• Home
  • Db Original
  • Kartarpur Guru Nanak Dev; Harshinder Kaur Exclusive Interview On Kartarpur Sahib Corridor

કરતારપુર / પહેલા લંગરની શરૂઆત ગુરુ નાનકના ઘરેથી થઈ હતી, તેઓ કહેતા હતા કે સાચું સુખ આપણા ઘરમાં જ છે

Kartarpur Guru Nanak Dev; Harshinder Kaur Exclusive Interview On Kartarpur Sahib Corridor

  • કરતારપુરમાં ગુરુ નાનક દેવે તેમના જીવનના 17 વર્ષથી વધારે સમય ગાળ્યો હતો, અહીં સમાધિ લીધી હતી 
  • ગુરુ નાનક દેવ પર રિસર્ચ કરી ચુકેલી ડો. હરશિંદર કૌરે ભાસ્કર સાથેની ચર્ચામાં કરતારપુર સાથે જોડાયેલી વાતો જણાવી 

Divyabhaskar.com

Nov 07, 2019, 12:53 PM IST

નવી દિલ્હીઃ કરતારપુર સાહિબ માટે બનેલા કોરિડોરનું 8મી નવેમ્બરે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને 9મી નવેમ્બરે પાકિસ્તાનના વડાપ્રધાન ઈમરાન ખાન ઉદ્ધાટન કરશે. કરતારપુર સાહિબમાં જ ગુરુ નાનક દેવે તેમના જીવનના 17 વર્ષથી વધારે સમય ગાળ્યો છે. કરતારપુરમાં જ તેમને અંતિમ શ્વાસ લીધા હતા. અહીં તેમની સમાધિ પણ બનાવાઈ છે. ગુરુગ્રંથ સાહિબનું અનુવાદ કરનારા પ્રોસેફર સાહિબ સિંહની પપૌત્રી ડો. હરશિંદર કૌરે ભાસ્કર સાથે ખાસ ચર્ચામાં નાનકજીના કરતારપુરથી અપાયેલા સંદેશાઓ અંગેની માહિતી આપી હતી. તેમના જણાવ્યા પ્રમાણે, ગુરુ નાનકજી કહેતા હતા કે ગુરુ બનવાનો અર્થ ગાદી પર બેસવાનો નહીં પણ સામાન્ય લોકોને મળવાનો છે. તેમની સાથે સમય વિતાવો તેમની સાથે જમો, વાત કરો ત્યારે જ તમને સાચું સુખ અને ખુશી મળશે.

સાચી ખુશી ઘરમાં જ હોય છે
ડો. કૌરના જણાવ્યા પ્રમાણે, ગુરુજી કરતા પહેલા જે સંત-મહાત્મા બતા, તે શાંતિ માટે ઘરની બહાર જવાની વાત કરતા હતા. પરંતુ ગુરુજીએ કરતારપુરમાં જ આ શીખ આપી હતી કે સુખ શાંતિ માટે ઘની બહાર જવાની જરૂર જ નથી, કારણ કે સાચું સુખ તો ઘરમાં જ મળે છે. આપણે ઘરમાં રહીને જ ભગવાનની પ્રપ્તિ કરી શકીએ છીએ.

મહિલાઓને સમાન તક મળે
કરતારપુરમાં રહીને ગુરુ સાહિબે ખેતી કરી. આ કામમાં તેમને તેમના પત્ની પણ મદદ કરતા હતા. તે જમાનામાં છોકરીઓ અને મહિલાઓને લગ્ન બાદ તેમના પિતાના ઘરે પાછું જવાની તક નહોતી મળતી. પણ તેના વિરુદ્ધ ગુરુ સાહિબે એક સંદેશો આપ્યો કે દીકરી તેના માતા પિતાની સંભાળ રાખવા માટે જઈ શકે છે અને તે ચોક્કસ આવું કરી શકે છે. ગુરુજીએ તે જમાના પણ મહિલાઓની સ્વતંત્રતા અંગેની વાત કરી હતી.

ગુરુજીના ઘરે જ પહેલા લંગરની શરૂઆત થઈ હતી

ડો. કૌરના જણાવ્યા પ્રમાણે, ગુરુ સાહિબ કહેતા હતા કે જેટલું કમાઈ શકો કમાવો, પણ ભૂખ્યાને ભોજન જરૂર કરાવજો. તેઓ પોતે પણ તેમની કમાણી માંથી ગરીબોને જમાડતા હતા. જેથી પહેલા લંગરની શરૂઆત તેમના ઘરેથી જ થઈ હતી, અને આ પ્રથાને આવનારા ગુરુઓએ પણ જાળવી રાખી છે. ગુરુ સાહિબે તેમના પત્નીને પણ એક સલાહ આપી હતી કે જે પણ ભૂખ્યું આવે તેને જમાડ્યા વગર જવા ન દેતા. ગુરુ સાહિબના જણાવ્યા પ્રમાણે કોઈ પણ વ્યક્તિ ભલે ગરીબ હોય કે અમીર ઉચ્ચ વર્ણનો હોય કે પછી નીચી જાતિનો જો તે ભૂખ્યો છે તો તેને જરૂર જમાડશો. એટલા માટે જ સુવર્ણ મંદિરમાં ચાર દરવાજા છે. જે એક જ સંદેશ આપે છે કે, કોઈ પણ હોય તેના માટે ચારેય દરવાજાઓ ખુલ્લા છે.

દરેક માણસમાં ભગવાન છે, કોઈ અલગ નથી
ડો. કૌરના કહ્યાં પ્રમાણે, તે સમયે સમાજમાં નાત જાતનો ભેદભાવ વધારે હતો. ગુરુ સાહિબ હંમેશા જાત-પાત છોડવાની વાત કહેતા હતા. તેઓ કહેતા હતા કે દરેક માણસમાં ભગવાન વસે છે. આપણે બધા એક જ છીએ. કોઈ અલગ નથી, અને આજે આ વાત પણ સાબિત થઈ ગઈ છે. whoના રિપોર્ટમાં પણ કહેવાયું છે કે આપણા તમામ લોકોના જનીન આફ્રીકાથી શરૂ થયેલા છે. આપણે જ્યાં જ્યાં જઈએ છીએ ત્યાંના પર્યાવરણ અને વાતાવરણના હિસાબથી વણાઈ ગયા છીએ.

પરમાત્મા એક જ છે
ગુરુ સાહિબના કહ્યાં પ્રમાણે, દરેકનો એક જ પરમાત્મા છે. ભલે તમે કોઈ પણ ધર્મમાં માનતા હોવ પણ તમારે દરેક ધર્મનો આદર કરવો જોઈએ. દરેકને તેમના ધર્મને સ્વીકારવાનો અધિકાર છે. ધર્મ આપણને એકબીજા સાથે લડવાનું નથી શિખવાડતો.

તમારું નસીબ જાતે બનાવો
ડો. કૌરના કહ્યાં પ્રમાણે, તે સમયે જેટલા સંત-મહાત્મા હતા. તે દરેક આવું કહેતા હતા જે પણ મળી રહ્યું છે, તે આપણું નસીબ છે. પરંતુ ગુરુ સાહિબ કહેતા હતા કે નસીબના ભરોસે બેસી રહેવાનું છોડી દો અને તમારું નસીબ જાતે બનાવો. તમે મહેનત કરીને તમારું નસીબ જાતે બનાવી શકો છો.

X
Kartarpur Guru Nanak Dev; Harshinder Kaur Exclusive Interview On Kartarpur Sahib Corridor
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી