• Home
  • Db Original
  • IPhone 10 model assembled in India will get cheaper up to 20 thousand: Tim Cook

ભાસ્કર ઓરિજિનલ / ભારતમાં એસેમ્બલ આઈફોન-10ના મોડલ 20 હજાર સુધી સસ્તા મળશે: ટિમ કૂક

ટિમ કૂકની ફાઇલ તસવીર
ટિમ કૂકની ફાઇલ તસવીર

  • અનુભવને જાળવી રાખવા જ અમારા મૂળ સિદ્ધાંત-ટિમ કૂક
  • ત્રણ કેમેરા આપીને અમે ડીએસએલઆર કેમેરાની જરૂરિયાત ખતમ કરવા માંગીએ છીએ
  • જૂન 2020માં આઈઓએસ 14 પણ લોન્ચ કરીશું
  • ઓનલાઈન સેલ માટે હાલમાં જિયોની મદદ લઈશું

Divyabhaskar.com

Sep 12, 2019, 03:09 AM IST

કેલિફોર્નિયા: ભારતમાં આઈફોન થોડા મહિના પછી વિશ્વના અન્ય દેશો કરતા 20 હજાર રૂપિયા સુધી સસ્તો મળશે. પરંતુ તેમાં મંગળવારે લોન્ચ કરાયેલા ફોન સામેલ નહીં હોય. કિંમત ઓછી કરવાનો મતલબ એ નથી કે આઈફોન ગુણવત્તા સાથે સમજૂતી કરશે. હું સ્પષ્ટ કરવા માગું છું કે આઈફોન એક પ્રીમિયમ સ્માર્ટ ફોન છે અને એ અનુભવને જાળવી રાખવા જ અમારા મૂળ સિદ્ધાંત છે. એપલના સીઈઓ ટીમ કૂકે ઉપર મુજબ કહ્યું હતું. તેમણે ભાસ્કર માટે સિદ્ધાર્થ રાજહંસ અને રોહિતાશ્વ કૃષ્ણ મિશ્રાને આપેલા ખાસ ઇન્ટરવ્યૂમાં આ વાત જણાવી હતી. ટિમ કૂક સાથેની વાતચીતના અંશ...

સવાલ: આઈફોન-11 ત્રણ કેમેરા સાથે લોન્ચ થયો છે. એવી શું જરૂરિયાત લાગી કે ત્રણ કેમેરા લગાવવા પડ્યા?
ટિમ કૂક: ત્રણ કેમેરા આપીને અમે ડીએસએલઆર કેમેરાની જરૂરિયાત ખતમ કરવા માંગીએ છીએ. એપલના લાખો યુઝર રોજ આઈફોનનો ઉપયોગ શ્રેષ્ઠ ફોટો ખેંચવા માટે પણ કરી રહ્યાં છે. એવામાં અમે તેમના કેમેરાના અનુભવને શ્રેષ્ઠ કરવા માગતા હતા. શોટ ઓન આઈફોન અભિયાન તેનો હિસ્સો છે. નવા ફોનમાં પહેલા કેમેરા વાઈલ્ડ, બીજો પોટ્રેટ ટેલી ફોટો અને ત્રીજો અલ્ટ્રા વાઈડ એન્ગલ માટે છે. આ આઈફોન ફોટોગ્રાફીના ભવિષ્યની મિશાલ સાબિત થશે.

સવાલ: આઈફોન મોંઘો છે, ભારતમાં તેનું વેચાણ સતત ઘટી રહ્યું છે, શું એપલ ભારત માટે સસ્તો આઈફોન લોન્ચ કરશે? જો હા તો કિંમત શું હશે?
ટિમ કૂક: અમે ભારત માટે બે ફોન લોન્ચ કરી રહ્યાં છીએ. આ માટે દક્ષિણ ભારતમાં ફોક્સકોન પ્લાન્ટમાં આઈફોનનું એસેમ્બલિંગ શરૂ કર્યું છે. ફોક્સકોન જ આઈફોનની સૌથી મોટી ઉત્પાદન કંપની છે. ભારતમાં બનનારા આઈફોન બાકી દિવસોમાં મળતાં તેવા જ ફોનની તુલનામાં 20 હજાર રૂપિયા સુધી સસ્તા હશે. જો કે આઈફોન 11 તેનો હિસ્સો નહીં હોય. ભારતીય ગ્રાહક આઈફોન એક્સ,એક્સએસ અને એક્સએસ મેક્સને વિવિધ સ્ટોરેજ મોડલમાં ટૂંક સમયમાં બાકી દેશોની તુલનામાં સસ્તામાં ખરીદી શકશે. અમે અલગ-અલગ મોબાઈલ સર્વિસ પ્રોવાઈડર કંપનીઓ સાથે ટાઈઅપ કરીને પણ કિંમતનો બોજો ઘટાડવા માંગીએ છીએ જેથી માસિક ફોન બિલની કિંમત પર આઈફોન એક રીતે મફતમાં મળી શકે જે ગ્રાહકો માટે નવો અનુભવ હશે.

સવાલ: ફોનને લઈ સતત નવા પ્રયોગ થઈ રહ્યાં છે, આવનારા વર્ષોમાં આઈફોનનું સ્વરૂપ કેવું હશે?
ટિમ કૂક: અત્યારે અમે 11 ડિઝાઈન પર રિસર્ચ કરી રહ્યાં છીએ. ટેસ્ટ પછી નક્કી થશે કે નવો આઈફોન કેવો હશે. નવું વર્ઝન એઆઈ, એઆર અને વીઆર જેવા અનુભવો સાથે મશીન લર્નિંગનો પણ એક અલગ અનુભવ આપશે. આ ઉપરાંત જૂન 2020માં આઈઓએસ 14 પણ લોન્ચ કરીશું.

સવાલ: ભારતે સિંગલ રિટેલ એફડીઆઈ નિયમોમાં ઢીલ આપી છે? આપ ભારતમાં કેટલું રોકાણ કરશો, કયા શહેરથી શરૂઆત કરશો
ટિમ કૂક: અમે ભારતમાં વિસ્તરણ કરીશું. ભારતમાં અત્યારે 1450 કરોડ રૂપિયા રોકવાની યોજના છે. બેંગ્લુરુ અને હૈદરાબાદમાં સોફ્ટવેર ડેવલપમેન્ટ ઓફિસોને વિસ્તારી રહ્યાં છીએ. ગુડગાંવ અને મુંબઈમાં એક્સક્લુઝિવ ઓરિજિનલ સ્ટોર ખોલીશું. ઓનલાઈન સેલ માટે હાલમાં જિયોની મદદ લઈશું.

X
ટિમ કૂકની ફાઇલ તસવીરટિમ કૂકની ફાઇલ તસવીર
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી