્તાની સોંપણીની તૈયારી કરાઈ રહી છે. સરકારે આ શોર્ટકટથી બચવું જોઈએ, નહીં તો બધી મહેનત પર પાણી ફરી વળશે.
 
 • 15 ઓગસ્ટે અભિનેતા અનુપમ ખેરે પોતાના ફેસબુક પેજ પર એક વીડિયો શેર કરીને કહ્યું હતું કે, આજથી 72 વર્ષ પહેલા આપણા પૂર્વજોએ પ્રાણની આહુતિ આપીને અમને આઝાદી અપાવી હતી. જો કે આપણા આઝાદી તો હવે પુરી થઈ છે. આપણો દેશ કાશ્મીરથી કન્યાકુમારી સુધી એક છે, હવે આ કહાવત વાસ્તિવકતામાં બદલાઈ ગઈ છે. હું એક કાશ્મીરી પંડિત છું. અમે ઘણું વેઠ્યું છે. પોતાના દેશમાં રેફ્યુજી બનીને રહેવું પડ્યું હતું અને હવે આ બધું જ ભૂલીને આગળ વધવાનો સમય આવી ગયો છે. હું જાણું છું કે લોકો હિન્દુ-મુસ્લિમના ઘાને રૂઝાવા દેવા માંગતા નથી. આ તેમનો ધંધો છે. તેની પર ધ્યાન ન આપો. હવે કાશ્મીર અને આખા દેશને પ્રકૃતિને શિખર સુધી લઈ જવાનો પ્રયાસ કરીએ છીએ.
 • ફિલ્મકાર અશોક પંડિતના કહ્યાં પ્રમાણે , કાશ્મીરી હિન્દુઓની જે મુશ્કેલી છે, તે કાશ્મીરની છે. બાકી હવે કાશ્મીરની કોઈ મુશ્કેલી નથી. હવે સફાઈ ની એક પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે. અમારી પહેલી આશા સરકારથી છે કે જે લોકોએ અમારી સાથે દુષ્કર્મ કર્યું, બર્બરતા કરી, તેમની વિરુદ્ધ એફઆરઆઈ થવી જોઈએ. કેસ કરવો જોઈએ. કાયદાકીય રીતે તેમને જેલ ભેગા કરવો જોઈએ. 30 વર્ષના રહ્યાં પછી અમે ઘણું બધું શીખ્યા છીએ. દુનિયાને ઓળખી ગયા છીએ. અનુચ્છેદ 370 અમારી સૌથી મોટી જીત છે.
 
 • અમારી વાપસી માટે સરકારનું હિન્દુઓને ચર્ચામાં સામેલ કરવું ખુબ જ જરૂરી છે. અમારી વાપસી માટે સરકારે એક રણનીતિ બનાવવી પડશે, કારણ કે સૌથી મોટા પીડિત તો અમે જ છીએ. કારણ કે અમે અંબાણી કે અદાણી નથી, જે ત્યાં જઈને જમીન ખરીદીને બિઝનેસ શરૂ કરી દેશું. અમને અમારી સંપત્તિ પાછી જોઈએ. અમારા ઘર સળગાવી દેવાયા હતા. ખેતરો પર કબ્જો કરી લીધો હતો. બળજબરી કાગળો પર હસ્તાક્ષર કરાવ્યા હતા.
 • અમારું અસ્તિત્વ ખતમ કરાવાના પ્રયાસો કરાયા, મંદિરો તોડ્યા, અમને મારીને ભગાડ્યા. અમને આશા છે કે અમારા પીએમ અને હોમ મિનિસ્ટર આ દિશામાં વિચારી રહ્યા હશે. હાલ લડાઈ શરૂ થઈ છે, જે અંજામ સુધી ત્યારે જ પહોંચશે જ્યારે અમે સુરક્ષિત કાશ્મીરમાં જઈને વસીશું. આનાથી આખા વિશ્વમાં મેસેજ જશે કે કાશ્મીરી હિન્દુ પાછા આવી ગયા છે. તેઓ કહે છે કે 70 વર્ષનો કાટમાળ 70 દિવસમાં સાફ ન થઈ શકે. અમારે ત્યાંની માનસિકતા બદલવી પડશે. લોકલ લીડરશીપને આ મેસેજ આપવો પડશે કે હવે અહીં ગુંડાગર્દી નહીં ચાલે. ઘરમાંથી પત્થર ફેંકવાનું નહીં ચાલે. હિન્દુસ્તાની વિરોધી નારાબાજી પણ નહીં ચલાવી લેવાય.

અમે પ્રવાસીની જેમ કાશ્મીરમાં જવા માગતા નથીઃ મનોજ ભાન

મનોજ ભાન કહ્યાં પ્રમાણે, અનુચ્છેદ-370નું હટવં એક ઐતિહાસિક પગલું છે. જેનાથી સમગ્ર દેશમાં ખુશીને લહેર છવાઈ છે, પરંતુ કાશ્મીરી પંડિતોનું જમ્મુ-કાશ્મીરમાં વસવું અને અનુચ્છેદ -370નું હટવું બન્ને અલગ અલગ મુદ્દાઓ છે. તેમના કહ્યાં પ્રમાણે, અમે પ્રવાસીની જેમ જવા માગતા નથી પણ અમને અમારો હક જોઈએ છે. અમને ત્યાંની સ્થાયી નાગરકિતા જોઈએ છે. અમે સરકારને વન પ્લેસ સેટલમેન્ટ કરવા માંગીએ છીએ. 1990ના દાયકામાં ચારથી પાંચ લાખ કાશ્મીરી પંડિતોએ પોતાનું ઘર છોડવું પડ્યું હતું, હવે આ લોકો પોતાના ઘરે પાછા જવા માગે છે.

 
 • તેઓ કહે છે કે સરકાર સેટેલાઈટ ટાઉનમાં તમામ કાશ્મીરી પંડિતોને એક સાથ વસાવી શકે છે. અહીં સિક્યોરીટીની સાથે બીજી મૂળભૂત વસ્તુઓ પણ હોવી જોઈએ. ભાનના કહ્યાં પ્રમાણે, છેલ્લા 30 વર્ષમાં કાશ્મીરી પંડિતોએ દેશ-દુનિયામાં પોતાનું નામ બનાવ્યું છે. ઓળખાણ બનાવી છે. એવાનાં જો અમને કાશ્મીરમાં વસાવશે તો રોજગારીનું સંલાચન અમે પોતે કરી શકીશું. જેનાથી ઈકોનોમી પણ મજબૂત બનશે.
 • જમ્મુ અને કાશ્મીર એમએલસી સુરેન્દ્ર અમ્બરદારના કહ્યાં પ્રમાણે, કાશ્મીરી પંડિત બસ હવે એવું જ ઈચ્છે છે કે સરકાર તેમને આદરપૂર્વક કાશ્મીરમાં ફરી વસાવી દે. તેઓ કહે છે કે, અંદાજે 7 લાખ વિસ્થારિત કાશ્મીરી પંડિત છે, જે ફરી પોતાની જમીન પર જવા માગે છે. સરકાર એવો પ્રોજેક્ટ લાવે જેનાથી કાશ્મીર પંડિતોને ઘર, રોજગારી અને સુરક્ષા મળે. તેમના કહ્યાં પ્રમાણે, તમામ કાશ્મીરી પંડિત ઘાટીમાં પાછા આવવા માગે છે, પણ હવે માત્ર નવી વ્યવસ્થાની રાહ જોવાઈ રહી છે. સુરેન્દ્ર અમ્બરદારના જણાવ્યા પ્રમાણે, 31 ઓક્ટોબર પછી નવી વસ્તુઓ ઘાટીમાં દેખાવા લાગશે. નવી વ્યવસ્થા બનતાની સાથે કાશ્મીરી પંડિતોનું ત્યાં વસવાનું સપનું પણ પુરું થઈ જશે.
 

કેવી રીતે કાશ્મીરી પંડિતો પર આફત આવી હતી

કાશ્મીરમાં હિન્દુઓ પર કહેર તૂટવાનો સિલસિલો 1989 જેહાદ માટે રચાયેલી ‘જમાત-એ-ઈસ્લામી’એ શરૂ કર્યો હતો. જેણે કાશ્મીરમાં ઈસ્લામિક ડ્રેસ કોડ લાગુ કર્યો હતો. તેને નારો આપ્યો કે અમે બધા એક, તમે ભાગો અહીંથી. ત્યારબાદ કાશ્મીરી પંડિતોએ ઘાટી છોડવી પડી. કરોડોના માલિક કાશ્મીરી પંડિત પોતાની પુશ્તેની જમીન જાયદાદ છોડીને રેફ્યૂજી કેમ્પોમાં રહેવા માટે મજબૂર થઈ ગયા હતા.

 

300થી વધુ હિન્દુ મહિલા અને પુરુષોની હત્યા કરાઈ

ઘાટીમાં કાશ્મીરી પંડિતોના ખરાબ દિવસોની શરૂઆત 14 સપ્ટેમ્બર 1989થી થઈ હતી. ભાજપના રાષ્ટ્રીય કાર્યકારિણીના સભ્ય અને વકીલ કાશ્મીરી પંડિત, તિલક લાલ ટપલૂની જેકેએફએલે હત્યા કરી દીધી હતી. ત્યારબાદ જસ્ટિસ નીલ કાંત ગંજૂની પણ ગોળી મારીને હત્યા કરી દેવાઈ હતી. તે વખતે મોટા ભાગના હિન્દુ નેતાઓની હત્યા કરી દેવાઈ હતી. ત્યારબાદ 300થી વધુ હિન્દુ મહિલાઓ અને પુરુષોની આતંકવાદીઓએ હત્યા કરી દીધી હતી.

 

ખુલ્લેઆમ દુષ્કર્મ કરાયા

 • ઘાટીમાં ઘણા કાશ્મીપી પંડિતોઓની વસ્તીમાં સામૂહિક બળાત્કાર અને દીકરીઓનું અપહરણ કરાયું. દિવસેને દિવસે પરિસ્થિતી વણસતી ગઈ.
 • એક સ્થાનિક ઉર્દુ છાપા હિબ્જ-ઉલ-મુઝાહિદ્દીન દ્વારા એક પ્રેસ નોટ જાહેર કરાઈ- તમામ હિન્દુ પોતાનો સામાન બાંધી કાશ્મીર છોડીને ચાલ્યા જાવ. તમામ કાશ્મીરીઓને કહેવાયું કે, ઈસ્લામિક ડ્રેસ કોડ પહેરવો જ પડશે. કાંતો મુસ્લિમ બની જાવ કાંતો કાશ્મીર છોડી દો.
 • કાશ્મીરી પંડિતોના ઘરોના દરવાજા પર ચિઠ્ઠી લગાવાઈ જેમાં લખ્યું હતું કે, કાંતો મુસ્લિમ બની જાવ કાંતો કાશ્મીર છોડી દો.પાકિસ્તાનના પૂર્વ વડાપ્રધાન બેનર્જી ભુટ્ટોએ ટીવી પર કાશ્મીરી મુસ્લિમોને ભારતમાંથી અલગ થવા માટે ઉશ્કેરવાના શરૂ કરી દીધા. આ સાથે જ કાશ્મીરમાંથી પંડિતો રાતો રાત કાશ્મીર છોડી ચાલ્યા ગયા.

કાશ્મીરમાં મોટા મોટા નરસંહાર પણ થયા

 • ડોડા નરસંહાર- ઓગસ્ટ 14, 1993ના રોજ બસને રોકીને 15 હિન્દુઓની હત્યા કરી દેવાઈ
 • સંગ્રામપુર નરસંહાર - માર્ચ 21,1997ના રોજ ઘરમાં ઘુસીને 7 કાશ્મીરી પંડિતોને કિડનેપ કરીને મારી નાંખ્યા
 • વંધામા નરસંહાર- જાન્યુઆરી 25, 1998ના રોજ હથિયારધારી આતંકીઓએ 4 કાશ્મીરી પરિવારના 23 લોકોને ગોળીઓથી વિંધી નાંખ્યા
 • પ્રાનકોટ નરસંહાર- એપ્રિલ 17, 1998ના રોજ ઉધમપુર જિલ્લાના પ્રાનકોટ ગામમાં એક કાશ્મીરી હિન્દુ પરિવારના 27 લોકોને મોતને ઘાટ ઉતારી દીધા હતા, જેમાં 11 બાળકો પણ હતા. આ નરસંહાર બાદ ડરના કારણે પૌની અને રિયાસીના 1000 હિન્દુઓએ પલાયન કર્યું હતું.
 • 2000માં અનંતનાગના પહેલગામમાં 30 અમરનાથ યાત્રિઓની આતંકીઓએ હત્યા કરી દીધી હતી.
 • 20મી માર્ચ, 2000 ચિત્તી સિંઘપોરા નરસંહાર હોલાની ઉજવણી કરી રહેલા 36 શિખોની ગુરુદ્વારાની સામે આતંકીઓએ ગોળી મારીને હત્યા કરી દીધી
 • 2001માં ડોડામાં 6 હિન્દુઓની આતંકીઓએ ગોળી મારીને હત્યા કરી દીધી હતી. 2001 જમ્મુ કાશ્મીર રેલવે સ્ટેશન નરસંહાર, સેનાના વેશમાં આતંકીઓએ રેલવે સ્ટેશન પર ગોળીબાર કર્યો હતો, જેમાં 11 લોકોના મોત થયા હતા
 • 2002માં જમ્મુના રઘુનાથ મંદિર પર આતંકીઓએ ફરી હુમલો કર્યો, પહેલો 30 માર્ચે અને બીજો 24 નવેમ્બરે આ બન્ને હુમલાઓમાં 15 વધારે લોકોના મોત થયા હતા.
 • 2002 ક્વાસિમ નગર નરસંહાર, 29 હિન્દુ મજૂરોને મારી નખાયા હતા. જેમાં 13 મહિલાઓ અને એક બાળક સામેલ હતા
 • 2003 નદિમાર્ગ નરસંહાર, પુલવામા જિલ્લાના નદિમાર્ગમાં ગામમાં આતંકીઓએ 24 હિન્દુઓને મોતના ઘાટ ઉતારી દીધા હતા.

X
Kashmir Pandits Rehabilitation: Exclusive Interview With Sushil, Ashok Pandit On Kashmir Valley
COMMENT

Next Stories

  ની  સંપૂર્ણ વાંચનસામગ્રી